[ડૉ. બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે આ પ્રવચનોનું સંકલન કરવામાં આવ્યું છે. આશા છે સુજ્ઞ વાચકોને પસંદ પડશે.]

 

Dr. Baba Saheb Ambedkar – AMDAVAD – On the occation of Dr. Baba saheb Janma Jayanti on 14th April.

Side A –  listen

ડો.બાબાસાહેબ આંબેડકર પાસે કંઇ શીખવું હોય તો એ કે તમને જે જ્ઞાતિનું બેકાગ્રાઉન્ડ મળ્યું હોય તેની તમે ઘ્રણા ના કરશો. ગામડે ગામડે ફરી માણસોમાં અસ્મિતા અને સ્વાભિમાન જગાવેલું, સદીઓનું અંધારું ઊલેચ્યું, અન્યાય સામે પડકાર ફેંક્યો અને પડકારની સાથે સમન્વય, મૈત્રીનો   હાથ લંબાવ્યો. એમના ચહેરા પર કદી કડવાશ ન હતી. તેમની બૌધ્ધ ધર્મની શ્રદ્ધા પણ નાસ્તિકતા ન હતી. @26.15min. મનુસ્મૃતિ વિશે. @39.45min.   ડો. નિરાશ થઇને લમણે હાથ દઇને રોડ પર બેસી ગયા ત્યારે કોઇને કલ્પના ન હતી કે  આજ વ્યક્તિ એક દિવસ દેશને સમતુલિત બંધારણ આપશે.

[frame_right] Dr. Babasaheb Ambedkar[/frame_right]

Side B – listen

AMDAVAD,  @Begin. ડો. ચરિત્ર ચાલુ…આપણે ડો. બાબાસહેબે બતાવેલ માર્ગ પર ચાલીએ અને દેશ તથા સમાજને મજબૂત બનાવીએ. @42.05min. Bhajan

 

Dharma Kranti – MEHAMDAVAD

Side A – listen

હરિજનભાઇઓની શીબિરમાં. ધર્મના બે સ્થંભો, કુદરતી વ્યવસ્થા અને માનવતા. ધર્મ આ સ્થંભોથી દૂર થાય તો તે ગબડી પડે અને એજ ધર્મ અધર્મ થઇ જાય. @42.40min. બધી જ્ઞાતિઓમાં સંતો થયા. સંતો સ્વયંભૂ હોય છે. એમના સાહિત્યમાં સમનતા હોય છે, વર્ણ-ભેદ નથી. સંત શ્રી ચખામેળા વિશે.

Side B – listen

MEHAMDAVAD, સંત શ્રી ચોખામેળા અને તુકારામના અભંગો વિશે. @14.22min. આપણે એમ કહીએ છીએ કે ઔરંગઝેબે પ્રજા પર બહુ જુલ્મો કર્યા પણ જો એક ત્રાજવામાં ઔરંગઝેબના જુલ્મો મુકીએ અને બીજામાં મનુ દ્વારા રચાયેલા સમાજના જુલ્મોનું, તો મનુ દ્વારા રચાયેલા સમાજના જુલ્મોનું પલ્લું કદીયે ઊંચુ નહિ આવે. તમે કોઇ વાર પોતાની જાતને શુદ્ર, અશ્પ્રુશ્ય માનીને મનુ સ્મૃતિનું અધ્યયન કર્યું છે?  @24.46min. આભડછેડનું મૂળ વર્ણવ્યવસ્થા અને તેનું મૂળ મહાભારતના પાત્રો કર્ણ અને એકલવ્યમાં છે. તેનું મૂળ રામાયણના શંબુક વધમાં પણ છે.

 

Sthapati Ane Dalito, AMDAVAD
Side A – listen

હિંદુ ઘર્મની બે ધારાઓ, ગુપ્ત અને પ્રગટ. જે ધારા પ્રગટ છે તે ગુપ્ત ધારાના આધારે છે. ગુપ્તધારા પ્રત્યે લોકોનું ધ્યાન જતું નથી.     મૂળમાં આપણે એકેશ્વરવાદી, એક્બ્રહ્મવાદી છીએ. પ્રગટ ધારામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવો છે. બ્રહ્માના બે રુપો, ચતુર્મુખ અને પંચ મુખ. ચાર મુખ પ્રકૃતિ ઉત્પત્તિના લક્ષ્યો એટલેકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પંચ મુખ એટલે વિશ્વકર્મા, જે વિશ્વનું કર્મ કરે છે. આ પાંચ મુખો છે, જે માટીથી કામ કરે તે પ્રજાપતિ, પાષાણથી સોમપુરા, લોખંડથી લુહાર, લાકડાથી સુથાર અને સોના-ચાંદી વિગેરે ધાતુથી સુવર્ણકાર-કંસારા વિગેરે. @6.50min. દક્ષિણ ભારતના મંદિરોના શિલ્પો વિશે. @15.55min. કોઇ પણ સ્થાપત્યના નિર્માણના ત્રણ લક્ષ્યો, સત્યમ્ શિવમ્ અને સુંદરમ્. સ્થાપત્યની કસોટી ધરતીકંપ છે. @17.33min. મંદિર બંધાવનાર બે શેઠોની ગજબની વાતો. @22.17min. તાજમહાલના સ્થાપત્ય વિશે. શિવમ્ અને સુંદરમ્ વિશે વધુ આગળ સાંભળો. @44.13min. રાધનપુરમાં દલિત છાત્રાલય અર્થાત સરસ્વતિ સંસ્કાર કેન્દ્રનું ઉદઘાટન. અસ્પૃશ્યતા વિશે. ગાંધીજીએ કાર્યકર્તાઓ બનાવ્યા, સાધુઓ ન બનાવ્યા, સાધુઓ બનવ્યા હોત તો ગાંધીજી ભગવાન બની ગયા હોત.

Side B – listen

RADHANPUR, રવિશંકર મહારાજના કાર્યો, સુણસર ગામ સુધારવા વિશે. હિમાલય, મ્હૈસુર બેંગલોરના યોગીઓ અમદાવાદમાં પૈસાદાર લોકોને યોગ શીખવવા આવે છે. આ ભ્રમણમાંથી બહાર નીકળો, ખરી સાધના જીવનના પ્રશ્નો ઊકેલવા એ છે. ગાંધીજીએ જેટલા રચનાત્મક કાર્યો કર્યા તેમાં સૌથી મહત્વનું કાર્ય દલિતોના ઉદ્ધારનું છે. @4.40min. ગાંધીજીએ એક પટેલ સજ્જનને આપેલા પ્રેરક બળની સાંભળવા જેવી વાત કે વર્ષો સુધી સંડાસ ઉપાડવાનું કામ કર્યું. કોઇ ધર્મગુરુએ કે ગાદીપતિએ આવું બળ આપ્યું હોત તો દેશ તો ન્યાલ થઇ ગયો હોત. @45.24min. ૧૯૪૭ પહેલાં મુક્તિલાલ શેઠે કેવી રીતે રાધનપુર સ્ટેટને પાકિસ્તાનમાં જતું બચાવ્યું. હવે આપણે દલિતો-સવર્ણ, સવર્ણ-અવર્ણનો  ભેદ ન રાખીએ, બધા એક થાય, રોટી વહેવાર અને બની શકે તો બેટી વહેવારમાં પણ ઉદારતા રાખીએ અને દેશને મજબુત બનાવીએ.