[ વીરતા પરમો ધર્મ:  ગીતા ઉપર કરેલા સ્વામીજીના લેખો નું સુંદર સંકલન. ]
ભગવદ ગીતા મોટા પ્રમાણમાં પ્રજાને સાચી દિશા બતાવવાની ક્ષમતા ધરાવે છે. હિંદુ પ્રજાનો સદીઓથી ગુલામીનો ઈતિહાસ કેમ? વ્યાખ્યાતાઓએ સદીઓથી ગીતાનો વ્યહવારિક પક્ષ કરતાં આધ્યાત્મિક પક્ષને મોટા પ્રમાણમાં મહત્વ આપ્યું.  પરિણામે પ્રજા ઠંડી, અહિંસાવાદી અને પરલોકવાદી બની.  કાશ્મીર કચ્છ અને બાન્ગ્લાદેશના યુદ્ધની ભીતરમાં.
@11.55Min.  નહેરુજીની હિંદી-ચીની ભાઇ ભાઇની તરંગી નિતિ. ગાંધીવાદી મહાનુભાવો તથા શ્રી વિનોબા ભાવે ગાંધીજી કરતાં પણ સવાઇ અહિંસાની વાતો કરતા. સર્વોદયી કાર્યકર્તાઓના સબભૂમિ ગોપાલકી જેવા તરંગી વિચારો અને અહિંસાથી ચીનને હઠાવવાની વાત.  અંતે ભારતની કમજોરી સિધ્ધ થઇ અને પદોશી દેશો ભારતથી દૂર થયા. સોમનાથ મહાદેવના દરવાજા આગળ જ્યારે મહમ્મદ ગઝનીનું લશ્કર આવીને પડ્યું ત્યારે કિલ્લા ઉપર લોકો ખુશીઓ મનાવતા હતા અને એવું માનતાકે મહાદેવ તૃતિય નેત્ર ખોલશે અને મલેચ્છોને બાળીને વિનાશ કરશે. મહાત્મા ગાંધીજીમાં અમાપ શૌર્ય હતું એટલે તેઓ પ્રાણની બાજી લગાવીને અન્ગ્રેજો સામે ઝઝુમ્યા હતા.  શૌર્ય વગરની અહિંસા કાયરતાની નિશાની છે.
ચમત્કારાંધ પ્રજા માનવ-સહજ પુરુષાર્થની ઉપેક્ષા કરીને રાતો-રાત પરિણામ મેળવવા ફાંફાં મારે છે. દેશમાં અસંખ્ય શક્તિપાત કરનારા યોગીઓ હોવા છતાં દેશ આટલો દીન-હીન-કંગાળ કેમ? અને શક્તિપાતમાં નહિ માનનારી પ્રજાનો કેમ માર ખાય છે? ઔરંગઝે કે બીજા આક્રાંતાઓ સામે આવા યોગીઓએ શક્તિનો ઉપયોગ કેમ ન કર્યો? અને કૂતરાના મોતે મર્યા. શક્તિપાતનો દાવો કરનારા ભયંકર રોગોથી લાચાર અને પરાધીન  થઇને રિબાતા મરતા હોય છે. શ્રીમદ્ ભદવદ્ ગીતાના અઢારે અધ્યાય કોઇને કોઇ યોગ છે. યોગનો સીધો અર્થ જોડાવું. જે ક્રિયા જીવાત્મા પરમાત્મા તાદાત્મ્ય ભાવ પ્રાપ્ત કરે તેને યોગ કહેવાય, સમતાનું નામ યોગ છે.  આસન પ્રાણાયામ યથા સંભવ અને પોતાની પ્રક્રુત્તિને અનુકૂળ આવે તેટલોજ કરવો હિતાવહ છે. યોગની ભારે કષ્ટોથી થનારી નેતી-ધૌતિ-બસ્તિ, કુંજર ક્રિયા કે ખેચરી તથા ચક્રભેદન ક્રિયાઓ અકુદરતી છે અને તે કરવાથી આરોગ્યને હાનિ થવાની ભારે સંભાવના છે. @28.30Min. YOGESWAR SREE KRISHNA (યોગેસ્વર શ્રીક્રૃષ્ણ) બધા પ્રકારના યોગોના સ્વામી એટલે યોગેસ્વર ભગવાન શ્રી ક્રૃષ્ણ એટલે સમ્યક્ જ્ઞાનદ્રષ્ટિયુક્ત બધા યોગોના સ્વામી પરમાત્મા.