Dantali Ashram
Side 1A – Bhagwan Buddh, Dantali Ashram, @Begin. ત્રણ પ્રકારના વારસદારો વિશે. @4.00Min.મોટા સાહિત્યકાર જે. ક્રિશ્નમુર્તિના ખાસ અનુયાયી સાથે સાંભળવા જેવો વાર્તાલાપ. @12.10Min. સુદ્ધોધન રાજાએ લગ્ન કર્યા પણ સંતાન ન હતું. બીજા લગ્ને રાણી માયાવતિથી પુત્ર સિદ્ધાર્થનો જન્મ થયો. જ્ઞાની પુરુષોએ કહ્યું ક્યાંતો ચક્રવર્તિ રાજા થાય કે મોટો સન્યાસી થાય. સાતમા દિવસે મા મરી ગઇ. @22.40 બચપણથી લક્ષણોજ જુદા, વિશ્વમાં કોઇ જગ્યાએ સુખ દેખાતુંજ નથી. સુદ્ધોધન રાજાના પરણાવવાના પ્રયત્નો. @29.30Min. યશોધરાએ ગળામાં હાર નાંખી દીધો. @33.30Min. રાજકુમાર સિદ્ધાર્થ અથવા ગૌતમ(કુળનું નામ) ના બીજા બે ભાઇઓ નંદ અને દેવદત્ત તેમાં દેવદત્ત છેવટ સુધી દુશ્મન રહ્યો. આવુંજ મહાવીર, જીસસને હતું. સહજાનંદ સ્વામીને પણ એના ગુરુભાઇનો સખ્ત વિરોધ હતો. જીવનના વિકાસ માટે જેટલી અનુકુળતાની જરુર છે તેટલીજ પ્રતિકુળતાની જરુર છે. @35.55min. વીસ વર્ષો સુધી સિદ્ધાર્થના જીવનમાં અનેક ઘટનાઓ ઘટી અને અંતે ગ્રુહત્યાગ કર્યો.
Side 1B – Dantali Ashram, @3.15Min. પાંચ પ્રકારના પુરુષો. પૂર્વજોનો ઉદ્ધાર, પુર્વજોની અધોગતિ, વારસદારોનો ઉદ્ધાર, વારસદારોની અધોગતિ અને નહિં ઉદ્ધાર નહિં અધોગતિ કરનારા વિશેની સમજણ ઉદાહરણ સાથે. @24.00Min. બે મોટાં મહાપાપ, વિશ્વાસઘાત અને કૃતગ્ન. @31.50Min. કાઠીયાવાડની માણકી ઘોડી અલ્સેસીઅન અને દેશી કુતરાં. @36.00Min. વિશ્વનો ઉદ્ધાર કરનારા મહાન શક્તિશાળી જે વ્યક્તિત્વો થયા તેમાંનું સૌથી મહાન સર્વોત્તમ વ્યક્તિત્વ એટલે સિદ્ધાર્થ, ભગવાન ગૌતમ બુદ્ધ. કઠોરતાથી ગ્રુહત્યાગ. @42.25 બિંબિસાર રાજાને ત્યાં પશુબલિ માટે ૨૦૦૦ બકરાં લઇ જતા ભરવાડ સાથે જઇ બકરાંની સાથે કુલ ૧૦,૦૦૦ પશુઓ છોડાવવા વિશે. @47.25Min. બિહારમાં આલાન કલાનના આશ્રમમાં યોગ વિધ્યા શીખ્યા.અવ્યવસ્થિત ધર્મના માર્ગો, દેવ-વાદ (કર્મ-કાંડ પશુ-બલિ), કર્મ-વાદ (દેહ-દમન), સાંખ્ય(કપિલ). @51.00 છેવટે બિહારમાં બોધગયામાં બૌધિસત્ર વૃક્ષની નીચે ઉપવાસ ઉપર બેસી ગયા. ભરવાડણ પાસેથી મળેલું જ્ઞાન. સુજાત પાસેથી ખીર ખાઇ પારણા કર્યા.
Side 2A – Bhagawan Buddh, Dantali Ashram, @3.20Min. જીવન એટલે સાધના એટલે શક્તિની વ્રુદ્ધિ. સાધનાના ત્રણ માર્ગો સુખ પ્રાપ્તિ, સત્ય પ્રાપ્તિ અને ઈશ્વરની પ્રાપ્તિ. સાધન કર્મ અને કર્મ વિના સુખી થઇ શકાય નહિં. @13.15Min. દૈવી સંપત્તિ, લજ્જા વિશે. કર્મની પરાકાષ્ટ અનાશક્તિ એટલે કર્મફળનો ત્યાગ. પ્રક્રુત્તિમાં મૂકેલ પર્મેશ્વરના સત્ય વિશે. સત્યશોધનની બે દિશાઓ, ભૌતિક અને અધ્યાત્મિક ક્ષેત્ર. @20.30Min. આધ્યાત્મિક ક્ષેત્રમાં સત્યની શોધ માટે જીવન આપનારા ભગવાન બુદ્ધ. એને માટે અનિવાર્ય જે કારણ છે તે બુદ્ધિ એટલે નામ પડ્યું બુદ્ધ. @22.20Min. ત્રીજી સાધના ઈશ્વર પ્રાપ્તિ બુદ્ધિથી થતી નથી. @25.00Min. જીવનની શોધમાં બુદ્ધિને ગમે તેટલી પ્રધાનતા આપજો પરંતુ લાગણીઓને કચડીને નહિં, લાગણીઓને પર્મેશ્વર તરફ વાળતા જવું. લાગણીની પરકાષ્ટા પ્રેમ અને પ્રેમ એટલે ક્રિશ્ન. @31.45Min. ભગવાન બુદ્ધ સત્યની શોધમાં અશ્રમે આશ્રમે ભટક્યા પરંતુ સત્યની પ્રાપ્તિ કે શાંતિ થઇ નહિં, ભરવાડણે શાંતિ આપી. @38.40Min. ૫૫ વર્ષે વૃધ્ધત્વ આવ્યું ત્યારે શિષ્ય આનંદને સેવા કરવા રાખ્યો અને આનંદ અમર થઇ ગયો. બુદ્ધે આનંદને કહ્યું, આનંદ જ્યારે મને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ ત્યારે મારા દુ:ખનો કોઇ પાર ન રહ્યો, આખી દુનિયા ધર્મના નામે છેતરાઇ રહી છે, મેં ચારે તરફ અધર્મજ અધર્મ જોયો છે. @46.20Min. ધર્મચક્ર પ્રવર્તન વિશે. @47.50Min. સૌથી મોટો વિરોધી, પિત્રાઇભાઇ દેવદત્ત, બુદ્ધને મારી નાંખવા ત્રણ વખત પ્રયત્નો કર્યા, મારનારાઓનું થયેલું હ્રદય પરિવર્તન. @54.25Min. પહેલો શિષ્ય ઉપાલી નામના વાળંદને બનાવ્યો. આમ્રપાલીને ઘરે ભિક્ષા લઇ તેને સાધ્વીસંઘની અધ્યક્ષ બનાવી.
Side 2B – Dantali Ashram, @3.00Min. ધર્મના ચાર ઉદ્દેશો, બે વ્યક્તિગત અને બે સમાજ લક્ષી, ૧-વ્યક્તિના જીવનની વ્યવસ્થા, ૨-પરલોકની વ્યવસ્થા, ૩-સમાજની વ્યવસ્થા અને ૪-ધર્મ રક્ષક (છત્રી) બને. આત્મવાદએ દેહવાદ અને વિશ્વવાદની વિરુદ્ધ થયો એનું પરિણામ એ આવ્યું કે આપણે દેહની કે વિશ્વની વ્યવસ્થા ન કરી શક્યા. @9.10Min. લુખા આત્મવાદ અને આત્મવાદની અવ્યવસ્થાનું ઉદાહરણ. @14.10Min. ધર્મના ત્રીજો હેતુ લોક વ્યવસ્થા, જરુર સાંભળો આપણામા, ક્રિસ્તિઓમા અને મુસલમાનોમા શું ફરક છે? @18.00Min. ત્રીજા હેતુનું લક્ષ્ય છે સમાજ(સંઘ-સમુહ) વ્યવસ્થા.અને સંઘ વ્યવસ્થામાથી જે પ્રાપ્ત થાય તે ચોથો અને છેલ્લો હેતુ છે તે રક્ષણાત્મક છત્રી. @22.00Min. ભગવાન બુદ્ધે ૨૫૦૦ વર્ષો પહેલાં સંઘની સ્થાપના કરી અને ધર્મને વ્યવસ્થિત કર્યો. ત્રણ શરણો બતાવ્યા, બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ, બ્રહમ્મ્ શરણમ્ ગચ્છામિ, સંઘમ્ શરણમ્ ગચ્છામિ. @24.50Min. યુગાન્ડામાંથી બધા ગુજરાતીઓને કાઢી મૂક્યા ત્યારે તમામ ખોજાભાઇઓની જવાબદારી આગાખાને લઇને તેઓને કેનેડામાં વસાવ્યા. @35.00Min. નિયંત્રણ વિના વ્યવસ્થા ન થઇ શકે પરંતુ તેમાં એક મોટો દોષ છે કે તેમાં કોઇ મહાપુરુષ પેદા ન થઇ શકે, કોઇ નાનક, કબીર દયાનંદ પેદા ન થઇ શકે. કારણકે ઘરેડથીજ ચાલવું પડે, એનું પરિણામ એ આવ્યું કે પશ્ચિમના લોકોએ અસંખ્ય પાદરીઓ અને કાર્યકર્તાઓ આપ્યા પરંતુ કોઇ મહાપુરુષ ન આપ્યા. @37.05Min. ગાંધીજીનું ચેપ્ટર “હિંદુ ધર્મના પક્ષમાં” વિશે. અગાઉની ચારેચાર વાતો પૂરેપૂરી હોય તો “ધર્મો રક્ષતિ રક્ષતઃ” @45.50Min. દેવદત્તે ચિંચા નામની બજારુ સ્ત્રીને બુદ્ધની સભામાં મોકલાવી પરંતુ થોડીજ વારમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. @59.40Min. ભિખારણે આપેલી કપડાની ભિક્ષા. @61.13Min.ચુંગ નામના લુહારને ત્યાં કાચું ભોજન લેવાથી પેટમાં શૂળ ઉપડવાથી મૃત્યુ.
Side 3A – Bhagawan Buddh, Dantali ashram, @3.00Min. બુદ્ધ ભગવાને જે હેતુ માટે ગૃહત્યાગ કર્યો તે હેતુ સિદ્ધ થયો કે નહિ? @4.45Min. બે પ્રકારની સાધના, સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવ્રુત્તિ. આખી દુનિયાના બધા ધર્મોમાં જે જે સમયે તે તે સુખ અતિ દુર્લભ હોય તેની કલ્પના કરવામાં આવી છે. @8.20Min. વ્રત અને ઉપવાસ વિશે. 10.00Min.સુખની પ્રાપ્તિ છે જ નહિ, બુદ્ધે દુઃખ દૂર કરવા પર ભાર મૂક્યો, સાંભળો આરબનું ઉદાહરણ. પ્રવૃત્તિ ઓછી અને મનમાં વૈરાગ્ય હોય તો ભક્તિ થાય, પ્રવૃત્તિ ઓછી અને વૈરાગ્ય ન હોય તો નિંદા થાય અને પ્રવૃત્તિ ઘણી અને વૈરાગ્ય વધુ, અને તેથી જે ભક્તિ-સાધના નથી થઇ શકતી, તેની વેદના થાય, અને તેમાંથી ઈશ્વર સ્મરણ નીકળે, તે સૌથી ઉત્તમ ભક્તિ છે. 19.35Min. બુદ્ધના માર્ગમાં કશું પ્રાપ્ત કરવાનું નથી, પણ છોડવાનુંજ છે. @23.00Min. ચાર આર્ય સત્યોમાં પહેલું, દુઃખ સત્ય છે, ઇજાગ્રસ્ત ગાયનું ઉદાહરણ. બીજું દુઃખનું કારણ પણ સત્ય છે, તેનું કારણ છે તૃષ્ણા. ત્રીજું નિરોધ(નિર્વાણ) પણ સત્ય છે. દુઃખ આગમાપાયી છે. ચોથું નિર્વાણ માટેનો માર્ગ પણ સત્ય છે. @29.00Min. બુદ્ધના પાછળ ૬૦,૦૦૦ સાધુઓ ફરતા. ભારતમાં રીબાતા પ્રાણીઓ અને વિધવા સ્ત્રીના મૃત્યુ પામેલા પુત્ર વિશે. @41.00Min. ભિક્ષુઓને ઉપદેશ. ચોથા માર્ગમાંથી દુઃખોને દૂર કરવાનો નવો માર્ગ નીકળ્યો તે અષ્ટાંગ માર્ગ પણ સત્ય છે. બુદ્ધના ૩૦૦-૪૦૦ વર્ષો પછી, અષ્ટાંગ યોગ પતંજલિ યોગસુત્ર સાથે સામ્યતા ધરાવે છે. અષ્ટાંગ માર્ગ, સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક વ્યાયામ, સમ્યક આજીવિકા, સમ્યકસ્મૃતિ અને સમ્યક સમાધિ. @ 56.40Min. ગૃહ ત્યાગ પછી સાતમે વર્ષે ઘરે પાછા ગયા, પત્નીની વેદના, પુત્રોને સાધુ બનાવ્યા અને પછી સુદ્ધોધન રાજાએ નાના બાળકોને દીક્ષા નહિ આપવા માટે વચન લીધું, બુદ્ધની બીજી મુલાકાતે યશોધરાપણ સાધ્વી બની.
Side 3B – Dantali Ashram, @2.35Min. ચર્ચાનો હેતુ આપણને ૨૫૦૦ પહેલાંના ઇતિહાસની થોડી રુપરેખા પ્રાપ્ત થાય. સર્વ પ્રથમ સમગ્ર ભારતવર્ષને એક વ્યવસ્થિત ધર્મ આપવાનું કામ ભગવાન બુદ્ધે કર્યું. નાની વાતથી માંડીને મોટામાં મોટી તમામ વાતોની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી, એનું પરિણામ એ આવ્યું કે ભારતનો ધર્મ પોણા ભાગની સૃષ્ટિમાં ફેલાયો. પરંતુ કાળે કરીને ધર્મમાં વિખવાદ થયો, બે મોટા ભેદ પડ્યા, મહાયાન અને હીનયાન. મહાયાન વધારે પડતા પૌરાણિક છે. ધર્મમાં શીથિલતા આવી અને તેથી તેનો ક્ષય થવા લાગ્યો. @8.95Min. ગીત – બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ @ 15.10Min. લંડનમાં પ્રશ્નોત્તરી.
Leave A Comment