વિકાસ અને વીરતા – સાંઢીડા, સત્સંગ સરિતા

Side A –
– કોઈ રાષ્ટ્રને મહાન કરવું હોય તો એને માટે પહેલી અનિર્વાર્ય શરત એ છે કે એની પ્રજાને મહાન કરવી જોઈએ. પ્રજાનું વ્યક્તિત્વ એજ રાષ્ટ્રનું વ્યક્તિત્વ છે. પ્રજાને મહાન બનાવવી હોય તો એનામાં ઓછામાં ઓછા ત્રણ ગુણો હોવા જોઈએ. પ્રજા મોરલવાળી છે? પ્રજાનું દર્શન કેવું છે, એટલે કે એ દર્શનમાં વિકાસ તત્વ છે? એ પ્રજામાં વીરતા કેટલી છે? પ્રજામાં જો વીરતા ન હોય તો સાત માળની હવેલી પણ લૂંટાઈ જવાની, એટલે આમ ઓછામાં ઓછા ત્રણ તત્વો હોય તો પ્રજા મહાન થઇ શકે છે. @3.03min. મોરલ ઉપરથી નીચે આવતું હોય છે. તમારા ઘરનો મૂખ્ય માણસ મોરલવાળો હશે તો બાળકો મોરલવાળા થશે. બાળક ત્રણ વર્ષનું હોય ત્યારથી એની માંના 70% અને બાપના 30% ગુણો ગ્રહણ કરે છે. માંનો ખોળો પૂજાય છે. માં બાળકને ધાવણની સાથે વહાલ પીવડાવે છે. વહાલ પરમેશ્વરનો આપેલો અમૃત ઝરો છે. માંની અંદર લાગણીની પ્રધાનતા છે, બાપમાં બુદ્ધિની પ્રધાનતા છે. કોઈ દિવસ માનું દિલ દુભવશો નહિ. @7.35min. સ્ત્રીને પુરુષ કરતા નીચી કેમ બનાવી? તે સાંભળો. ઇંગ્લેન્ડની ડાયેનાનું મૃત્યુ અને સ્ત્રીઓની લાગણી વિશે સાંભળો. એક ચૂસ્ત ગાંધીવાદી સજ્જનની વાત. @12.52min. બીજા એક સજ્જનની વાત. ઝીન્હા સાહેબ અને ગાંધીજી અને સાબરમતી આશ્રમમાં મચ્છી ખાનાર સ્ત્રીઓ વિશે. ગાંધીજીને પોતાના સિદ્ધાંતો ખરા, પરંતુ બીજા માટે બોજારૂપ નથી. @16.24min. માં જેટલું સહન કરે એટલું બીજું કોઈ સહન ન કરે. એ સહન કરવાની શક્તિ બુદ્ધિમાંથી નથી આવતી પણ હૃદયમાંથી આવે છે, એટલે આપણે ભગવાનને હૃદયમાં બેસાડીએ છીએ. એટલા માટેજ લખ્યું છે કે “मातृ देवो भव”. એટલે પ્રજાને જો મહાન કરવી હોય તો સૌથી પહેલામાં પહેલું એમાં મોરલ મુકવાનું અને મોરલ છે એ માંના ખોળામાંથી અને બાપની આંગળીમાંથી શરુ થાય છે. ઘડતરનું ઉદાહરણ સાંભળો. ગાંધીજીએ ધાર્યું હોતતો પોતાના એકે એક કુટુંબવાળાને રાજકારણમાં બેસાડી દીધા હોત. સરદાર વલ્લભભાઈએ પણ કોઈને ન બેસાડ્યા. @20.57min. પહેલામાં પહેલી વસ્તુ એ છે કે તમે પોતાના દ્વારા મોરલનો સિદ્ધાંત આપી શકો તો પ્રજા મહાન થાય. અત્યારની સ્થિતિ શું છે તે અને ઓસ્ટ્રેલિયા પીનાકલ જોવા ગયેલા ત્યાનો અનુભવ સાંભળો કે જ્યાં 22-23 વર્ષની એકલી છોકરી રણમાં ટીકીટો આપે છે, કહે છે કે અમારે ત્યાં રેપ(Rape) જેવી કોઈ વસ્તુજ નથી. આને રામરાજ કહેવું કે આપણા અહીનું? આને સંસ્કૃતિ કહેવી કે આપણી સંસ્કૃતિ સારી? કુંભ મેળામાં દવાના સ્ટોલનો અનુભવ સાંભળો. સ્વામીજીના બે ઇતિહાસના પુસ્તકો. આપણે કેમ હારતા રહ્યા? અંગ્રેજો કેમ જીતતા રહ્યા? અંગ્રેજોએ લખ્યું છે કે અમારો વિજય આપણા લોકો વેચાઈ જતા એટલા માટે થતો. @25.15min. બીજી વસ્તુ તમારી પાસે જીવન માટે દર્શન કેવું છે? જો તમારી પાસે રોંગ થીંકીંગ હશે તો તમે મહાન ન થઇ શકો. મહાન કાર્યો કરીને અથવા મહાન વસ્તુઓ આપીને મહાન થવાય. દેશ આઝાદ થયો આપણે તટસ્થ થઇ ગયા. ચાણક્યે લખ્યું છે કે કદી પણ મિત્ર વિનાના ન રહેવું. એટલું યાદ રાખજો દુશ્મનો રહેવાના, રહેવાના અને રહેવાનાજ. વેદોમાં કે ઉપનિષદોમાં કોઈ ભગવાન જનમતો નથી કે લગ્ન કરતો નથી. ભગવાન તો ભગવાનજ છે, એટલે તમારી પાસે થીંકીંગ(દર્શન) કેવું છે? જ્યાં સુધી તમારા ઉપર કોઈ આપત્તિ ન આવે ત્યાં સુધી તટસ્થ, મિત્ર વિનાના રહો તે બરાબર છે, પરંતુ જ્યારે આપત્તિ આવે ત્યારે કોણ ઉભું રહેશે? ભર્તુહરિએ લખ્યું છે કે એક એવો મિત્ર બનાવવો કે જે સ્મશાન સુધી સાથે આવે અને એવો મિત્ર મળે તો એને નિભાવજો. 1962નું યુદ્ધ થયું અને ચીનાઓ પાછા વળી ગયા ત્યારે કાશીના પંડિતોએ કહ્યું કે કરપાત્રી મહારાજે યજ્ઞ કર્યો એટલે એના પ્રભાવે ચીન પાછું વળી ગયું. આવા રોંગ થીંકીંગના કારણે તમે સાચા ઉપાયો ન કરી શકો. અમેરિકાવાળા, જાપાનવાળા આવા યજ્ઞો કરે છે? @37.49min. એક ઠીંગણા માણસે આપણને સાચી દિશા બતાવી તે “जय जवान, जय किशान” આપણે મોટા મોટા ડેમ બાંધ્યા, નહેરો કાઢી, ટ્રેકટરો લાવ્યા, નવું બિયારણ આવ્યું અને ખેતીવાડી ક્ષેત્રે ક્રાંતિ થઇ. મેઘા પાટકર હજુએ શાંતિથી બેસતી નથી. બંધ બાંધવા માટે આપણને કેટલી તકલીફ પડે છે અને તકલીફ આપનારાઓને ઇનામ મળે છે. @40.40min. કચ્છના ધરતીકંપમાં 450 બાળકો દટાઈને મરી ગયા તો એક વિદ્વાન સજ્જને કહ્યું કે પૂર્વજન્મના સમૂહ કર્મો જાગ્યા એટલે મરી ગયા. આ રોંગ થીંકીંગ છે. બધામાં પૂર્વના કર્મો? આપણે ગુલામ થયા એ પૂર્વના કર્મે થયા? @44.10min. જર્મનીમાં એક સળગતા પ્રશ્નની વાત. હારેલું જર્મની કેવી રીતે સમૃદ્ધ થઇ ગયું? દંતાલી રામુ બહેનની વાત સાંભળો. રામુ બહેન કહે છે મોટા મોટા બલિયા એટલા માટે પહેર્યા છે કે કોઈ હાલી-મવાલી મળે તો માથું ફોડી નાખું. મને બહુ આનંદ થયો. આપણે કહ્યું અહિંસા પરમો ધર્મ, એટલે આપણે ચોક્કસ મરીશું, નહિ તો કરશો શું? એટલે મેં સુત્ર આપ્યું “वीरता परमो धर्म” સાચું થીંકીંગ અને સાચું અર્થ તંત્ર હોય તો પૈસાના ઢગલે ઢગલા થાય, આજે પહેલાં જેવો ભૂખમરો નથી.

Side B –
– તમે ભીખ માંગતા હો અને દેશ મહાન બને એ બંને વસ્તુ સાથે ન થઇ શકે. તમે આપનાર હો તો દેશ મહાન થઇ શકે. એક વખત પ્રજાને ભીખ માંગતી કરો એટલે પ્રજાનું મોરલ ખલાસ થઇ જાય. મોરબીનો બાંધ તુટ્યો ત્યારે આવુંજ થયેલું તે સાંભળો. તમારું ધાર્મિક, આર્થિક, શૈક્ષણિક થીંકીંગ વધુ વાસ્તવિક હોય તો, તો તમારો દેશ મહાન થઇ શકે. @1.45min. છેલ્લી અને મહત્વની વાત, પ્રજા વીર(બહાદુર) હોવી જોઈએ. તમે સમૃદ્ધ બન્યા પણ વીરતા નથી તો લોકો ઘરમાં પેસીને તમને લૂંટી લેશે. બાવડા વિના ઐશ્વર્યનું રક્ષણ ન થઇ શકે. હવે તો છેલ્લા પાંચ-દશ વર્ષથી તમે પૈસાદાર થયા કે ચિંતા આવી. ખંડણી, સોપારી, કિડનેપ વાળા ઉભા થયા. આખું મુંબઈ એજ રસ્તે ચાલે છે. મહેનત કરીને અંબાણી ન થવાય, એ તો ભગવાન બનાવતો હોય છે. અંબાણી જેવી વ્યક્તિ, ભગવાનની કૃતિ હોય છે, એટલે અદભૂત કામ કરતા હોય છે. મફિઆઓનું જોર વધી રહ્યું છે. ગરીબ માણસ તો ચિંતા વિનાનો થઈને જીવશે પણ પૈસાદાર જીવી શકશે નહિ. બિહારનો અનુભવ સાંભળો, એવું ગુજરાતમાં પણ થઇ શકે છે. આ ઘંટીના બે પળિયા એટલે કે આતંકવાદ અને ખંડણીવાળા માફિઆ વચ્ચે પીલાવાનું છે તો કેવી રીતે બચશો? એનો રસ્તો છે “वीरता परमो धर्म” તમે પોતે તમારું રક્ષણ કરો જો નહિ કરી શકો તો લૂંટાઈ જશે. @6.25min. ઈઝરાઈલની વાત સાંભળો, ત્યાં આતંકવાદની સામે જુવાન છોકરીઓ મશીનગન લઈને ઊભી હોય છે અને પોતાના દેશનું રક્ષણ કરે છે. 16 દુશ્મનોની વચ્ચે આ યહુદીઓ ઠાઠથી જીવી રહ્યા છે, કેમ? આપણે ક્યા ભૂલ કરી તે સાંભળો. અમદાવાદમાં ઔરંગઝેબને સુબો બનાવ્યો ત્યારે સૌ પ્રથમ જૈનોનું ચિંતામણી મંદિર હતું, તેની મૂર્તિઓ તોડી નાખી અને ઘોડા બાંધવા માંડ્યા. અમદાવાદમાં શેઠીયાઓની જાહોજલાલી, છેવટે એમના આગેવાનો દિલ્હી શાહજહાં પાસે ગયા અને સમાધાન કર્યું. તમે સામે પડકાર કેમ ન આપ્યો? કારણકે તમે એક લોહીનું ટીપું પણ જોયું નથી. દેશને મહાન બનાવવો હોય તો આખા દેશની બધી પ્રજાને “વીર” બનાવવાની. અંગ્રેજો વેપાર કરવા આવેલા પણ બહાદુરી લઈને આવેલા. મુઠ્ઠીભર અંગ્રેજોએ 32 લડાઈઓ કરી અને આખો દેશ હાથમાં લઇ લીધો. @11.46min. સિંધીઓ ગુજરાતમાં આવ્યા પણ ત્રાજવું લઈને આવ્યા. એમણે ભીખ ન માંગી અને આજે એમના ત્રણ-ત્રણ માળના મકાનો થઇ ગયા. બંગાળીઓ નિરાશ્રિત થઈને આવ્યા, હજી એવાને એવાજ છે. ઇઝરાઈલનો એકે એક માણસ બંદુક, કલમ, ત્રાજવું, પાવડો ચલાવી શકે છે. ત્યાં ભંગી નામની કોઈ કોમજ નથી, છતાં સંડાસો આપણાં કરતાં ચોખ્ખાં હોય છે. આશ્રમમાં એક 80 વર્ષના વૃદ્ધની વાત સાંભળો. ગાંધીજીના વિચારોથી ઘણો પ્રભાવિત થયેલો, ગાંધીજીએ એને વર્ધા મોકલેલો અને સંડાસની સફાઈ કરવાનું કામ સોંપેલું. એકલવ્ય, અર્જુન, કર્ણ બધા વીર છે, પણ જે સ્થાન અર્જુનને મળ્યું, તે સ્થાન એકલવ્યને ન મળ્યું, એનો તો બિચારાનો અંગુઠો કપાયો અને એના પરિણામે આજે અનામત ઊભી કરવી પડી. પણ જો એનો અંગુઠો ન કપાયો હોત અને અર્જુનની જેમ એને પણ છાતીએ લગાવ્યો હોત તો આજે પરિસ્થિતિ કંઈ જુદીજ હોત, વીરતાનો પ્રસાર થયો હોત. @16.39min. હું જ્યારે બચપણમાં ભણવા જતો ત્યારે પટેલનું એકેય છોકરું ભણતું નહિ. હવે કેમ પટેલો બધે ફેલાયા? ઝામ્બિઆના લીવીંગસ્ટન શહેરને “નાઈ નગર” કહેવામાં આવે છે, તેની વાત સાંભળો કે જ્યાં વાળંદ લોકો કરોડપતિ થયા છે. સુપર પ્રજાના બે લક્ષણો એક તો માઈગ્રેશન કરે અને બીજું ધંધો બદલે. પાલનપુરના બધા વાણીયાઓ સુરત-નવસારી-મુંબઈ માઈગ્રેશન કરી અબજોપતિ થયા. યુદ્ધ વિશેનું આપણું થીંકીંગ સાંભળો. રાજા હાથીપર બેસીને લડવા જાય અને પહેલા રાજા મરાય એટલે આખું લશ્કર હારી જાય. શિવાજી ગોરિલા યુદ્ધ કરી જીત્યા. @23.37min. અંગ્રેજોની એક બટાલિયન “મહાર રેજીમેન્ટ” હતી. મહાર એટલે મહારાષ્ટ્રના હરિજનો, એમાં કેટલાયે લોકોએ તો વિક્ટોરિયા પદ્મ જીતેલા. એવું નથી કે તમને આવડેજ નહિ, બધાને બધું આવડી શકે છે. એટલે સજ્જનો દેશને મહાન બનાવવો હોય તો સોએ સો ટકા પ્રજાને મહાન બનાવવી જોઈએ. વેદનો મંત્ર કહે છે, હે ભગવાન અમને ચારે તરફથી એવા વિચારો આપ કે એ વિચારો કોઈ કાપી ન શકે. તમે વિચારોના દ્વારા વર્ષો સુધી બહાદુર, સમૃદ્ધ, વૈભવી અને મોરલવાળી પ્રજા બનો. આ સત્સંગ સરિતામાંથી એવું જીવન પ્રાપ્ત થાય કે આપણે વાસ્તવિકતાને સમજીએ, વિચારીએ અને આખી પ્રજા બહાદુર બને. @29.30min. ન્યુઝીલેન્ડમાં એક જૈન સજ્જન નાણાવટીનો કેમેરા ખોવાવાનો અને પાછો મળી જવાનો અનુભવ. પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે અમને તું સાચા રસ્તે લઇ જા, સાચું દર્શન દે, સાચું થીંકીંગ દે અને એમ આ દેશને મહાન બનાવીએ, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @31.30min. વર્ણ-વ્યવસ્થાથી હાની @38.28min. જૈનોની અહિંસા, કાલી ચરણ મુનીએ અને શ્રાવકોએ સાધ્વીને કેવી રીતે બચાવી? @46.18min. દેશ ભક્તિનું ગીત – રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.