મંદિર નહીં સંડાસ બાંધો -બાસ્પા

Side A –
– @1.41min. વિશ્વની પ્રજાને ચાર ભાગમા વહેંચી શકાય તે બકરાં ચરાવતા રબારીના ઉદાહરણથી સમજો. સૌથી આગળ ચાલનારા માલ ખાતા હોય છે અને સૌથી પાછળ ચાલનારા માર ખાય છે. @4.42min. ભગવાન બધાના માટે સરખો છે. શ્રી કૃષ્ણ ભગવાન અને મહાભારતના પાત્રો અને પ્રસંગો વિશે સાંભળો. જેના બાવડાંમાં યુદ્ધ કરવાની શક્તિ હોય તેજ શાંતિ સ્થાપિત કરી શકે. જે લોકો પ્રજાને સસલાં-હરણાં બનાવે છે તે પ્રજાના મોટામાં મોટા દુશ્મનો છે પછી તે ધર્મના નામે કે અધ્યાત્મના નામે કે ગમે તેના નામે બનાવતા હોય. તમારામાં ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલી આવડત હોય પણ જો તમે અહંકારી થશો તો ઈશ્વરના અને સંત પુરુષોના આશીર્વાદ ન મેળવી શકશો, તમે લુલું અને લંગડું જીવન જીવશો. ભગવાન કદી ઉંઘતો નથી, વૃંદાવનનો પ્રસંગ સાંભળો. @11.08min. રાજકારણ અને ધર્મકારણના મુદ્દાનો ભેદ સમજો. @19.37min. સૌથી આગળ ચાલતી પ્રજા સ્થળાંતર કરે અને ધંધો બદલ્યા કરે. અમેરિકા આખું યુરોપમાંથી આવીને વસ્યું. મુંબઈની જાહોજલાલી બહારની પ્રજાની છે. @26.22min. માર્ટીન લુથરે સ્થાપિત હીતો સામે બળવો કર્યો અને યુરોપનું થયેલું પરિવર્તન. જે યુરોપ પહેલા ચર્ચમાં દોડતા હતા તે પ્રયોગ શાળામાં દોડતા થયા. આપણે ગુલામ કેમ થયા? સૌથી આગળ ચાલવું હોય તો શું કરવું તે સાંભળો. ડાહી અને પાછળ ચાલતી પ્રજા વિશે. તમે ગાંધીજી ન થઇ શકો પણ મહાદેવ દેસાઈ તો થઇ શકો. @32.38min. નર્મદા યોજના વિશે. @37.06min. ઘસડાતી પ્રજા વિશે. ઉદાહરણ સાંભળો. જીવનને સમતુલિત બનાવો. @40.00min. પ્રતિક્રિયાવાદી પ્રજાને ઊંધી દીશામાં ચલાવનાર એક સંપ્રદાયના સાધુ વિશે. @48.07min. વઢિયાર નિકેતન સંસ્થા પાયાનું કામ કરે છે. મંદિર બાંધનારા તો ભગવાન થઈને પૂજાય છે. હું તો એટલે સુધી કહું છું કે કોઈ કરોડોના મંદિર બાંધતું હોય, બહુ મોટા સામૈયા, ભંડાર કરતુ હોય તો ત્યાં પીકેટીંગ કરો અને ચેક ડેમ બાંધો, ટ્યુબ વેલ કરો, નર્મદાજીને લાવો, આ ખરો ઉત્સવ છે. મંદિર બાંધવાને બદલે સંડાસ બાંધો. વઢીયાર નિકેતન જેવી સંસ્થા જે ગામેગામ સંડાસ બનાવવાનું, એજ્યુકેશન અને રોજી રોટીના પ્રશ્નો ઉકેલવાનું કામ કરે છે તેને સમજો અને સાથ-સહકાર આપો. ભગવાન તમને અમને સૌને શક્તિ આપે એવી પરમેશ્વરને પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિ ઓમ, તત્સત.