મુસ્લિમોનું પ્રતિક બીજના ચંદ્ર – KOLHAPUR

Side B –
-ઉપનિષદ કહે છે ” सोळस कलोयं पुरुषः જેમ ચંદ્રને અજવાળિયું અને અંધારિયું છે એમ આત્માને પણ એની કળાઓ દ્વારા અજવાળિયું અને અંધારિયું છે. કઈ કઈ કળાઓ તે સાંભળો. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, ચાર અંતઃ કારણ, મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આ ૧૪ કળાઓ દેખાય, બે કળાઓ ગુપ્ત. કળાનો અર્થ એ છે કે જે ન હોવાથી તમને ખોડીલા કહે એનું નામ કળા. જીવનના અંધારીયા અને અજવાળીયા વિશે સમજણ. @5.20min. એક ગામમાં એક ભગત સાથે વાત. ભગવાને એને કશું નથી આપ્યું એની ફરિયાદ. @7.41min. શરીરના અજવાળિયા અને અંધારિયાની વાત. @10.30min. એક માણસની જાત્રામાં લાડવા ચોરવાની વાત. એક બિહારની સ્ત્રીની વાત, એનો પતિ રોજ મારે છે. @15.11min. એક ગામના પટેલની વાત. યાદવાસ્થળીની વાત. @૨૦.૦૭મિન. જ્ઞાનની સાત ભૂમિકાઓ. @24.06min. ઉપરની આ ચૌદે ચૌદ કળાઓ પુરુષમાં જાગે તો એના ચરણની રજ લઈને લોકો માથે ચઢાવે. બે કળાઓ ગુપ્ત રહે. જેમ અમાવાસ્ય અને એકમનો ચંદ્ર દેખાતો નથી એમ તમારા અંદર બે કળાઓ છે, જેને સાંખ્ય શાસ્ત્ર બતાવે છે તે મૂળ પ્રકૃત્તિ અને મહત્તત્વ દેખાતા નથી પણ આ બધી ચૌદે ચૌદ કળાના બીજરૂપ આધાર થાય છે. એટલે ચંદ્રની સોળે-સોળ કળાને જીવન સાથે સરખાવી અને તેને શરદ પૂનમના ચંદ્રની જેમ ખીલવવી એ જીવનની પૂરેપુરી સાધના છે. સજ્જનો આજે શરદ પૂર્ણીમાની રાત છે, કેટલી ઋતુઓ વીતી ગઈ, કેટલી દિવાળીઓ ગઈ અને તેમાં તમે મેળવ્યું શું? સમાજને શું આપ્યું? માનવતાને શું આપ્યું? તમારા અંદર એક તૃપ્તિ છે. એટલે આપણે શરદોત્સવ ઉજવીએ છીએ. આયુર્વેદે ચંદ્રનું નામ રસરાજ આપ્યું છે કે ચંદ્ર રસોનો રાજા છે. તમારા મગજને ખીલવે છે. ગુનાહ શોધકે રીસર્ચ કર્યું છે કે માણસ સૌથી વધારે ગુન્હા ક્યારે કરે છે? @28.47min. આપણા વેદમાં લખ્યું છે કે “चन्द्रमा मनसो जातः” આપણા મનનો દેવ ચંદ્ર છે. ચંદ્ર જેમ સમુદ્રને હિલોળા લેવડાવે છે તેમ તમારા મનને પણ હિલોળા લેવડાવે છે. ચંદ્રની શુક્ષ્મ શક્તિ તમારા મન ઉપર અસર કરે છે. આજે આપણે રાસ કેમ રમીએ છીએ? @30.12min. પત્થ્ય પાળીને રાસ રમીએ તો રાસ એ આધ્યાત્મિક રસાયણ છે અને તે તમારા શરીરને, નરસિંહ મહેતાની જેમ, ચૈતન્ય મહાપ્રભુની જેમ ચેતનાથી ભરી આપે છે. આજે રાસમાં ડીસ્કો આવી ગયો છે, એક્દમ નફ્ફટાઇ છે, એ રસ નહિ પણ વિકાર નિષ્પન્ન કરે છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આજે શરદ પૂર્ણીમાની રાત્રી છે, ખુબ આનંદથી, ઊર્મિથી, અંતરના ભાવથી રાસ ઘોળાય એવો રાસ રમજો. રાસ લુપ્ત થઇ જાય એવો નહિ. ભગવાન સૌનું મંગળ કરે, આભાર, ધન્યવાદ, હરિ ઓમ તત્સત. @31.54min. અકબર અને ભક્તિ. @38.13min. રાસ – આજની ઘડી તે રળિયામણી, નાગર નંદજીના, અમે મહિયારા રે. શ્રી મહેન્દ્ર કપૂર, શ્રી હેમુ ગઢવી વિગેરે.