વ્યક્તિ, સમાજ અને સંસ્કૃતિ – ઊંઝા આશ્રમ

Side B – UNJHAA Ashram – ફરી પાછા ગાયને ખેંચવા લાગ્યા, એટલે ગાયે રુંવાડા ફફડાવ્યા એટલે હજારો સૈનિકો પેદા થયા તે બધા યવનો (ગ્રીક દેશના સૈનિકો) હતા. આ યોદ્ધાઓ ખૂબ લડ્યા, એમનો પણ નાશ થયો, પછી શકો આવ્યા, હુણો આવ્યા એમ આ બધી બહારની પ્રજાઓ યોદ્ધાઓ બનીને ભારતમાં આવી. એના પાછળનો હેતુ એ કે છે બહુ પ્રાચીન કાળમાં બ્રાહ્મણો અને ક્ષત્રિઓ વચ્ચે યુદ્ધ થયા કરતાં હતા અને એ લડાઈમાં જો વિશ્વામિત્ર, આવી રીતે જેને ત્યાં અન્ન લીધું, જળ લીધું એને ત્યાં આવી માંગણી કરે તો આજનો સામાન્ય માણસ છે એ તો માંગણી કર્યા વગર રહી શકે નહીં.

માણસની આ દુર્બળતા છે, તમારે લાચાર થઈને આપવું પડે. એટલુંજ નહિ, કેટલીક વાર તો બહું મુશીબતમાં મૂકી દે એવો એક પ્રસંગ સાંભળો. યુગાન્ડામાં E D Amin ના રાજમાં ભારતના એક મોટા કથાકારને બોલાવી સપ્તાહ બેસાડી અને એ સપ્તાહમાં અમીનને બોલાવેલો. પોથી પૂંજા કરવા આવેલી સ્ત્રીઓ જોઇને EDI Amin નું મન બગડ્યું, પછી શું થયું તે સાંભળો. @4.46min. વિશ્વામિત્રનું લશ્કર કપાઈ ગયું અને વશિષ્ઠ સાથે દુશ્મનાવટ થઇ. વિશ્વામિત્ર પાછું બદલો વાળવા (વશિષ્ઠનો નાશ કરવા માટે) તપ કરવા ગયા અને ત્યાં મેનકાનો સંયોગ થયો અને એમાંથી સંતાન થયું તે શકુંતલા. એ શકુંતલા કણ્વ ઋષિના આશ્રમમાં ઉછરીને મોટી થઇ પણ દશ વર્ષ પછી ઋષિને ભાન થયું અને પોતાની જાતને ધિક્કારવા લાગ્યા અને પશ્ચ્યાતાપ કરવા લાગ્યા અને વળી પાછા હિમાલયમાં ગયા ને તપ કરવા લાગ્યા અને ઇન્દ્રે રંભાને મોકલી પણ આ વખતે ઋષિ જીતી ગયા અને ઋષિને શસ્ત્રો, વરદાન વગેરે ઘણું પ્રાપ્ત થયું. વિશ્વામિત્ર વશિષ્ઠના બ્રહ્મદંડની સામે હાર્યા. વાત ઘણી લાંબી છે પણ પછી વિશ્વામિત્રનો કેવી રીતે હૃદય પલટો થયો તે સાંભળો. જયારે દેશી સૈનિકોથી કામ પતતું નહિ હોય એટલે બહારના સૈનિકોને બોલાવવા પડતા. વિશ્વામિત્રનું બધું સૈન્યનો નાશ થઇ ગયો અને બધે હાહાકાર મચી ગયો. @10.26min. ત્રિશંકુની સદેહે સ્વર્ગ જવાની કથા સાંભળો. વશિષ્ઠના 100 પુત્રોએ શ્રાપ આપ્યો અને ત્રીશંકુ ચાંડાલ થઇ ગયો. એની પાછળનો વર્ણભેદનો અને ચાંડાલ વંશની શરૂઆતનો ઈતિહાસ સાંભળો. @14.19min. તમને એક વાત કહું છું, તમને સમજાય તો સમજજો. આપણે ત્યાં જે હરિજન સમાજ છે ને, એને જોજો. એકદમ ગૌર વર્ણ, નાગર બ્રાહ્મણ કે યુરોપિયન જેવા દેખાય. આ ગૌરપણું આવ્યું ક્યાંથી? આ બ્રાહ્મણો કે ક્ષત્રિઓમાંથી થયેલા છે, એ વિષે વધુ આગળ સાંભળો. વિશ્વામિત્રે વશિષ્ઠના સો પુત્રોને ચાંડાલ બનાવ્યા અને મહોદય નામના ઋષિને એક બીજી અધમ જ્ઞાતિમાં નાંખી દીધા. ત્યારથી આ ચાંડાલ વંશ ચાલુ થયો. ત્રિશંકુને વિશ્વામિત્રે સ્વર્ગમાં મોકલ્યો પણ દેવોએ સ્વીકાર્યો નહિ એટલે ત્રિશંકુ અધ્ધર લટકી ગયો. ત્યારથી લોકો કહે છે કે ભાઈ, ત્રિશંકુ જેવી દશા ના થાય.@19.54min. આ, જે પૌરાણિક લખવાની પદ્ધતિ છે, એને રીફાઇન્ડ કરી મૂળ સુધી પહોંચો તો નવી સૃષ્ટિ બનાવી શકાય છે તે વિશે સાંભળો. ભૌતિકતામાં વિજ્ઞાનનો ઉમેરો કરી વધારે જોરદાર વસ્તુઓ બનાવો એ વિશ્વામિત્રની સૃષ્ટિ કહેવાય. વિશ્વામિત્ર સમર્થ વૈજ્ઞાનિક છે, સમર્થ ઋષિ છે, પોતે નવી સૃષ્ટિ બનાવી શકે છે. સદાનંદ કહે છે, હે જનક રાજા, આ વિશ્વામિત્રને તમે જેવા તેવા માનશો નહિ. આ તો રાજા છે, ઋષિ છે. આ બે દશરથના પુત્રો છે. @22.45min. આ રામાયણની પાછળનો હેતુ એ છે કે થોડી ઈતિહાસ અને થોડી પુરાણની કથા દ્વારા સંસારની કથા સંભળાવવાની. તુલસી રામાયણ અને વાલ્મિકી રામાયણ આ બંને વચ્ચે 2000 વર્ષનું અંતર છે એટલે શું ફરક પડે છે તે સાંભળો. તુલસી રામાયણમાં ગૌરી વ્રત છે, વાલ્મિકી રામાયણમાં નથી, કારણકે તે પહેલાં ગૌરી વ્રત હતું નહિ. તુલસી રામાયણ મહાકાવ્ય છે, કથામાં કંઈ દમ નથી પરંતુ તુલસીદાસના એક-એક સ્ટેટમેંટ મહત્વના છે, આખી ઝીંદગી સુધી તમને ભાથું આપ્યા કરશે. @29.56min. તુલસીદાસે બહુ સુંદર શૃંગાર રસ મૂક્યો છે. લક્ષ્મણના દ્વારા બહુ સુંદર સમાજની રચના કરી છે. લક્ષ્મણ કહે છે, “रघुबन्सिन कर सहज शुभाउ, इमि कुपन्थ पग धर इन काहु” અમે રઘુવંશમાં જન્મેલા છીએ અને અમારો એવો સ્વભાવ છે કે અમે સ્વપ્નમાં પણ કુપંથમાં પગ મૂકીએ નહીં. જે પરસ્ત્રી છે એ કદી અમારી નજર નથી જોઈ શકતી. અમારે આંગણે આવેલા જે માંગણો છે, એ કદી નકાર સાંભળતા નથી. અમે રઘુવંશી છીએ. તુલસી રામાયણમાં મુરતીઓ આગળથી નક્કી થઇ જાય છે, જયારે વાલ્મીકી રામાયણમાં આવું નથી, કારણકે વાલ્મીકી એમ ઈચ્છે છે કે આ સ્વયંવર છે, તો સ્વયંવર પહેલા મુરતીઓ નક્કી થવો જોઈએ નહિ. જનક, સતાનંદ કહે છે કે હવે આપણે જલ્દી તૈયારી કરો અને શિવ-ધનુષ્યને લાવીને સભામાં મૂકો. @34.37min. સંપાદિત ગ્રંથ વિશે. @39.13min. અમર દેવીદાસ @42.00min. भजन – ये तन मन जीवन सुलग उठे, कोई ऐसी आग लगाए – श्री जनार्दन रावल.