ગૌ-સંસ્કૃતિ અને વિજ્ઞાન

ગૌ-સંસ્કૃતિ અને વિજ્ઞાન – અમદાવાદ

 

દુનિયામાં તમને ચાર પ્રકારની પ્રજા જોવા મળશે. સંસ્કૃતિ પ્રધાન, અર્થ પ્રધાન, સૈનિક પ્રધાન અને વિજ્ઞાન પ્રધાન. આ ચાર દ્રષ્ટિકોણને સમજજો એટલા માટે કે પશુ સંબંધી જે ચિકિત્સા અથવા જીવનની બીજી કોઈપણ બાબતની વૈજ્ઞાનિક દ્રષ્ટિ પરદેશમાંથી કેમ આવે છે? એનું મૂળ કારણ શું છે? ભારતની પ્રજા સંસ્કૃતિ પ્રધાન પ્રજા છે. મુસ્લિમ પ્રજા સૈનિક પ્રધાન પ્રજા છે. મુસ્લિમ પ્રજાનો અભિગમ સાયન્સ પ્રત્યે નથી પણ સૈનિક શક્તિ પ્રત્યે છે, એટલે ઈસ્લામે બહું મોટો ઈતિહાસ સર્જ્યો છે. 1300-1400 વર્ષ પહેલાં જે ઇસ્લામનો ઉદય થયો અને માત્ર 100 વર્ષના ટૂંકા ગાળામાં અબ્રસ્તાનથી માંડીને સ્પેન સુધી લીલો ઝંડો ફરકાવી દીધો અને આજે આખી દુનિયામાં દરેક જગ્યાએ મુસ્લિમોની આબાદી છે અને શક્તિ છે. ભારતની પાસે સૈનિક શક્તિ નથી, એટલે ભારત ફેલાઈજ ન શક્યું. આપણી સંસ્કૃતિને વહન કરનારા ત્રણ મુખ્ય ધર્મો હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે અંતર્મુખતાને પ્રાધાન્ય આપે છે કે બહિર્મુખ થઈને શું મળશે? તમારા પોતાના અંદર ડૂબકી મારો, એનું પરિણામ એ આવ્યું કે તમારા અહિયાં હજારો આચાર્યો થયા, સતાવધાનીઓ, અષ્ટાવધાનીઓ, વેદ-ખડ્શાસ્ત્રો મોઢે રાખનારા થયા પણ ઇતિહાસનું નિર્માણ કરનારા કોઈ ન થયા.
(more…)