રામાયણ એક મહાકાવ્ય – ઊંઝા આશ્રમ

Side A –


– રામાયણ મહાકાવ્યની ચર્ચા ચાલી રહી છે. ઉપનિષદો, ભગવદ ગીતા, મહાભારત, ભાગવત અને રામાયણ એમાં રામાયણ અને બીજા ગ્રંથોમાં શું ફરક છે? ઉપનિષદો મહાકાવ્ય નથી પણ અધ્યાત્મ ગ્રંથ છે. એમાં બ્રહ્મ-આત્માની ચર્ચા છે. એ પ્રૌઢ ઉંમરના માણસો માટે છે. મહાભારત આદી થી અંત સુધી ખટપટો ભરેલો સંસાર ગ્રંથ છે. ભગવદ ગીતા મહાકાવ્ય નથી પણ ગુમરાહ થયેલી વ્યક્તિ માટેનો ઉપદેશ ગ્રંથ છે. ભાગવત શૃંગાર પ્રધાન ભક્તિ ગ્રંથ છે. શૃંગારમાં મર્યાદા નથી હોતી. @4.43min. રામાયણ એ મહાકાવ્ય છે, મહાકાવ્ય હોવા છતાં એમાં વ્યક્તિઓના ચરિત્રો દ્વારા જીવનના ઉત્તમ આદેશો છે એટલે એ ધર્મગ્રંથ બન્યો છે. ધર્મનો બીજો કોઈ અર્થ નથી. માણસ નીચે કેમ ઊતરે છે અને ઉપર કેમ, કયા કયા કારણોથી જાય છે એને દ્રષ્ટાંત સહિત પાત્રોના દ્વારા રસપૂર્વક તમારી આગળ મૂકે એનું નામ મહાકાવ્ય. એનું નામ સાહિત્ય. માણસ કુસંગથી નીચે જાય છે અને સત્સંગથી ઉપર આવે છે. આ મહાકાવ્ય, આ ધર્મ ગ્રંથ, આ ધર્મ ચર્ચા નીચે ઊતરેલી વ્યક્તિને ઉપર ચઢાવવાનો પ્રયત્ન કરે છે. ઊંચે માણસને લાવવું હોય તો શું કરવાનું? તો ઉપરનું જીવન જીવનારા પાત્રોનું સર્જન કરવાનું અને નીચું જીવન જીવતાં પાત્રોનું પણ સર્જન કરવાનું અને લોકો આગળ એ ચરિત્રો મૂકી દેવાના, બોલો હવે તમારે રામ થવું છે કે રાવણ થવું છે? તો રાવણ જેવો માણસ પણ નહિ કહે કે મારે રાવણ થવું છે. કારણ શું છે કે, માણસને આદર્શ ગમે છે. એટલે આ મહાકાવ્યમાં તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારા સમાજમાં આવનારા બધા પાત્રો છે. આ સંસારના પ્રશ્નોને લઈને ચાલનારો ગ્રંથ છે. @8.45min. સંસારનો મોટામાં મોટો પ્રશ્ન છે, સ્ત્રી-પુરુષોના સંબંધોનો. પણ ભગવાને એકલા પુરુષોજ કે એકલી સ્ત્રીઓજ બનાવી હોત તો?

નર-નારીનું દ્વૈત આખા બ્રહ્માંડમાં તમને દેખાશે તે ઉદાહરણથી સમજો. રચનાના પ્રકરણમાં ઉપનિષદ માં લખ્યું છે કે “सनरश्च नारीच भवताम”પછી પરમેશ્વર “द्विदलमिव” એક મગમાંથી બે ફાડ થાય એમ પોતાના એક રૂપમાંથી નર-નારીના રૂપમાં પરિવર્તિત થયો. “अर्ध नारिश्वर” એટલે મહાદેવનું અડધું શરીર પુરુષનું અને અડધું શરીર સ્ત્રીનું પાર્વતીનું બતાવ્યું છે. એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં નર-નારીની જોડી ન હોય. નર અને માદા બે બરાબર તબલાંની જેમ મેળવાયેલા હોય તો એમાંથી સંગીત નીકળે નહિ તો બસ ઘોંઘાટજ ઘોંઘાટ. દાંપત્ય એક સંગીત છે. નર વિના માદા ન રહી શકે અને માદા વિના નર ન રહી શકે. આ પ્રબળ આકર્ષણ સૃષ્ટિ રચનારે મૂકી છે. જ્યાં સંસ્કૃતિ શરુ થાય ત્યાં દાંપત્ય શરુ થાય. આ આકર્ષણ એટલામાટે મુક્યું છે કે જેથી સૃષ્ટિ ચાલતી રહે. @14.05min. સૃષ્ટિ ચલાવવી એ અલગ વાત છે અને દાંપત્ય કેળવવું એ અલગ વાત છે. વગર દામ્પત્યે કુતરાં-બિલાડાંની સૃષ્ટિ ચાલે છે. જ્યાં સંસ્કૃતિ શરુ થાય ત્યાં દાંપત્ય શરુ થાય. માણસને ધર્મની સાથે સંસ્કૃતિ આપી અને આ સંસ્કૃતિ માણસની અંદર દાંપત્ય પેદા કરે છે અને જનમ-જનમની ઐક્ય પેદા કરે છે. ઉદાહરણ સાંભળો. સ્ત્રી અને પુરુષ બંનેના અલગ વ્યક્તિત્વ છે. બંનેના અલગ કલર છે. એક પીળો છે અને બીજો લાલ છે. હવે માનો કે બેઉ એકજ કલર હોય, તો પીળામાં પીળો કલર નાંખો કે લાલમાં લાલ કલર નાખો તો તે કલરમાં વધારો થાય પણ રૂપાંતર ન થાય. પીળામાં લાલ નાંખો તોજ જુદો કલર થાય એનું નામ છે દાંપત્ય. હવે આ દાંપત્ય થાય કેવી રીતે? એટલે આપણે ત્યાં સંસ્કૃતિએ પહેલું પગથીયું મૂક્યું લગ્ન સંસ્થા. @17.44min. પ્રાચીન કાળના ઋષિએ આઠ પ્રકારના લગ્ન બતાવ્યા છે. “ब्राह्मोदैव्स्तथैवार्षः प्रजपत्यस्त तथा सुर: गान्धर्वो राक्षश्च्हैव् पैसाचस चाश्त्मस स्मृत” બ્રાહ્મ, દૈવ, આર્ષ, અસુર, ગાંધર્વ, ગાંધર્વસ પિશાચ, રાક્ષસ અને પિશાચ લગ્ન. આ લગ્નની વ્યાખ્યા સાંભળો. ગંધર્વ લગ્નનું ઉદાહરણ છે શકુંતલા અને દુષ્યંત. આજે એને આપણે પ્રેમ-લગ્ન કહીએ છીએ. પશ્ચિમમાં પહેલાં લગ્ન કરો અને પછી પ્રેમ કરો, જયારે આપણે ત્યાં પહેલા લગ્ન કરો અને પછી પ્રેમ કરો. તુલસી રામાયણમાં પહેલાં પ્રેમ કરાવ્યો. પશ્ચિમના સમાજમાં અને પૂર્વના સમાજમાં એક બહું મોટો શું ફરક છે, તે સાંભળો. @23.56min. શકુંતલા-દુષ્યંતના ગાંધર્વ લગ્ન વિશે સાંભળો. ભારતમાં કન્યા પોસ્ટની ટીકીટ છે, એક વખત કલંક લાગ્યા પછી એની કોઈ કિંમત રહેતી નથી પણ પુરુષ સંડાશના લોટા જેવો છે. એક વખત સારી રીતે સાફ કરો એટલે હતો તેવો ને તેવો. @27.30min. પહેલી મુલાકાતમાજ શકુંતલા ગર્ભવતી બની જાય તો તે ટાઈમની કેવી સંસ્કૃતિ હશે? પ્રત્યેક પ્રેમ-લગ્નમાં સહન કરવાનું છોકારીઓનેજ હોય છે અને જે માબાપના નિયંત્રણમાં રહી અને માબાપના રસ્તે ચાલી અને જે લગ્ન કરતાં હોય છે, એમને બહુ મોટી આંચ આવતી નથી કારણ કે અહિ એક સંસ્કૃતિમાંથી આવેલો માબાપ સહીત એક સમાજ છે, અને એ એની મુશ્કેલીના સમયમાં પાછળ ઊભો છે. તમે ગમે એટલા પ્રયત્ન કરો, કેટલીક ભૂલોને સુધારી નથી શકાતી. @31.576min. એટલે આ મહાકાવ્ય છે, એ એવી લગ્ન સંસ્થા ઊભી કરવા માંગે છે કે જેમાં પતિ અને પત્ની બંનેનું કલ્યાણ થાય અને બંનેના માબાપોનો આશીર્વાદ હોય, વડીલોનું કવચ હોય. વડીલો વત્તા કન્યા વત્તા વર(મુરતિયો) આ બધું ભેગું થઇ અને જે લગ્ન થાય એ ઉત્તમમાં ઉત્તમ લગ્ન કહેવાય. ચરોતરમાં ખાનદાનીનું દુષણ સાંભળો અમેરિકાથી આવેલા છોકરાની સાચી બનેલી ઘટના. @37.31min. જનકની સ્વયંવરની રચના સાંભળો. 5000માણસોએ એ ધનુષ્યને ખેંચી લાવીને સભા વચ્ચે મુકેલું છે. તુલસીદાસનું સ્વયંવરનું વર્ણન અને વાલ્મીકી વચ્ચે ઘણો તફાવત છે. વાલ્મિકીએ ખાસ વર્ણન કર્યું નથી. તુલસીદાસ પાસે ગજબના સાહિત્યના સ્ટેટમેન્ટ છે. ધનુષ્યની પણછ ચઢાવવાનું તો દુર રહ્યું પણ ર્ક્ર્ય રાજા એને હલાવી નથી શકતો, ત્યારે તુલસીદાસ લખે છે, “भूपसहसदस एकहि बारा लगे उठावन टर इन टारा” પછી દશ હજાર રાજાઓ ભેગા થઇ ધનુષ્ય ઉપાડવાનો પ્રયત્ન કરે છે પણ શંભુનું ધનુષ્ય જરા આઘું-પાછું થયું નહીં. “डगइन शंभु सरासन कैसे, कामी बचन सती मन जैसे” કોઈ કામી પુરુષ કોઈ સતીના મનને વિચલિત કરવા માટે લાલચ આપતો હોય અને સતીનું મન વિચલિત ન થાય એવી રીતે આ શંભુનું ધનુષ્ય જરા વિચલિત થતું નથી. આ તુલસીદાસનું સ્ટેટમેંટ છે કે ભવિષ્યમાં રાવણ એને લલચાવી શકશે નહિ, એવું બીજ મૂકી દીધું. જયારે કોઇથી ધનુષ્ય ઊંચકાયું નહિ, ત્યારે જનકની વેદના સાંભળો. વાલ્મીકી રામાયણમાં આ નથી. @44.32min. સ્વામીજીનો એક અમેરિકાનો અનુભવ સાંભળો. જનક જયારે જેમ-તેમ બોલવા લાગ્યા એટલે લક્ષ્મણને રીસ ચઢી, વાલ્મીકી રામાયણમાં આ આખો પ્રસંગજ નથી, કારણકે રામે તરતજ ધનુષ્ય તોડી નાંખ્યું. સ્વામીજી એક વખત જાત્રા કરવા ગયેલા ત્યાનો અનુભવ સાંભળો. જયારે જોયું કે હવે કોઈ ઊભું થવાની હિંમત નથી કરતુ ત્યારે વિશ્વામિત્રે કહ્યું, “उठहु राम भंजहु भव चापा, मेटहु तात जनक परितापा” ઉત્તમ પુરુષ, આદર્શ પુરુષ કેવા હોય તે જાણો.