શરુઆતમાં આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રવાદી ભુચર મોરીના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડતું પ્રવચન. ભૂચર મોરી રાવલપીંડીમાં જન્મ્યા હોત તો એ ભૂમિ આજે હિન્દુસ્તાનની ભૂમિ હોત. જેણે આપને સુખેથી જીવી શકીએ સુખેથી, એના માટે 400 વર્ષ પહેલા બલિદાન આપ્યું હતું. આપણે ત્યાં તો ઈતિહાસ ભૂલાવા માટેનો વ્યવસ્થિત પ્રયાસ ચાલી રહ્યો છે. 1834થી લોર્ડ મેકોલે જે પરંપરા ઊભી કરી કે ભારતના લોકો પોતાની વિરાસતને ભૂલી જાય એ કાર્યક્રમ લોર્ડ મેકોલેના માનસ પુત્રો આજે પણ કરી રહ્યા છે. @5.18min. મારે વલ્લભભાઈ કથીરીઆને અભિનંદન આપવા છે કે શિક્ષણના માટે જે યજ્ઞ ચાલ્યો છે, એ યજ્ઞમાં એમણે પણ આહુતિ આપીને ખુબ શ્રેષ્ઠ કામ કર્યું છે. આ વીર પુરુષ કોણ હતા? એણે કોના માટે બલિદાન આપ્યું હતું? એ વખતે રાણા પ્રતાપથી જરાયે ઓછો ન કહી શકાય એવી લડાઈ હતી. રાજપૂત વીર તલવાર વગર શોભેજ નહીં.

@10.22min. મિત્રો, આજે જે દેશમાં અતિવાદી લોકોની ચર્ચા ચાલે છે કે બાળકોને જે પુસ્તક ભણાવવામાં આવે છે એમાં તલવારનો “ત” ન ભણાવવો કારણકે એનાથી બાળકની માનસિકતામાં હિંસા પ્રવેશે છે અને એ શિક્ષિત સમાજનું લક્ષણ નથી, એના બદલે તપેલાનો “ત” શીખવો તો શું થાય? આનાથી રાષ્ટ્રને બહુ નુકશાન થાય છે. તલવારના “ત” સામે જેને વાંધો હોય તે સાવરકરને કેવી રીતે સમજી શકે? આ દેશમાં ચાફેકર બંધુઓ માતૃભૂમિની આઝાદી માટે એક સાથે ત્રણે ત્રણ ફાંસીને માંચડે ચઢી ગયા હતા. આઝાદીના લડવૈયા વીર સાવરકરનું દેશ માટે યોગદાન વિશે સાંભળો. આજે આ દેશમાં વીર સવારકર અપમાન થાય છે. એમણે શ્રેષ્ઠ સાહિત્ય કૃતિઓ આંદામાન-નિકોબારની જેલમાં લખી હતી. વધુ આગળ સાંભળો. @15.40min. પ્રત્યેક મહાપુરુષનું યોગદાન હોય છે, પણ એમાંએ વાડાબંધી? રાષ્ટ્રને માટે જીવન સમર્પિત કરનાર પ્રત્યેકનું સન્માન થવું જોઈએ. શ્યામજી કૃષ્ણવર્મા ગુજરાતની ધરતીનો લાલ, મહર્ષિ દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણવર્માને મળવા માટે સામે ચાલીને સમય માંગતા હતા. સ્વયં લોકમાન્ય તિલક, શ્યામજી કૃષ્ણવર્માની સાથે પત્ર વ્યહવાર કરીને સલાહ લેતા હતા. એમણે ભારતની આઝાદી માટે ઇંગ્લેન્ડ ની ધરતીને કર્મ ભૂમિ બનાવી હતી. અંગ્રેજ સલ્તનતને હલાવી દીધી. @19.15min.

અહિથી સ્વામીજીનું પ્રવચન સાંભળો. કોઈપણ પ્રજાનો ઈતિહાસ એ એના યુદ્ધોનો ઈતિહાસ હોય છે. જે પ્રજા યુદ્ધ નથી કરી શકતી તેનો ગુલામીનોજ ઇતિહાસ હોય છે. યુદ્ધને ત્રણ રીતે મૂલવવું જોઈએ, યુદ્ધ શા માટે કરવામાં આવ્યું? યુદ્ધ કેવી રીતે લડવામાં આવ્યું? અને યુદ્ધના પરિણામ કેવાં પ્રાપ્ત થયા? રાજપુતો, મરાઠાઓ, મુસ્લિમો અને અંગ્રેજોની યુદ્ધ શૈલી વિશે.રાજપૂતોની પાસે પ્રચુર પરાક્રમ છે પણ વ્યૂહ નથી એટલે પરિણામ બલિદાનમાં. અંગ્રેજોના યુદ્ધમાં સેનાપતિ કે રાજા યુદ્ધ કરવા ન જાય, પણ ફક્ત યોદ્ધાઓ યુદ્ધ લડે અને સેનાપતિ વ્યૂહ બનાવે. રાજપૂતોમાં રાજા પોતે, કુંવરો, સેનાપતિ બધાજ યુદ્ધ કરવા જાય રાજા હાથી પર બેસે એટલે સામે દુશ્મનોને મારવાની સરળતા મળે. પાણીપતના યુદ્ધમાં જ્યોતિષોના મુરત જોવામાં પેશ્વાએ એક લાખ મરાઠા સૈનિકો કેવી રીતે ગુમાવ્યા તે સાંભળો. @24.05min. મુસ્લિમોની યુદ્ધ પદ્ધતિ પણ સમજવા જેવી છે. મુસ્લિમો બલિદાન થવા માટે યુદ્ધ નથી કરતા, એ વિજય મેળવવા અને લુંટવા માટે યુદ્ધ કરે છે, એ પરાજિત રાજા-પ્રજાને લુંટે છે, માત્ર મિલ્કતજ નથી લુંટતા, તેઓ સ્ત્રીઓને લુંટે છે, યુવકોને લુંટે છે, અને બધુજ લુંટે છે. તમને કોઈને રસ હોય તો પદ્મનાથ મહાકાવીએ કાનડદે રાસો રચ્યો છે તે જરૂર વાંચજો. @28.25min. આશ્રમમાં 25-30 કોલેજના વિદ્યાર્થીઓ આવ્યા તેની સાથે ચીતોડના ઇતિહાસની વાત સાંભળો. આ પ્રેરણા સ્થળ છે, જે પ્રજા પ્રેરણા નથી લેતી એ આપોઆપ મરી જતી હોય છે. યુદ્ધ અને વ્યૂહ રચના વિષે વધુ આગળ સાંભળો. @33.00min. મરાઠા યુદ્ધ અને શિવાજીની મુત્સદ્દિગીરી અને વીરતા વિશે સાંભળો. અફઝલ ખાન એક લાખનું સૈન્ય લઈને શિવાજીને પકડવા સાથે પીંજરું લઈને નીકળ્યો હતો એમાં અડધું સૈન્ય તો હિન્દુઓનું હતું અને પહેલાંજ તુળજા ભવાનીનું મંદિર તોડ્યું. શિવજીએ કેવી રીતે અફઝલખાનને માર્યો તે સાંભળો. @37.54min. અંગ્રેજોની યુદ્ધશૈલી વિશે સાંભળો. અંગ્રેજો કદી સ્ત્રીઓ માટે કે સામસામે કે અંદરો-અંદર લડ્યા નથી. ગોંડલના રાજા ભાગવત સિંહ ના સમયનો એક પ્રસંગ સાંભળો. @41.58min. રાજપુતોની યુદ્ધ પધ્ધતિમાં બહુ મોટા સુધારાની જરૂર છે, એ વિશે સાંભળો. અકબરે બે વાર ગુજરાત પર હુમલો કરેલો અને એમના પરાક્રમની વાત સાંભળો. @44.08min. આ ભુચર મોરી ઉપર જે વીરતા, બહાદુરી બતાવવામાં આવી એમાંથી આપણે શું પ્રેરણા લઈએ અને સાથે સાથે મુત્સદ્દીગીરીની પણ પ્રેરણા લઈએ તે વિષે સાંભળો.