ઉપાસનાના પ્રતીકો – નખત્રાણા, કચ્છ
Side A –
– ત્રણ શબ્દો યાદ રાખજો, ઉપાસક,ઉપાસના અને ઉપાસ્ય. ઉપાસના એટલે તમારા માટે જે અત્યંત જરૂરી હોય, એને મેળવવાનો પ્રયત્ન. કોઈ માણસ એવો નથી કે જેને પ્રિય-અપ્રિય કંઈ હોય નહિ. માણસ માત્રમાં કોઈને કોઈ પ્રકારની શ્રદ્ધા રહેલી છે, પણ એની શ્રદ્ધા ક્યાં છે? ઉપાસના ક્યાં છે? પ્રિયત્વ કઈ જગ્યાએ છે? અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા સમૃદ્ધ દેશમાં પૈસાના અતિરેકના દુઃખો એટલેકે વ્યસનોના ઊભા થયા છે. યાદવો બહું વ્યસની થયા કારણકે દ્વારિકા સોનાની હતી. @5.52min. પીવામાં અને પીવામાં સોનાની દ્વારિકા ખતમ થઇ ગઈ. કૃષ્ણ ના રોકી શક્યા. દુશ્મનોથી બચવું સહેલું છે પણ ઘરના માણસોથી બચવું અને ઘરના માણસોને જીતવું બહું કઠીન છે. વ્યસન અને વાસનાની ઉપાસના એવી પકડશે કે તમારી ગરદનને ઊંચી નહિ થવા દે. સુરત તરફ એક સાધુએ પત્રિકા છપાવી કે ગમે એવું દુઃખ પડે તો, ઓય ઓય કરજો પણ રામરામ ન કરશો. કેમ? માણસ ઉપાસના વિનાનો હોતો નથી પણ જેમ જેમ તમે રામની ઉપાસના કરતા જાવ અને ઉપાસના સફળ થતી જાય એમ એમ તમારું ઓય ઓય થતું બંધ થઇ જાય અને જીવન ધન્ય થઇ જાય. તમે પરમેશ્વરની ઉપાસના નહિ કરશો તો નાની નાની ચીજોની ઉપાસના કરશો અને એની પાછળ દોડ્યા કરશો. @9.05min. આઠ-દશ વર્ષ પહેલા આશ્રમમાં એક UP તરફના મહાત્મા આવેલા, વિદ્વાન પણ વ્યસનની આદતને લીધે રોજ પાંચ-સાત માઈલ ચાલીને ગાંજો પીવા જાય. વ્યસનની ઉપાસના એ તુચ્છ વસ્તુની ઉપાસના છે. @12.27min. જીન્દગીમાં ત્રણ જગ્યા જરૂર જોજો. હિમાલય, સમુદ્ર અને દક્ષિણ ભારતના મંદિરો. આ બધું જોશો એટલે તમારો અહંકાર ઊતરી જશે, એટલે પરમેશ્વર નજીકમાં, પાસેજ છે. @16.25min. એક સજ્જનની વાત અને રામેશ્વર મંદિરની મુલાકાત. રામેશ્વર મંદિર કોણે બંધાવ્યું એનું નામ નથી પણ મંદિરના પગથિયાં આગળ પતિ-પત્ની દંડવત કરેલી સુતેલી હાલતમાં, મૂર્તિઓના રૂપમાં બતાવ્યા છે, જેથી આવનાર યાત્રાળુઓ એમની ચરણરજ એ પતિ-પત્નીની મૂર્તિઓપર પાડીને આગળ જાય. મ્હૈસુરમાં પહેલા સુખડ બહુ થતું એટલે પાંચ-પાંચ માળના સુખડના રથ બનાવતા. હિંદુ પ્રજાએ એનો બધો પૈસો ભગવાન તરફ, મંદિરો તરફ વાળ્યો. એકલા ત્રીચિનાપલ્લીમાં 5000 પુજારીઓ કામ કરતા હતા. પશ્ચિમવાળાએ પૈસો ફેકટરીઓ તરફ વાળ્યો. ફેક્ટરી એ ભગવાનનું કામ છે, કારણકે મોટામાં મોટી ઉપાસના રોજી છે. તમારા બાળ-બચ્ચાંને જેમાંથી રોટલો મળે એ ઉપાસના છે. @24.25min. રામાનુજાચાર્ય ત્યાં રહે અને એક દિવસ રથ લઈને ભગવાનની યાત્રા કરવા નીકળેલા, આ બધા ભક્તો છે એમની આવશ્યકતા બહું નાની છે, ભક્તિનો જયજયકાર કરાવી શકે પણ સમૃદ્ધિનો નહિ. આપણા વૈદિક પીરીયડમાં ભક્તિ અને સમૃદ્ધિ બંને સાથે છે. રથયાત્રામાં શું થયું તે અને સાથે સાથે આફ્રિકાનો એક ભજનના આનંદનો પ્રસંગ સાંભળો. @28.20min. અકબરે બીરબલને પૂછ્યું, તું મને બતાવ કે આખા શરીરે નાના મોટા વાળ છે, તો હથેળીમાં કેમ નથી? જવાબ સાંભળી લેવો. @34.29min. દિવસમાં ત્રણ વાર નહાવાથી સંત ન થવાય પણ ખરાબમાં ખરાબ માણસ સાથે ઘ્રણા ન કરે એને સંત કહેવાય. “नाये धोये खुदा न मिलते, क्यों रहते मन-मस्त. नाये धोये खुदा मिलते तो तैर जाए मेंढक-मच्छ.” રામાનુજે ધર્મદાસનો ઉધ્ધાર કર્યો તે સાંભળો. ધર્મદાસ ભગવાનના અખંડ રૂપના દર્શન કરે છે. દર્શન કરી આવીને સાષ્ટાંગ દંડ્વ્રત કરે છે. @40.35min. આ ઉપાસના છે. ઉપાસના, ઉપાસ્ય અને ઉપાસકને જોડવાની ક્રિયા છે. આ ભૂમિકા બાંધવાનું કારણ સાંભળો. અહિયાં ગણેશની, ગરુડની અને હનુમાનની પ્રતિષ્ઠા થવાની છે. કોઈવાર તમે વિચાર કર્યો કે આપણા દરેક મંદિરોમાં ગણેશ અને હનુમાનની મૂર્તિઓ કેમ હોય છે? આ મૂર્તિઓ શું ઉપદેશ આપે છે? આપણે વિચાર નથી કરતા એટલે જે જ્ઞાન થવું જોઈએ એ થતું નથી. ગણેશ શું છે? જ્યાં જોઈએ ત્યાં સાથિયો(સ્વસ્તિક) (卐) હોયજ. સ્વસ્તિક એટલે કે જે ચતુર્વિદ્ધ પુરુષાર્થની સિદ્ધિ કરાવી આપે તે. મારે અહી પૌરાણિક ગણેશની ચર્ચા કરવાની છે અને એ હંમેશાં માઈથોલોજીમાંથી ઉત્પન્ન થાય છે, ઘણાને એવું લાગે કે આ ગપ્પાં છે, મગજમાં ન ઉતરે એવી વાત છે. હવે એ ભેદ વિગતે સાંભળો. કૈલાસ પર્વતમાં ભગવાન શિવ સમાધિમાં બેઠાં છે, બરાબર એજ સમયે સતીને સ્નાન કરવાની ઈચ્છા થાય છે, એટલે આવનાર માણસને રોકવા માટે આખા શરીર પરથી સતીએ એનો મેલ ઊતાર્યો અને એમાંથી પૂતળું બનાવ્યું, એમાં પ્રાણ ફૂંક્યા, કહ્યું બેટા અહિ બહાર બેસ અને કોઈપણ પુરુષ આવે એને અંદર આવવા દેવું નહી, બરાબર એજ સમયે શિવજીની સમાધિ ખુલી અને સીધા ઘર ભેગા થયા પરંતુ ત્યાં તો શિવજીને છોકરાએ રોક્યા, એટલે શિવજીએ ત્રિશુળ ચલાવ્યું અને ગરદન કાપી નાંખી. સતી કહે છે, તમે આ શું કર્યું? એ તો આપણો છોકરો હતો એટલે શિવજીએ પાછું ત્રિશુળ માર્યું અને હાથીનું માથું લાવી છોકરાના ધડ પર બેસાડી દીધું અને એને સજીવન કરી દીધો, નામ પાડ્યું “ગણેશ” અને કહ્યું કોઈપણ ધાર્મિક વિધિમાં આ તારા છોકરાની પહેલી પૂજા થશે. આ કથા તમે જાણતા હશો. @46.25min. કદી કોઈને વિચાર આવે કે આવું બને ખરું? પૂતળું બને એટલો મેલ શરીરમાંથી નીકળે ખરો? બીજું શિવ તો સામાન્ય માણસ ન હતા, ત્રિકાળ જ્ઞાની હતા, તો સમાધિમાં જોયું શું? કથામાં જીજ્ઞાસા કરો, આ ખરેખર ઘટેલી ઘટના છે? આ વૈદિક રહસ્યો છે એને પૌરાણિક ભાષામાં રૂપક કહે છે.
Side B –
– રૂપક શું છે એ સમજવું હોય તો, સાંખ્ય શાસ્ત્રમાં આવો. “प्रकृतिं पुरुषं चैव….प्रकृतिसंभवान”….(गीता १३-२०). અર્જુન બે તત્વો સજોડે નિત્ય છે. આ જે બે તત્વો પુરુષ એટલે શિવ અને પ્રકૃતિ એટલે પાર્વતી. એના વિકારો છે, એ મેલ છે. પાર્વતી એટલે પ્રકૃતિ (પાર્વતી) જયારે જગતની રચના કરવાની થાય ત્યારે એને સ્નાન કહીએ છીએ. કોઈપણ ક્રિયાકાંડ કરવું હોય તો પહેલા સ્નાન કરવું પડે. આ પાર્વતી સૃષ્ટિની રચના કરી રહી છે અને પુરુષ એટલે શિવ, સમાધિમાં છે અને જે પહેલી રચના કરી ત મેલમાંથી કરીને ગણેશ બનાવ્યો. આનો અર્થ કર્યો છે બુદ્ધિ. સૌથી પહેલાં બુદ્ધિનું નિર્માણ કર્યું. બુદ્ધિના બે ભેદ, એક પ્રકૃતિની બનાવેલી અને બીજી શિવની બનાવેલી. પહેલું માથું પ્રકૃતિએ બનાવેલું છે અને તે શિવે કાપી નાંખ્યું કારણકે ભોગો ભોગવવા માટે કોઈને શિખામણ આપવાની જરૂર નથી. માણસ જો પ્રકૃતિના માથા સુધીજ જો સીમિત રહી જાય તો એ ગણેશ ન થઇ શકે અને ગણેશ ના થાય તો પરમેશ્વર સુધી પહોંચી ન શકે. એટલે આમ બે માથાં છે તે એક શૈવી બુદ્ધિ અને બીજી પ્રાકૃતિક બુદ્ધિ. @6.39min. સ્વામીજીના આશ્રમના એક વૃદ્ધની વાત સાંભળો, જેના પર માયા ભૂત સવાર થઇ હતી. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને માયા બતાવી હતી તે સાંભળો. “दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया, मामेव ये प्रपधन्ते मायामेतान तरन्ति ते” ……(गीता 7-14). ગીતા વાંચો. અર્જુન મારી માયાને તરવી બહુ કઠીન છે, જે મારા પાછળ પાગલ થાય તેજ આ માયાને પાર કરી શકે છે. @13.09min. શૈવી બુદ્ધિ અને પ્રાકૃતિક બુદ્ધિ વિશે સાંભળો. કોઈવાર રમણ મહર્ષિનું જીવન ચરિત્ર વાંચજો, શું કારણ છે કે એ કંઈ દોડતા નથી? કેમ ફાંફાં મારતા નથી? કારણકે એમનામાં શૈવી બુદ્ધિ આવી છે. શૈવી બુદ્ધિનું પ્રતિક હાથીને કેમ બનાવ્યો? વાઘ કે સિંહ કેમ નહિ? સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે આ હાથીનું માથું એક મહાપુરુષનું માથું છે. મોટા લટકતા કાન દૂર સુધીનું સાંભળી શકે, મોટું નાક દૂર સુધીનું સુંઘી શકે, ઝીણી આંખો દૂર સુધીનું જોઈ શકે. મોટું પેટ એટલેકે બધી વાતો જેમાં સામીને રહે. આ સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે પેલા ઋષિઓએ વૈદિક જે સ્વસ્તિક છે એનું પૌરાણિક ગણેશનું રૂપ બનાવ્યું. @18.14min. ગણેશ શબ્દ બન્યો કેવી રીતે? ગણ એટલે સમૂહ અને એનો પતિ થાય એનું નામ ગણપતિ. ઇન્દ્રિયોના ગણનો પતિ તે ગણપતિ તે વિગતે સાંભળો. આપણાં મંદિરોની અંદર શિવાલય હોય કે માતાજીનું મંદિર હોય, એની એક તરફ ગણપતિ અને બીજી તરફ જે હનુમાનજી આપણે મૂકીએ એના પાછળનું આ રહસ્ય છે, પ્રતિક છે, કે તમારે જો પરમેશ્વરને મેળવવો છે, તો પહેલા ગણેશને પગે લાગો, “શ્રી ગણેશાય નામ:” ગણેશ રીઝશે, તમારા અંદર ગણત્વ ઉત્પન્ન થશે, ઈશ્વર આપોઆપ મળેલો છે. જ્યારે આપણે પૌરાણિક દેવ બનાવીએ છીએ, ત્યારે એનું વાહન બનાવીએ છીએ. ગણેશનું વાહન ઉંદર વિશે સાંભળો. આ ગપ્પાં નથી પણ રહસ્ય છે. @22.08min. ગણપતિની બે પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ વિશે સાંભળો. જેનાથી સાંસારિક સુખો મળે, એ રિદ્ધિ કહેવાય અને જેમાંથી આધ્યાત્મિક સુખો મળે એ સિદ્ધિ કહેવાય. ગણેશની સિદ્ધિ-પ્રાપ્તિ થઇ ગઈ, તમે જંગલમાં જઈને બેસો તો રોટલો તમારા પાછળ પાછળ ફરશે. ઉંદર એ ચિંતન-ચેતના શક્તિ છે, એની જરૂર છે. ગણેશમાંથી શું પ્રેરણા લેશો? @26.00min. બીજી તરફ હનુમાનજી છે “शंकर सुवन केशरी नंदन” જેવી કથા ગણેશજીની છે, એવીજ કથા હનુમાનજીની છે તે સાંભળો. રામાયણની પ્રસિદ્ધ ઘટના સાંભળો. @31.37min. જે માણસે 12-12 હજાર માણસોના ત્રણ ટંકનો જમણવાર ઉપાડ્યો હોય અને દૂર સંતોઈને બેઠા હોય, એના અંદર દૈવી શક્તિ હોય, એમનામાં રામ જાગતા બેઠા હોય. @35.49min. હનુમાનજીની મૂર્તિમાંથી શું પ્રેરણા લેવાની તે સાંભળો. જો તમારે ઈશ્વરને મેળવવો હોય તો હનુમાન જેવા પરાક્રમી બનો. બીજી પ્રેરણા આજ્ઞા પાલનની છે. હનુમાનજી હંમેશા વીરાસનમાં હોય છે. આજ્ઞા પાળવા માટે તૈયાર. ત્રીજી વાત કે પોતાનું કરેલું મહત્વનું કાર્ય ભૂલી જવાનું, એમનામાં અતુલિત બળ છે પણ કદી યાદ રાખતા નથી. @38.20min. भजन – गाइए गणपति जग वंदन – श्री जगजीत सिन्घ, चिर के छाती बोले पवनपुत्र हनुमान – श्री अनूप जलोटा.
Leave A Comment