[ સ્વામીજી પોતે ગાંધી પ્રેમી છે, ગાંધીવાદી નથી. ગાંધીજી સાથે ઘણી બાબતોમાં તેમને મતભેદો છે છતાં તેઓ એવું માને છે કે “પૂર્ણ આધ્યાત્મિકતાનું સાચું પ્રતિક કોઇનામાં, આજ સુધીમાં મને દેખાયું હોય તો તે છે મહાત્મા ગાંધીજી.”  ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય,  પરંતુ આ એક સાચો માણસ હતો. તે ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. ગાંધી જયંતી નિમિતે માણીએ સ્વામીજીના ગાંધીજી વિશેના પ્રવચનો. ]

ગાંધી વંદના – ગોરજ

listen – Side A

@4.00Min.  સંગીતકાર શંકર જયકિશન વિશે. @8.40Min. ધર્મ અને શાસ્ત્રો ગમે તેટલા ઉત્તમ હોય પરંતુ ધર્મગુરૂ કે તેનો વ્યાખ્યાતા સારો ન હોય તો તે ધર્મને અધોગતિએ પહોંચાડી દેશે.  દેશ પ્રજાથી નહિ પણ નેતાથી ચાલતો હોય છે. દેશના લોકોમાં અંધશ્રદ્ધા અને ધાર્મિક પ્રશ્નો વિશે. @23.40Min. ગાંધીજી આવતાં પહેલાં એક મોટી ભૂમિકા તૈયાર થઇ હતી પરંતુ તેની વ્યાપક અસર થઇ ન હતી. 33.30Min. ગાંધીજી વિશે. @37.15Min. કાશીમાં બ્રહ્મભોજન વિશે. 39.00Min. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ, ચૂસ્ત આભડ્છેડમાં માનનારા વાણિયાને ત્યાં ગાંધીજીનો જન્મ. ચમત્કારોની વાતથી તમારા વૈજ્ઞાનિક માઇન્ડને આઘાત લાગશે અને તેમાંથી એવી અંધશ્રદ્ધા ઊભી થશે કે આખી જીન્દગી તમને દુઃખ આપ્યા કરશે. @41.00Min. ગાંધીજી માંસ ખાવા અને ચોરી કરવા વિશે, થયેલો પ્રશ્ચ્યાતાપ. ધાર્મિકતાની શરૂઆત ભય અને લાલચથી શરૂ થતી હોય છે. કામવાળીનો આપેલો રામનો મંત્ર મને ન મળ્યો હોત તો હું દુનિયામાં ત્રણ સ્ત્રીઓને બહેન કહેવાને લાયક ન રહ્યો હોત.

listen – Side B

@Begin. ગાંધીજી એકલા ધર્મ ચિંતક ન હતા પરંતુ ઊંચી કોટીના ભક્ત પણ હતા, કે છેલ્લી ઘડી સુધી રામ નામ લેતા રહ્યા. ગાંધીજીના જીવનની રૂપરેખા. @7.35Min. ગાંધીજીનો અંદરનો આત્મા વિદ્રોહી છે અને તે અનિષ્ટને અને અસત્યને સહન નથી કરી શકતો. દક્ષિણ આફ્રિકાના પ્રસંગો(આંદોલનો) પછી દેશ પાછા આવ્યા. 13.15Min. ગાંધીજી પાસે શું શીખવા જેવું? વિરોધીઓની સાથે કેવો વહેવાર કરવો વિગેરે. 17.00Min.  પ્રજાને એક કરવાનું મોટામાં મોટું કામ કર્યું. ગાંધીજીની સફળતામાં અસહયોગના મૂખ્ય બળ સાથે અહિંસાનું પૂરક બળ હતુ અને અંગ્રેજો પણ ખરા. @24.00Min. પૂર્ણ આધ્યાત્મિકતાનું સાચું પ્રતિક આજ સુધીમાં મને દેખાયું હોય તો તે છે મહાત્મા ગાંધી. ગાંધીજીના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરીએ તો ખરેખર એવો પ્રશ્ન થાય કે શું ઇતિહાસમા આવો કોઇ માણસ થઇ શકે?  @30.00Min. બુદ્ધ-મહાવીરે સાધુઓના ટોળેટોળાં આપ્યા પરંતુ ગાંધીજીએ કાર્યકર્તાઓ આપ્યા.  @36.30Min. ગાંધી ગીત બાપુકી અમર કહાની – મહમદ રફી સાહેબ
to download ‘right-click’ on the link and select ‘save-link-as’
[list type=”arrow2″]
ગાંધી વંદના
[/list]