લક્ષ્મી નારાયણ – સાયરા – પુનઃ પ્રતિષ્ઠા

Side A –
@Begin. ભગવાન વિશેની અસ્પષ્ટતા. ઉપાસનાના ક્ષેત્રમાં તમે અસ્પષ્ટ હોવ તો તમારી ઉપાસના જામી ન શકે કે જેવી રીતે તમે દુધને હલવ હલવ કરો તો દહીં જામી ન શકે. એક ૭૦ વર્ષના વૃદ્ધને હજી ભગવાનની સ્પષ્ટતા નથી અને છેલ્લા ૪૦ વર્ષથી સત્સંગ કરે છે. આ ઉપાસનાની અસ્પષ્ટતા હિંદુ પ્રજાને આખી જીન્દગી પીડા આપે છે. અત્યારે ભારતમાં જીવતા ૯૫૦ ભગવાન છે અને દરેકના ટોળાં છે. @6.28min. ભગવાન લક્ષ્મીનારાયણના સ્વરૂપને અને આપણા શાસ્ત્રોના ભાવને બરાબર સમજો તો બધી અસ્પષ્ટતા દૂર થઇ જાય. મુસ્લિમોને અસ્પષ્ટતા નથી કારણકે એમની સામે એકજ અલ્લાહ છે, પણ એની સાથે એક મોટો દોષ છે કે એ સિવાયના બધાને તોડી નાખો. આપને પણ એકજ બ્રહ્મને, પરમાત્માને માનીએ છીએ પણ એનો વિવિધ રૂપે સ્વીકાર કર્યો છે. “एकम् सत विप्राः बहुधा वदन्ति.” “હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી” એટલે આપણે હજારો દેવોની વચ્ચે પણ એક થઈને રહી શકીએ છીએ. ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સાથે નથી રહી શકતા. અમે તો બધાને પગે લાગીએ છીએ કારણકે એકજ પરમાત્મા બધે બિરાજેલો છે. @9.48min. ભગવાન લક્ષ્મીનારાયણ દેવના આ તાત્વિક રૂપની વધુ સમજણ. કોઈપણ ધર્મને સમજવું હોય તો એના શાસ્ત્રોને, પ્રતિકોને અને એના ઉત્સવોને સમજો. લાળીકા માની જીભ કેમ લાલ છે? તે સાંભળો. સૌમ્ય અને રૌદ્ર રૂપની મૂર્તિઓ અને તેની મન ઉપર અસરો. જે પ્રશ્નોને ઉકેલે તેનેજ શાંતિ મળે અને એજ મોટી સાધના છે. તમે હજાર અન્નક્ષેત્ર ઉભા કરો, હજાર પરબો બાંધો, લાખ મંદિરો બાંધો તો પણ એટલું પૂણ્ય નહી થાય જેટલું તમે પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી છોડવો. @16.30min. દેવાસુર સંગ્રામ વિશે. એક જૈન સજ્જનના પ્રશ્નનો જવાબ: આપણા ભગવાન એટલા માટે પરણે છે કે જેથી સ્ત્રી દેહને સન્માન મળે. દરેક ગામમાં એક માણસ શિવજી જેવો હોય છે, જે આખા ગામનું ઝેર પીવે છે એટલે ગામ ઝેર મુક્ત થાય. સંતને સંતપણારે નથી મફતમાં મળતા. @19.55min. સંત તુકારામ મહારાજે આપઘાત કરતી સ્ત્રીને બચાવી. અને આખી જીન્દગીભર પોતાના ઘરમાં રાખી. આખા ગામમાં લોકોએ ધૂળ ઉડાડી, પથરા માર્યા.@25.39min. बुत परे अघात गिरी कैसे, खलके संत बचन सहे जैसे” તુકારામે બહુ સહન કર્યું. મદ્રાસના સંત શ્રી તિરુવલ્લુવરની વાત. લોકો તુકારામને પાછળથી સમજ્યા અને વખાણ કરવા લાગ્યા. ઝેર પચાવવાની તાકાત હોય એ શાંતિને ભોગવી શકે. અશાંતિથી ભાગ્નારને, પલાયનવાદીને શાંતિ ન હોય. પ્રજાને સિંહ બનાવવી જોઈએ. @32.44min. ગુરુ ગોવિંદસિંહે, સિંહ બનાવ્યા, મોગલોના છક્કા છોડાવ્યા. મહારાષ્ટ્રમાં રામદાસે એક સિંહ પેદા કર્યો તે શિવાજી અને શિવાજીએ ઔરંગઝેબને હચમચાવી કાઢ્યો. @33.37min. લક્ષ્મીનારાયણના રૂપનું તાત્વિક દર્શન. લક્ષ્મીજીને બે સફેદ યશ અને કીર્તિના હાથીઓ છે. અને એની સૂંઢમાંથી સોના મહોરો નીકળે છે. એમાંથી શું મેસેજ નીકળે છે તે જરૂર સાંભળો. @41.45min. લક્ષ્મીનારાયણ અને તેના ભક્તોના સત્સંગની વાત સાંભળો. @47.23min. બન્યું એવું કે એક દિવસ બધા દેવોની સભા ભરાઈ અને બધા ગાયના શરીરમાં બેઠા. લક્ષ્મીજી મોડા પડ્યા એટલે ગાયના ગોબરમાં એમને સ્થાન મળ્યું. એટલે ખેડૂતને પ્રેરણા આપી કે ખેતરમાં એક ટોપલો ગોબર નાંખ અને દશ ટોપલા અનાજ મેળવ. આપણે બધા ગોબરને બાળવા માંડ્યા એટલે દેશ ભિખારી થયો. લક્ષ્મીજીનું વાહન ઘુવડ અને નારાયણનું વાહન ગરુડ છે તે વિશે સાંભળો

Side B –
SAYARA – @Begin. લક્ષ્મીનારાયણના રૂપનું તાત્વિક દર્શન ચાલુ. ઈંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં અંગ્રેજોને આરતી-અર્ચના વિશે સ્વામીજીએ આપેલી સમજણથી બહુ ખુશ થયા અને કહ્યું કે WONDERFUL!!! લક્ષ્મીજીનું વાહન ઘુવડની સમજણ.લક્ષ્મીજી કમળમાં કેમ ઉભા છે, તે સાંભળો. @4.34min. આપણો વૈદિક ધર્મ લક્ષ્મીની નિંદા નથી કરતો પરંતુ સદુપયોગની પ્રેરણા આપેછે અને તલવારની નિંદા કે તેને છોડાવતો નથી પરંતુ તેના દુરુપયોગને છોડાવે છે. શસ્ત્રો છોડવા એ તો શ્રવણો (બૌદ્ધો, જૈનો વિગેરે)નો માર્ગ છે અને તેનાથીજ તો આપણી દુર્દશા થઇ છે, નહિ તો આપણા દરેક દેવીઓએ શસ્ત્રો ધારણ કરવાની શી જરુર? તમારા ઘરમાં નાનું-મોટું શાસ્ત્ર રાખજો. લક્ષ્મીનારાયણનું જોડું સમજાવે છે કે તે એકબીજાના પૂરક છે. ધર્મ એકબીજાને જુદા પડવાનું નથી શીખવતો. તમે એકબીજાને અઢળક સુખ આપો, તમારું જીવન ધન્ય થઇ જશે. લક્ષ્મીજીને આપણે એક શક્તિ માનીએ છીએ. પરમેશ્વર એક અને શક્તિઓ અનંત છે. @8.31min.અનંત શક્તિઓના કારણે પરમાત્મા અનંત થાય છે, કે જેવી રીતે તમે માળા પકડો છો ત્યારે ભગત, હળ પકડો છો ત્યારે ખેડૂત અને તલવાર પકડો છો ત્યારે યોદ્ધા બનો છો. આમ જ્યારે સૃષ્ટિનું સર્જન થાય ત્યારે બ્રહ્મા, પાલન કરે ત્યારે વિષ્ણુ અને સંહાર કરે ત્યારે મહાદેવ થાય છે. આ ત્રણે એકજ દેવ છે. સત્વગુણ, રજોગુણ, અને તમોગુણ આ ત્રિગુણાત્મકતા શક્તિ છે. અને એમાંથી આખો સંસાર થયો છે. સાવિત્રી, લક્ષ્મી અને સરસ્વતી આ ત્રણ મૂળ શક્તિઓ છે અને તેને એકબીજામાં ઓતપ્રોત કરો તો નવદુર્ગા- નવરાત્રી થાય છે. @12.47min. પ્રકૃતિ માયા છે એને પગે લાગીને રહો, એ તમારું રૂંવાડુંએ ફરકવા નહિ દે. શક્તિજ શિવને, નારાયણને મેળવાવશે. નારાયણ શું છે? અમૂર્તને મૂર્ત સ્વરૂપ આપો એટલે મૂર્તિ બને એટલે કલાકારે ચાર હાથ આપ્યા. એક અમેરિકન દંપતીને “STATUE OF LIBERTY” ના ઉદાહરણથી આપેલી ચાર હાથ વિશેની સમજણ, ખુશ થયા. @22.09min. આખી દુનિયામાં કોઈ પ્રજા ભગવાનને ઊંઘાડતી નથી. પૂજારીઓની સગવડતા ખાતર ભગવાનને ઊંઘાડવામાં આવે છે. @26.00min. જર્મનીમાં એક બહુ મોટો પ્રશ્ન ઉભો શેનો થયો છે તે સાંભળો. @31.40min. ફાંફા ન મારો, તમારા એકજ ઇષ્ટ દેવને પકડી રાખો, તમારી ઉપાસના તરત ફળ આપવા લાગશે. @36.38min. સાયરાનું બહુ મોટું અહોભાગ્ય કે તમે આટલું સુંદર મંદિર બાંધી અને પાટીદાર વાડી બનાવી. જો તમે ખેતી છોડી બીજો ધંધો ન કર્યો હોતતો તમારી દશા શું હોત? સુપર પ્રજા હંમેશા માઈગ્રેશન કરતી હોય છે. @41.35min. कक्ष्मीनारायण स्तुति – पंडित जशराज.