સત્વગુણની વૃદ્ધિ અને ગંગા થાળી – ઊંઝા
Side A –
– માણસ સુખી અથવા દુઃખી કેવી રીતે થાય છે? તમારામાં જ્યારે સત્વગુણ વધે ત્યારે સુખી થાવ જયારે રજોગુણ વધે ત્યારે તમે દુઃખી થાવ અને જયારે તમોગુણ વધે ત્યારે તમે તો દુઃખી થાવ પણ બીજાને પણ દુઃખી કરો એવું શાંખ્ય શાસ્ત્રમાં લખ્યું છે. જો આ વાત સાચી હોય તો મોટો પ્રશ્ન એ થાય કે તમોગુણ ઘટે અને સત્વગુણ વધે એવો ઉપાય થાય ખરો? હા, એવો ઉપાય હોયજ અને એ ઉપાય એટલે સાધના. સૌથી મોટામાં મોટી સાધના એ છે કે શું કરીએ તો સત્વગુણ વધે? ભગવદ ગીતાના બે અધ્યાય 13મો અને 17મો ખાસ વાંચજો. મૂખ્ય બે ઉપાય છે એકતો ભજન અને બીજો સત્સંગ. @5.11min. પોલેન્ડમાં ઓષ્ટ્રિજ કરીને શહેર છે કે જ્યાં હિટલરે ઓછામાં ઓછા ખર્ચે યહુદીઓને મારવાનો કેમ્પ ખોલેલો તે વિશે સાંભળો. ટ્રકમાંથી નીકળતા કાર્બન- મોનોક્ષાઇડનો ઉપયોગ કર્યો એટલે મારી તમને સલાહ એ છે કે રોડ ઉપર કોઈએ ઘર લેવું નહિ અને રોડ ઉપર ફરવા પણ જવું નહિ કારણ કે CO2 તમારા નાકમાં જશે. આ પોલ્યુસન છે અને આવુંજ પોલ્યુસન આપણાં અંગત જીવનમાં પણ આવતું હોય છે. આ પોલ્યુસન નિવારવાના બે ઉપાયો છે, તે ભજન અને સત્સંગ. આધ્યાત્મિક માર્ગના ઉપાયો બધા મફત છે. ભગવાનનું ભજન મફત છે, જે પૈસાથી મળે એ સત્સંગ ન હોય. દુનિયાની એક નવીનતા છે કે જે મફત મળે એની કિંમત નથી. @9.46min. મારા એક ઓળખીતા સંત પોતાના નામની આગળ પૂજ્ય લખે છે કેમ? તે સાંભળો. એક બીજા મંડલેશ્વર સંતે શું કર્યું તે જાણો. ભજન અને સત્સંગનો ચાર્જ ન હોય, જ્યાં ચાર્જ હોય ત્યાં, ભજન નહિ હોય અને સત્સંગ પણ નહિ હોય. ભજન કરવું છે પણ કેમ થતું નથી તે સાંભળો. જેનું જીવન પ્રશ્નોથી ભરેલું છે, એને તો પ્રશ્નો ઉભરાવવાનાજ. બધું ખાલી કરી શકાય પણ મગજ ખાલી ન કરી શકાય. વગર જોતાં ઉપવાસ કરવા નહિ, જરૂર હોય તોજ કરવા. ગીતામાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે અર્જુન, તું શનિવાર, મંગળવાર કરજે. એમાં તો લખ્યું છે કે તું રોજ ખાજે. “युक्ताहारविहारस्य…..योगो भवति दु:खहा”….(गीत 6-17). @13.23min. આજ વાત કબીરે લખી “कबीर काया कुतरी करत भजनमें भंग, टुकड़ा रोटी डालके भजन करो निसंन्ग.” જે નથી થતું તેને કરવું એ સાધના કહેવાય, પણ એ શક્ય હોવું જોઈએ. સાધના માટેના ચાર રસ્તા “उत्तमा सहजावस्था, मध्यमा ध्यानधारणा, कनिष्ठा शास्त्रचिन्ता तीर्थयात्र धमाधमा” તમે સહજ અવસ્થામાં રહો એતો ઉત્તમમાં ઉત્તમ છે. સંતમાર્ગ સહજ જીવન ઉપર અને સહજ અવસ્થા ઉપર ભાર મૂકે છે. કર્મકાંડ ઉપર ભાર ન મૂકે. તમે બેઠા હો, હરતા-ફરતા હો પણ તમારો તાલ પરમેશ્વર સાથે હોય એટલે આ નાની માળા સુમિરણી તમને વારંવાર યાદ કરાવે. @17.00min. પાણીહારીનું ઉદાહરણ સાંભળો. તમે સંસારના કોઈ પણ કામ કરતા હોવ તે કરો, પણ એક તાર પરમાત્માની સાથે લાગેલો હોવો જોઈએ, એટલે એ ભજન થયેલુજ કહેવાય. પણ બધાનાથી એ થતું નથી તો બીજી કક્ષામાં ધ્યાન-ધારણા કરો, પણ એય થતું ન હોય તો ગીતા-રામાયણ જેવા પવિત્ર ગ્રંથનો રોજ એક પાઠ કરો, એનું બહુ મોટું ફળ છે. સ્વામીજીનો મૌની બાબા સાથેનો અનુભવ સાંભળો. @22.17min. અગાઉ જણાવેલ પવિત્ર ગ્રંથનો પાઠ પણ ન થતો હોય તો તીર્થ યાત્રા કરવા નીકળી પડો, એટલે પહેલાંના જેવી તીર્થયાત્રા તે વિશે સાંભળો. કષ્ટ વિના, ચિંતા વિના જીવનમાં ઈશ્વર યાદ નહિ આવે, એટલે જીવનમાં કષ્ટ તો હોવુજ જોઈએ. પગે ચાલીને યાત્રા કરતા હોય તેને કષ્ટ પડે, ચિંતા થાય. કદીપણ જીવનમાં ટેન્સનથી ગભરાવું નહિ. જયારે તમારી ઈચ્છા અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે રજોગુણ અને તમોગુણ વધે. જ્યાં મોંઘવારી હોય ત્યાંજ લોકો સુખી હોય. પંચમહાલ અને સાબરકાંઠામાં બધું સસ્તું, પણ માણસ ત્યાં સુખી નથી. જ્યાં આજીવિકા ઓછી હોય ત્યાં મોંઘવારી હોય. @28.48min. પહેલાં યાત્રા કરતા 6-12 મહિના લગતા, હવે અઠવાડિયામાં થઇ જાય. પહેલાં પહાડી લોકો પીવા જેવું ઝરણાનું પાણી આગળ પાંદડું/ડાં મૂકી રાખે, ના પીવા જેવું હોય ત્યાં કંઈ નહિ મૂકે. કાલીકમલીવાળા બાબા વિશે સાંભળો. એમણે યાત્રા કરવા નીકળેલા લોકોને તકલીફ ન પડે એટલા માટે 10-12-15 કિલોમીટરે ચક્તિઓ બનાવડાવી. એ ચક્તિમાં છાપરું કોય, દુકાન હોય, વાસણ, લાકડા અને રસોઈનો બધો સામાન મળે એટલે રસોઈ બનાવીને જમી લેવું. હવે તો રોડ થઇ ગયા, સાધનો થઇ ગયા, તો એ રીતે લોકો યાત્રા કરે છે. દહેરાદુનમાં હવાઈ મથક થઇ રહ્યું છે, એટલે ભવિષ્યમાં એકજ દિવસમાં ચાર ધામ યાત્રા થઇ શકશે. પણ જે મજા પેલા પગે ચાલતા યાત્રીને આવતી એવી તમને આવશે નહિ. @33.32min. સગવડો તમને સુખી કરે પણ અસંતોષ પણ આપે તે સાંભળો. સીડી અને સર્પની વાત. ગંગાથાળી કરવાનો અર્થ. @39.21min. જીતેન્દ્રભાઈ મેવાડા અમારા આશ્રમમાં રોજ આવે છે અને નાના-મોટાં કામ કરે છે. અમે નાં પડી છતાં એમણે આગ્રહથી આ ગંગા-થાળી કરાવી. એક ઓળખીતા ગાંધીવાદી સજ્જનની વાત, જેની પાસે દોઢ મણ સોનું હતું અને સાંજે વાસી શાક ખરીદવા જાય. આ કરોડાધિપતિ માણસ મરી ગયો ત્યારે જાણે કુતરું મરી ગયું. @43.35min. “માખીએ મધ ભેગું કીધું, ન ખાધું ન ખાવા દીધું, પારધીએ લુંટી લીધું રે”…ભોજા ભગત. એટલે આપણે આ ગંગાથાળી રાખી છે. આ મેવાડા-મેવાડી સંપીને રહે, હળીમળીને રહે, આનંદથી રહે, ભગવાન સૌનું ભલું કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. ભજન – સત્સંગનો રસ ચાખ – શ્રીમતિ હંસા દવે.
Leave A Comment