પરાક્રમ વીરતા અને બલિદાન – ભુચર મોરી શહીદ સ્થાન

 

શરુઆતમાં આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રવાદી ભુચર મોરીના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડતું પ્રવચન. ભૂચર મોરી રાવલપીંડીમાં જન્મ્યા હોત તો એ ભૂમિ આજે હિન્દુસ્તાનની ભૂમિ હોત. જેણે આપને સુખેથી જીવી શકીએ સુખેથી, એના માટે 400 વર્ષ પહેલા બલિદાન આપ્યું હતું. આપણે ત્યાં તો ઈતિહાસ ભૂલાવા માટેનો વ્યવસ્થિત પ્રયાસ ચાલી રહ્યો છે. 1834થી લોર્ડ મેકોલે જે પરંપરા ઊભી કરી કે ભારતના લોકો પોતાની વિરાસતને ભૂલી જાય એ કાર્યક્રમ લોર્ડ મેકોલેના માનસ પુત્રો આજે પણ કરી રહ્યા છે. @5.18min. મારે વલ્લભભાઈ કથીરીઆને અભિનંદન આપવા છે કે શિક્ષણના માટે જે યજ્ઞ ચાલ્યો છે, એ યજ્ઞમાં એમણે પણ આહુતિ આપીને ખુબ શ્રેષ્ઠ કામ કર્યું છે. આ વીર પુરુષ કોણ હતા? એણે કોના માટે બલિદાન આપ્યું હતું? એ વખતે રાણા પ્રતાપથી જરાયે ઓછો ન કહી શકાય એવી લડાઈ હતી. રાજપૂત વીર તલવાર વગર શોભેજ નહીં. (more…)