મહાત્મા ગાંધી એક રાષ્ટ્રિય સંત – દંતાલી આશ્રમ

Side A –
– ૧૮મી અને ૧૯મી શતાબ્દીમાં જે સંતો થયા, તે સમાજ લક્ષી, માનવતા લક્ષી અને રાષ્ટ્ર લક્ષી થયા. કોઈમાં સમાજની, કોઈમાં માનવતાની તો કોઈમાં રાષ્ટ્રની પ્રધાનતા હતી. સમાજ ઉપર પ્રેસની અને સ્ટેજની હંમેશા અસર થતી હોય છે. માણસોના વિચારો ઘડાતા અને બદલાતા હોય છે અથવા એના ચિંતન માટે પ્રેરક બળ ઉભું થતું હોય છે. આ બધાની અસર થઇ એનું પરિણામ એ આવ્યું કે ૨૦મી શતાબ્દીમાં જે મોટું આંદોલન થયું અને તેને વેગ આપ્યો મહાત્મા ગાંધીએ.@4.45min. એમણે ચાર મોટાં પરિવર્તનો આપ્યા. પ્રવૃત્તિ નિર્માણ લક્ષી – રચનાત્મક બનાવી. જેમાંથી રચના ન થાય એવા વાંઝીયા, અર્થહીન વિચારોને શું કરવાના હતા? ધાર્મિક મુલ્યોને બદલવા યજ્ઞોનું રૂપાંતર કર્યું. શ્રમ યજ્ઞ, નેત્ર યજ્ઞ, દંત યજ્ઞ વિગેરે. @11.03min. ભારતમાં નાસ્તિકતાનો કોઇ પ્રશ્નજ નથી, પ્રશ્ન છે વધુ પડતી ધાર્મિકતાનો (એક પ્રકારની અંધશ્રદ્ધા) એટલે ભક્તિને રૂપાંતર આપ્યું “માનવ સેવા એજ પ્રભુ સેવા.” મધર તરેસા વિશે. લોકો ખરાબ નથી. લોકોને પ્રેરણાની જરૂર છે. એક માજીનું ઉદાહરણ. @14.15Min. તુલસી વિવાહ વિશે. તુલસી એટલે ભક્તિ(વૃંદા) અને તે મોહ નામના રાક્ષસની પત્ની થઈને બેઠેલી છે, એટલે ભક્તિ સંસારની થઇ ગઈ છે. ભગવાન એને પોતાના તરફ વાળી દે એટલે એ પરમેશ્વરની ભક્તિ થઇ જાય, આ આધ્યાત્મિક રહસ્ય છે. જલારામ કોઈ જગ્યાએ તપ કરવા ન ગયા માત્ર ટુકડો આપતા રહ્યા. પણ રણછોડજીના મંદિર કરતાં દશ ઘણા પૈસા જલારામના ગલ્લામાં જમા થાય. “जिसको न दे अल्ला उसको दे जल्ला” તમારા મંદિર ઊંચા હોય, સોનાના કળશ હોય મોટી ધજા ફરકતી હોય, ભોગો ધરાતા હોય અને ગરીબના મોમાં એક ટુકડો ન જતો હોય તો શું આગ લગાડવી છે? પણ એક ઝૂંપડું હોય, અતિથી જમતા હોય, કોઈને આશરો વિસામો મળતો હોય તો એનું નામ કહેવાય નિર્માણ લક્ષી કાર્ય. આમ વીસમી શતાબ્દીમાં યજ્ઞોનું અને પ્રભુ ભક્તિનું રૂપ બદલાયું. ગાંધીજીએ કોઈ ચમત્કારો ન કર્યો, પણ સૌથી મોટો ચમત્કાર એમણે કર્યો. @21.44Min. સાંવલીના આધુનિક આદર્શ અને નિર્માણલક્ષી સંત પૂજ્ય મોટા ચુનિલાલ ભગતનું ચરિત્ર. @43.00min.મહાપુરુષ કોણ? @44.55min. फ़िल्मी गीत – साबरमतीके संत तुने कर दिया कमाल.