[ આવનારા સ્વતંત્રતા દિવસને  ધ્યાનમાં રાખીને આપણે થોડાં પ્રવચનો માણીશું. આ વખતે માણીએ સરદાર પટેલ ની રાજનીતિ વિશે અમદાવાદમાં કરેલું પ્રવચન. ગુણગ્રાહી બનીને આપણી ઉણપોને જાણીએ તો જ ‘વીરતા પરમો ધર્મ’ સાર્થક થઈ શકે. ]

 

listen – Side A

@Begin. સફળ રાજનીતિ વિના, કરોડ પ્રયત્નો કરીને પણ પ્રજાને સુખી ન કરી શકાય. આઝાદી હોય અને સ્વમાન ન હોય તો બનાવટી આઝાદી મળી છે, એમ કહેવાય. આફ્રિકામાં બધાજ ભારતિયો માટે “કુલી” શબ્દ વપરાતો. ઇંગ્લેન્ડમાં “પાકી” અપમાન જનક શબ્દનો ઉપયોગ થાય છે. @6.30 સિંધમાં વ્હેપારીઓ અને ગધેડાની સાચી બનેલી વાત. મોરલ વગરની પ્રજા સ્વમાની ન થઇ શકે અને દેશનું નિર્માણ સ્વમાની લોકોથી થતું હોય છે. @13.40Min. ડીગ્રેડ થયેલી પ્રજાને સ્વમાન ન હોય અને સ્વમાન વિના પણ જે પ્રજા સુખી થતી હોય તેને રાષ્ટ્ર ન હોય. @17.20 ગાંધીજીપર પ્રાથમિક જીવનની અસરો. રાજારામ મોહનરાયપર અસરો, સાધુઓ કેમ ક્રાન્તિ ન કરી શકે? ધર્મગુરુઓએ જે રીતે ધાર્મિક વાતાવરણ ખીલવ્યું તે રીતે ભારતમાં વિદેશી આક્રાંતાઓ માટે ગુલામ થવાનું પ્લેટફોર્મ તૈયાર કરી આપ્યું. @26.10Min. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી આવ્યા ત્યારે શ્રી અરવિંદે અને સ્વામી વિવેકાનંદે મળવાનો ટાઇમ આપ્યો ન હતો. @32.40Min. સરદાર પટેલની શૌર્ય સાથેની અહિંસા. અસહયોગ અને અહિંસા વિશે. શાસ્ત્રની વ્યાખ્યા દ્વારા આવેલો ધાર્મિક અંધકાર અતિ દુષ્કર છે. @41.00Min. સરદાર પટેલ  આદર્શવાદી અને વાસ્તવવાદી પણ છે. વધુ આગળ સાંભળો સરદાર પટેલનું ચરિત્ર.

listen – Side B

@Begin.ગાંધીજી અને સરદાર ચરીત્રો ચાલુ….ગાંધીજીએ બધાને ધંધા, ઘર-બાર, ભણવાનું છોડાવીને દેશના કામે લગાડ્યા. અમે બધા લોકોએ, બુદ્ધ મહાવીર સહિત, લોકોને મોક્ષની વાતોમાં જોતર્યા. @10.30Min. સરદાર પટેલ વકીલાત છોડી ગાંધીજી સાથે જોડાઇ ગયા.પહેલું કામ, બારડોલીના સત્યાગ્રહનું નેત્રૃત્વ સોંપ્યું. @15.00Min. સરદાર એક અનિવાર્ય વ્યક્તિત્વ, બારડોલીના સત્યાગ્રહ પછી સરદાર નામ પડ્યું. પ્રધાનમંત્રી બનવાની બાબતમાં કોંગ્રેસ કમીટીના ઠરાવો સરદાર પટેલના પક્ષમાં હોવા છતાં ગાંધીજીના કહેવાથી સરદાર હટી ગયા. ૬૦૦ રજવાડાં એક કરવાથી માંડી નિઝામ-હૈદરાબાદ અને જુનાગઢના પ્રશ્નો ઊકેલી આપ્યા તેથી સરદાર હજુ ભુલાતા નથી. @26.45Min. પરિવાર રક્ષા. @39.40 દેશભક્તિ ગીતો