પરિવાર ગ્રંથ રામાયણ – ઊંઝા આશ્રમ

– નિષ્ફળતા પુરુષના ભાગમાં આવી હોય તો એની અસર બહુ ઓછી હોય પરંતુ સ્ત્રીના ભાગમાં આવે તો એની બહું બહુ મોટી અસર થતી હોય છે. શબરી તપસ્વિની થઇ. જૂનાગઢમાં એક સ્પેનથી આવેલી 40 વર્ષની તપસ્વિની “નન ” ની વાત જે વીસ વર્ષથી રક્તપીતીયાની સેવા કરે છે તે સાંભળો. ક્રીશ્ચિયાનીટી દુનિયામાં કેમ ફેલાઈ? ક્રિશ્ચિઅનોએ સેવાનો માર્ગ લીધો અને મુસલમાનોએ સમાનતા ઊભી કરી અને એમાંથી એક શક્તિ ઉત્પન્ન થઇ. આપણે યજ્ઞો ઉપર અને પછી છપ્પન ભોગો ઉપર અને પાટલે બેસવા ઉપર ભાર મૂક્યો. હિંદુઓ કેમ માર ખાય છે? તે સમજો. આપણે ફક્ત ભગવાનની પાછળ ખર્ચો કર્યો. ગાંધીજી પ્રાર્થના કરતા તેમાં એક પૈસાનો ખર્ચ નહિ. સોમનાથનું મંદિર તૂટ્યું ત્યારે ત્યાં ૧૦૦૦ પુજારીઓ પૂજા કરતા હતા. કોઈ રક્ષણ ન કરી શક્યું.

@5.51min. રામાયણની કથામાં શબરી તાપસી છે. આશ્રમોમાં જીવન વ્યતીત કર્યું. એકજ નિષ્ઠા કે કોઈ દિવસ રામ આવશે અને તે દિવસ તેનો છેલો દિવસ હશે. ક્રૌંચ વનમાં અયોમુખી નામની રાક્ષસી જોતાંની સાથે લક્ષ્મણ પર મોહિત થઇ ગઈ અને લક્ષ્મણને ઉપાડી ગઈ. એવું ન સમજતા કે તમે સજ્જનતાથી રહો એટલે લોકો તમને સારી રીતે જીવવા દેશે. લક્ષ્મણે તેનો હાથ કાપી નાખ્યો. પછી રાક્ષસીનો વધ કરી આગળ ચાલ્યા. રામ-લક્ષ્મણ આગળ ચાલતા ચાલતા શબરીને ત્યાં પહોચ્યા. @10.22min. એક બહુ પ્રચલિત કથા છે, જે રામાયણમાં નથી. શબરીના એઠાં બોર ખાધા એવું નથી. શબરી રોજ મીઠી બોરડીના બોર રોજ ભેગાં કરતી. એક માણસ સ્વામીજી પાસે મંત્ર માંગવા આવ્યો. જેને સંપ્રદાય ન હોય એને માટે બધાં નામ સરખાં છે. એક બ્રહ્મ છે, એક પરમાત્મા છે, પછી બીજો લાવશો ક્યાંથી? મંત્ર આપેલા તે પેલા ભાઈ પાછા આવ્યા, કહે કે કંઈ અનુભવ નથી થતો. “जन्म जन्म मुनि जतन कराही, अंत राम कहीं आवत नाहीं” ગીતામાં આવો बहूना जन्मनामन्ते………सुदुर्लबः” (गीता 7-19). @13.26min. દ્રૌપદીને શ્રાપ અપાવવા માટે દુર્વાસાને 10000 શિષ્યો સાથે જમવા મોકલ્યા એટલે દ્રૌપદી ચિંતામાં પડી અને કૃષ્ણને યાદ કર્યા. કૃષ્ણ આવ્યા અને અક્ષય પાત્ર માંગ્યું, એમાં એક ભાજીનું પાંદડું વળગી રહેલું તે ખાધું એટલે દુર્વાસા અને બધા એના બધા શિષ્યોના પેટ ભરાઈ ગયા અને નદીએ સ્નાન કરવા ગયેલા ત્યાંથીજ ચાલતી પકડી. આને હું કોઈ ચમત્કાર અર્થમાં નથી કહેવા માંગતો, આનો અર્થ એટલો છે કે પ્રત્યેક ગૃહસ્થાશ્રમીએ પોતાના અક્ષય પાત્રમાં થોડુંક જમવાનું રાખવાનુંજ. @16.43min. કાશીમાં રોશન મહેલનો એક રસોઇઆનો અનુભવ સાંભળો. નોકરોની વફાદારી જોઈતી હોય તો નોકરો સાથે ભેદ ન કરો. @18.30min. દરેક ગૃહસ્થે ઘરમાં અક્ષય પાત્ર રાખવું, જેમાં કંઈક ખાવાનું રાખવાનું. @20.33min. શબરી તપસ્વિની છે અને એની ક્રિયા તે સેવા છે. શબરીએ આમંત્રણ ન આપ્યું પરંતુ રામ ખેંચાઈને આવ્યા. શબરી ભાવ વિભોર થઇ ગઈ. નીતીકારે લખ્યું છે, કોના ઘરે જવું? અને કોના ઘરે ન જવું? જેના ઘેર જાવ અને તમને જોઇને “दिसोविक्षेत् वाप्यद:” આડું જુએ અથવા નીચું જુએ, વાત ન કરે, ચહેરો ઊતારી મુકે, तत्रये सदने यान्तिते शृङ्ग रहिता वृषा:” એવા ઘરમાં જે વારંવાર જાય છે, એ શીંગડા વિનાનો બળદ છે. ત્યારે કોને ત્યાં જવું? તમને જોઇને અડધા અડધા થઇ જાય, કામ પડતું મૂકે, એના ચહેરા ઉપર આનંદ અને ઊર્મિ આવી જાય, એના આંગણે જવાય. “सबसे ऊंची प्रेम सगाई” વાલ્મીકી રામાયણમાં શબરી રામને મળી અને રામ ત્યાં રહ્યા. શબરીએ રામને સલાહ આપી અને અગ્નિમાં વિલીન થઇ ગઈ. @23.56min. તુલસી રામાયણમાં રામની સાથે શબરીની નવધા ભક્તિની ચર્ચા છે, તે સાંભળો. ભક્તિમાર્ગનું પહેલું પગથીયું દીનતા છે. દીનતામાં પોતાની જાતને અધમમાં અધમ મને છે અને પરમેશ્વરને મહાન મને છે. રામે કહ્યું “सुनु भामिनी भगति कर बाता” @27.18min. નવધા ભક્તિની ચોપાઈ અને તેની સમજણ. “प्रथम भगति संतन कर संगा, दूसरी रतिमम कथा प्रसंगा” વૃંદાવનમાં ચૈતન્ય પરંપરાના જીવ ગોસ્વામીની ગોપીઓની કથામાં એક ભાઈને રડવું નથી આવતું એટલે સાથે મરચાંની ભૂકીની પોટકી રાખે છે. ડોંગરે મહારાજની કથામાં બહેનો ભાવ-વિભોર થઇ જાય, સ્વામીજીએ પૂછ્યું તો કહે કે મહારાજ રડે એટલે આપણે રડવાનું. જીવ ગોસ્વામીની કથામાં પછી શું થયું તે સાંભળો. @33.55min. આપણું જીવન અને કુદરતનો પ્લાન @41.38min. ભજન – અનુભવીને એટલું આનંદમાં રહેવું રે.