વ્યક્તિત્વનું માપ – વાઘોસણા – ગામનું પ્રવેશ દ્વાર અને ટાવરના ઉદ્ઘાટન પ્રસંગે
Side A –
– વ્યક્તિત્વને ત્રણ ભાગમાં જોઈ શકો, ખૂબ ઊંડાણ, વિશાળતા અને ઊંચાઈ. આ ત્રણમાંથી જેનામાં એક પણ ન હોય,એની પાસે કોઈ વ્યક્તિત્વજ નથી. સમુદ્ર પાસે બે વસ્તુ જોવાની છે, એક તો તાગ ન લઇ શકાય એવી ઊંડાઈ છે અને બીજી એનો છેડો ન દેખાય એવી વિશાળતા છે. તમે જો રાજકારણમાં પડ્યા તો તમારી ઊંડાઈ એટલી હોવી જોઈએ કે તમને જલ્દીથી કોઈ માપી નહિ લે. એ ઊંડાઈમાંથી મુત્સદ્દીગીરી નીકળતી હોય છે. બિલકુલ છીછરો માણસ મુત્સદ્દી ન હોઈ શકે, એટલે એ મહત્વના કર્યો ન કરી શકે. દેશમાં અત્યારે મુત્સદ્દીગીરીનો એક બહુ મોટો દુકાળ પડ્યો છે. આખી દુનિયાનો, અમેરિકાને ગાળો દેવાનો શોખ થઇ ગયો છે. ઈરાક્પર હુમલો થયો એ નીતિમત્તા નથી, કોઈ રીતે એનું સમર્થન કરી શકાય એમ નથી, તે છતાં મુત્સદ્દીગીરી એમ કહે છે કે જેના(અમેરિકા) વગર તમને ચાલવાનું નથી તેની સામે વગર કારણે શીંગડા ન ભરાવો. આજે દુનિયા પાસે અને ભારત પાસે જો કોઈ મોટો પ્રશ્ન હોય તો તે આતંકવાદીઓનો છે અને આ આતંકવાદને આપણે પહોંચી શકવાના નથી, પણ અમેરિકા કે પશ્ચિમના દેશોજ પહોંચી શકશે, તો એનો ઉકેલ એમને લાવવા દો. @5.52min. આ આખો આતંકવાદ એમના તરફ વળી જાય એવો પ્રસંગ થયો છે. WORLD TRADE CENTER તૂટ્યા પછી આતંકવાદ કેટલો ભયંકર છે, એનું એમને ભાન થયું. લાંબી દ્રષ્ટિએ આપણને ફાયદો થશે કારણકે એમનો પ્રશ્ન અને આપણો પ્રશ્ન એક થઇ જવાના છે. જે બીજાને માપી લે પણ પોતાને મપાવા ન દે એને મુત્સદ્દી રાજનેતા કહેવાય. આપણે ત્યાં બે જાતના માણસો થયા છે, એક કાલિક અને બીજો સનાતન. અઢી હજાર વર્ષ પહેલાનું ચાણક્યનું ચિંતન સનાતન છે @9.00min. वीरता परमो धर्म” વીરતાનો અર્થ શું છે તે લંડનના બે મહોલ્લા વેમ્બલી અને સાઉથહોલના ઉદાહરણથી સમજો. @12.21min. પ્રજાને ઠંડી પાડવાનું કામ અમે લોકોએ કર્યું છે, એટલેજ આપણા દેશ ઉપર વિદેશીઓએ રાજ કર્યું. કોઈ સ્ત્રીઓના અછોડા તોડીને ભાગે તો આપણે કહીએ કે આતો કળિયુગ છે, એમાં એવુંજ થાય પણ મારો વ્હાલો અવતાર લેશે અને એ બધાને સીધા કરશે, ત્યાં સુધી તો સહન કરવાનુંજ રહ્યું. બહું ભગતડા પેદા ન કરવા. તમારે છોકરાને પરણાવવો હોય તો પહેલાં એ જોવાનું કે આવનારી કન્યા ભગતડી તો નથીને? એ ખાશે પણ નહિ અને ખાવા દેશે પણ નહિ. @14.57min. તમારી ઊંડાઈ કેટલી છે? જેમ જેમ તમે મોટા થતા જાવ એમ એમ તમારું ઊંડાણ વધતું હોવું જોઈએ. ખાબોચિયાનું ઊંડાણ ન હોય એટલે જલ્દી ગંધાઈ જાય. સમુદ્રમાંથી દુર્ગંધ ન આવે. મહેમાનોના બહુમાન વિશે સાંભળો. @17.56min. યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ અને કામની વહેંચણી થઇ તે સંદર્ભમાં સાંભળો. અમેરિકામાં એક સજ્જનનો પ્રશ્ન કે તમારી એક્ટિવીટી શું? મેં કહ્યું દર્શન દેવા અને આશીર્વાદ આપવા. આ મૂડી-રોકાણ વિનાનો ધંધો ધમધોકાર ચાલે છે. એક ઊંડા ભોંયરામાં રહેતા મહાત્માની વાત સાંભળો. આવા ભોંયરામાં ઊંઘતા સાધુના દર્શન કરવા લોકોની લાઇન લાગતી હોય છે. પ્રચાર કરતાં આવડવું જોઈએ. @21.20min. એક જ્યોતિષી વિશે સાંભળો. કોઈ શાની-રાહુના ચક્કરમાં આવશો નહિ અને તમારા ઇષ્ટ દેવ પર દ્રઢ શ્રદ્ધા રાખજો. એક નડિયાદના પટેલે(સોહામ ભગવાન) આખા લંડનને હચ-મચાવી નાખેલું તે સાંભળો. બધુજ ખાય-પીએ, કહે છે કે “दुनिया ज़ुकती है, ज़ुकानेवाला चाहिए” મુહુર્ત અને ચોઘડીયામાં માનતા એક પાટણના પટેલની વાત. @29.40min. એક વ્યક્તિત્વનું ઊંડાણ છે, એક બીજું વ્યક્તિત્વની વિશાળતા અને ત્રીજું એક વ્યક્તિત્વની ઉદારતા છે. ઉદાહરણો સાંભળો. બંગલો મોટો છે પણ રહેનારું ઘર બિલકુલ નાનું, સંકુચિત છે. સ્વામીજીનો અનુભવ સાંભળો. ‘न गृहम् गृह नित्यहु, गृहिणी गृह मुच्यते” ઘરને કદી તમે ઘર ન સમજશો પણ ઘત્રમાં રહેનારી ગૃહિણી છે એનું નામજ ઘર છે. @34.24min. વિશાળતા શું છે? રોજના લોભિયા થજો પણ પ્રસંગના લોભિયા ન થશો. પ્રસંગ મન મુકીને કરજો. દુશ્મનને પણ આમંત્રણ આપજો. દુશ્મન તલવારથી નહિ પણ પ્રેમથી જીતાય છે. જીવણભાઈ અને ગામની આ વિશાળતા કે આજે ગામની આઢારે અઢાર ન્યાત છે તે પ્રેમથી બેસીને જમે. એક વ્યક્તિત્વ એવું હોય કે જેમાં ટાવરની જેમ ઊંચાઈ હોય. ઊંચાઇ માણસને ગમતી હોય છે. @36.49min. એક ગામમાં ટાવર બાંધવા સંબંધે એક શેઠની વાત સાંભળો. શેઠની પીછેહઠ પછી એક સામાન્ય ખેડૂતે ટાવર બાંધવા પૈસા આપ્યા. @44.23min. આ ગામની ભાગોળે દરવાજા ઉપર ટાવર મૂકવું છે, એ તમને બે પ્રેરણા આપે છે. એક એ કે તમે હંમેશાં ઉન્નત-ઊંચા વિચાર રાખજો અને બીજી એ કે જે ટકોરા પડે છે તે યશ અને કીર્તિના છે એમ સમજો. આજે જીવણભાઈ પ્રત્યે મને પ્રેમ છે, માં છે એટલે હું આવ્યો છું. હું પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે આ ગામ ફળે, ફૂલે અને વિકસે. અને જે આ અઢારે જ્ઞાતિ ભેગી થઇ છે તેમ બધા એક થઈને રહે। ગામ સુખી થાય એવા કામ કરો. પરમેશ્વર જીવણભાઈને અને એમના પરિવારને વધુને વધુ સમૃદ્ધ બનાવે એવી પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત.
@47.03min. भजन – अजब तोरी दुनिया (फ़िल्मी) – रफ़ी साहब
Leave A Comment