Side 1A – Shree Mali Society, AMDAVAD @8.00min. શાસ્ત્રનું ધ્યેય આખા સમાજને, આખી પ્રજાને પકડવાનો છે. જ્યાં સુધી સમગ્ર પ્રજા, સમાજ પકડાતો નથી ત્યાં સુધી એ સુરક્ષિત અને બળવાન નથી હોતો. @23.30min. વેદ એટલે હાથ, સીધો સમાજને નથી પકડી શકતો એટલે એ તેના પાંચ આંગળાથી સમાજને અને સમગ્ર પ્રજાને પકડે છે. આ પાંચ આંગળાઓ એટલે ઉપનિષદ, મહાભારત, શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા અને રામાયણ તેની વિ સ્ત્રૃતમાં સમજણ. @30.40 Min. પહેલામાં પહેલો ઉપનિષદનો પ્રચાર પૂર્વ ગ્રહ વિનાનો, ફારસી અને સંસ્કૃતનો વિદ્વાન એવો શાહજહાંનો પુત્ર દારાએ તેને યુરોપ મોકલાવી કર્યો.
Side 1B – AMDAVAD- @ આ પાંચે-પાંચ શાસ્ત્રોની રસપ્રદ વિશેષતાઓ ચાલુ. @5.30min. શ્રી અરવિંદ એક બુધ્ધિશાળી માણસે એવું લખેલું છે કે જો ઇશ્વર છે અને જરૂર છે તો એના સાક્ષાત્કાર કરવાનો કોઇ ને કોઇ પ્રયોગ હોવોજ જોઇએ તેનું નામજ સાધના છે. @14.00 Min. શ્રી રામ ભજન – શ્રી મતિ લતા મંગેસ્કર, ફિલ્મી ચોપાઇયાં, શ્રી અનુપ જલોટા
Side 2A – Shree Mali Society, AMDAVAD @ 1.30min. શ્રી મદ ભાગવત રહષ્ય, પરમહંસોની સંહિતા (કથા) છે, ઘટના નથી કે ઇતિહાસ નથી, તેની સમજણ. પરમેશ્વરના ગુણો વિશે. બધા ગુણોનો રાજા પ્રેમ છે, પ્રેમ એ ગુણોની પરાકાષ્ટા છે એટલે આપણે શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. પ્રેમમાં સહિષ્ણુતા છે એટલે ઇર્ષ્યા, દ્વેષ, નિંદા ખતમ. શ્રી કૃષ્ણ એ પ્રેમ રૂપ છે એટલે એ સૌના માટે છે. જગતમાં એવું કોઇ પ્રાણી નથી કે જેને પ્રેમની ભૂખ ન હોય. @15.50min. આખી દુનિયાભરનું પ્રાચિનમાં પ્રાચિન મહાકાવ્ય રામાયણ છે અને તેની રચના કેવી રીતે થઇ તે વિશે.
Side 2B – AMDAVAD- સંત શિરોમણિ શ્રી તુલસીદાસનું ચરિત્ર ચાલુ. @4.00min. કાશીએ કરેલી ઐતિહાસિક ભૂલો. કાશી વિશ્વનાથના મંદિરમાં રામ ચરિત માનસ શાસ્ત્ર સંમત છે કે નહિ તેની કસોટી. 12.00 min. શ્રી રામ ભજન – શ્રી મતિ લતા મંગેસ્કર, શ્રી ભીમસેન જોષી
Side 3A – Shree Mali Society, AMDAVAD- Min. લોકોના ઘોર વિરોધમાંથી, સંઘર્ષમાંથી તુલસીદાસના રામાયણે તેનું અસ્તિત્વ પ્રાપ્ત કર્યું. તુલસીદાસ મહારાજનું આખું જીવન સંઘર્ષનું જીવન છે. ૧૬મી સદીમાં આ ગ્રંથે સમાજને શું આપ્યું તેની વિસ્તૃતમાં સમજણ. @16.00min. રજનિશના નિયંત્રણ વગરના જીવન વિશે.
Side 3B – AMDAVAD- @11.00min. જેને રામના તત્વને જાણવાની જીજ્ઞાસા હોય તેના માટે આ ગ્રંથ છે. જે આજની શંકા છે એજ રામાયણની ઉત્થાનિકા છે. રામાયણનો મૂળ હેતુ રામ તત્વની સ્પષ્ટતા કરવાનો છે. @26.30Min. શ્રી રામ ભજન – વિનય પત્રિકા વિગેરે – શ્રી પુરુષોત્તમદાસ જલોટા અને અન્યો
Side 4A – Shree Mali Society, AMDAVAD- રામાયણની ઉત્થાનિકા – જ્યારે કોઇ આધ્યાત્મિક ગ્રંથ વાંચો ત્યારે લેખકનો ઉપક્રમ શું છે એ જાણો તો એના ઉપસંહારને સમજી શકાય. જે ધ્યેય અને જે હેતુ બ્રહ્મસૂત્ર, ભાગવત અને ઉપનિષદનો હતો એજ હેતુ રામાયણનો છે. પ્રેમના આકર્ષણ જેવું બીજું કોઇ આકર્ષણ નથી અને જ્યારે પરમેશ્વરજ પ્રેમરૂપ બન્યો હોય, પછી એના આકર્ષણની શું વાત? એટલા માટે હિંદુઓ મંદિરમાં દર્શન માટે દોડતા જાય છે. દર્શનતો ક્ષણિક હોય અને એજ પ્રભાવશાળી હોય. મંદિરનો પૂજારી ૨૪ કલાક ભગવાનના સાન્નિધ્યમાં રહે તો પણ તેને દર્શન નથી થતા. @8.30min. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્ર. @11.30min. તુલસીદાસ એક સાહિત્યકાર છે અને જ્યારે રામાયણની રચના કરી ત્યારે ૬ મુખોને સંભળાવી છે, ભગવાન શંકર અને મા પાર્વતિ, કાગભુસંડી અને ગરૂડ, યાજ્ઞ્યવલ્ક્ય અને ભારદ્વાજ. @33.00min. અંબાજી એક શક્તિપીઠ છે. શાસ્ત્ર આધ્યાત્મિકજ છે એના ઉપરનું સાહિત્ય એક રૂપક છે, એતો લોકોને સમજાવવા, મનોરંજન માટે અને પ્રેરણા મળે તે માટે ગોઠવેલી વસ્તુ છે. @36.00min. જ્યોતિષ વિશે રસપ્રદ વાતો. માણસોના દુર્બળ માઇન્ડનો લાભ આર્થિક, ધાર્મિક, રાજકીય અને બધાજ ક્ષેત્રોમા લોકો લેતા હોય છે.
Side 4B – AMDAVAD- @2.40min. મૂળ બ્રહ્મ એકજ છે તેની સમજણ. હાસ્યરસની અંદર સાહિત્યકારો પણ કેટલીકવાર ફીલસૂફીની ગહન વાતો મૂકી દેતા હોય છે. ત્રીદેવ એ ત્રણ સ્વરૂપો નથી પરંતુ એકજ તત્વના ત્રણ રૂપો છે. મૂળ તત્વ એકનું એકજ છે. 7.00min. ભોળનાથ અને ભસ્માસૂરના રૂપક થકી સજ્જન અને દુર્જન વચ્ચેનો તફાવત સમજો. શિવ અને શક્તિ સનાતન છે. સાહિત્યકારોએ, પુરાણકારોએ તેને રૂપકોની અંદર ગોઠવી દીધા છે. ભગવદ્ ગીતા સાથે સરખામણી. @16.30min. પ્રકૃતિના બે ભેદ, લૌકિક ઉદાહરણથી સમજણ. ૫૧ શક્તિપીઠની સમજણ. @21.40 ગણેશની ઉત્પત્તિ વિશે. ઊંડાણમાં શું રહસ્ય છે તે સાંખ્ય શાસ્ત્ર પ્રમાણેસમજો.રશિયાના એક વિદ્વાને એમ કહેલું કે ભારતના દર્શનોમાં સાંખ્ય દર્શન વિજ્ઞાનથી બહુ નજીક છે. @28.40 Min. શ્રી રામ ભજન – શ્રી જનાર્દન અને હર્ષિદા રાવલ
આપને સ્વામીજી નાં વિચારો કેવા લાગ્યાં? તમે પોતાનો અભિપ્રાય અહીં જણાવો.
Leave A Comment