મહાભારત – ઊંઝા આશ્રમ

Mahabharatnun Chintan

બીજા એક આશ્રમના નોકરની વાત સાંભળો. પેલા માણસને ત્યાં 20 લીટર દૂધ રોજનું વપરાય. કોઈની સાથે ભેદભાવ નહિ રાખે.એ ઘરનું નામજ “ધર્મશાળા” પાડેલું. એટલો ખર્ચો એટલો ખર્ચો કે એની કમાણી કરતાં ખર્ચ વધારે. આ માણસ દેવું મૂકીને મરી ગયો, પણ આખા ગામમાં એવો જય જયકાર થયો કે આવો માણસ ફરી જોવા મળશે નહીં. કીર્તિ એની રોટલાના કારણે અને માનને કારણે એનો યશ છે. એટલે અહિયાં ધનનો ભેદ બતાવ્યો છે. શ્રદ્ધામાંથી દાન(કર્ણ) જન્મ્યું પણ સત્વગુણ(પાંડુ) વિનાનું જન્મ્યું એટલે એ ત્યાજ્ય છે. હવે સત્વગુણ અને શ્રદ્ધા નું પહેલું સંતાન થયું તે, “सत्यम वद” યુદ્ધમાં સ્થિર થનારો યુધિષ્ઠિર, આ પહેલો પુત્ર છે. બીજો પુત્ર વાયુનો એટલે સત્યમાંથી પરાક્રમ. એટલે બીજા પુત્રનું નામ છે, ભીમ. ત્રીજો ઇન્દ્રનો પુત્ર છે એનું નામ છે અર્જુન(વિવેક). માદ્રીના બે પુત્રો જ્ઞાન એટલે સહદેવ અને વૈરાગ્ય એટલે નકુળ. તમને એમ લાગે છે કે આ કોઈ આધ્યાત્મિક ચર્ચા થઇ રહી છે? હજુ વાત સમજમાં ન આવતી હોય તો દ્રૌપદીના સ્વયંવરની વાત સાંભળો. દેશ દેશના રાજાઓ ભેગા થયા છે. સ્વયંવરની શરત અને અર્જુને મત્સ્યવેધ કેવી રીતે કર્યો તે સાંભળો. કર્ણ મત્સ્યવેધ કરવા ઊભો થયો તો એને તું ક્ષત્રિય નથી એમ કહીને બેસાડી દીધો. @5.52min. કર્ણે કહ્યું, “दैवयातन्तु मतजन्म, मदाधिनन्तु पौरुषं” મારો જન્મ મારે આધીન ન હતો, એ તો દેવને આધીન હતો પણ પૌરુષ મારે આધીન છે. જો તમે ગુણને માનતા હો તો મને મત્સ્યવેધ કરવા દો. કોઈ ઊભું ન થયું ત્યારે અર્જુન ગુપ્તરૂપમાં આવ્યો અને થાંભલા ઉપર સડસડાટ ચઢી ગયો અને મત્સ્યવેધ કર્યો. દ્રૌપદીએ માળા પહેરાવી દીધી. રાજાઓને ગમ્યું નહિ, એટલે ભીમ દ્રૌપદીને ખભા ઉપર લઈને ભાગ્યો અને કુંતા પાસે આવ્યો અને કહ્યું માં, માં હું કઈ લાવ્યો. કુંતાએ કહ્યું બધા ભાઈઓ વહેંચી લેજો. કુંતીએ જોયું કે એ તો દ્રૌપદીને લઈને આવ્યો. પછી કુંતીએ કહ્યું મારું બોલેલું હવે મિથ્યા થાય નહિ એટલે આમ દ્રૌપદી પાંચે ભાઈઓની પત્ની થઇ. સમાજ આ સ્વીકારે ખરો? અજાણતામાં બોલવું અને એને તોડવું એ ધર્મ છે કે એક સ્ત્રીને પાંચ પતિની સ્ત્રી બનાવવું ધર્મ છે? દ્રૌપદી સ્વીકાર કરે? દ્રૌપદીનો બાપ સ્વીકાર કરે ખરો? તમને કેમ ચિંતન નથી થતું? અને એટલે તો આપણે ગૂંચવાયા કરીએ છીએ. @9.37min. તો એટલું તો નક્કી છે કે આ લૌકિક ઘટના આવી રીતે ઘટી નહિ હોય. ત્યારે શું છે? એ પૂરી વાત ઉપર આવો. જે હોજ છે એ તમારું હૃદય છે, જે થાંભલો ઊભો કર્યો એ ———-સુશુમ્ણા નાડી છે. સ્વામીજી કહે છે, હું મારા ઘરની વાત નથી કરતો, શાસ્ત્રનું પ્રમાણ આપીને વાત કરીશ. “शतम्तैकाच ह्रदय्स्च्य नाड्य….उत्क्रमणे भवन्ति” (उपनिषद). એ ભાઈ, તારું જે આ હૃદય છે, એમાંથી 101 નાડી નીકળી છે, એમાં જે 100 નાડીઓ છે, એમાં કોઈ ઉત્ક્રમણ કરે તો પુનર્જન્મ થાય પણ પેલી જે એક નાડી છે એના દ્વારા ઉત્ક્રમણ કરે તો એને અમૃતત્વની પ્રાપ્તિ થાય. બાકીની જન્મ-મરણના ચક્કરમાં લઇ જનારી થાય. પેલો જે એક થાંભલો છે, તે સુશુમ્ણા નાડી છે. હવે આંખ ભૃકુટી સાથે ત્રાજવાની સરખામણી સાંભળો. એ ત્રાજવામાં બિલકુલ બેલેન્સ રાખી ઊભો રહી અર્જુને દ્રષ્ટિને સરખી કરી. @12.06min. નિર્ગુણી સંપ્રદાયો કબીર, દાદુ, રાધાસ્વામી એને સુરતા કહે છે. ‘સુરતેને મુરતે મેં તો નીરખ્યા હરિ.” એ સુરત અને નૂરત એ બેયનું મેં બેલેન્સ રાખ્યું એટલે હરિના દર્શન થયા. ઉપર માછલું કરી રહ્યું છે, તે કેમ મૂક્યું? કામદેવની ધજા પર માછલાનું ચિન્હ છે, એટલે કામનું નામ છે મકરધ્વજ એટલે માછલાને વીંધવું એટલે કામને વીંધવું. ત્યારે દ્રૌપદી કોણ છે? દ્રૌપદી વિરતી છે. “રતી” એટલે સંસારમાં ઊંડે લઇ જાય તે કામની પત્ની. અર્જુને કામને વીંધી નાંખ્યો એટલે વિરતી(દ્રૌપદી) એને વરમાળા પહેરાવે છે. ભગવાને ભગવદ ગીતમાં એક સુંદર વાત લખી છે કે, “प्रसादे सर्वदु:खाना ……पर्यवतिष्ठते…(गीता 2-65). અર્જુન જે માણસો મનને અને ઇન્દ્રિયોના ઉપર વિજય મેળવીને વિષય સુખ ભોગવે છે, એમને પ્રસાદ મળે છે. @15.10min. તો હવે ખ્યાલ આવ્યો કે દ્રૌપદી એ વિરતી છે અને એના પાંચ પતિઓ છે. પાંચ પતિઓ એટલે સત્ય, પરાક્રમ(શૌર્ય), વિવેક, જ્ઞાન અને વૈરાગ્ય. ઉદાહરણો સાંભળો. સાથે વિરતી ન હોય તો સત્ય કદી પણ ન ટકી શકે, યુધિષ્ઠિર વિરતીના કારણે ટકી શક્યા. પરાક્રમ પણ વિરતી હોય ત્યારે ટકી શકે. ઘણાં એવા પ્રસન્ગો એવા ત્યારે જો તમે રતીવાળા હોય તો ખસી જાવ. તમારા પડોશમાં એક નિર્દોષ સ્ત્રી હત્યા થતી હોય, તમે સાંભળો છો, તો પણ તમે બચાવવા નહિ જાવ તો તમે માણસ નથી, માટી પગા છો. કારણકે તમારામાં વિરતી નથી. આવી પ્રજા તે કંઈ રાજ કરી શક્તિ હશે? ઉદાહરણ સાંભળો. પરાક્રમ ભીમજ કરી શકે. પરાક્રમ ક્યારે થાય કે જયારે એ પ્રાણની પરવાહ ન કરે ત્યારે અને જિંદગીની શરૂઆત જયારે મુઠ્ઠીમાં પ્રાણ લઈને ફરતા હોય ત્યારે થાય. જે બચવા માંગે છે, જીવવા માંગે છે એ તો મરી ચુક્યો છે. જયારે માણસ હાથમાં માથું લઈને ફરતો હોય છે ત્યારે એનું જીવન તેજસ્વી થતું હોય છે. ભીમથી કૌરવો કેમ ડરતા હતા? કારણકે એનામાં પરાક્રમ હતું અને વિરતીનો સાથ હતો. દ્રૌપદી ન હોત તો અર્જુન, અર્જુન ન થઇ શક્યો હોત. સહદેવ(જ્ઞાન) અને નકુળ(વૈરાગ) આ જે પાંચ ભાઈઓ છે, એ સતગુણમાંથી શ્રદ્ધા અને ભક્તિના યોગે કરી તમારા અંદર પડેલા સદગુણો છે એટલે એ સદગુણોનું નામ છે પાંડવો. મોહ અને માયા એ બેયના યોગે કરીને થયેલા જે સેંકડો કૌરવો જે હાહાકાર મચાવનાર દુર્ગુણો છે એનું નામ છે કૌરવો. @20.20min. તો આ પાંડવો અને કૌરવોનું યુદ્ધ છે એ સનાતન યુદ્ધ છે, બોલો તમારામાં અને મારામાં ચાલે છે કે નહીં? એકે એકના અંદર પાંડવો અને કૌરવોનું યુદ્ધ ચાલી રહ્યું છે. હવે વિચાર એટલોજ કરવાનો છે કે તમે પાંડવોનો પક્ષ લઇ રહ્યા છો કે કૌરવોનો પક્ષ લઇ રહ્યા છો? દ્રૌપદીના વસ્ત્ર હરણ કરો છો કે તમે દ્રૌપદીના ચીર પૂરવા માટે દ્વારિકાથી દોડીને આવો છો? તમને તરત ખ્યાલ આવી જશે કે આ મહાભારતતો મારીજ કથા છે. આ મહાભારત કોઈ હજારો વર્ષ પહેલાં થયેલા લોકોની કથા હોય કે ન હોય એ વાત જવા દો પણ આ પ્રત્યક્ષ બીજા કોઈની નહિ પણ મારીજ કથા છે. હવે જો પાંડવો અને કૌરવો મારા અંદરજ બેઠા છે તો કૃષ્ણ અને શકુની પણ મારામાં બેઠા છે. હવે તમારે કૃષ્ણને રથ સોંપવો છે કે શકુનીને? જો તમે આ મહાભારતના હાર્દને સમજી શક્ય હોવ તો તમે સમજશો કે આ અઢાર તત્વવાળું સૂક્ષ્મ શરીર એનો ભંગ કરીને અંદરનો જે શુદ્ધ આત્મા છે એને સદગતિ-મોક્ષગતિ અપાવવી એ એનું લક્ષ્ય છે, એટલે 18 દિવસો રાખેલા છે. હજી એક છેલ્લી વાત રહી ગઈ અને એ બહું પહેલાંની વાત છે તે દ્રોણની પરિક્ષાનિ વાત છે. દ્રોણની, કૃપાચાર્યની ઉત્પત્તિની તથા મહાભારતના દરેક પાત્રની વાત સાંભળશો તો તમને થશે કે આવું બનીજ ન શકે. આ તો આધ્યાત્મિક ગ્રંથ છે. પક્ષીની આંખ વીંધવા વિશેનો ભેદ બંદુકની સરખામણી સાથે સાંભળો. જેણે બંદુક ચલાવી હશે કે જેણે તીર-કામઠુંથી નિશાન લીધું હશે એને ખબર પડશે. જેનું નિશાન લેવું હોય તે દેખાય નહિ પણ આજુબાજુનું બધું દેખાય. અહી તો ઉલટુંજ થઇ ગયું, અર્જુન કહે છે મને તો પક્ષીની આંખજ દેખાય છે. એનો અર્થ આધ્યાત્મિક છે. તમે ઉપનિષદમાં આવો, “प्रणवो धनु:शरोयात्मा ब्रह्मतलक्ष्य मुच्यते, अप्प्रमस्ते न वेधव्यो शरवत तन्मयोहिस:” પેલો જે પ્રણવ છે એ ૐકાર છે, એ ધનુષ્ય છે એનો આકાર જોઈ લો. મન છે એ બાણ છે અને બ્રહ્મ એ લક્ષ્ય છે. એ લક્ષ્યને કોણ વીંધી શકે? જ્યાં સુધી દર્શન હોય, દ્રષ્ટા હોય ત્યાં સુધી તમે લક્ષ્યને પાર કરી શકો નહીં. દુર્યોધન વગેરેને પક્ષી દેખાય છે, ઝાડ દેખાય છે, બધું દેખાય છે. અર્જુન કહે છે એને પક્ષીની આંખ સિવાય બીજું કશું દેખાતું નથી. “क्रमाद ध्येयक् मात्र गोचरम्” (योगसुत्र). એ ભાઈ, યોગી જયારે એની સાધનામાં આગળ વધતો વધતો જયારે વધે અને સમાધિમાં સ્થિર થાય ત્યારે ધ્યેય માત્ર રહી જાય. ધ્યાતા અને ધ્યાન વિલીન થઇ જાય, દ્રષ્ટા અને દર્શન શાંત થઇ જાય અને માત્ર દ્રશ્ય રહી જાય ત્યારે એ કહી ઊઠે કે “તું જ છે, તું જ છે” તારા સિવાય બીજું કશું નથી. @27.57min. જો મહાભારતની આખી ઘટનાને તમે આધ્યાત્મિક પક્ષમાં લઇ, એનું મૂલ્યાંકન કરવા બેસો તો હું માનું છું કે તમને દરેક જગ્યાએ દરેક વ્યક્તિની ઉત્પત્તિમાં એટલાં રહસ્યો મૂકેલાં છે, પણ શર્ત એટલીજ કે એનું એક પાસું વ્યહવારિક છે એમાંથી વ્યહવારિક જગતને બોધ મળે અને બીજું આધ્યાત્મિક પાસામાંથી જેને આધ્યાત્મિક ભૂખ હોય તેને પણ એમાંથી રહસ્ય મળે એટલે ભગવદ ગીતા એ આધ્યાત્મિક ગ્રંથ છે. કૌરવો અને પાંડવો એ અંદરની વૃત્તિઓ છે અને એનો સૌથી મોટામાં મોટો શત્રુ દુર્યોધન છે, એને કામરૂપમાં બતાવેલો છે. એટલે કૃષ્ણ કહે છે, “અર્જુન, તારો શત્રુ તારા અંદર છે અને મિત્ર પણ તારા અંદર છે. આ રીતે તમે ભગવદ ગીતાને તમે જોશો તો એમ લાગશે કે ભગવદ ગીતા આજે, અત્યારે પણ તમને, મને સૌને બોધપાઠ આપી રહી છે અને એ બોધપાઠ પ્રમાણે જો આપણે ચાલીએ તો કૃષ્ણ આજે પણ બોલી રહ્યા છે કે તું તારા આત્માનું કલ્યાણ કર. @29.33min. ભગવદ ગીતાનું હાર્દ. @38.46min. ભાગવતની રચના @41.26min. ઇંગ્લેન્ડમાં ગોરા લોકોને આરતીની આપેલી સમજણ. @44.18min. भजन – बसो मेरे नैननमें नंदलाल – श्री मति मीनू पुरुषोत्तम.