Side A –

– કલકત્તામાં એક વકીલને ત્યાં સ્વામી વિવેકાનંદ(નરેન્દ્ર)નો જન્મ થયો. ૫-૭ વર્ષનો થયો અને પિતા મરી ગયા. પિતા સારા વકીલ હતા,પરંતુ પૈસો બચાવેલો નહિ.@3.36min. ફળો સાથે માણસના સ્વભાવની સરખામણી. નરેન્દ્રની માં વિધવા થઇ. ઊંચી ન્યાતમાં, ઊંચા ઘરમાં વિધવા થાય તો ક્યા જઈને પેટીયું રળે? જયારે નરેન્દ્ર સમર્થ થયા ત્યારે બોલવા લાગ્યા કે જે ધર્મ વિધવાના આંસુ લુછી ન શકે એવા ધર્મને દીવાસળી ચાંપો. એવા ધર્મની મારે કોઈ જરૂર નથી. @9.17min. ક્રાંતિ એમને એમ નથી આવતી. એમને ભણાવનાર જે અંગ્રેજ પ્રોફેસરો એમણે નોંધ મુકેલી કે આવો મેઘાવી છોકરો અમે યુરોપમાં નથી જોયો એટલી એની બુદ્ધિ છે. પ્રોફેસરો કહે છે કે નરેન્દ્રના પ્રશ્નોનો અમારી પાસે જવાબ નથી. નરેન્દ્રના પ્રશ્નોને પ્રોફેસરો સમાધાન માટે વિલાયત મોકલાવતા. એક નિયમ છે કે ફિલોસોફી(દર્શન શાસ્ત્ર)ના વિદ્યાર્થીને નાસ્તિક થતા વાર નહિ લાગે.ડોકટરી લાઈનમાં નાસ્તિકતા નહિ આવે. કારણકે અહી ગહન પ્રશ્નોને માત્ર તર્કના દ્વારા વિચારાય છે અને તર્કને આગળ લઈને ચાલો એટલે નાસ્તિકતા આવ્યા વિના રહે નહિ. આસ્તીક્તાનું મૂળ તર્ક નહિ પણ શ્રદ્ધા છે. નરેન્દ્રને સાધુ-બાવાઓ ઉપર ઘૃણા થઇ ગયેલી. પોતાની જાતને ધિક્કારે છે કે પોતાની માંનું પેટ નથી ભરી શકતો. નરેન્દ્રના કાકા એક દિવસ નરેન્દ્રને લઈને રામકૃષ્ણ પરમહંસ પાસે પહોંચી ગયા. એમનું દોઢ કલાકનું પ્રવચન મંત્ર-મુગ્ધ થઈને સાંભળ્યું. વિચારો બદલાઈ ગયા. નાસ્તીક્તાની ગાંઠ ઢીલી થઇ ગઈ. રામકૃષ્ણ દોડીને મળવા ગયા અને માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યો. વિવેકાનંદ(નરેન્દ્ર) લખે છે કે હું સમજી ન શક્યો પણ પછી સમજાયું કે ખરેખર મને એ શોધતા હતા. આ નાર અને નારાયણની અનાડી જોડી છે, જેવી રીતે અર્જુન અને શ્રી કૃષ્ણ, બુદ્ધ અને આનંદ, મહાવીર અને ગૌતમ, સહજાનંદજી અને ગુનાતિતાનંદજી. નરેન્દ્ર નિર્ભય થઈને પ્રશ્ન પૂછે છે, શું તમે ઈશ્વરને જોયો છે? @16.47min. રામકૃષ્ણે કહ્યું હા, મેં ઈશ્વરને જોયો છે અને તારે જોવું હોય તો તને બતાવું. વિવેકાનંદ એક પરિવર્તન લઈને ઘરે ગયા. એક દિવસ પરિસ્થિતિવશ રામકૃષ્ણની સામે રડી જવાયું અને ૨૫ રૂપિયાની નોકરી અપાવવાનું કહ્યું. રામકૃષ્ણે જાતે જઈને કાલીને પૂછવા કહ્યું. પછી શું થયું તે સાંભળી લેવું. @23.16min. તમારે ભગવાન પાસે શું માંગવું, એ તમે ના માંગશો, પરંતુ કહેશો કે મને તો માંગતા નથી આવડતું, તું જ બતાવ કે મારે તારી પાસે શું માંગવું? એક વખત ગાયકવાડ ડભોઇ ગયેલા, એણે એક બ્રાહ્મણને વ્યગ્રતાથી ઊભેલો જોયો અને માંગવાનું કહ્યું તો શું માંગ્યું તે સાંભળો. નરેન્દ્રને પાછો માં કાળી પાસે મોકલાવ્યો પણ પાછો નોકરી માંગવાનું ભૂલી ગયો. નરેન્દ્રએ કહ્યું ગુરુજી હવે મને નોકરી નથી જોઈતી. રામકૃષ્ણ કહે છે હું તને નવું વેદાંત શીખવાડું છું કે ભૂખ્યાને અન્ન આપો, અજ્ઞાનીને જ્ઞાન આપો અને રોગીને દવા આપો, બસ એટલું કરો તો એનું નામ થયું ક્રિયાત્મક વેદાંત. આ પહેલા કોઈએ ક્રિયાત્મક વેદાંત માર્ગ બતાવ્યો હોય એવું લાગતું નથી. જીવનના પ્રશ્નો છે, વાસ્તવિકતા છે એની સામે લડો. રામકૃષ્ણ દેવ થયા પછી વિવેકાનંદે ભગવા પહેર્યા. અમેરિકા જતા પહેલાં એમનું નામ સચ્ચિદાનંદ હતું. @30.42min. કોઈ પ્રજા હોય અને એનું માપ કાઢવાનું હોય તો એણે માટેના બે મૂખ્ય કારણો છે કે એ યોગ્ય માણસની કેટલી કદર કરી શકે છે? અને અપરાધીઓને કેટલો દંડ આપી શકે છે? આપણે એટલા માટે દુર્બળ છીએ કે અપરાધીઓને દંડ આપી શકતા નથી અને ગુણવાનોની કદર કરી શકતા નથી. આ વાતને જ્યાં સુધી સુધારવામાં નહિ આવે ત્યાં સુધી પ્રજા મહાન થશે નહિ. @34.56min. તમે જોયું? શીખના મંત્રીને દશ દિવસ સુધી જોડા સાફ કરવાનો ઓર્ડેર કર્યો. કારણ કે દંડ જાગ્રત છે એટલે મુઠ્ઠીભર પ્રજા પણ શક્તિશાળી છે. આપણાં અહી ઊલટું છે, એવી પ્રજા કોઈ દિવસ ગૌરવ લઇ શકે નહિ. ગૌરવ લેવાના ચાર કારણો, પૈસો, શૌર્ય, વિજ્ઞાન(મસ્તિષ્ક) અને પ્રમાણિકતા. ઉદાહરણ સહીત વિસ્તારથી સાંભળો. @45.38min. એક તીર્થધામની ૬૪ વસાણાના લાડુની વાત. ચારે તરફ છેતરાવાનુંજ છેતરાવાનું. @48.10min. ન્યુ યોર્કના ફોરેસ્ટ હિલમાં બોક્ષમાંથી પેપર લઇ શકાય. આપણા એન્જીનીઅર શું કરે છે તે સાંભળો.

 

Side B –

શું કરશો? ક્યા જશો? તમારી પાસે આ ચાર ગૌરવના કેન્દ્રો છે એ જો નહિ હોય તો તમે દુનિયાને સામે કઈ રીતે ઊભા રહેશો? પછી આત્મસ્લાઘા કરો એનો કોઈ અર્થ રહે નહિ. પ્રજાનો આ પ્રશ્ન છે કે પ્રજાને આ ચારે ક્ષેત્રમા કેવી રીતે ઉપાડવી? ચમત્કારોથી કોઈ પ્રજા ઊંચે ઉપડી શકે નહિ. ચમત્કારો તો પુરુષાર્થ છોડાવવા માટેનું, સાધના છોડાવવા માટેનું અફીણ છે. પ્રજાને આ ચારે ક્ષેત્રમાં ઉપાડવાનું કામ શરુ થઇ ચૂક્યું. એની પ્રેરણા અંગ્રેજો પાસેથી મળી. એની અસર આપણા ઉપર થવા લાગી. એ વખતે જે મહાપુરુષો થયા એમનું ધ્યાન માત્ર ઈશ્વર તરફ નહિ, માત્ર પરલોક તરફ નહિ પણ આપણાં રોજના જીવન ઉપર પડ્યું, એમાંના એક મહાપુરુષ તે સ્વામી વિવેકાનંદ. રામકૃષ્ણ પરમહંસ દેવ થઇ ગયા પણ શારદામણી દેવીએ એ વખતે બંગાળી સમાજમાં એક બહુ મોટું બંડ પોકારેલું તે સાંભળો. વિવેકાનંદ છ વર્ષ સુધી આ દેશમાં ખુબ ફર્યા પછી દેશની દરિદ્રતા જોઇને ખુબ રડ્યા. @4.48min. એક હાઇસ્કુલના આચાર્યે વિધર્મી વિદ્યાર્થી ગુંડાઓની મૈત્રી રાખી અને એનું પરિણામ એ આવ્યું કે ત્રણ-ચાર મહિનામાં એના નાના દીકરાની વહુનેજ ઉપાડી ગયા. વાણીયા પાસેથી ડહાપણ શીખજો, એ ન બતાવવા જેવા માણસોને પોતાના ઘરનો ઉંબરો પણ ન બતાવે. વિવેકાનંદ ઋષિકેશમાં કૈલાસ આશ્રમમાં ધનગીરી સ્વામી પાસેથી વેદાંત ભણ્યા અને ભ્રમણ કર્યું. @6.39min. એક વાર રાજસ્થાનમાં ટ્રેનમાં થયેલો ચમત્કારિક અનુભવ જરૂર સાંભળો. અજાણ્યા માણસને સ્વપ્ન આવ્યું અને ભૂખ્યા તરસ્યા સ્વામીને એમણે જમાડ્યા. ઘણી જગ્યાએ ફર્યા, બહુ મુશ્કેલી પડી. ફરતાં ફરતાં ખેતડીના મહારાજા એમના મિત્ર, એમને સમાચાર આપ્યા કે અમેરિકામાં વિશ્વ કોન્ફરન્સ ભરાય છે, પણ તેમાં હિંદુ ધર્મનો કોઈ પ્રતિનિધિ નથી, એટલે વિવેકાનંદ તૈયાર થયા. ટીકીટની વ્યવસ્થા કરી અને ૪-૫ મહિનાની યાત્રા પછી અમેરિકા પહોંચ્યા, પણ હોટલવાળો કાળા માણસને ઊતરવા નહિ દે. એક ગોડાઉનમાં ખોખામાં ઠંડી વેઠીને આખી રાત કાઢી. ગુરુદેવનું સ્મરણ કર્યું. સવારે એક બહેન આવીને ઊભી રહી અને આ અજાણી બાઈ એમને પોતાના ઘરે લઇ ગઈ. @13.43min. વિવેકાનંદે કહ્યું કે હું અહી વિશ્વ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યો છું. ત્યાં બ્રહ્મો સમાજના નેતા મજમુદાર ગયેલા તેણે વિવેકાનંદનો વિરોધ કરેલો. ચિકાગો મેયરની દીકરીએ ત્રણ મિનીટની વ્યવસ્થા કરી. જ્યારે એમનું નામ બોલાયું ત્યારે માઈક આગળ અંધારા આવી ગયા. ગુરુદેવનું સ્મરણ કર્યું, પછીની વાત સાંભળો. બીજા દિવસે સવારે ન્યુઝપેપરમાં પત્રકારોએ વિવેકાનંદના પ્રવચનને પ્રમુખતા આપી. @17.09min. સ્વામીજીનો એમરિલો, ટેક્ષાસમાં TV Interview વિશે. વિવેકાનંદ લખે છે કે ચીકાગોના પ્રવચન પછી એકદમ ચમક્યા. ચારે તરફ કાર્યક્રમજ કાર્યક્રમ. ઈંગ્લેન્ડમાં મિસ માર્ગરેટ નોબલ પ્રવચન સાંભળ્યા કરે. આકર્ષણના પ્રકારો, રૂપાકર્ષણ, ધનાકર્ષણ, ગુનાકર્ષણ વિગેરે. વિવેકાનંદ અંગ્રેજો બોલે એના કરતાં વધુ સારું અંગ્રેજી બોલે. માર્ગરેટ નોબલ સ્વામી વિવેકાનંદ તરફ આકર્ષાઈ અને એક દિવસ પરણવાનો પ્રસ્તાવ રાખી દીધો કે તમે જો મારી સાથે લગ્ન કરો તો મારી પાસે ચાર લાખ પૌંડની સંપત્તિ છે એ તમારા ચરણે ધરી દેવા તૈયાર છું. વિવેકાનંદે કહ્યું કે તારી સાથે સંબંધ બાંધવાની મારી ના નથી પરંતુ પતિ-પત્ની સિવાય ભાઈ-બહેન, ગુરુ-શિષ્ય, માં-દીકરાના સંબંધમાંથી કયો સંબંધ બાંધુ. માર્ગરેટ બદલાઈ ગઈ. ભારત આવી અને વિવેકાનંદના કામે લાગી ગઈ. વિવેકાનંદે એનું નામ રાખ્યું ભગીની નિવેદિતા. વિવેકાનંદ પછી એણે ઘણું કામ કર્યું. આજે એની સમાધિ દાર્જીલિંગમાં છે. @29.04min. વુંવેકાનંદ અમેરિકાથી પાછા ભારત આવ્યા, આખા દેશમાં પ્રચાર થઇ ગયેલો. મદ્રાસના બંદરે ઊતરેલા, સન્માન કરવા આખું મદ્રાસ ઉમટેલું. એમને લખ્યું છે કે જો હું અમેરિકા ન ગયો હોત અને ૨૦૦ વર્ષ આ દેશમાં ફર્યો હોત તો પણ મારી કદર થવાની હતી નહિ. આપને આપના માણસોની કદર કરી શકતા નથી. સ્વામી વિવેકાનંદે શું કામ કર્યું તે સાંભળો. R K Missionની સ્થાપના કરી. સાધુઓની ભરતી કરી. આજે તો R K Missionની વિશ્વભરમાં શાખાઓ ફેલાઈ ગઈ. કલકત્તામાં મંદિર બાંધ્યા અને લખ્યું કે આ મંદિરમાં બધાને આવવાની છૂટ છે. પરિણામ એ આવ્યું કે ઊંચા ;લોકો જતા બંધ થઇ ગયા. જયારે જયારે કોઈ તિથી આવે ત્યારે આદિવાસી પ્રજા જે મુસ્લિમ થઇ ગયેલી તેને હજજારોની સંખ્યામાં જમાડે અને સુત્ર આપ્યું “दरिद्र नारायण देवो भव” જેને Humanity માનવતા કહેવાય. આવા સન્યાસી સમાજની પરંપરામાં પહેલીવાર વ્યવસ્થિત રીતે એક મિશનની સ્થાપના થઇ. @35.35min. કહેવાય છે કે અમેરિકામાં એક આખલો મારવા દોડ્યો એને બે શીંગડા પકડી પાછો ધકેલ્યો. જીવનમાં જેટલા ક્ષેત્રો, શિક્ષણનું, ઔષધિનું, ઉપકારનું, સેવાનું વિગેરે પર ભાર મુક્યો. ૩૯ વર્ષ પૂરાં થયા, છેલ્લો દિવસ આવ્યો, ત્યારે ત્રણ કલાક સુધી વિદ્યાર્થીઓને ભણાવ્યા પછી જપ કરતાં કરતાં સુઈ ગયા.એમને જલોદય થયેલો. આટલી મહાન વિભૂતિ કે જેમણે દેશ અને પ્રજાને ઉપાડવાના ભગીરથ પ્રયત્નો કર્યા. @37.51min. ભજન – જનમ જે સંતને આપે – શ્રી નારાયણ સ્વામી.