10 Listen here

Side A – Shree Sahajanand Swami Charitra, DANTALI – શ્રી સહજાનંદ સ્વામી ચરિત્ર, દંતાલી આશ્રમ – ધર્મની વ્યાખ્યા. @1.15min. ભૂમિકા. તટસ્થ દ્રષ્ટિ, હિતકારી અને અહિતકારી સત્ય. ગુજરાતમાં પુરાણ પ્રધાન પ્રવૃત્તિ. @ 13.00min. અયોધ્યામાં શ્રી સહજાનંદ સ્વામીનું બાળપણ અને ગૃહત્યાગ. @17.40min. લોન્જ નામે ગામ પહોંચ્યા. બ્રહ્મચારી સાથે પ્રશ્નો. ગીતાના આઠમા અધ્યાયના પહેલા સ્લોક સાથે સરખામણી. @22.50min. પહેલું નામ તુલસીદાસ, ઉધ્ધવ સંપ્રદાય અને રામાનંદ સ્વામી ગુરૂ. સાકારની ઉપાસનામાં વિયોગ અને વિયોગમાં પીડા છે અને પીડા એજ ભક્તિ છે. રામાનંદના ગુરૂ આત્માનંદ સ્વામીએ કચ્છમાં ઉધ્ધવ સંપ્રદાય પ્રવર્તિત કરેલો, ત્યાં દિક્ષા આપી અને નામ પાડ્યું સહજાનંદ સ્વામી. @30.00min. વર્ષો સુધી ગાયો દોહતા, છાણના ટોપલા ઊંચકતા, રસોઇ કરતા, વાસણ ઘસતા, મણ-મણના અનાજના પોટલાં ઊંચકતા-તપ કર્યા વગર સિદ્ધિ મળતી હોતી નથી. સહજાનંદ સ્વામી ગાદી પર બેઠા પણ રામાનંદ સ્વામી પાસે બે વચનો માંગ્યા તે હવે પછી સાંભળો. @38.30min. સંપ્રદાયમાં પછાત લોકોને સ્વિકારવા વિશે. સમાજમાં કરેલા સુધારા. @40.15min. ફરતાં ફરતાં વધારેમાં વધારે એમને ગઢડામાં દાદાખાચરાને ત્યાં એમને ગમ્યું. મેં મારા આશ્રમમાં દાદા ખાચરની મૂર્તિ મુકી છે તેના કારણો જરુર સાંભળો. @46.30min. ધર્મ અને સંપ્રદાયોની સમજવા જેવી વાત. @51.30min. સ્વભાવના બે મોટા ગુણો ઉદારતા અને સહનશક્તિ જો તમારી પાસે હશે તો દુનિયા તમારી મુઠ્ઠીમાં રહેશે.
Side B – DANTALI ASHRAM – આપણો મુખ્ય માર્ગ એક તે સનાતન ધર્મ. સંપ્રદાયોના ભેદ – કર્મ, જ્ઞાન અને ભક્તિ પ્રધાન. પંથની સમજણ. આપણી મુશ્ક્રેલીનું મૂળ સાંભળો. @5.50min. દશમી શતાબ્દિમાં શ્રી મદ રામાનુજાચાર્યે ભક્તિમાર્ગનો જે સંપ્રદાય પ્રવર્તાવેલો તે પરંપરામાં અનેક રૂપ ધારણ કરતો કરતો ૧૮-૧૯ સદીમાં ઉધ્ધવ સંપ્રદાય તરીકે પ્રસિધ્ધ થયો અને તેનું રૂપાંતર થયું સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને અંતે એનું મૂળ નીકળે ઋષિ પરંપરામાં.શ્રીજી મહારાજે સ્વામિનારાયણ દ્વારા ગુજરાતમાં સુધારાનો ભાવના સહિત પવન ફૂંક્યો. ધર્મને ભાવના વગર ટકાવી શકાય નહિ. આ સંપ્રદાયમાં એક સાથે ત્રણ તત્વો ભળ્યા, વૈષ્ણવોની ભાવના, જૈનોની વ્યહવાર કુશળતા અને ક્રિશ્ચનોની મીશનરી પધ્ધતિ. ભારતવર્ષમાં પહેલી વાર આ પ્રકારની વ્યવસ્થા થઇ. @9.40min. શ્રીજીમહારાજના અદભૂત વ્યક્તિત્વના લીધે વિકાસ થયો. @13.10min. સંગ્રામ વાઘરીને ત્યાં. @18.35min. જેતલપુરમાં એક કોળીનો ખાધેલો રટલો. @21.45min.મીયાંજી અને સુખા મહારાજ. @24.00min.જુનાગઢમાં ગરીબ માણસની કાકડી ખાધી. @27.15min. જેતલપુરમાં યજ્ઞ. @32.00min. વાણિયાનો અહંકાર ઊતાર્યો. @34.00min. સ્વામિનારાયણ સંપ્રદાયના ભજનો, શ્રી રાસવિહારી દેસાઇ અને શ્રી જનાર્દન રાવલ
સ્વામિનારાયન નગર-યાત્રા, કમ્પાલા, યુગાન્ડા

Side A – Shree Chaitanya Mahaprabhu Charitra, DANTALIશ્રી ચૈતન્ય મહાપ્રભુ ચરિત્ર, દંતાલી આશ્રમ – ૧૫-૧૬મી સદીનો ઇતિહાસ, મુસ્લિમ રાજ-મોટા મોટા મંદિરો તૂટ્યા પ્રજા ઘોર નિરાશામાં પડેલી. ભક્તિ અને શ્રધ્ધા વિશે. @6.50min. ભાગવતની ક્રિશ્ન ભક્તિ પ્રગટ થતાં થતાં ૧૬મી સદી સુધી પહોંચી. તુલસી રામાયણના પ્રભાવથી ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી રામના મંદિરો જોવા મળશે. વૈદિક કાળમાં રામના મંદિરો જોવા નહિ મળે. એનો અર્થ એવો થયો કે રામ અને ક્રિશ્નની ઉપાસના દોઢ હજાર વર્ષોથી પ્રાચિન નથી. તે પહેલાં બ્રહ્મ કે દેવોની ઉપાસના હતી પછી ભાગવત ધર્મ પ્રગટ થયો અને તેમાં ક્રિશ્ન ભક્તિનો પાદુર્ભાવ થયો. રામાનંદ સ્વામીએ રામનો પ્રચાર કર્યો અને શ્રી મદ વલ્લભાચાર્યે તથા ચૈતન્ય મહાપ્રભુએ ક્રિશ્નનો પ્રચાર કર્યો. @10.00min. આ બંન્નેની માન્યતા(કેવલાદ્વૈત અને સુદ્ધાદ્વૈત)માં શું તફાવત છે તે સાંભળો. @15.30 બ્રહ્મની અને જીવની સૃષ્ટિ(સંસાર). @21.25min. ભાગવત ધર્મ ઉપર શ્રી મદ વલ્લભાચાર્યે સુબોધિની ટીકા અને બ્રહ્મસુત્ર પર અણુ ભાષ્ય લખેલું. વલ્લભાચાર્યના સિધ્ધાંતમા બાલક્રિશ્ન છે અને તેની પાછળ શું હેતુ છે તે જરુર સાંભળો. ઉપાસનામાં રાધા નથી પરંતુ યમુનાજી છે. @25.30min. પાંચમી શતાબ્દિ સુધી ભાગવતમાં પણ રાધાનું નામ મળતું નથી, તો રાધાજી આવ્યા ક્યાંથી? ઐતિહાસિક ભૂમિકામાંથી તમે રૂપકમાં ન જાવ ત્યાં સુધી આ ઘેડ બેસવાની નથી. ચૈતન્ય મહાપ્રભુએ રાધાને ક્રિશ્નની સાથે ક્રિશ્ન કરતાંએ ઊંચી ભૂમિકાએ બેસાડ્યા તે હવે પછી વિસ્તારથી સાંભળો. ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલુ. @40.20min. પાઠશાળામાં ન્યાય શાસ્ત્ર ભણ્યા અને અદભૂત ગ્રંથ રચ્યો. મિત્રના ગ્રંથની કિંમત રાખવા ખાતર પોતાના ગ્રંથને પાણીમાં પધરાવ્યો. @43.00min. પ્રખર પંડિત કેશવ કાશ્મિરીના ગંગાજીના સ્તોત્રમાંથી અનેક ભૂલો ૧૧ વર્ષના ચૈતન્યએ(નિમાઈ-ગૌરાંગ) કાઢી બતાવી.
Side B – DANTALI ASHRAM – પરોઢિયે ઊઠીને નિમાઈના ઘરે પહોંચ્યો, ગળામાં હાર પહેરાવ્યો અને સાષ્ટાંગ દંડવ્રત કર્યા. @5.00min. કેશવ ભારતી પાસે સન્યાસ લીધો, ચૈતન્ય ભારતી નામ પડ્યું અને ક્રિશ્ન ભક્તિનો પ્રચાર શરૂ કર્યો. ભાગવત ધર્મમાં એમણે પરિશિષ્ટ ઊમેર્યું અને વિકાસ એ કર્યો કે ધર્મમાં કોઇ ન્યાત, જાત, વર્ણ નહિ અને નીચામાં નીચી જાતિના લોકોને પણ વૈષ્ણવ બનાવ્યા એટલે સુધી  કે કેટલાયે મુસ્લિમો પણ વૈષ્ણવ થયા. કિશ્નનું નામ બોલો, કીર્તન કરો એટલે તમારામાં રાધા પ્રગટ થશે. રાધા એ આલ્હાદિની શક્તિ છે તેનાથી તમારા રોમેરોમમાં રોમાંચ થશે અને રોમાંચની ભૂમિકા એ યોગની ભૂમિકા કરતાંયે ઊંચી ભૂમિકા છે. ચૈતન્ય મહાપ્રભુ અને શ્રી મદ વલ્લભાચાર્ય એક્બીજાને મળેલા, બંન્ને સમકાલિન છે અને બંન્નેએ આમ વૈષ્ણવ ધર્મના માધ્યમથી પ્રજાનું ઉત્થાન કરવાનો પ્રયત્ન કરેલો. @7.20min. હરે ક્રિશ્ન મુવમેન્ટના આચાર્ય સ્વામી શ્રી પ્રભુપાદનું અમેરિકા પ્રયાણ. @14.00min. Golden Palace. ચૈતન્ય મહાપ્રભુએ ભગવાનના નામની જે મહિમા પ્રગટાવી તે સાત સમુદ્ર પાર કરીને આખી દુનિયામાં ફેલાઇ ગઇ. તમારા ધર્મનો પ્રચાર હું નહિ કરું, શંકરાચાર્ય નહિ કરે પણ આ ગોરા લોકો કરવાના છે. @16.00min. ચૈતન્ય મહાપ્રભુનો અંતિમ ઉપદેશ. @31.05min. હરે કૃષ્ણ મહામંત્ર.

Side A – Maanavtaa-Vaadee Sant Shree Eknaath, DANTALI – માનવતાવાદી સંત શ્રી એકનાથ, દંતાલી આશ્રમ – @4.45min. સંત એકનાથ ચરિત્ર ચાલુ. ૧૫૯૦માં મહારાષ્ટ્રના પૈથણ ગામમાં જન્મ. પહેલેથીજ વૃત્તિ ભગવાનમાં, ૧૦ વર્ષની ઉંમરે અપૂજ મહાદેવના મંદિરમાં બેસી ગયા. જનાર્દન ગુરૂ મળી ગયા પણ મા-બાપની સેવા ઘરે મોકલી દીધા. પરણાવ્યા, પત્ની ગિરજાબાઇ, બંન્નેની જોડી બરાબર જામી. @11.15min. શ્રાદ્ધના દિવસે બ્રહમણોને બદલે હરિજનોને જમાડ્યા. આનું નામ મૂલ્ય પરિવર્તન દાનની પધ્ધતિ, દ્રષ્ટિને બદલવી એનુ નામજ ક્રાંતિ. @20.10min. મુઝરફર, બિહારમાં દંડી સ્વામીનો અનુભવ.જ્યારે બ્રાહ્મમણોએ નવી કરેલી રસોઇ જમવાની ના પાડી ત્યારે  સાક્ષાત પિતૃઓને બારણા બંધ કરી જમાડ્યા. એક સંતની જાણવા જેવી વાત. @27.20min. એક પઠાણ ૧૦૮ વાર કોગળા કરી એકનાથ પર થુંક્યો અને તેટલીજ વાર ગોદાવરી સ્નાન કર્યું. અંતે પઠાણ પગે પડ્યો અને માફી માગી. ગાંધીજીએ પણ એક્વાર એક મુસ્લિમનું પાંચ વાર થુંક ઉપાડેલું. @30.50min. ચોરી કરવા આવેલા ચોરને વીંટી આપી અને જમાડ્યા. એકનાથને ગુસ્સે કરાવવા મોકલેલા બ્રહ્મણને તેનું ૨૦૦ રૂપિયા ઇનામ પોતે આપ્યું. @36.35min.રાણો નામના હરિજનને ત્યાં જમવા ગયા, દિકરા હરિનાથને ન ગમ્યું અને પૈથણ છોડવું પડ્યું. @37.40min. વેશ્યાનું થયેલું હ્રદય પરિવર્તન. @40.20min. ૬૬ વર્ષની ઉંમરે, ગોદાવરીમાં સ્નાન કરી, બધાની માફી માગી પ્રાણનો ત્યાગ કર્યો. આને ઇચ્છા મૃત્યુ કહેવાય. સંત વૃત્તિ એટલે સહજ રીતે પરમાર્થ થાય, ભક્તિ અને પરમાર્થનો યોગ થાય તો ભક્ત અને સંત બંન્ને ગુણો સાથે પ્રગટે ત્યારે એનું નામ કહેવાય એકનાથ. @43.55min. ભજન,  સંતને સંત પણા રે મફતમાં નથી મળતા, શ્રી હેમંત ચૌહાણ

Side B – Samarth Swami Shree Ramdas, DANTALI –  સમર્થ સ્વામી શ્રી રામદાસ @4.10min.૧૭મી શતાબ્દિ સુધીમાં પ્રજા મરી ચૂકી હતી, સંતો ઘણા થયા પણ સમાજ અને રાષ્ટ્ર તરફ ધ્યાન ન આપ્યું એટલે સામાજીક અને રાષ્ટ્રિય શક્તિ ઉત્પન્ન ન થઇ. ૧૬૦૮માં    મહારાષ્ટ્રના જામ્બ નામે ગામમા સૂર્યાજીઅને રિણુબાને ત્યાં નારાયણનો જન્મ થયો. બાળપણથીજ વૈરાગ્ય ધરાવતો, ૧૦-૧૨ વર્ષની ઉંમરે “સાવધાન” શબ્દ  સાંભળી લગ્નની ચોરીમાંથી ભાગી રામના મંદિરમાં જઇ બેઠા. વૈરાગ્ય હોય તો ભક્તિ થાય. ૧૩ કરોડ રામ નામનો જાપ કર્યો અને પરમેશ્વરનો સાક્ષાતકાર કર્યો અને જાણે સમાજ તથા દેશ માટે કામ કરવાની આજ્ઞા થઇ અને નામ પડ્યું સમર્થ સ્વામી રામદાસ. @15.20min.ઔરંગઝેબનો ત્રાસ, ભારતની દુર્દશા જોઇ મનમાં દુઃખ થયું. પ્રેરણા દાયક મારુતિના ગામેગામ મંદિરો ઊભા કરવા માંડ્યા. લોકોને “સમુદાય કરાવા” એટલે બધા એક થઇને રહેજો એવું સુત્ર આપવા માંડ્યુ. @20.10min. શિવાજી મળ્યા, રામદાસ દેશના મસ્તિષ્ક થઇ ગયા. શિવાજીને માળાના બદલે તલવાર પકડવાનો આદેશ આપ્યો. શિવાજીની થોડી સાંભળવા જેવી વાતો. @30.00min. સ્વામી રામદાસ શિષ્યો સાથે જાત્રા કરવા નિકળ્યા તે પ્રસંગ. @34.50min. શિવાજી મહારાજે સ્વામી રામદાસને આપેલી ગુરૂ દક્ષિણા અને ભગવા ઝંડાનું મૂળ સાંભળો. સમર્થ સ્વામી રામદાસે પ્રત્યક્ષ રીતે સ્વયં પોતે ઘણું નહિ કર્યું હોય પણ શિવાજીના માધ્યમથી, એમ કહેવત પડી કે “શિવાજી ન હોત તો સુન્નત હોત સબકી” પરંતુ રામદાસ ન હોત તો શિવાજી ન હોત અને શિવાજી ન હોત તો ધર્મ ન હોત. @38.30min. સ્વામી રામદાસ વચન આપ્યા પ્રમાણે માતાની છેલ્લી ઘડીએ કેવી રીતે મળવા ગયા તે સાંભળો. સમર્થ સ્વામી રામદાસ જેવી મહાન વિભૂતિ સમાજ, રાષ્ટ્ર અને પૂરી પ્રજાની ચિંતા કરનારી વિભૂતિ આ દેશના મધ્ય યુગમાં પહેલી વાર થઇ  એટલે આપણે એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ. @40.15min. દેશ ભક્તિના ફીલ્મી ગીતો