મહાભારત – ઊંઝા આશ્રમ

Mahabharatnun Chintan

શ્રી મદ ભાગવત ગીતાના પ્રસંગમાં આજે થતી એક ગંભીર ચર્ચા કરવાની છે. ચર્ચા ભગવદ ગીતાના મૂળ માળખા સંબંધી કરવાની છે. મૂળમાં ભગવદ ગીતા અધ્યાત્મ ગ્રંથ છે. એમાં યુદ્ધની વાત છે, અર્જુને બાણ છોડી દીધું એની વાત છે પણ એ એનું ઉપરનું કલેવર છે, પણ એ કલેવરના અંદરમાં જે ગાઢ રહસ્ય છે એ અધ્યાત્મ છે. પણ અધ્યાત્મને વ્યહવારથી અલગ ન કરી શકાય એટલે ભગવદ ગીતાએ અધ્યાત્મના માધ્યમથી વ્યહવારને અને વ્યહવારના માધ્યમથી અધ્યાત્મને એમ બંનેને એકબીજામાં વણીને ચર્ચા કરી છે. @2.18min. પણ મૂળ મુદ્દો આ છે કે ખરેખર કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયેલું ખરું? કોઈ કુરુક્ષેત્ર નું મેદાન હતું ખરું? અને એ મેદાનમાં અઢાર અક્ષોહિણી સેના ભેગી થયેલી હતી ખરી? અને અઢાર દિવસ સુધી આ યુદ્ધ થયેલું હતું, એ કોઈ ઐતિહાસિક ઘટના છે એ વાત સાચી? આ મુદ્દા ઉપર વિચાર કરવાનો છે. પહેલામાં પહેલો પ્રશ્ન છે કે યુદ્ધ 18 દિવસ થયું, એને ચાર ભાગમાં વહેંચી નાંખવામાં આવ્યું. 10 દિવસની જવાબદારી ભીષ્મે, 5 દિવસની જવાબદારી દ્રોણે, 2 દિવસની કર્ણે અને 1 દિવસની શૈલ્યે સંભાળી તો પછી 19મા દિવસની જવાબદારી કોને આપી? જરા વિચાર તો કરો, દુર્યોધનને, કૌરવોને, ખબર હતી કે આ યુદ્ધ 18 દિવસજ ચાલવાનું છે? જો એવી ખબર હોય તો કૌરવો પૂર્ણ થયા કહેવાય. 19મા, 20, 21, અને 22મા દિવસની જવાબદારી કેમ કોઈને સોંપી નહીં? ભીષ્મે દુર્યોધનને કહ્યું હું તને 10 દિવસ મરવા નહિ દઈશ, દ્રોણે કહ્યું હું તારું 5 દિવસ રક્ષણ કરીશ, કર્ણે કહ્યું બે દિવસ અને શૈલ્યે કહ્યું હું તને 1 દિવસ બચાવીશ. પણ કોઈએ એમ કેમ નહિ કહ્યું કે હું એક દિવસમાં પાંડવોનો નાશ કરી નાંખીશ? કૌરવો માટે આ રક્ષણાત્મક યુદ્ધ હતું. @5.27min. વારાફરતી જો લડવાનો રીવાજ હોય તો પાંડવોના પક્ષમાં પણ એવો રીવાજ હોવો જોઈએને? તમે આ આખા વ્યૂહને ઊંડાણથી જોશો તો અંદર પડેલું અધ્યાત્મ ઉપર તરી આવશે, આ પહેલી વાત છે. બીજી વાત માનો કે 18 દિવસનું યુદ્ધ તો 18 અક્ષોહિણીનો કેમ મેળ આવી ગયો? આ સેનાની ગણના કરવામાં આવે તો એની સંખ્યા કરોડોની થાય. આ કરોડો માણસો કુરુક્ષેત્રના મેદાનમાં રહી શકે ખરા? કોઈ અનુભવી સેનાપતિને સાથે લઇ જજો અને એને પૂછશો કે આ યુદ્ધ ક્ષેત્રમાં કરોડો માણસો લડી શકે ખરા? તમને ચોખ્ખી નાં પાડશે. તમે જયારે કરોડો માણસોને લડાવવા માંગો છો, ત્યારે તમારે રસોઇઆ કેટલા જોઈએ? તંબુઓ કેટલા જોઈએ? પાણીની વ્યવસ્થા કેટલી જોઈએ? મસકો કેટલી જોઈએ? આજે એક માણસને લડાવવો હોય તો એની પાછળ બીજા ત્રણ માણસો જોઈએ. ચુલા માટે લાકડાં કેટલા જોઈએ? દળવા માટે ઘંટીઓ કેટલી જોઈએ? જરા તો વિચાર કરો. પણ અહિ તો ચિંતનજ ખતમ થઇ ગયું છે. શું બધા ઘરેથી ઢેબરા બાંધીને લડવા ગયા હતા? 18નો આંકડો કેમ બંધ બેસતો આવી ગયો? ભગવદ ગીતાના અધ્યાય 18, પુરાણો 18, મહાભારતના પર્વો 18 કેમ? વારંવાર 18નો આંકડો કેમ આવે છે? શ્રી મદ ભાગવતના શ્લોકો 18000. કેમ? કંઈક એવું રહસ્ય છે કે 18નો આંકડો વારંવાર આવે છે. સેનાપતિઓની સંખ્યા છે 18. જો તમે આ 18માં ડૂબકી મારો તો આ યુદ્ધનો આધ્યાત્મિક પક્ષ છે તેનું ભાન થશે. @10.18min. ભગવદ ગીતામાં અર્જુનને જયારે કૃષ્ણ કહે છે કે “जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम.” (गीता 3-43). અહિ શત્રુ બદલાઈ ગયો. ભગવાન કહે છે, જે કામરૂપ જોરદાર શત્રુ છે, એને તું માર. પછી કોઈ જગ્યાએ દુર્યોધનનું નામ નથી આવતું. એટલે સૂક્ષ્મ શરીરના તત્વોની સંખ્યા 18ની છે. એને ચાર ભાગમાં વહેંચી છે. 10,5,2,1. દશ ઇન્દ્રિયો છે તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય, એની જવાબદારી ભીષ્મે લીધી છે. પાંચ પ્રાણ છે, એની જવાબદારી દ્રોણે લીધી છે. મન અને બુદ્ધિની જવાબદારી કર્ણે અને છેલ્લે અહંકારની જવાબદારી શૈલ્ય લીધી છે. આ અઢાર તત્વોમાં તમારું સૂક્ષ્મ શરીર આવી જાય છે. સ્થૂળ શરીર પાંચ ભૂતોથી બનેલું છે. એ સ્થૂળને બાળી નાંખો, દાટી દો, ગમે તે કરો, એના અંદર બીજું એક સૂક્ષ્મ શરીર છે અને એ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર જેવીજ ક્રિયાઓ કરે છે, તે સ્વપ્નની વાત પરથી સમજાય છે, તે સાંભળો. આ સૂક્ષ્મ શરીરમાં જે સંસ્કારો છે તે જયારે મૂળ આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે આ અઢારે અઢાર સૂક્ષ્મ શરીરના સંસ્કારો સાથે લઈને તે શરીરમાં પ્રવેશે છે. “वसान्सि जीर्णानि…..नवानि देहि…..(गीता 2-22). @14.27min. પાંડવો-કૌરવોનો વંશ અને ઉત્પત્તિ વિષે સાંભળો તો ખબર પડશે કે આજનો સમાજ આ પદ્ધતિનો સ્વીકાર કરે ખરો? ધ્રુતરાષ્ટ્રના ગાંધારી જોડે અને પાંડુના કુંતી જોડે લગ્ન થયા. ગાંધારીએ અધૂરે મહીને ગર્ભનો પાત કરાવી નાંખ્યો પણ એટલામાંજ દુર્વાસા મુનિ ત્યાં આવી પહોંચ્યા અને એમણે એના 101 ટુકડા કર્યા અને તેને 101 કુંભની અંદર મૂકી પોષણ આપવા માંડ્યું. એમાંથી 100 કૌરવો અને એક કૌરવોની બહેન થઇ. તમને એવું લાગે છે કે આવી ઐતિહાસિક ઘટના ઘટે ખરી? @21.00min. આ બાજુ પાંડવોની ઉત્પત્તિની વાત સાંભળો. કુંતીને છ મંત્રોથી કેવી રીતે પાંડવો ઉત્પન્ન થયા? તે સાંભળો. કુંતીને કુંવારી અવસ્થામાં પ્રાપ્ત થયેલો સૂર્ય પુત્ર કર્ણને નદીમાં વહેતો મૂકી દીધો. પાંડુને શ્રાપ છે એટલે કુંતીએ કહ્યું, તમે ચિંતા ન કરશો, મને ઋષીએ મંત્રો આપેલા છે અને એટલે આપણો વંશ રહેવાનો છે. બાકીના પાંચ પુત્રોની ઉત્પત્તિ સાંભળો. પાંડુ રાજા મરણ પામ્યા. @25.03min. આ ઉત્પત્તિ પ્રકૃતિના નિયમ પ્રમાણેની છે ખરી? એકે એકનો દેવ જુદો કેમ? જો તમારે ઊંડે ડૂબકી લગાવવી હોય તો તમે આધ્યાત્મિક રહસ્ય કાઢી શકો છો કે એક એક દેવની એક એક વિશેષતા છે. કર્ણની પ્રસિદ્ધિ દાનમાં છે, યુધિષ્ઠિરને સત્યમાં, ભીમની પરાક્રમમાં, અર્જુનની વિવેકમાં, સહદેવની જ્ઞાનમાં અને નિકુળની વૈરાગ્યમાં પ્રસિદ્ધિ છે. આ આખી પ્રક્રિયાનું આધ્યાત્મિક રૂપ સાંભળો. પાંડુ એ સત્વગુણ છે, ધ્રુતરાષ્ટ્ર તમોગુણ છે અને વિદુર રજોગુણ છે. સ્વામીજી કહે છે હું આ મારા ઘરની વાત નથી કરતો, પણ આ વાત શાસ્ત્રના આધારે કરું છું. “ज्ञानमावृत्य तु तम: प्रमादे संजयत्युत” (गीता 14 – 9). અર્જુન આ જે તમોગુણ છે એ આંખ બાંધી અંધકારને પસંદ કરતો હોય છે., એ જ્ઞાનનું આવરણ કરતો હોય છે. એટલે તમોગુણ એ ધૃત રાષ્ટ્ર છે. રામાયણમાં પણ આજ વાત છે. એમાં રાવણ રજોગુણ, કુંભકરણ તમોગુણ અને વિભિષણ સત્વગુણ છે, જે રાક્ષસો ની નગરીમાં રહીને પણ રામ રામ જપ્યા કરે છે. કુંભકરણ ઊંઘ્યાજ કરે છે અને બહુ ખાનારો રાવણ રજોગુણ છે. “महाशनो महापाप्मा विद्व्येन्मिह् वेरिणम” (गीता 3-37). એને દશ માથાં, દશ ઇન્દ્રિયો છે. હવે તમોગુણ રૂપી ધૃતરાષ્ટ્રનું મૂળ નામ છે ‘મોહ” એનું લગ્ન “માયા” ગાંધારી સાથે થયું છે.મોહ આંધળો છે એટલે એને આંખ હોતી નથી. @29.22min. એક UPમાં બનેલી “સત્ય ઘટના” જરૂર સાંભળો. @36.34min. ભગવદ ગીતાનો ફલિતાર્થ છે, “नष्टो मोह: स्मृतिर्लब्धा……वचनं तव.” (गीता 18-73). કૃષ્ણ ભગવાને પૂછ્યું “कच्चिदेतच्छुतम् पार्थ…..धनञ्जय” અર્જુને ડબલ વાત કરી, “नष्टो मोह: स्मृतिर्लब्धा……वचनं तव.” (गीता 18-73). મારો મોહ નષ્ટ થવાની સાથેજ મને મારી સ્મૃતિ મળી ગઈ. જેના પતિઓની સ્મૃતિ ભૂંસાઈ ગઈ હોય એવી ત્રણ બહેનોની વાત સાંભળો. @40.15min. હે ભગવાન, તમારી દયાથી, તમારી કૃપાથી હવે તમે જે કહેશો એ હું કરીશ. એટલે ધ્રુતરાષ્ટ્ર એ મોહ છે અને મોહ જન્મથી આંધળો છે અને મરે ત્યાં સુધી એ આંધળો જ રહેશે. એનું લગ્ન માયા સાથે એટલે ગાંધારી એ માયા છે. મોહ અને માયાનો ઘણો મેળ છે, એનું સગપણ થયું એટલે માયા છતી આંખે આંધળી છે. મોહ-માયાના સમાજના દ્રષ્ટાંતો સાંભળો. હવે આ મોહ અને માયા એ બેમાંથી પહેલું સંતાન થયું એનું નામ થાય દુર્યોધન(કામ), દુ:શાશન(ક્રોધ) વગેરે સેંકડો થયા. @43.32min. ઉપનિષદમાં આનું મૂળ મુક્યું છે, “द्वया प्राजापतियाया देवाचासुराश्च तत्र कनियसायेवदेवा जायनसास् चासुराहा” પ્રજાપતિને બે છોકરાઓ દેવ અને અસુર. દેવ થોડા છે અને અસુરો ઘણા છે, એટલે કૌરવોને સેંકડોની સંખ્યામાં મુક્યા છે. દુર્વૃત્તિઓ કેટલી છે? “रक्त बीज वधे देवी” એક દુર્વિચારમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો અને ત્રીજામાંથી ચોથો એમ હજારોની સંખ્યામાં છે. એટલે આ કૌરવોનો વંશ છે. આ બાજુ પાંડવોના વંશમાં પેલી કુંતી શ્રદ્ધા છે અને માદ્રી ભક્તિ છે. એટલે શ્રદ્ધા અને ભક્તિ એમ બે બહેનો છે અને એમને સત્વગુણ(પાંડુ) સાથે પરણાવ્યાં છે. પાંડુ સાથે પરણ્યા પહેલાં શ્રદ્ધા(કુંતી)ને જે દીકરો થયો એનું નામ છે, દાન(કર્ણ) પણ એ સત્વગુણ(પાંડુ) વિનાનું દાન, એટલે કે કુંતીની કુંવારી અવસ્થાનું દાન એટલે એ કલંકિત થયું અને વિપક્ષમાં ચાલ્યું ગયું. આ બહુ સમજવા જેવી વાત છે. કર્ણ દાનેશ્વરી છે પણ એનું દાન કીર્તિ માટે છે. એક સજ્જનની વાત સાંભળો, જેને અત્યાર સુધી 80-90 લાખનું દાન કર્યું છે પણ એના નામની તકતી મુકાવે તોજ દાન કરે. 90 લાખ ખર્ચ્યા છતાં એની પ્રતિષ્ઠા નથી. આ કર્ણ છે. એજ ગામના એક બીજા માણસની વાત સાંભળો, રોજ 20 લીટર દૂધ વાપરે. જેવું પોતે પીએ-ખાય એવુજ ડ્રાઈવરને અને નોકરોને પણ ખવડાવે. @47.45min. કાશીમાં રોશન મહેલની વાત સાંભળો. ત્યાનો નોકર આશ્રમમાં કામ કરવા આવ્યો એની વાત સાંભળો.મહાભારત