સત્સંગ કોના માટે? દંતાલી આશ્રમ
– સંત શિરોમણી તુલસીદાસ મહારાજ વિરચિત રામચરિત માનસની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે, કથાના પ્રસંગમાં સત્સંગ કોને કરવો? કોના માટે સત્સંગ જરૂરી છે? કોના માટે સત્સંગ રસાયણ છે? એની ચર્ચા ચાલી રહી છે. શબ્દોને યાદ રાખો. જીજ્ઞાસુ, મુમુક્ષુ, અહંકાર, નિરાશા અને વાસના. જેને જીજ્ઞાસા હોય એણે સત્સંગ જરૂર કરવો. જીજ્ઞાસાનો અર્થ થાય છે, જાણવાની ઈચ્છા. જેણે ઈશ્વરનું સ્વરૂપ જાણવું હોય, આત્માનું સ્વરૂપ જાણવું હોય, ધર્મનું સ્વરૂપ જાણવું હોય, ગુઢ તત્વોને જાણવા હોય એણે સત્સંગ જરૂર કરવો. રામાયણમાં જે વક્તા અને શ્રોતા છે, એમાંના ત્રણે ત્રણ શ્રોતાઓ જિજ્ઞાસુ છે.”राम कवन पूछो मुनिराया” રામ કોણ છે? પરમેશ્વર કોણ છે? આ જીજ્ઞાસા છે. તમને કદી જીજ્ઞાસા ન હોય તો જાણવું કે તમારું હૃદય જડતાથી ભરેલું છે. જડતાને કદી જીજ્ઞાસા હોતી નથી. ચેતનાને જીજ્ઞાસા હોય છે.
ભારદ્વાજ વર્ષોથી આ રામાયણ કથા કરી રહ્યા છે કે પરમાત્મા કોને કહેવાય? જીજ્ઞાસા એટલે કોદાળી અને ખોદે એટલે એને કોઈ દિવસ રત્ન મળે, મળે ને મળેજ. @5.22min. શિવ અને પાર્વતી એમાં પાર્વતીને જીજ્ઞાસા છે અને શિવ એનું સમાધાન કરે છે. પોતાના જ્ઞાન કરતા જેની પાસે વધારે જ્ઞાન હોય, પ્રતિષ્ઠા હોય એનો સંગ કરો તો તમને લાભ થાય. એટલે જેને જાણવાની ઈચ્છા હોય તેને જિજ્ઞાસુ કહેવાય, જેને બંધનમાંથી, દુઃખમાંથી છૂટવાની ઈચ્છા હોય એને મુમુક્ષુ કહેવાય. બંધન સોનાનું હોય કે લોખંડનું હોય પણ બંધન એ બંધનજ છે. તમારા ઘરનાં માણસો લોઢાં જેવા છે, એટલે છૂટવાનું મન થાય પણ મોહની એટલી પ્રબળતા હોય કે તમારાથી છૂટાતું નથી. એટલે એ લોઢાની બેડી છે. સારા માણસથી પણ તમારે નોકરી-ધંધાર્થે છૂટવું પડે. જે આ છૂટવાની ઈચ્છા છે એનું નામ છે મુમુક્ષુતા. રામાયણના ત્રણે ત્રણ વક્તાઓ જીજ્ઞાસા પૂરી કરનારા છે અને ત્રણે ત્રણ શ્રોતાઓ જિજ્ઞાસુ છે. @10.00min. જિંદગીમાં જેને બહું મોટી નિરાશા આવી ગઈ છે, ટેન્શનમાં જીવન જીવો છો, તો કરવું શું? એણે સત્સંગ કરવો. તુલસીદાસે બહુ સરસ વાત લખી છે, “जब बहु काल करिए सत्संग, तब ही होय मोह भ्रम भंग” તમે સત્સંગ કરો એટલે તમારા પ્રશ્નો ઉકેલાતા જશે. તમને પોતાને એમ થશે કે વાત સાચી છે. જે બહું દુઃખી હોય એણે બીજા કોઈને ત્યાં ન જવું. નીતિશાસ્ત્રના દોહામાં લખ્યું છે, “रहिमन निज मनकी व्यथा और न कहिये कोई, सुनी अठीलई हैं लोग सब, बांटी न लई है कोई” તું ઘરે ઘરે તારા દુઃખની વાત કરતો ન રહીશ. લોકોને વધારેમાં વધારે આનંદ બીજાના દુઃખોને જાણવામાં આવે છે. દુઃખ છે, પીડા છે તો એને કરવું શું? સત્સંગમાં જઈને બેસો તો એ દુઃખ અને પીડા આપોઆપ હળવા થઇ જશે. તમારી અંદર એટલું બળ આવશે કે એ દુઃખને હસતાં હસતાં સહન કરી શકશો. દુઃખ કોઈ ન દૂર કરી શકે. “રઘુનાથનાં જડીયાં, ટાળ્યા તે કોઈના નવ ટળે” એક નવાગામનો માણસ સ્વામીજીના આશીર્વાદ લેવા આવ્યો કે મારી ઉધરસ મટાડી દો. સ્વામીજીએ કહ્યું ડોક્ટર મટાડી શકે એટલે ડોક્ટર પાસે જાવ.@15.31min. એક સજ્જનની વાત સાંભળો, બે વર્ષ સુધી કેન્સરના રોગમાં હેરાન થયો, પણ ચહેરાપર કોઈ ગ્લાની નહીં. એ ઈશ્વરની કૃપા સમજે છે કે ઈશ્વરે બાજી સમેટવાનો સમય આપ્યો છે. કોઈ દુઃખી માણસને જોઇને રાજી ન થશો, ક્યારે તમારા અંગમાં કયી જગ્યાએ કેન્સર આવે એ કહી શકાય નહીં. અભિમાનીને આવું દુઃખ બહુ જલ્દી આવે. જે માણસને દુઃખ હોય, નિરાશા હોય, હતાશા હોય, પીડા હોય એણે કથા જરૂર સાંભળવી. અભિમાનીએ જરૂર સાંભળવી. ઇન્દોરમાં એકબીજાનો વિરોધ કરતા બે મહાત્માઓનું ઉદાહરણ સાંભળો. કોઈ પંડિત હોય, જ્ઞાની હોય પણ જ્યાં સુધી એનો અભિમાન ન ઉતરે ત્યાં સુધી સંત થાય નહીં. આ બંને મહાત્માઓને વચ્ચેના માણસે કેવી રીતે સુધાર્યા તે જરૂર સાંભળો.@22.33min. અમેરિકામાં એક ઓળખીતા સજ્જન છે જે પોતાના પૈસા ખર્ચીને પતિ-પત્નીને એક કરવાનું કામ કરે છે. એક માણસ જંગલમાં ઢેફામાં સુતો રહેતો હતો પણ રાજાની શર્ત પ્રમાણે બાર મહિનામાં એના પ્રધાને કેવું પરિવર્તન કર્યું અને પછી સગવડો લઇ લેતાં ટાઢમાં થથરીને મરી ગયો. @26.20min. નિશાદ જુએ છે કે રામ-સીતા દુઃખમાં પણ ઘસઘસાટ સુતા છે. તમારું મનોબળ કેટલું ઊંચું છે અને કેવું મજબુત છે એના આધારે સુખ-દુઃખની અસર થાય છે. નિશાદની દશા જોઈ, લક્ષ્મણ એને સંભળાવે છે કે, “कोउ न सुखदुःखकर दाता निज कृत कर्म भोग फल दाता” કોઈ કોઈને સુખી નથી કરતું અને કોઈ કોઈને દુઃખી નથી કરતું, સૌ પોતપોતાના કર્મોજ ભોગવે છે. સુખી થવાની લાયકાત હોય તેનેજ સુખી કરી શકાય. એક વ્યક્તિને ત્રણ માંઓ હતી. એક માં સુખ દેવા જીવતી ન રહી, બીજી માં સાવકા છોકરા માટે દુઃખના ટોપલા લઈને આવી, એના કરતાં અનાથ દશા સારી. આ વાણિયાનો દીકરો પંદર વર્ષેજ વેપારમાં પડ્યો અને કરોડોનો માલિક બન્યો. એક પ્રોઢ ઉંમરની ત્રીજી વૈષ્ણવ માં મળી, જેને એણે આશરો આપ્યો તે પચ્ચીસ વર્ષથી રહે છે. @38.17min. લક્ષ્મણે કહ્યું આ તો અમારા દુઃખ છે અને એ અમારે ભોગવવાના છે, એમ કહીને સુમંતને પાછા કાઢ્યા, કહ્યું અત્યારે અયોધ્યામાં કોઈ રાજ સંભાળે એવું નથી એટલે તરતજ પાછા જાવો અને રાજને સંભાળો અને મારા પિતાને આશ્વાસન આપજો. સીતાજી કહે છે, કૌશલ્યાજીને કહેશો કે હું પણ ચૌદ વર્ષ પછી આવીશ અને મને સાસુની સેવા કરવાના કોડ છે. @40.35min. રામાયણમાં આખો યુગ બદલાઈ ગયો છે. પાંડવોનો યુગ આવ્યો. ભીમ ત્યાંથી નીકળ્યો અને વૃદ્ધ થયેલો હનુમાન કહે છે, મારામાં તાકાત નથી પણ તું મને ખસેડી દે. ભીમથી હનુમાનજીને ખસેડી શકાયા નહિ, ત્યારે હનુમાનજીએ કહ્યું, “વૃદ્ધો તણી નવ કરી નર સેવના તેં, ધર્મોના ધ્યાન ધરીયાં મતિના વિના” એટલે તું મને ખસેડી શકતો નથી. એટલે વહુને પણ સાસુજીની સેવા કરવાનો અરમાન છે અને સમજે છે કે આ તો મારી સવાયી માં છે.@42.22min. સુમંત રોતો રોતો પાછો ગયો. રામ કહે છે આપણે હવે આગળ ચાલો. ગંગાજીના કિનારે પહોંચી ગયા ત્યાં આદિવાસી માણસો ભેગા થઇ ગયા. બીજા દિવસે રામે વડના દૂધથી જટા બાંધી. વિરમગામ પાસેના એક ગામમાં એક પટેલ ગીરનારનો મેળો કરીને આવ્યા, કહે છે કે એને ભરથરી અને ગોપીચાન્દને જોયા, કારણકે એમની લાંબી જટાઓ હતી અને એટલે તો એમના પગ પકડી લીધા હતા. @47.25min. નીતિકારે લખ્યું છે કે આડંબરને જે મોહે એ કદી પણ જ્ઞાની ન થઇ શકે નહીં. પેન્ટ પહેરેલો માણસ પણ સંત હોય. વાળ કપવેલો માણસ પણ સંત હોય. તમે જો બહારના રૂપ જોવા નીકળ્યા હોય તો તમારા હાથમાં સાચા સંત આવશે નહીં. ત્રણે રામ, સીતા અને લક્ષ્મણે તપસ્વીનો વેશ બનાવી દીધો. સામે ગંગા છે કેવી રીતે પાર કરવી? રામાયણમાં અદભૂત પાત્રો છે. અહિયાં કેવટનું પાત્ર આવે છે. ત્રણે જણા ગંગા કિનારે ઊભા રહ્યા અને કેવટને નાવ લાવવાનું કહે છે. ગરીબ માણસની અમીરી જુઓ તો તમે ધન્ય થઇ જશો.
Leave A Comment