સરદાર પટેલ – વડોદરા – 31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી નિમિત્તે પ્રવચન

 

Side A –

– કોઈ વ્યક્તિ સુખી કે દુઃખી થતો હોય તો તેના અનેક કારણોમાં મહત્વનું કારણ એનો સ્વભાવ છે. અને જો પ્રજા સુખી કે દુઃખી થાય તેનું કારણ છે, રાજકીય સ્થિતિ. ભારતનો રાજકીય ઈતિહાસ અત્યંત કરુણાભર્યો છે. હું માત્ર મોક્ષ માટે સાધુ થયેલો પરંતુ રખડતાં, ભટકતાં મને ભાન થવા લાગ્યું કે આ કોઈ પ્રશ્નજ નથી, જીવનના પ્રશ્નોપર ધૂળ નાખી છે. વાસ્તવિક પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે, પ્રજાની આઝાદી, પ્રજાની સ્વાધીનતા, પ્રજાની રોજી-રોટી, પ્રજાનો આવાસ, પ્રજાનું આરોગ્ય, પ્રજાની સચ્ચાઈ, પ્રજાનું ગૌરવ, પ્રજાની માનવતા આ બધા સાચા પ્રશ્નો છે. @4.02min. દેશનો ક્રીમ વર્ગ જયારે ઊંધા રવાડે ચઢે તો દેશને બચાવી ન શકાય. 1947 સુધીનો ઈતિહાસ આપણને નગારું વગાડી વગાડીને કહે છે કે આ દેશ ઉપર મુઠ્ઠીભર માણસોએ રાજ કર્યું છે. આ દેશપર પહેલાં મુઠ્ઠીભર ઈરાનીઓએ સતત આક્રમણ કર્યું, એમને ગ્રીકોએ હરાવ્યા. ઈ.સ. પૂર્વે તૃતીય શતાબ્દીની આસપાસ સિકંદરનું રાજ્ય ઈરાક સુધી ફેલાઈ ગયું હતું, એણે ઈરાનને ધમરોળી નાખ્યું. અને તેથી ભારતમાં ઈરાનની સત્તાનું પતન થયું. @7.58min. પ્રજાને મારી નાંખવી હોય તો એના મગજને મારી નાંખો, મહત્વ કાંક્ષાને મારી નાખો. એક ટાઈમમાં જર્મની, જાપાન, વિએતનામ બરબાદ થઇ ગયા હતા, પરંતુ પાછા હતા એના કરતાં વધારે સમૃદ્ધ થઇ ગયા. પણ જેનું મગજ ધર્મ દ્વારા, હાઇલી ફિલોસોફી દ્વારા મરી ગયું હોય તેને સાજુ કરવું બહુંજ કઠીન કામ છે. આજે આપણામાં કેટલીયે ગ્રીક પ્રજા છે, જે આપણે ઓળખી નથી શકતા. સિકંદર પાછો ગયો અને રસ્તામાં મરી ગયો અને સેલ્યુકસના સરદારો અહિયાં 30000 સૈનિકો સાથે રહ્યા હતા, તેમને જીતેલો પ્રદેશ વહેંચી આપ્યો હતો. પંજાબથી માંડી કાઠીયાવાડ સુધીની પ્રજામાં એમના ચહેરા, આંખ ઊતરી આવી છે. @10.13min. હું એમ માનું છું કે આ દેશમાં જેટલા વાસ્તવવાદી પુરુષો થયા એમાંના એકનું નામ ચાણક્ય અને બીજા વલ્લભભાઈ પટેલ. તમે ચાણક્યનું અર્થશાસ્ત્ર જરૂર વાંચજો, આ ઋષિ છે, ધાર્મિક પુરુષ છે, પણ વેદિયો નથી. એણે માંસની દુકાનની વ્યવસ્થા કરી છે. પ્રજાની આવશ્યકતા એ મહત્વની વાત છે. ચાણક્યે ચંદ્રગુપ્તને તૈયાર કર્યો. ચંદ્રગુપ્ત ક્ષત્રિય નથી. આબુ ઉપર યજ્ઞ કરવામાં આવ્યો અને જે શક, હુણ અને શીથીયન પ્રજા ભારતમાં વસી ગયેલી હતી, એ પ્રજાનું રાજપુતમાં રાજકીય રૂપાંતર કરવામાં આવ્યું. ચૌહાણ, સોલંકી, પઢીયાર વિગેરે ભેદ કરવામાં આવ્યા. ચંદ્રગુપ્ત દાસીનો પુત્ર હતો અને એ દાસી વાળંદ હતી, જેણે આ દેશને ગૌરવ આપ્યું. એની ત્રીજી પેઢીએ અશોક થયો, દશેક પેઢીઓ ચાલી. ચંદ્રગુપ્ત પાટલી પુત્ર ઉપર રાજ કરતો હતો ત્યારે ગુજરાતની સ્થિતિ શું હતી? તે વિશે સાંભળો. આઠમી શતાબ્દીમાં મહંમદ બિન કસમ, સત્તર વર્ષનો છોકરો એનું લશ્કર લઈને આવે અને સિંધને ધમરોળી નાખે, તમે આમાંથી બોધપાઠ કેમ નથી લેતા? @18.21min. પ્રજા મહાન ક્યારે થતી હોય છે? અહી પ્રજામાં વિખવાદ છે. રાજા બ્રાહ્મણ છે, મંત્રીઓ બૌદ્ધ છે અને પ્રજા શુદ્ર છે, આ ત્રણેય નો મેળ નથી. શુદ્રો પીસાય છે, કચડાય છે અને બૌદ્ધો બ્રાહ્મણોનો વિખવાદ છે, અને સાથે સાથે અંધશ્રદ્ધા છે. સિંધના લશ્કરે માતાની ધજા તોડી નાખી અને લશ્કર ભાગ્યું, સિંધનો રાજા હારી ગયો. ઈતિહાસ તમારું દર્પણ છે. 1947માં ભારત છોડવાનું થયું ત્યારે અંગ્રેજો ફક્ત 30,000 હતા અને ભારતની 33 કરોડ વસ્તી પર રાજ કર્યું. @21.08min. અંગ્રેજોના સમયમાં કુંભમેળો ભરાયો ત્યારે એક અંગ્રેજ ઘોડા ઉપર બેઠો બેઠો જોયા કરે અને નક્કી કર્યું કે આ દેશપર, આ પ્રજાપર તો વર્ષો સુધી રાજ કરી શકાય છે, કેમ તે સાંભળો. આપણે ત્યાં ઘૂંઘટ ક્યારથી આવ્યો? આ સ્ત્રીઓ ઘરમાં પુરાય રહેતી કેમ થઇ? અલાઉદ્દીન ખીલજીનો ભાઈ ઉલુખ-ખાં ને પાટણનો વિનાશ કરવા માધવ મંત્રી લઇ આવ્યો. ઈતિહાસમાં ત્રણ નામો યાદ રાખજો, આ ત્રણ માણસોએ વિદેશીઓને આમંત્રણ આપ્યા. કાલકાચાર્ય, શક રાજાઓને લાવી માળવાનો નાશ કરાવ્યો. કાકુ વાણીયો એની દીકરીના કાંસકાના ઝગડામાં આરબોને લાવી વલ્લભીનો નાશ કરાવ્યો. વલ્લભીની અંદર 1000તો જીનાલયો હતા, બધાને ધમરોળી નાંખ્યા. એજ દશા માધવાચાર્યે પાટણની, અલાઉદ્દીન ખીલજીને લાવીને કરી તે સાંભળો. કમળાદેવીને પકડી લીધી. @26.02min. રાજા એની છોકરીને લઈને ભાગી ગયો. ત્યાંથી એણે સોમનાથનું મંદિર તોડ્યું. લાખો ગુલામો પકડ્યા અને તેની ભૂંડી દશા કરી, તમને આ ખબર છે? જૈન મુનીએ લખેલો કાનડ દે રાસો તમે જરૂર વાંચજો. @31.07min. આપણે કીડા મકોડા જેવું જીવન જીવ્યા છીએ. એવું શું કારણ હતું કે ઇંગ્લેન્ડની અઢી કરોડની પ્રજાએ દુનિયાની 100 કરોડ પ્રજા પર રાજ કર્યું? એમની શું ખાસિયત હતી? 1947, 15મી ઓગષ્ટે આપણને આઝાદી મળી. ગાંધીજીના નેતૃત્વે આ દેશને ખુબ જગાડ્યો, તે પહેલાં રાજા રામ મોહનરાયથી દયાનંદ સરસ્વતી સુધીના અનેક મહાપુરુષોએ ભૂમિકા તૈયાર કરી હતી. એમની જીવતાં જીવતાં કદર કોઈએ ન કરી. વલ્લભભાઈને દેવ થઇ ગયા પછી ભારત રત્ન બનાવ્યા અને તે પણ બીજાને બનાવવાના હતા એટલે બનાવ્યા. આખું રાજતંત્ર ચાર પાયા ઉપર ઊભેલું છે. જો આ ચાર તંત્રને તમે સાચવી શકો તો તમે રાજ કરનારી પ્રજા થઇ શકો. વહીવટી તંત્ર, અર્થ તંત્ર, રક્ષાતંત્ર અને ન્યાયતંત્ર. @35.40min. એક રાજાની રાણીનું દ્રષ્ટાંત સાંભળો. જ્યારે તમારા ઘર ઉપર પિયર ફરતું હોય ત્યારે તમારું ઘર તૂટતું હોય છે. @41.15min. ભારતનું આખું માળખું તૂટી પડેલું ત્યારે એમને ગૃહમંત્રી બનાવેલા તે પોતાની લાયકાતથી થયેલા, અને તે ગાંધીજીનું માન રાખવા થયેલા. FREEDOM OF THE MIDNIGHT પુસ્તક વાંચજો. @46.03min. એક કોળી માણસની વાત સાંભળો.

 

Side B –

ધર્મે કદી માણસને માનવતાની આંખે જોયો છે? એના ઘરની દશા શું છે? રવિશંકર મહારાજે કહેલું કે આ બનાસકાંઠાને ઊંચે લાવવું હોય તો ઉપદેશ આપવાની જરૂર નથી, એમને ભણાવો। કાઠીયાવાડના પટેલોની જ્ઞાતિને વલ્લભભાઈએ ઉજ્જવળ, ધન્ય ધન્ય બનાવી દીધી. એમણે એ સાબિત કરી બતાવ્યું કે હજારો વર્ષોથી મુત્સદ્દીગીરી કરનારા જે મુત્સદ્દીગીરી કે મક્કમતા ન બતાવી શક્યાતે સરદાર પટેલે બતાવી. એમણે કૃષ્ણ મેનનને પોતાના સેક્રેટરી બનાવેલા, એવો વિચાર ન કરેલો કે મારા સગાને બનવું. @5.07min. રાજતંત્રનો બીજો આધાર અર્થતંત્ર છે. 1947માં કેન્દ્રીય બજેટ 64 કરોડનું હતું, આજે ભારતનું બજેટ 12000 કરોડે પહોંચ્યું છે, છતાં સીમાડાઓ સુરક્ષિત નથી.અને બધે અરાજકતાજ અરાજકતા.આઝાદી પછી અર્થતંત્રના બે ભેદ સાંભળો. વલ્લભભાઈ જમણેરી હતા, જવાહરલાલ ડાબેરી હતા. કૃષ્ણ મેનન સહીત નહેરુ દેશને રશિયા તરફ લઇ ગયા.વલ્લભભાઈને લાંબો સમય મળ્યો નહિ, બે-ત્રણ વર્ષ મળ્યા તેમાં તો ઘણું કામ કર્યું. ચક્રવર્તી રાજગોપાલાચાર્યે સમાજવાદના ભૂતને છોડવાનું કહ્યું, પણ એવું થયું નહિ. @10.54min. વલ્લભભાઈ સરકારના ડાબેરી ઝુકાવ તરફ સંમત ન હતા. તમારા અર્થતંત્ર, રક્ષાતંત્ર અને વિદેશનીતિ G -7ના હાથમાં છે. આ દુનિયાના સમૃદ્ધ રાષ્ટ્રોનું યુનિયન છે. @16.44min. રાજતંત્રનો ત્રીજો પાયો રક્ષા તંત્ર છે. ઈઝરાઈલ એટલે વડોદરા જીલ્લા જેવડો 40 લાખ વસ્તીનો દેશ અને તે રણની અંદર લડાઈ અને સમૃદ્ધિ સાથે ચલાવીને ખુમારીથી બેઠું છે. આરબો નીચું ઘાલીને બેઠા છે, એનું કારણ બાવડાનું જોર છે. કાસીમ રીઝવીએ આંધ્રમાં હાહાકાર મચાવી દીધો, હિન્દુઓનું જીવવું મુશ્કેલ થઇ ગયું, ત્યારે સરદાર પટેલે નિઝામ લેવાનો નિર્ણય કર્યો અને નિઝામ લઇ લીધું. લાખો રૂપિયા લઈને એક મારવાડીએ કાસીમ રીઝવીને સ્ત્રીના ડ્રેસમાં પાકિસ્તાન ભગાડી દીધો હતો. જુનાગઢની એવીજ વાત હતી પણ નવાબ અનુકુળ હતો અને દિવાન પ્રતિકુળ હતો। સરદારે જુનાગઢ પણ લઇ લીધું. @23.08min. કાશ્મીર કેમ બગડ્યું? તે સાંભળો. પંજાબ અને કાશ્મીરમાં આપણે આપણા લક્ષણો ત્યાં અજમાવ્યા અને આપણે આપણી અયોગ્યતાથી તેને સળગાવ્યાં। કાશ્મીરમાં આપને હારી જવાના, કારણકે આપના દેશના દશ હજાર રૂપિયા ખર્ચાય ત્યારે પાકિસ્તાનનો એક રૂપિયો ખર્ચાય છે. @26.35min. છત્રપતિ શિવાજીના વિજયનું મૂળ કારણ સાંભળો. પુનામાં શિવાજી મહારાજના રજવાડામાં શું થયું તે સાંભળો. આપણે રશિયા તરફ વધારે ઝૂક્ય તે વિશે. પશ્ચિમી રાષ્ટ્રો જોડે મિત્રતા રાખી હોત તો જે દશા અત્યારે છે એના કરતા વધારે સારી સ્થિતિ હોત. @30.54min. વલ્લભભાઈની કાબેલિયતથી દેશનું રક્ષાતંત્ર સુધર્યું, રક્ષાતંત્રને મજબૂત કર્યું. ન્યાયતંત્ર એ સૌથી મહત્વનો વિષય છે. @31.04min. સજ્જનો આપણે વલ્લભભાઈની સ્મૃતિ દર વર્ષે 31મીએ કરીએ છીએ, વલ્લભભાઈની સ્મૃતિ માટે જેટલા પ્રયત્નો જે જગ્યાએથી થવા જોઈએ એટલા થતા નથી, છતાં સ્મૃતિ રહે છે, એ બાબતનું રાજકારણ સાંભળો. વલ્લભભાઈ સ્વયંભુ જ્યોતિર્લીંગ છે. આજના દિવસે એમની સ્મૃતિમાંથી આપણે આ દેશના રાજતંત્રના ચાર પાયાને સુદઢ કરવાની પ્રેરણા લઈએ. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @36.32min. ધર્મયુદ્ધ અને પ્રજાનું ઘડતર @43.20min. ગાંધીજી અને શ્રી મદ રાજચંદ્ર. @45.10min. हिंदी फ़िल्मी गीत – कहेनी है इक बात हमे ईस देशके…श्री मन्ना डे