વીરતા પરમો ધર્મ – પાલપુર હિંદુ સમાજ, વૃદ્ધાશ્રમ ખાત મુહુર્ત પ્રસંગે

Side A –
– લોકસભાના સભ્યો, સ્વામીનારાયણ ગુરુકુળના મહારાજ અને કીર્તિ મંદિરના અધ્યક્ષ સમક્ષ – શ્રી મદ ભગવત ગીતાના બધાજ અધ્યાયો મહત્વના છે, પરંતુ તેમાંના 12 અને 15 બહુ મહત્વના છે. ભગવદ ગીતાને એક શરીર માની લેવામાં આવે તો બારમો એ હૃદય અને પંદરમો એ મસ્તિષ્ક છે. માણસ હૃદયથી જીવતો હોય છે અને મસ્તિષ્કથી પૈસો કમાતો હોય છે. પૈસો કમાયા પછી એને હૃદયનું જીવન ન મળે તો પૈસો ભારરૂપ થઇ જાય છે. બુદ્ધિ પણ જરૂરી છે પણ એના કરતા વધારે જરૂરી હૃદય છે, કારણકે હૃદયથી જીવન જીવાય છે. લાગણીઓ, પ્રેમ, શ્રદ્ધા અને ભગવાન પણ હૃદયમાં રહે છે. અર્જુને પૂછ્યું, ભગવાન તમે ક્યા રહો છો? ત્યારે ભગવાને કહ્યું “ईश्वर: सर्व भुताना….यन्त्रा रुढानि मायया ….(गीता….18 -61). હું હૃદય પ્રદેશમાં રહું છું. તમે લાખો-કરોડો કમાજો, રાજકીય-સામાજિક પ્રવૃત્તિ કરજો પણ થોડોક સમય હૃદયને આપજો, પણ જો નહિ આપો અને હૃદય વિનાના થઇ જશો તો તમારું આંતરિક જીવન નીરસ થઇ જશે. @4.48min. જેણે હિંદુ ધર્મની બેઝીક થીયરી સમજવી હોય તો એણે પંદરમો અધ્યાય વારંવાર વાંચવો. ” द्वाविमौ पुरुषौ …..उच्यते…(गीता 15-16). અર્જુન, આ લોકમાં બે પુરુષો ક્ષર અને અક્ષ્રર છે. અંદર બેઠેલો જીવાત્મા છે, તે અક્ષ્રર છે. આ બેના ઉપર એક ત્રીજો પુરુષ છે એનું નામ પરમાત્મા છે, એને ઈશ્વર પણ કહે છે. આપણે હિંદુ પ્રજા એકેશ્વરવાદી છે, પણ વિદ્વાનો એને અનેક રૂપથી કહે છે, આ હિંદુ પ્રજા ઝનૂની ન હોવાનું કારણ છે. આ હિંદુ પ્રજાની ઉદારતા છે. @8.25min. आकाशा पतितोयं…..प्रति गच्छति….(गीता). બહુદેવવાદ અંતે તો એક બ્રહ્મનુંજ પરિણામ છે. આપણી દુર્દશા પુરાણોને પકડી રાખવાથી અને પુરાણોને આજીવિકાનું સાધન બનાવવાથી થઇ. એક કથાકારનું ઉદાહરણ સાંભળો. બિહારના મુજફ્ફર શહેરનો અનુભવ. 150 સાધુઓ ભેગા થયેલા અને ત્યાં નવી ધર્મ શાળાની ડ્રેઈન લાઈન કેવી રીતે ચોક-અપ કરી નાંખી તે સાંભળો. દંડી સ્વામીનો અનુભવ. @15.15min. આપણે આપણા એક પરમાત્મા, મૂળ ગ્રંથોને, મૂળ તત્વને ભૂલી ગયા છીએ. હિન્દુઇઝમ ટુ-વે છે. હિંદુ ધર્મની વિશેષતા વિશે સાંભળો. હિન્દુધર્મ કિનારા જેવો છીછરો નથી પણ વચ્ચે ઊંડાણમાં જઇ અનુભવ કરવા જેવો છે. @19.03min. દરેક પ્રજાને, રાષ્ટ્રને ઓછામાં ઓછી બે અવસ્થાઓ આવતી હોય છે. નિર્માણ અને પ્રધ્વંશ કાળ વિશે સાંભળો. જો મૃત્યુ ન હોય તો જીવન નરક, દુઃખરૂપ થઇ જાય છે, એટલે મરવું પણ મંગળમય છે. એક શેઠ-શેઠાણીનું દ્રષ્ટાંત. @22.53min. ચરોતરમાં સોનોગ્રાફી વાળાઓએ કન્યાઓનું નિકંદન કાઢી નાખ્યું છે અને થોડી ઘણી હતી તે ગ્રીનકાર્ડ વાળા લઇ ગયા. પહેલાંના બાળ-લગ્નોના કજોડા કરતાં અત્યારના ભયંકર કજોડા વિશે સાંભળો. @26.25min. ઉપરની શેઠ- શેઠાણીની વાત ચાલુ. @32.31min. દુષ્કાળ રાહતમાં સૂઈગામનો અનુભવ સાંભળો. એક વાણીયાની દીકરીને ચાર-પાંચ ભૂત વળગેલા તે સ્વામીજીએ કેવી રીતે ઉતાર્યા તે સાંભળો. સ્વામીજીએ કહ્યું કે મૂરખ, દુનિયાનો સારામાં સારો નવકાર મંત્ર તારી પાસે છે, અને બીજે ફાંફાં મારે છે? મંત્ર મહાન નથી, શ્રદ્ધા મહાન છે. અમે કોઈનો મંત્ર બદલાવતા નથી. એકજ બ્રહ્મ છે, એકજ પરમાત્મા છે. અમે કોઈની શ્રદ્ધા, પરંપરા તોડાવતા નથી. તમારે બહાર રખડવાની જરૂર નથી પણ રખડાવનારાથી સાવધાન રહેવાની જરૂર છે . @44.05min. પરમેશ્વરે બહુ દયા કરી કે મૃત્યુ મૂક્યું. દેહવાદ, આત્મવાદ, દેહાત્મ્વાદ, અદેહાત્મ્વાદની વ્યાખ્યાઓ સાંભળો. દેહ સિવાય કશુંજ નથી, એવું ચારવાક કહે છે. આપણો વૈદિક માર્ગ દેહાત્મ્વાદ છે. દેહ પણ છે અને આત્મા પણ છે. કોરો આત્મવાદ વિશે સાંભળો. @47.16min. દંડી સ્વામીની વાત સાંભળો.

Side B –
– ઐશ્વર્ય ઉત્તમ વસ્તુ છે, એને ભોગવવું કોઈ પાપ નથી, પણ જો તમે એના પ્રદર્શનમાં પડી ગયાતો સમજવું કે ગયા કામથી. કોઈ પણ ધર્મનું મૂલ્યાંકન કરો ત્યારે પહેલા જોવાનું કે એ ધર્મ અનુયાયીઓના કેટલા પ્રશ્નો ઉકેલે છે? આલીશાન મંદિરો, ધજાઓ, સોના-ચાંદીથી મઢેલા ઠાકોરજીઓ પણ અનાથ બાળકોનું કોણ? @2.52મીન. બોરસદમાં રામાયણની કથામાં એક ગૌર ખ્રિસ્તી પાદરી આવે અને એ પાદરી હિન્દુઓના 220 છોકરાઓને રાખે છે, ભણાવે છે, નોકરીએ લગાવે છે અને પરણાવે છે, આપણે આવું કેમ નથી કરતા? ધર્મ જો પ્રશ્નોને ઉકેલે તો એ ધર્મને કદી આંચ આવવાની નથી. ” धर्मो रक्षति रक्षित:” @6.37min. દંતાલી, કોબા અને ઊંઝામાં વૃદ્ધાશ્રમમાં 17 વર્ષથી 100 રુપિયાજ મહીને ચાર્જ કરીએ છીએ. ઘરમાં કોનું ચાલે એ વિશેની અકબર-બીરબલની વાત સાંભળો. વિધવા-વિધુરના પ્રશ્નો સાંભળો. @11.22min. એક જૈન સજ્જને મને પૂછ્યું, તમે સ્લીપર પહેરો છો? જવાબ સાંભળો. અહિ ત્યાગને નિયંત્રણમાં લીધો છે અને નિયંત્રિત ત્યાગ એ અંતરનો ત્યાગ નથી હોતો. અનિયંત્રિત ત્યાગ છે એજ ખરો ત્યાગ છે. તપસ્યા એ કહેવાય કે જેનાથી પ્રશ્નો ઉકેલાય. મધર તરેસા ત્યાગી છે અને પ્રશ્નો ઉકેલે છે. “પૂર્વના કર્મો ભોગવી લો” આ એક સારું સમાધાન મળી ગયું. આજે આંધળા માણસને દેખતો કરી શકાય છે, લાંબુ જીવાડી શકાય છે. અત્યારે તો ક્લોનીંગનો જમાનો ચાલે છે. જો હજાર માણસો એક સરખા બુદ્ધિવાળા જન્મે તો શું એ પૂર્વના કર્મે? આપણે પરિવર્તનમાં માનીએ છીએ. મુસલમાનો સ્ત્રીઓને બુરખો પહેરાવે છે અને નહિ પહેરે તો મારી નાંખવાની ધમકી આપે છે. આ લોકો રીવર્સ જાય છે. એમનામાં સુધારાની ક્ષમતા નથી. આપણો ધર્મ અને સંસ્કૃતિ એટલા માટેજ ટક્યા છે. આપણે સમય અને યુગની સાથે બધું સ્વીકાર કરીએ છીએ. માત્ર શાસ્ત્રને જાણે એ વેદિઓ કહેવાય પરંતુ શાસ્ત્ર સાથે યુગને જાણે તે યુગ દ્રષ્ટા કહેવાય. @20.18min. ગુજરાત પાસે કોઈ રેજીમેન્ટ નથી કારણકે ગુજરાત વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પેદા કરે છે. પાલનપુરે તો કેટલાયે હીરાના વેપારીઓ ઉત્પન્ન કર્યા છે, એ તમારું મોટામાં મોટું ગૌરવ છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આપણો હિંદુ સમાજ, હિંદુ ધર્મને પ્રશ્ન ઉકેલતો કરે. @23.40min. પહેલાં હું સમૂહ લગ્નમાં જતો પણ જયારે કોઈ આમંત્રણ આપવા આવે ત્યારે એમને હું એક વાત કહેતો કે દરેક વરરાજાને એક તલવાર ભેટ આપો, કેમ? પૈસો સાચવવો સરળ છે પણ સૌથી અઘરામાં અઘરું કામ પત્નીને સાચવવાનું છે. પત્નીને સાચવવી હોય તો હાથમાં તલવાર રાખવી પડે. આપણાં એકેએક દેવના હાથમાં શસ્ત્રો છે અને તમે શસ્ત્ર વિનાના થઇ ગયા? કોઈ ટાઇમે કોઈ મહાપુરુષે એ જમાનામાં સુત્ર આપેલું કે અહિંસા પરમો ધર્મ, પણ અત્યારે હું તમને એક નવું સુત્ર આપું છું કે “વીરતા પરમો ધર્મ”. કેમ? આતંકવાદીઓ આ દેશને નરક બનાવી નાખશે, તમારે એને સ્વર્ગ બનાવવું છે, આપણે થોડુંક તો બનાવ્યું છે પણ જો એમને નરક બનાવવા અટકાવવું હોય તો “વીરતા પરમો ધર્મ” કરી, હિંમત રાખી આગળ આવો અને એ શહીદી આવે તો તમારી સંસ્કૃતિ, ધર્મને બચાવી શકાશે અને સ્વમાન પૂર્વક સામી છાતી રાખી જીવી શકશો. ફરી પાછું કહેવું છે કે ધર્મને, સંસ્કૃતિને પ્રશ્ન ઉકેલતી કરો, પ્રશ્ન ઉકેલાય તો સુખ શાંતિ છે, ભગવાન સૌનું ભલું કરે, મંગલ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @26.50min. રાજકોટ, V T સવાણી કીડની હોસ્પિટલમાં સ્વામીજીનું આશિર્વચન – કોઈપણ ધર્મની સફળતા અને નિષ્ફળતા માપવી હોય તો સૌથી પહેલા એ જોવાનું કે એ ધર્મ દ્વારા માનવતાના કાર્યો કેટલા થાય છે? મારું એવું માનવું છે કે જો ધર્મ માનવતા વિનાનો અને વિજ્ઞાનનો વિરોધી હોય તો એ ધર્મે લાખ મંદિરો બાંધ્યા હોય, લાખ યજ્ઞો કર્યા હોય, લાખ સંઘો કાઢ્યા હોય તો પણ એ મારી દ્રષ્ટીએ ઝીરો, ઝીરો, ઝીરો. આવનારો જમાનો એની નોંધ નહિ લે કે કોણે કેટલા રાજસૂય યજ્ઞ કાર્ય કે મંદિરો બનાવ્યા, પણ એની નોંધ લેશે કે તમે લોકો માટે કેટલી હોસ્પિટલો બનાવી કે કેટલી વિદ્યાપીઠો બનાવી? લોકો માટે તમે શું શું કર્યું? મહત્વની વાત છે કે ધર્મને માનવતા અને વિજ્ઞાન તરફ વાળી શકો છો? મારું એવું માનવું છે કે ધર્મની લગામ ધર્મગુરુઓના હાથમાં હોય છે. ધર્મ કોઈ ને કોઈ શાસ્ત્રમાંથી નીકળતો હોય છે. શાસ્ત્ર વ્યાખ્યેય છે, જેવી વ્યાખ્યા કરો એવો ધર્મ નીકળે. એક સમયમાં ધર્મની એવી વ્યાખ્યા કરવામાં આવી હતી કે અહિંસા પરમો ધર્મ. આજે હવે એની વ્યાખ્યા એ રીતે બદલવાની જરૂર છે કે “વીરતા પરમો ધર્મ” પરમ ધર્મ છે, રાષ્ટ્રની, રાજકોટની, તમારા ઘરની, તમારા ધર્મની, તમારા મંદિરની, તમારી અસ્મિતાની, તમારી સંસ્કૃતિની બધાની રક્ષા કરવાની તો તમારી પાસે વીરતા હોવી જરૂરી છે. @31.54min. ગાંધીનગર ઉપર, 26મી જાન્યુઆરીએ સેનાના નવ વિમાનો ઘૂમતાં હતા, એમાં સૌથી વચ્ચેના વિમાનમાં વડોદરાની એક દીકરી ચલાવતી સાંભળીને મારી છાતી ગજ-ગજ ફૂલી ગઈ. મુંબઈથી મદુરાઈ જતી વખતનો એવોજ બીજો અનુભવ સાંભળો. જે દેશને, સમાજને કંઈ પ્રદાન કરે છે, એના દર્શન કરો, અહી ડોક્ટર કનસાગરાના દર્શન કરો. જેણે પોતાની જીંદગી, જીંદગીની ધીખતી કમાણી છોડીને પલાંઠી વાળીને અહી તપસ્યા કરવા બેસી ગયા છે. @33.49min. ભગવાનજીભાઈનું પણ એવુંજ કીડની હોસ્પિટલની સ્થાપના માટેનું પ્રદાન સાંભળો. 1 કરોડ 27લાખનું દાન દેનાર ભગવાનભાઈ સવાણીને અભિનંદન. આજે આપને સરસમજાની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, ત્યારે હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ હોસ્પિટલ દ્વારા પીડિતોને હસતા રાખીએ, નવું જીવન આપીએ, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @38.28min. આપણી અને દુનિયાની સંસ્કૃતિ. @41.34min. ભજન – શૂરવીરને તું જોઇને પ્રાણી – શ્રી નારાયણ સ્વામી