સત્સંગ કોના માટે? દંતાલી આશ્રમ
– યાત્રા કરવા ગયેલા ત્યાંનો “અમીરીની ગરીબી”નું ઉદાહરણ સાંભળો. અહિયાં કેવટ ગરીબ છે. સવારથી સાંજ સુધી એક કિનારાથી બીજા કિનારે લોકોને પાર ઉતારે છે. કોઈ પૈસો આપે, કોઈ નહિ આપે એટલે આ ગરીબીની અમીરી છે. મનની અમીરી પોતાના માટે અને બીજા માટે બહું સુખદાયી છે. અને અમીરીની ગરીબી પોતાને માટે અને બીજાને માટે બહું દુઃખ દાયક છે. કેવટે રામને કહ્યું, હું નાવને નહિ લાવું. “પગ મને ધોવા દ્યો રઘુરાય” કવિ દુલા ભાયા કાગે આ એક બહું સરસ ભજન રચ્યું છે. કેવટ કહે છે તમારા પગની ધૂળ જેને અડે તે સ્ત્રી થઇ જાય છે. મારા ઘરમાં એક છે, એનું તો હું પૂરું કરી શકતો નથી તો આ મારી નાવ જો સ્ત્રી થઇ જાય તો મારે શું કરવું? બહું સમજવા જેવી વાત છે. કેટલાક લોકો એવા હોય કે એનો હાથ અડે, પગ અડે તો કલ્યાણ થઇ જાય અને કેટલાક લોકોનો પગ તમારા પડે તો ઘર ઉજ્જડ થઇ જાય. માણસે માણસે ફેર છે, એક લાખનો છે અને એક ટકાનો છે. રામના પગમાં શું ખાસિયત હતી કે શીલાની અહલ્યા થઇ ગઈ?
એ વિષે સાંભળો. દુનિયામાં સૌથી મોટામાં મોટું કલંકનું પાપ કહ્યું છે. કલંકથી મોટું કોઇ દુઃખ નથી. કલંક લગાડવા જેવું કોઈ પાપ નથી. @4.42min. તુલસીદાસે શરૂઆતમાં સરસ વંદના કરી છે. “नीरस बिसत गुण-भाव फल जाकी”કપાસના ફૂલની ઉપમા આપી. ફૂલના જેંડવામાં રસ નહિ હોય પણ એને ખોલો તો એમાં ભરપૂર રૂ હોય. અને એ રૂમાંથી તાર નીકળે એટલે એમાંથી વસ્ત્ર બને અને એ વસ્ત્રથી કોઈની આબરૂ ઢંકાય. કપાસનું ફૂલ ઘણું મહાન કહેવાય, તુલસીદાસ કહે છે, હું એને સંતની ઉપમા આપી વંદન કરું છું. કલંકના જેવું કોઈ દુ:ખ નથી અને કલંક લગાડવા જેવું કોઈ પાપ નથી. આફ્રિકાના કંપાલામાં એક કલંક લાગેલી વ્યક્તિનો સ્વામીજી સાથેનો અનુભવ સાંભળો. @10.23min.પોતાની દીકરીએ 20-25 વર્ષનું સગપણ એક ચાર દિવસના સગપણમાં તોડી નાખ્યું, સામેથી બે વર્ષથી કોર્ટમાં દાવો મૂક્યો છે કે આ બધી મિલકત મારી છે. પેલા સજ્જન કહે છે, મારે દુઃખનો કોઈ પાર નથી. આ સજ્જને બીજાને લગાડેલા કલંકનું ફળ પોતાના ઘરમાંથી મળ્યું છે. કલંકથી મોટું કોઈ દુઃખ નથી. રામે અહલ્યાના એ કલંકના દુઃખને દૂર કર્યું. શીલામાંથી અહલ્યા થઇ, સમાજમાં એને સ્થાન મળી ગયું. મહાપુરુષોની વાત જુદી છે. આચાર્યો મહાપુરુષ કદી ન હોય, ભ્રમણામાં ન રહેતા, એ તો લકીરના ફકીર છે. બહું બહું તો પૈસાના ઉઘરાણાં કરે પણ હિંમત કરીને સાચી વાત ન કરી શકે. બુદ્ધે આમ્રપાલીનો ઉધ્ધાર કર્યો તે પ્રસંગ સાંભળો. @16.31min. એક ગામમાં એક બહું મોટા સંપ્રદાયના આચાર્ય આવેલા, આ બનેલી વાત છે. ભક્તોને ત્યાં પધરામણી થાય. એ સંપ્રદાયમાં થોડા મોચી ભાઈઓએ એમને પોતાના ઘરમાં પધરામણી કરવા કહ્યું. બીજે દિવસે પરોઢિયે આ બધા સાધુઓ એમના આચાર્ય સહિત પધરામણી કર્યા વગર રવાના થઇ ગયા. બુદ્ધે આમ્રપાલીને સાધ્વી સંઘની અધ્યક્ષા બનાવી. ઘણાં સમય પછી ખબર પડી કે આમ્રપાલી તો કોઈ આબ્રુદાર નગરશેઠની દીકરી હતી, બહું રૂપાળી હતી અને ગુંડાઓએ એનું અપહરણ કર્યું હતું. એમાં એનો શું દોષ? મૂળમાં એ અભિજાત હતી. અહિયાં એક કેવટ પાત્ર છે એ બહું ભાવ વિભોર છે. @19.30min. ઈશ્વરવાદ. @32.26min. ૐકાર વિષે સાંભળો. @36.38min. ભજન – સત્સંગનો રસ ચાખ – શ્રી નારાયણ સ્વામી.
Leave A Comment