[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.

શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે

દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.

શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]

શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ

Side 8A –
– શ્રી કૃષ્ણ લીલા – ચરિત્રના પ્રસંગમાંથી આપને આધ્યાત્મિક પક્ષમાંથી વ્યહવારિક પક્ષમાં આવી રહ્યા છીએ. કોઈપણ વ્યક્તિની આધ્યાત્મિકતાને જોવી, જાણવી, સમજવી હોય તો એ શું બોલે છે એના પરથી ન માપશો પણ એ શું કરે છે એ જોજો. માણસની આધ્યાત્મિકતા એના પ્રત્યેક વ્યહવારમાં સમાયેલી હોય છે. ગાંધીજી આદિથી અંત સુધી રાજકારણના દુર્ગંધ મારતા ઉકરડા પર બેઠેલા છતાં જીવનના અંત સુધી ધર્મને અને આધ્યાત્મિકતાને આંચ નથી આવવા દીધી. ગાંધીજીના મૃત્યુ વિશે સાંભળો. વ્યહવારિકતા પર આધ્યાત્મિકતાની અસર હોયજ, અને જો ન હોય તો એવી આધ્યાત્મિકતાને શું કરવું છે? @5.50min. મહાભારતના યુદ્ધના ક્ષેત્રની વાત સાંભળો. પાંડવો કેમ બચાતાજ રહ્યા? હરિને ભજતા…શાસ્ત્ર શર્ત વિનાનું ન હોય. દ્રૌપદીની પ્રતિજ્ઞા વિશે. ઈતિહાસ પ્રતિજ્ઞાઓનો હોય છે. જે પ્રતિજ્ઞાઓ નથી કરતા કે પાળતા, હંમેશા બાંધ-છોડ કરતા રહે છે એ વેપારી હોય છે. બહુ બહુ તો એ પૈસા કમાય, એમનો ઈતિહાસ કે દ્રષ્ટાંત ન હોય. @10.59min. લોધિકા સ્ટેટના સ્વામીનારાયણના ભક્ત દરબારની વાત સાંભળો. પ્રતિજ્ઞા પાળવાનું ઉત્તમ ઉદાહરણ. @15.47min. શ્રી કૃષ્ણ વિદુરાણીને ત્યાં ઊતર્યા પછી દુર્યોધનને ત્યાં વિષ્ટિ કરવા ગયા. દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે. જે ભગવાનનું ભજન નથી કરતો, જે સન્માર્ગ પર નથી ચાલતો અને કુમાર્ગ પર ચાલે છે એજ ખરો શુદ્ર છે. શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ. @23.16min. અહીંથી કૃષ્ણનું સ્વરૂપ એક યુદ્ધનેતા તરીકે પ્રારંભ થાય છે. કૃષ્ણ ઓલ ટ્રેક છે. વન ટ્રેક આઈનસ્ટાઇન વિશે. દશમી શતાબ્દીમાં થઇ ગયેલા એક બહુ મોટા આચાર્ય વાચસ્પતિ મિશ્રની વાત. @27.13min. યુદ્ધની તૈયારીઓ શરુ થઇ. દુર્યોધન અને અર્જુનની ભગવાન સાથે મુલાકાત. કૃષ્ણે દુર્યોધનને માગેલું આપ્યું. બીજો અર્થ, આજે પણ દુર્યોધન અને અર્જુન, કૃષ્ણ પાસે જાય છે. દુર્યોધન ઐશ્ચર્ય માગે છે અને અર્જુન જેવી વ્યક્તિ ભગવાનજ માંગે છે. @31.58min. થોડા વર્ષો પહેલાં મેક્ષિકોમાંથી બે વેગન ભરાય એટલી બધી વસ્તુઓ બંગાળનો એક બહુ મોટો વિદ્વાન પુરાતત્વવિદ લઇ ગયો હતો અને બતાવ્યું કે બંનેની સંસ્કૃતિમાં ઘણું સામ્ય હતું. @33.01min. સુઈગામ પાકિસ્તાનની બોર્ડર ઉપર આવ્યું, ત્યાની લડાઈ વખતની વાત. શંખો વાગ્યા અને મહાભારતની લડાઈની તૈયારી થઇ. અર્જુનનો વિષાદ અને શ્રી કૃષ્ણ ભગવાનનો આદેશ સાંભળો. @39.05min. ૧૯૬૨ની ચીન સાથેની લડાઈ વિશે સાંભળો. આપણી ભયંકર હાર કેમ થઇ? ઢોલા ચોકી પર સૈનિકોએ હવામાં ગોળી કેમ ચલાવેલી તે વિશે સાંભળો. @47.26min. એક જૈન સજ્જનની વાત. કૃષ્ણની હિંસા જુદી છે અને અહિંસા જુદી છે. આતયાયીઓને મારવા એ તમારો ધર્મ છે.

Side 8B –
– જૈન મુની, કાલીચરણ વિજયજીનો બહાદુરીનો ઈતિહાસ સાંભળો. અહોભાવ અને અરેભાવ વિશે. રાજાની નજર સાધ્વી પર પડી, એનું મન બગડ્યું અને પછી સાધ્વીનું અપહરણ કરાવ્યું. શ્રાવકોએ વિદ્રોહ કર્યો, શસ્ત્રો પકડ્યા, સાંજ પડતાં પહેલાં રાજાએ અપહરણ કરેલી સાધ્વીને પાછી આપી દેવી પડી. @4.47min. જીવનમાં રાષ્ટ્રના હિત માટે યુદ્ધ અનીર્વાર્ય છે. ૧૯૬૨ના યુદ્ધે ભારત પર બહુ મોટી કૃપા કરી. જો કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ ન આપ્યો હોત તો ગીતા ન હોત, તો પછી પાંડવોનો વિજય ન હોત અને કૌરવોનું રાજ હોત, તો એક એક દ્રૌપદીની લાજ લૂંટાઈ હોત. અત્યાચારની સામે માથું ન ઝુકાવશો પણ પ્રતિકાર કરજો. મહાભારતમાં લખ્યું છે કે યુદ્ધ વખતે ભીષ્મની ઉંમર ૧૭૦ વર્ષની અને કૃષ્ણની ૧૨૦ વર્ષની હતી. @10.25min. કૃષ્ણ અને ભીષ્મ બંનેની પ્રતિજ્ઞા કેવી રીતે પૂરી થઇ તે સાંભળો. કૃષ્ણના ઉપર બે બદનામી છે. મહાભારતનો કૃષ્ણ ઠગારો છે અને ભાગવતનો કૃષ્ણ કામી છે. @13.34min. ભીષ્મે દુર્યોધનને પોતાની પત્નીને રાત્રે ૧૨વગ્યે આશીર્વાદ માટે મોકલાવવાનું કહ્યું અને તેથી તેને કોઈ મારી શકશે નહિ એવું કહ્યું. શ્રી કૃષ્ણે શું ભાગ ભજવ્યો તે સાંભળો. ભીષ્મે દ્રૌપદીને અખંડ સૌભાગ્ય્વાતીનો આશીર્વાદ આપ્યો. @18.04min. છેલ્લા દિવસે ભીષ્મે ઉત્પાત મચાવી દીધો. કૃષ્ણે શિખંડીને આગળ કરી પ્રતિજ્ઞા તોડવી અને ભીષ્મ ઘવાયા, પછી શું થયું તે સાંભળો. જેને આદર્શ ઉપર, સત્ય ઉપર જીવવું હોય તેણે બહુ વિચાર પૂર્વક કોઈનું અનાજ ખાવું. @21.15min. દ્રોણનો વારો આવ્યો. પોતાના દીકરા અશ્વસ્થામાના મરણના સમાચાર જાણી શસ્ત્ર ત્યાગ કર્યો. ” नरोव कुञ्जरोवा ” દ્રોણાચાર્યે કહ્યું, અર્જુન તું મને આવી રીતે મારે છે? ત્યારે કૃષ્ણે કહ્યું જ્યારે દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો હતો? દ્રોણાચાર્ય મરાયા. @23.38min. કર્ણનો વારો આવ્યો, બે દિવસમાં હાહાકાર મચાવી દીધો. કૃષ્ણે શું કર્યું તે તે સાંભળો. યુદ્ધના નિયમો સમજાવ્યા. @28.33min. છેલ્લા દિવસનું શૈલ્યનું યુદ્ધ. અભિમન્યુનો ચક્રવ્યૂહ, એને કપટ કરીને માર્યો. @31.31min. અર્જુનની પ્રતિજ્ઞા. કોઈ દિવસ આવેશમાં આવી પ્રતિજ્ઞા કરવી નહિ. જો કૃષ્ણ ન હોત તો પાંડવો કેવી રીતે જીતી શક્ય હોત? ગાંધારીએ દુર્યોધનને તેનું શરીર વજ્ર જેવું બનાવી આપવાનું કહેલું અને શ્રી કૃષ્ણે વનમાળી બનીને શું ભાગ ભજવ્યો તે સાંભળો. @38.50min. બીજા દિવસનું પ્રવચન. ભગવાન કૃષ્ણના ચરિત્રો, જેના કારણે પાંડવો યુદ્ધને જીતી ગયા, તે વાત આપણે જાણી. @39.38min. યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ વિશે. કૃષ્ણે કહ્યું કે હું બે કામ કરીશ. પહેલું અતિથિના પગ ધોવાનું અને બીજું પતરાળા ઉપાડવાનું. @42.06min. सूरदास भजन – अबकी टेक हमारी, लाज रखो गिरिधारी. – श्री मति दिलराज कौर.