પરાક્રમ-વીરતા-બલિદાન-વ્યુહરચના – ભુચર મોરી શહીદ સ્થાન
Side A –
– શરુઆતમાં આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રવાદી ભુચર મોરીના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડતું જોરદાર પ્રવચન. ભુચર મોરી જો રાવલપિંડીમાં જન્મ્યા હોત તો રાવલપિંડી હિન્દુસ્તાનમાં હોત અને કરાંચી અને લાહોરમાં જન્મ્યા હોત તો એ ભૂમિ હિન્દુસ્તાનની ભૂમિ હોત. આપણે ત્યાં ઈતિહાસ ભુલાવવાનો પ્રયત્ન લોર્ડ મેકોલેના માનસપુત્રો આજે પણ કરી રહ્યા છે. @6.03min. યુવક સંઘના મિત્રોને વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતમાં દર વર્ષે ભૂચર મોરીના જીવન પર નિબંધ સ્પર્ધા યોજી શકીએ તો ગુજરાતમાં ગામેગામ આ વીર પુરુષ કોણ હતા એની જાણકારી વધે. રાણા પ્રતાપથી જરાય ઓછું નહી કહી શકાય એવી લડાઈ હતી. રાજકોટ-વીર તલવાર વગર શોભેજ નહિ. કોઈ આપણો દેવી-દેવતા શસ્ત્ર વગર શોભે છે? @10.33min. બાળકોને તલવારનો “ત” શીખવવાના બદલે તપેલાનો “ત” શીખવવાથી શું થાય? હવે મને કહો કે એનાથી રસોઇઆ પેદા થાય કે શું થાય? આના કારણે રાષ્ટ્રને બહુ નુકશાન થયું છે. તલવારના “ત” સામે જેને વાંધા હોય તે સાવરકરને કેવી રીતે સ્વીકારી શકે ભાઈ? નહેરુ પરિવારમાંથી કોણ શહીદ થયું? હા, ફિરોઝ ગાંધીના કુટુંબમાંથી થયા. આ દેશમાં ચાફેકર બંધુની એમને ખબર છે? કુટુંબના ત્રણ-ત્રણ દીકરાઓ માતૃભૂમિની આઝાદી માટે એક સાથે ફાંસીના માચડે ચઢી ગયા હતા . @13.09min. આઝાદીના લડવૈયા વીર સાવરકરનું દેશ માટે યોગદાન વિશે સાંભળો. એકજ કુટુંબના ત્રણ-ત્રણ સાવરકર ભાઈઓએ જિંદગી જેલમાં ગુજારી છે. બેરિસ્ટર બનવા ગયેલા સાવરકર ઇંગ્લેન્ડથી હાથ-કડી પહેરીને આવ્યા હતા. @18.52min. અહિથી સ્વામીજીનું પ્રવચન સાંભળો. જે પ્રજા યુદ્ધ નથી કરી શકતી તેનો ગુલામીનોજ ઇતિહાસ હોય છે. યુદ્ધ ત્રણ રીતે મુલવવું જોઈએ. યુદ્ધ શા માટે કરવામાં આવ્યું, કેવી રીતે લડવામાં આવ્યું અને પરિણામ કેવા પ્રાપ્ત થયા? રાજપુતો, મરાઠાઓ, મુસ્લિમો અને અંગ્રેજોની યુદ્ધ શૈલી વિશે સાંભળો. રજપૂતો પાસે પ્રચુર પરાક્રમ છે પણ પરિણામ બલિદાનમાં, ભાગ્યેજ સફળતામાં હોય, કારણકે એના યુદ્ધમાં પરાક્રમ છે પણ વ્યૂહ નથી. @23.18min. પાણીપતના યુદ્ધમાં જ્યોતિષોના મુરત જોવામાં પેશ્વાએ એક લાખ મરાઠા સૈનિકો ગુમાવ્યા. @24.23min. જરુર સાંભળો પદ્મનાથ મહાકવિએ રચેલો કાનડદે રાસો અને મુસ્લિમોની યુદ્ધ શૈલી સમજો. @31.40min. રાજપૂત શૈલીમાં જે ખૂટતું હતું તે શિવજીએ દૂર કર્યું. શિવાજીની મુત્સદ્દિગીરી અને વીરતા વિશે સાંભળો. શિવાજી એક બહુ મોટા સેનાપતિ છે, એક બહુ મોટો રાજા છે, નેતા છે, એની પાસે બધુંજ છે. અફઝલખાન જયારે શિવાજીને પકડવા આવ્યો ત્યારે એના સૈન્યમાં 50% તો હિંદુઓ હતા અને એમણે પહેલું તુળજા દેવીનું મંદિર તોડ્યું. મુસ્લિમ યુદ્ધની આ ખાસિયત છે. શિવાજીએ અફઝલખાનને કેવી રીતે માર્યો તે સાંભળો. @37.59min. અંગ્રેજોની યુદ્ધશૈલી વિશે. અંગ્રેજો વર્ષોની તૈયારી પછી ત્યાં બેઠાં બેઠાં લડે છે. અંગ્રેજો કદી સ્ત્રીઓ માટે લડ્યા નથી, એ લોકો સામ સામે અંદરો અંદર લડ્યા નથી. યુદ્ધના પરિણામમાં સફળતા પ્રાપ્ત કરે છે. @40.21min. ગોંડલના ભાગવત સિંહજીને ત્યાનો એક પ્રસંગ સાંભળો. રાજપુતોની યુદ્ધ પધ્ધતિમાં બહુ મોટા સુધારાની જરૂર છે. @42.44min. ભૂચર મોરીના યુદ્ધમાંથી શું પ્રેરણા લેવી તે સાંભળો. જીજા બાઈએ તાનાજી માલસુરેને પાછા હિંદુ બનાવ્યા. સ્વામીજીનો સંદેશ કે આ ભૂચર મોરી ગુજરાતનું પાણીપત છે અને સૌ ભૂચર મોરીના વીર જેવા વીર થવાની પ્રેરણા લઈને જાય, પરમાત્મા સૌનું ભલું કરે, મંગલ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @49.40min. ભજન – ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
Leave A Comment