listen – Side A
શ્રીમદ ભગવદ ગીતમાં બે યુદ્ધો છે. એક પ્રસિદ્ધ યુદ્ધ કૌરવો અને પાંડવોનું છે અને બીજું શ્રી કૃષ્ણ અને અર્જુનના વિચારોનું યુદ્ધ છે. શસ્ત્રોના દ્વારા, થોડા સમય પુરતી પરિસ્થિતિ બદલી શકાય પરંતુ સ્થાયી સ્થિર પરિસ્થિતિ જોઈતી હોય તો વિચારોનો વિજય થવો જરૂરી છે. @3.43min. યુરોપની અને આખી દુનિયાની ક્રાંતિ વિશે. ગાંધીજી, રાજારામ મોહનરાય, માર્ક્સ, માર્ટીન લ્યુથરની ક્રાંતિ વિશે. @5.50min. પરંપરાવાદ – એક આચાર્યનો દીકરો ગાદી પર બેસે એટલે વારસામાં હજ્જારો આરતી ઉતારનારા, પગ ધોવાવાળા, પૈસાના ઢગલા કરનારા ભક્તો મળી જાય. માર્ટીન લ્યુથર તો પાદરીનો દીકરો હતો એને ઘણા લાભો મળતા હતા છતાં પોપની સામે બંડ પોકાર્યું અને જણાવ્યું કે ધર્મના નામે પ્રજા લુંટાઈ રહી છે. અબ્રહામ લીન્કને કહ્યું કે જીવનના ઘણા ક્ષેત્રોમાં લાંબા સમય સુધી તમે લોકોને છેતરી ન શકો. પરંતુ ધાર્મિક ક્ષેત્ર એવું છે કે એકવાર જો તમને લોકોને શીશામાં ઉતરતા આવડતું હોય તો પછી પેઢી દર પેઢી તમે છેતરી શકો. @8.10min. સ્વામીજીના સેન્ટ ઝેવીઅર્સ કોલેજના પ્રવચન વિશે. @11.54min. અજંતા અને ઈલોરાની કળા વિશે. ઔરંગઝેબ એક આદર્શ પુરુષ હતો. તે પોતે કુરાન લખે, ટોપીઓ ગુંથે અને તેમાંથી પોતાના રોટલા ખાય. રાજ્યની તિજોરીમાંથી પૈસા લેવાના નહિ અને પોતાની કબર માટીથી બનાવડાવેલી. તેના પર સ્ત્રી સંબંધી કોઈ આક્ષેપો નથી. એનામાં એકજ મોટો દોષ આવ્યો કે ધર્મ મારોજ સાચો છે એટલે એણે જુલ્મો કર્યા. @16.46min. હિંદુ થયેલા યુરોપિયન સાધુ-સાધ્વીઓ દંતાલી આશ્રમમાં આવ્યા, કેમ હિંદુ થયા? ૨૦,૦૦૦ વાડાઓની વાડ કાઢવા માટે એક સરદાર પટેલ જેવા વ્યક્તિત્વની જરૂર છે. તમે સોનાના મંદિર બાંધી શકશો, આરસ પહાણ જડી શકશો, રાજભોગ કરી શકશો પરંતુ મહંમદ ગઝની સામે ટકી ન શકશો, તમે ભગવાનને પણ છોડીને ભાગશો. @18 .20min. ગીતાના બે યુદ્ધો ચાલુ. ગીતા એ વૈચારિક યુદ્ધનો ગ્રંથ છે. વાસ્તવિક ધરતાલનો વિચાર અને આકાશમાં ઊડતો વિચાર. ગ્રીક લોકોએ તેમની પુરાણોની કથાને “મીથ” માન્યું, ઈતિહાસ સમજીને લડી નહિ મરવાનું, જ્યારે આપને ત્યાં પુરાણોનાં પાત્રોને ઈતિહાસ માની લડી મર્યા. ગ્રીક પુરણ-હરક્યુલીસ અને મહાભારત-ભીમની કથા મળતી આવે છે. @31.31min. સરદાર પટેલ અને ગાંધીજીના વ્યક્તિત્વ વિશે. @36.58min.ગીતા અહિંસાવાદી નથી તેમ હિંસાવાદી પણ નથી. હિંસાવાદ એ ક્રુરતા છે અને અહિંસાવાદ એ નમાલાપણું -પલાયનવાદ છે. @38.51min. ગાંધીજીએ શ્રી મદ રાજચંદ્રને ૨૭ પ્રશ્નો પૂછ્યા, એમાંનો એક પ્રશ્ન અને તેનો જવાબ સાંભળવાથી ખબર પડશે કે ભારતમાં કેમ સાપોલિયાં વધી ગયા છે.@40.45min. અર્જુનને શ્રી કૃષ્ણ આતયાયીઓને મારવાનું કહે છે. @42.49min. હડકાયું કુતરુંથી મૃત્યુ અને ગુરુનું આશ્વાસન સાંભળો. @47.00min. પહેલા અધ્યાયને વિષાદ યોગ કહ્યો છે, વૈરાગ્ય યોગ કહ્યો નથી.

listen – Side B
– સરદાર પટેલનું સાહસ – નિઝામ હૈદરાબાદને હિન્દુસ્તાનમાં સમાવી લીધા. હિંદુઓ પર જુલ્મો કરનાર, કાસમ રીઝવીને એક મારવાડી વાણીયાએ ભગવી દીધો. ભગવદ ગીતામાં વિચારોનો સંઘર્ષ છે. ભારત વિચારોથી મર્યું છે અને જો તરશે તો વિચારોથી તરશે. @7.20min. પુરુષાર્થ અને પ્રારબ્ધ માર્ગ વિશે. ઘરમાં કદી પંચાંગ રાખશો નહિ. જ્યોતિષો કેવી રીતે ધંધો કરે છે? તે સાંભળો. @9.32min. યુરોપના એક કબ્રસ્તાનમાં એક માણસે તેના મરણ પછી શું મેસેજ લખાવ્યો તે સાંભળો. @16.30min. એક ઓળખીતા જ્યોતિષની જાણવા જેવી વાત, જે જાહેરાત પાછળ વર્ષમાં ૨૦-૨૨ લાખનો ખર્ચ કરેછે. @22.11min. બીજા અધ્યાયમાં પહેલી વ્યહવારિક અને પછી આધ્યાત્મિક ભૂમિકા. “कुतस्त्वा कश्मलमिदं…अर्जुन…(२-२). @24.47min. રાણા પ્રતાપ અને કવિ નર્મદ વિશે. @30.15min. હૃદયની દુર્બળતા. “હરિને ભજતાં હજી કોઈની લાજ.” ભામાષાએ અઢળક ધન અન્યાય સામે ઝઝુમવા, રાણા પ્રતાપને આપ્યું અને ઈતિહાસમાં અમર થઇ ગયો. @33 .04min. “हतोवप्राप्स्यसि…कृतनिश्चय…(२-३७) ભગવાને અર્જુનને યુદ્ધ માટે પ્રેરણા આપી. @35.08min. સૌરાષ્ટ્રના એક ગામમાં ગુંડાઓનો ત્રાસ – સૌથી મોટામાં મોટું પુણ્ય પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી પ્રજાને મુક્ત કરવી. @38.08min. ભગવદ ગીતાના દ્રષ્ટિકોણને સમજો. ભગવદ ગીતાનું વૈચારિક યુદ્ધ આજસુધી ચાલે છે. કૃષ્ણ અને અર્જુન બે વિચારધારાઓ છે. @40.09min . ભજન – હરિને ભજતાં હજી કોઈની લાજ, શ્રી આશિત દેસાઈ. દ્રઢ ઇન ચરનન કેરો ભરોસો.