મહાભારતનો આધ્યાત્મિક પક્ષ – AMRILLO, TX, USA

Side A –

– મહાભારતની ઉત્પત્તિ, એક રાજા(ભીષ્મ પિતામહ) પોતાનો વંશ રાખવા માટે ત્રણ કન્યાઓનું હરણ કરી લાવે છે. વ્યાસજીના વરદાનથી ત્રણ પુત્રો થયા. પહેલા વરદાનથી પાંડુ, બીજાથી ધૃતરાષ્ટ્ર અને ત્રીજાથી વિદુર થયા. પાંડુને શ્રાપ છે કે સંસાર ભોગવવા જશે એ દિવસે એનું મૃત્યુ થશે, ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળો છે અને વિદુર ભગત માણસ છે. પાંડુનો વંશ કેવી રીતે ચાલુ રાખવો? વ્યાસજીએ પાંડુની પત્ની કુંતીને છ પુત્રો માટે છ વરદાનો આપ્યા ત્યારે તે કુંવારી અવસ્થામાં હતી. @4.11min. થોડા દિવસ પછી કુંતીના મનમાં સંશય જાગ્યો અને પહેલાં સૂર્ય મંત્રની કસોટી કરી એટલે એના ખોળામાં છોકરો કર્ણ આવીને પડ્યો, લોકલાજના ડરથી એને પાણીમાં વહાવી દીધો, તે કૌરવોના હાથમાં આવ્યો અને એ કાયમનો કૌરવોનો બનીને રહ્યો. બાકીના પાંચ પુત્રો થયા તે સાંભળી લેવું. તમે કોઈવાર વિચાર કર્યો કે આ કોઈ ઘટના છે? આવું ખરેખર ઘટેલું? રહસ્ય સાંભળો. પેલી તરફ ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીને 100 પુત્રો થયા, આંકડો બંધ-બેસતો કેમ આવ્યો? એ સો એ સોના નામ દુર્યોધન, દુશાસન, દુર્યમન બધાના “દ” પરથીજ કેમ? વ્યાસ કહે છે મારા સાહિત્યમાં તમે ડૂબકી લગાવો. ગાંધારીએ પાટા કેમ બાંધ્યા? @9.28min. વ્યાસજી કંઈ રહસ્ય કહેવા માંગે છે. દ્રુપદ રાજાએ સ્વયંવર કર્યો તે વિશે સાંભળો. પાંડવો ગુપ્તવાસમાં આવેલા. દુર્યોધન દંડ પર ચઢ્યો પણ પડ્યો. કોઈને વિજય ન મળ્યો એટલે અર્જુન આવ્યો, કર્ણને ચઢવા ન દીધો, કારણકે સમાજ વંશ પૂજક છે, ગુણ પૂજક નથી. ચરોતરની એક ડોસીનું ઉદાહરણ. @15.54min. અર્જુન આવી સડસડાટ દંડ ઉપર ચઢી ગયો અને મત્સ્યવેધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. દ્રૌપદીને હરણ કરવાની વાત આવી એટલે ભીમ દ્રૌપદીને ઉપાડીને ઘરે પહોંચી ગયો અને કુંતાજીને કહ્યું માં, હું કશું લાવ્યો. કુંતાજીએ સ્વાભાવિક રીતે પાંચ ભાઈઓ વચ્ચે વહેંચીને ઉપયોગ કરવાનું કહ્યું. @18.58min. એક જગ્યાએ એક મહારાજ કથા કરે, લોકોએ શું અનર્થ કર્યો તે સાંભળો. વિચાર કરો કે કુંતાજીએ રસોડામાં બેઠાં બેઠાં આટલું કહ્યું એટલા માત્રથી દ્રૌપદી પાંચ ભાઈઓની પત્ની થવા જેવો ઘોર અનર્થ થઇ શકે? માનો કે કુંતાજી બોલી ગઈ પણ દ્રૌપદી કે દ્રૌપદીના માં-બાપ કે સમાજ સ્વીકારવા તૈયાર થાય ખરા? કોઈને કદી વિચાર નથી આવતો કે આ ઘટના નથી. ત્યારે આ થયું તે શું થયું? @23.48min. ત્યારે, મૂળમાં આવો અને રહસ્ય સમજો. આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણની કથા છે. @27.28min. નાનકદેવ અને જલારામનું દ્રષ્ટાંત સાંભળો. @30.40min. સત્વગુણ છે, એનું નામ પાંડુ(પાંડુ એટલે સફેદ) છે. આંધળો એ તમોગુણ છે કે જેને પોતાના સ્વાર્થ સિવાય કશું દેખાયાજ નહિ, એ છતી આંખે આંધળો છે. પાંડવો હાર્ત રાષ્ટ્ર છે, કૌરવો ધાર્ત રાષ્ટ્ર છે. હાર્ત રાષ્ટ્ર અને ધાર્ત રાષ્ટ્ર વચ્ચેની આ લડાઈ છે. અહી વિદુર એ રજોગુણ છે, વધુ આગળ રહસ્ય સાંભળો. @36.18min. સૂર્ય દાનેશ્વરી છે, સૂર્ય જેવું કોઈ દાન નથી કરતુ, કારણકે જીવન સૂર્યથી છે. એ દાનેશ્વરીના ગુણને બતાવવા માટે પ્રથમ પુત્ર(કર્ણ)દાન છે, જે શ્રદ્ધા(કુંતી)માંથી પેદા થાય પરંતુ એને સત્વગુણ(પાંડુ)નો યોગ ન થયો, એટલે દાન ત્યાજ્ય થયું અને વિપક્ષ(કૌરવો)માં ચાલ્યું ગયું. કુંતી એટલે શ્રદ્ધામાંથી પહેલો પુત્ર થયો તે ધર્મરાજ. ન્યાયાલયનું પ્રતિક ત્રાજવું છે અને એ આંધળી ડોસીને પકડાવ્યું છે, જેથી પક્ષપાત ન કરે. બીજો વાયુ પુત્ર તે ભીમ છે. પ્રલય કાળમાં જે વાયુ છે એ પહાડ-હિમાલયને પણ ઉડાડે, એવું શૌર્ય પરાક્રમ છે. શરીરમાં પણ જે પરાક્રમ, બળ છે, તે વાયુ તત્વને લીધે છે. ત્રીજો ઇન્દ્ર પુત્ર વિવેક-અર્જુન છે. એટલે એ વિવેકને સેનાપતિ બનાવ્યો. @42.33min. ભીમને ભગવાન પ્રસન્ન થયા, શું માંગ્યું તે સાંભળો. બહુ ધર્માત્મા રાજા હોય, તો એની પ્રજા દુઃખી-દુઃખી થઇ જાય, એવા એક ધર્માત્મા રાજાનું ઉદાહરણ સાંભળો. @48.58min. ભીમમાં બળ છે, પણ વિવેક નથી. અહી કૃષ્ણ અને વિવેકનો યોગ છે.

 

Side B – – કુંતી કોણ છે? કુંતી શ્રદ્ધા છે અને શ્રદ્ધામાંથી દાન, ધર્મ, શૌર્ય અને વિવેક આ ધર્મના ચાર પુત્રો અને માદ્રી રૂપી ભક્તિમાંથી બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન સહદેવ છે અને નકુલ એ વૈરાગ છે. દાન(કર્ણ) સિવાય આ પાંચ પાંડવો છે, એ સત્વગુણની સદવૃત્તિઓ છે અને પેલી મોહ અને માયા(ધ્રુતરાષ્ટ્ર-ગાંધારી)માંથી 100 દુર્વૃત્તિઓ જાગી તે કૌરવો છે. મોહના લગ્ન માયા સાથે થયા છે એટલે માયા છતી આંખે આંધળી છે. આમ પાંડવો એટલે સદવૃત્તિઓ અને કૌરવો એટલે દુર્વૃત્તિઓ વચ્ચેનું યુદ્ધ છે. @1.48min. હવે એજ પ્રમાણે મત્સ્યવેધનું રૂપક વિસ્તારથી છે, તે સાંભળી લેવું. દ્રોણાચાર્ય પાંડવો-કૌરવોને ભણાવતા ત્યારે પક્ષી વીંધવાની પરિક્ષા લીધેલી તે રૂપક ઉપનિષદના માધ્યમથી સાંભળો. @4.58min. “प्रणवो धनु ……..सर्व तन्मयो हितः”….(उपनिषद) ઉપનિષદ કહે છે એક-એક જીવાત્મા અર્જુન છે. પ્રણવ (ઓમકાર) એ ધનુષ્ય, મન એ બાણ અને પરબ્રહ્મ એ લક્ષ્ય છે. એજ પ્રમાણે મત્સ્યવેધ વિશે જરૂર સાંભળો. ટૂંકમાં કામ(મકર,માછલું)ને જે વીંધે એ પેલી વીરતી રૂપી દ્રૌપદીને વરે. વીરતી પાંચ જગ્યાએ રહે છે. એ સત્યની પાસે, પરાક્રમ-શૌર્યની પાસે, જ્ઞાન વૈરાગ્ય પાસે રહે છે, પણ વધારે સમય એ વિવેક પાસે રહે છે. આ રહસ્યને બતાવવા માટે મહાભારત મૂકેલું છે. આ આધ્યાત્મિક મહાભારત છે. એજ પ્રમાણે ગીતામાં પણ પાર વિનાના તત્વો મુકેલા છે. શાસ્ત્રમાંતો એટલાં રહસ્યો છે કે તમે જેટલા ઊંડા ઉતરો એટલા રહસ્યો બહાર નીકળે. એટલે જે કૃષ્ણ ચરિત્રની ચર્ચા કરી રહ્યા છે એ કૃષ્ણના ચરિત્રનો કોઈ અંત નથી, પાર નથી, મારા જેવો પામર માણસ એના શું વખાણ કરી શકે? પણ એને વ્યહવારિક સંદર્ભમાં જોવું હોય તો એ સંદર્ભમાં અને આધ્યાત્મિક સંદર્ભમાં જોવું હોય તો એ સંદર્ભમાં, બંને સંદર્ભમાં કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. @10.32min. આચાર્ય કોને કહેવાય? – સંત ચરિત્રમાંથી. ટૂંકમાં જે દેશજ્ઞ, કાલજ્ઞ અને વ્યક્તિજ્ઞ હોય, (આ ત્રણ તત્વો જે જાણતા હોય) એનું નામ કહેવાય આચાર્ય. @32.04min. શિક્ષાપત્રિ અને વચનામૃત જરૂર વાંચજો. શિક્ષાપત્રિમાં નીતિ છે અને વચનામૃતમાં જ્ઞાન છે. શિષ્ય શ્રીજી મહારાજને પ્રશ્ન(ઉત્તમ ભક્ત કોણ)પૂછે તે અને તેનો જવાબ સાંભળો. ભગવદગીતામાં પણ આજ ચર્ચા છે. “सर्वभूतहिते रता:” (गीता 12-4) @34.50min. સ્વામિનારાયણના પહેલી પેઢીના કાર્યકર્તાઓએ ખૂબ તપ કર્યું, એ તપના પરિણામ અત્યારે ભોગવી રહ્યા છે. @35.51min. भजन – बन्सिवाला आजो मोरा देश – श्री नारायण स्वामी.