listen – Side A
– ઈશ્વર છે અને આ જગતનો નાનામાં નાનો અણું અને એનો વિશાળમાં વિશાળ ભાગ નિહારિકા જો ઈશ્વરની રચના છે તો તમે નિશ્ચિતરૂપે કહી શકો કે તેમાં કોઈ જગ્યાએ ક્યાંય જરા પણ ત્રુટિ નથી. આપણે ત્યાં પ્રસિદ્ધ મંત્ર છે, “ॐ पूर्णमद: पूर्णमिदं….पूर्णमेव वशिष्य्ते.” ઉપનિષદનો આ બહુ પ્રસિદ્ધ શાંતિ પાઠ છે અને તેમાં આખા ઉપનિષદનું હાર્દ આવી ગયું છે. @4.42min. હવે તમને લાગે કે જગત પૂર્ણ છે અને પછી જગતથી ઘ્રણા-નફરત કરો તો તમે ગીતાને ન સમજી શકો. ગીતામાં કોઈ જગ્યાએ સંસાર પર, જગત પર કે કોઈ જગ્યાએ નફરત નથી. હિંદુ ધર્મની વિશેષતા, ખંડ પૂર્ણતા અને અખંડ પૂર્ણતા વિશે. @10.58min. વિજ્ઞાનીકો નવી વસ્તુ બનાવતા નથી, જે હોય તેને શોધે છે. વિજ્ઞાનની પહેલી શરૂઆત ચકમકથી થઇ હતી પછી પૈંડું આપને ત્યાં બનાવ્યું પરંતુ તેને ભગવાનના હાથમાં આપી દીધું. મિસ્રના પિરામિડમાં પૈડું વપરાયું ન હતું. @14.23min. ગૌમાતાની જેટલી દુર્દશા ભારતમાં છે, તેટલી દુનિયામાં કોઈ જગ્યાએ નથી કારણકે એને ધાર્મિક રૂપ આપી દીધું. @15.22min. પેટલાદમાં જુની પેશ્વાની વાવ વિશે સાંભળવા જેવી વાત. તમે તમારી ધાર્મિકતા પર રોજો, તમારી આંખ કેમ ઊઘડતી નથી. જયારે કોઈપણ પસ્તુને ધાર્મિક રૂપ આપો એટલે તેની ઉપયોગીતા ખતમ. ગંગા કિનારે જેટલી ગુંડાગીરી છે, તેટલી ભારતમાં કોઈ જગ્યાએ નથી. યુરોપમાં પણ ચક્ર શોધાયું પરંતુ એમણે તેમાંથી મશીન બનાવ્યું અને એ આખી દુનિયામાં ફરી વળ્યું, યુરોપને માલામાલ કરી દીધું. આપણું પૈડું મંદિરમાં રહી ગયું. પ્રજા એના વિચારોથી માર ખાતી હોય છે અને ઊંચે પણ વિચારોથીજ આવતી હોય છે. @22.07min. આંતરિક પ્રશ્નોને ઉકેલવા માટે સત્સંગ અને તેના ફાયદા. સ્વામીજીએ બનાવેલો શ્લોક: “ब्रह्म सत्यम्, जगत सत्यम्. मित्थ्या मोहान्ध् जीवितं. लोक भक्ति, लोक सेवा, हितयेशा परमार्थता. ઈશ્વરને સમજવો હોય તો તેના જગતને સમજો. @24.27min. જગત બે પ્રકારના છે, એક આપણું વ્યક્તિગત અને બીજું ઈશ્વરનું રચેલું. @27.14min. ભર્તૃહરિનું દ્રષ્ટાંત સાંભળો. @37.29min. પરમેશ્વરના બનાવેલા જગતમાં તમારું જગતને વ્યવસ્થિત કરવું હોયતો ભગવદ ગીતા રસ્તો બતાવશે. ભગવદ ગીતાનો મૂલાધાર “મોહ” છે અને તેની પરકાષ્ટા “શરણાગતિ” છે. @41.06min. એક ઓળખીતા હોક્લીવાળા ભગવાન વિશે. ભગવદ ગીતા એક વાસ્તવિક ધરાતલ પર ચાલતી થીયરી છે, ભગવાને અર્જુનને કદી કહ્યું નથી કે “જગત મિથ્યા છે” એટલે શ્રી મદ વલ્લભાચાર્યે લખ્યું કે ઈશ્વરનું જગત તો “મંગલમય” છે.

listen – Side B
આપણી પ્રાચીન પદ્ધતિ વાનપ્રસ્થાશ્રમ વીશે. @4.36min. મોહ-આસક્તિ ન ઊતરે તો વ્યક્તિગત જગત ઈશ્વરના જગતથી અલગ ચાલતું હોય, એટલે પ્રશ્નો ઊભા થાય. @5.28min. પહેલા અધ્યાયનું નામ વિષાદ યોગ કેમ રાખ્યું તે સાંભળો. “मुजे है कम इश्वरसे जगत रूठे तो रुठन दे.” @9.43min. અર્જુનનો વિષાદ. ઋષિ યુગમાં કર્તવ્યની પ્રધાનતા અને શ્રવણ યુગમાં(બુદ્ધ અને મહાવીર પછીનો) વૈરાગ્યની પ્રધાનતા. છોડવું એ શ્રવણ માર્ગ છે. ગીતા કશું છોડાવતી નથી પણ સુધરાવે છે. @12.49min. બુદ્ધનો ગૃહ ત્યાગ. બુદ્ધત્વની પ્રાપ્તિ પછી પાછા આવ્યા ત્યારે યશોધરા મળવા ન ગઈ. બુદ્ધ મહાન થયા પરંતુ યશોધરાનો શું ગુન્હો હતો? તેનો કોઈએ પક્ષ ન લીધો. વૈદિક કાળનો કોઈ ઋષિ આ રીતે ભાગ્યો નથી. અહલ્યા નો ઉદ્ધાર અને સીતાની અગ્નિ પરિક્ષા વીશે. @20.20min. ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતની વાત. બંને તરફની સ્ત્રીઓ રહી ગયેલી તેમાં મુસલમાનો બધા પોતાની સગર્ભા સ્ત્રીઓને લઇ ગયા પરંતુ હિંદુઓ તેઓની સગર્ભા સ્ત્રીઓને ત્યાંજ મૂકી ગયા, તે બધીને મુસલમાનોએ અપનાવી. @22.18min. “મારા રામ તમે સીતાજીની તોલે ન આવો” @25.49min. શ્રી કૃષ્ણનો અર્જુનને જવાબ:
“अशोच्यानन्व्शोच्स्त्वं…..पण्डिताः” @27.31min. એક ગાયત્રીના પ્રચારક ફરજ ચૂકેલા ડોક્ટરની વાત. @30.05min. સચિવાલયમાં કામ કરતા એક બહેનની વાત. એક બીજા બહેનના મરણ પછી દોઢ દિવસ સુધી શરીરને ઘરમાં શા માટે રાખી મુક્યું તે સાંભળો. વૈરાગ્યની ચાદર ઓઢીને વિષાદ આવતો હોય છે. ઉચ્ચ આદર્શોની વાતો લઈને પરિણામમાં કર્તવ્યનો ત્યાગ થતો હોય છે. જો વિષાદને લીધે યુદ્ધ માંડી વાળત તો દ્રૌપદીના ચીર પાછા ખેંચાત. વ્યવસ્થાની સ્થાપના કરવી તેનું નામજ ધર્મની સ્થાપના. @35.06min. ભજન – રામ તમે સીતાજીને તોલે ન આવો, શ્રી આશિત દેસાઈ, મુઝે હૈ કામ ઈશ્વરસે – શ્રી નારાયણ સ્વામી