લંડન, યુ.કે.

Side7B –

– એક ઓળખીતા પટેલ સજ્જનની વાત સાંભળો. એમની પત્ની ગુજરી ગઈ છે અને ઘરમાં કોડીનીયે કિંમત નથી. કહે છે, કોઈને કંઈ મારી પડી નથી. વહુઓ આગળ કશું બોલાતું નથી. સાંભળો, શું આ સજ્જને પુનર્લગ્ન કરવા જોઈએ? આ એક પ્રોબ્લેમ છે અને એને નહિ ઉકેલો તો આ 60 વર્ષના વૃદ્ધને કલંકિત જીવન જીવવું પડશે. તમે કુદરતી વ્યવસ્થાને કેમ નથી સમજતા? ગામમાં જુઓ તો કેટલાયે યુવાનો પરણ્યા વિનાના બાકડા ઉપર બેસી ઘુટકા ખાય છે. ગ્રીનકાર્ડવાળાઓ છોકરીઓ લઇ જાય છે અને રેશન કાર્ડ વાળાઓ રહી જાય છે. આનાથી અનબેલેન્સ ઉભું થયું છે અને એ અનબેલેન્સ સમાજને ભ્રષ્ટ કરે છે. એટલે લગ્ન સંસ્થાઓ એટલી ઉદાર અને વિશાળ બનાવો કે જેથી એના લક્ષ્યો સિદ્ધ કરી શકાય. @3.41min. પહેલું લક્ષ્ય છે, વાસનાની ક્ષેત્ર બધ્ધતા. વાસના તો રહેવાની, રહેવાની અને રહેવાનીજ. ભર્તુહરિ કહે છે, હું જમીન ઉપર સૂઈ જાઉં છું. “भूमि शैया” હું વિરક્ત ત્યાગી થઈને મારા હાથનુંજ ઓશીકું બનાવું છું અને “भोजनम् निरसनम तदपि एक वारम्” અને રસ કસ વિનાનું એકજ વારનું ભોજન કરું છું. “शैयाचभू परिजनो निज देह मात्रम्, हा हा तथापि विषया न परित्यजन्ति” અરે, દુનિયાના લોકો જુઓ તો ખરા, કોઈ શૃંગાર નથી તો પણ આજે વિષયો-વાસના મને છોડતી નથી. @5.00min. પશ્ચિમના લોકો 70-80 વર્ષે પરણે એમાં માત્ર વિકારજ કારણ નથી હોતો. આપણે ત્યાં તો સડો લાગે છે. પતિ અને પત્ની સંસાર ભોગવો પણ બીજી જગ્યાએ ફાંફાં ન મારો. એ મૃગજળ છે. જો વાસનાને ક્ષેત્રબધ્ધ ન કરવામાં આવે તો પેલાં કુતરાં છે એ તો વર્ષમાં 10-15 દિવસજ ગાંડા થાય છે, એમાં એમના શરીર કેટલાં ચુંથાય જાય છે તો જેને 365 દિવસ ગાંડપણ ચડ્યું હોય એની દશા શું થાય? સ્વામીજીના આશ્રમમાં એક 75 વર્ષના સન્યાસી એમની પત્ની જોડે રહેવા આવેલા એની વાત સાંભળો. વિધુર બનેલા 72+ વર્ષના વૃદ્ધો કહે છે, અમારી દશા હડકાયાં કુતરા જેવી છે. યુવાવસ્થા એ સંયમની અવસ્થા છે. વૃદ્ધાવસ્થા સંયમની અવસ્થા નથી એ તો વ્યથાની અવથા છે. એટલે વૃદ્ધો પ્રત્યે ખાસ ઉદારતા રાખજો અતૃપ્ત વૃદ્ધાવસ્થા બહું દુઃખદાયી છે. @10.30min. આપણે ત્યાં ઋષિ માર્ગમાં પતિ-પત્ની બેઉ સાથે છે. યાજ્ઞવલ્ક્ય અને એમની પત્નીની વાત સાંભળો. આ ક્ષેત્ર બધ્ધતા ચારિત્રોના શ્રવણથી આવે અને એમાંના આદર્શો તમારા મન ઉપર એક અસર ઉભી કરે એટલે ક્ષેત્ર બધ્ધતા આવે. ચાણક્યે લખ્યું છે, “मातृवत् परदारेषु परद्रव्येषु लोष्ठवत् , आत्मवत् सर्वभूतेषु य:पश्यति सपश्यति” જે બીજાની સ્ત્રીમાં માતા જેવો ભાવ રાખે છે, જે બીજાના પૈસાને ધૂળ સમજે છે. જેવું મને સુખ દુઃખ થાય છે એવું સૌને થાય છે. એવો જે ભાવ રાખે છે તેજ જોનારો છે, બાકી બધા આંધળા છે. રામાયણ સંભળાવવા પાછળનો આજ હેતુ છે. માણસની અંદર એક ઉંચો આદર્શ આવે કે એના વ્યક્તિત્વને ઊંચું બનાવે. અલાઉદીન ખીલજી છેક દિલ્હીથી પદ્મિની માટે ચિતોડ ચઢી આવ્યો હતો. કોલેજના છોકરાઓ ચિતોડ ગયેલા તેની વાત સાંભળો. 16000 રજપૂતાણીઓ ધગધગતી ચિતામાં કુદી પડી હતી અને અલાઉદીન હાથ ઘસતો રહી ગયો હતો. કેટલાક લોકો મરીને અમર થતાં હોય છે અને કેટલાક લોકો જીવતા રહીને મરી જતાં હોય છે અને પાછળના લોકોને પણ મારતા જતાં હોય છે. @15.43min. લગ્ન જીવનનો બીજો હેતુ છે, જીંદગી બહારની એક હુંફ, ઓથ, ટેકો મેળવવો. માણસ એના વગર જીવન નથી જીવી શકતો. ભાઈ-બહેન, માં-બાપ બધાના ટેકા ખસી જાય પણ પતિ-પત્નીનો ટેકો નહિ ખસે. રામના ભૂંડા દિવસો આવ્યા, વનમાં જવાનું થયું. પત્નીએ કહ્યું, હું તમારી સાથે આવીશ. અજંતા-ઈલોરાની ગુફાઓ બારીકાઈથી ગાઈડ લઈને જોજો. સંસારનો ભાર, ગમે એટલો મજબુત પુરુષ હોય અને એકલો ઉપાડવા માંગે તો થાકી જતો હોય છે. પણ જો એને ઓથ હોય, ટેકો હોય, હિંમત હોય તો હસતાં હસતાં ઉપાડી શકશે. @20.37min. લગ્ન જીવનનો ત્રીજો હેતુ છે, સંસારની પરંપરા. પુરુષ પોતેજ પુત્ર થઈને જન્મે છે. “भये प्रगट कृपाला दिन दयाला” વિશ્વામિત્ર રામને કહે છે. “उठहु राम भंजहु भाव चापा, मेटहु तात जनक परितापा” રામ ઉઠો, જાઓ અને ધનુષ્યને ઉપાડો, તોડો અને જનકનો પરિતાપ મટાડો. રામ ઊભા થયા, વિશ્વામિત્રને પગે લાગ્યા, વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યા”विजयी भव” રામ નીચી નજર રાખી, ધીમે ધીમે ધનુષ્ય તરફ ચાલવા લાગ્યા. શિવજીને વંદના કરી અને ખબર ન પડી કે ક્યારે હાથ ઊંચો કર્યો, નીચો કર્યો, ક્યારે ધનુષ્ય પકડ્યું અને ધનુષ્યના બે ટુકડા કરી દીધા. સભા આશ્ચર્ય ચકિત થઇ ગઈ, છતાં રામના ચહેરા પર કોઈ વિજયનો ગર્વ નહિ. ધીરે ધીરે આવી વિશ્વામિત્રને પગે પડી કહ્યું, ગુરુજી આપની કૃપાથી. @28.00min. સજ્જનો આ શિવ ધનુષ્યનું આધ્યાત્મિક રૂપ સાંભળો. અહીંથી વાંચવા કરતાં સાંભળવું વધારે જરૂરી છે. જો તમે આ એક આધ્યાત્મિક રૂપ સમજી શકશો તો આખા રામાયણની આધ્યાત્મિકતાની ભૂમિકા તૈયાર થઇ જશે કારણકે શિવ, ધનુષ્ય નથી રાખતા પણ શિવ તો ત્રિશુળ રાખે છે. શિવ ધનુષ્યનું આધ્યાત્મિક રૂપ ઉપનિષદના માધ્યમથી સાંભળો અને સમજો. @34.53min. સજ્જનો સાત દિવસથી અહિ બેસી આપણે રામાયણના માધ્યમથી જીવનની ચર્ચા કરીએ છીએ. અહિ તમારે જુદી ઢાળવાળી લપસણી સંસ્કૃતિ વચ્ચે રહેવાનું છે. તમે જો તમારી સંસ્કૃતિને, એના હેતુઓને, એની પાછળના ઉદ્દેશને સમજી ન શકો તો તમે લપસી જશો. રામાયણનું માધ્યમ એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે એમાં મોટા ભાગના આપણાં જીવનના બધા પ્રશ્નો ઉકેલવાનો રસ્તો છે અને જો એ રસ્તાને અપનાવવામાં આવે તો તમે સુખી, સુરક્ષિત રહેશો. તમારું જીવન હસતાં હસતાં આનંદમાં કિલ્લોલ કરતા વ્યતીત કરશો. મને કદી અહિ આવવાની ઈચ્છા ન હોતી થતી પણ મને અહિ લાવવાનું શ્રેય સુરેન્દ્રભાઈને આપું છું. આ આખું આયોજન I K Foundation, ઈશ્વરભાઈ નું છે. એમના દીકરાએ આ હોલ વગેરેનો ભાર ઉપાડી લીધો એ બદલ આભાર તથા હરીશભાઈ અને જેમને ત્યાં હું ઉતાર્યો છું એ બારીન્દ્રભાઈ અને બીન્દુબેનનો પણ ખુબ ખુબ આભાર માનું છું. પતિ-પત્નીએ ઊભા પગે મારી સેવા કરી છે એટલે હૃદયથી એમનો પણ આભાર માનું છું. શ્રોતાઓનો પણ બધાનો આભાર માનું છું. પરમેશ્વરનો હૃદયથી આભાર માનું છું કે ભગવાને 7 દિવસ સારી ચર્ચા કરવાનો મને મોકો આપ્યો. अच्युतम् केशवम् …..@38.00min. રામસેતુ પ્રશ્નોત્તરી. @42.42min. રામને શીદને ભૂલી જાય – શ્રી નારાયણ સ્વામી.