Side A –
– સંત ચરિત્રમાંથી ભક્તિનો વિષય – બે શબ્દો યાદ રાખો, ભૂક્તી અને ભક્તિ. ભૂક્તી એ સહજ છે.નાનું મોટું સર્વે જીવ માત્રને ભૂખ લાગે, એટલે એ સહજ માર્ગ છે. જેને ન મળતું હોય તેને લૂખું-સુંખું મળતું હોય તો એ બસ છે, તે વિસ્તારથી સાંભળો. જમવામાં નવીનતા ન આપો તો સુખની અનુભૂતિ થાય નહિ. માણસની બુદ્ધિનો વિકાસ છે એટલે એક એક ક્ષેત્રમાં ફરિયાદ છે. એ સારું છે તોજ વિકાસ થાય. ભુક્તિના ક્ષેત્રમાં જે અસંતોષ છે, એ વિકાસનું બીજ છે. એટલે એક માપમાં, એક હદમાં એની જરૂર છે. એ પણ ખોટું નથી પણ ખોટું કોના માટે છે કે જે ભૂક્તી માટે નહિ પણ ભક્તિ માટે જન્મ્યો હોય. બધાજ લોકો કંઈ ભક્તિ માટે જન્મ્યા હોતા નથી. ભૂક્તી માટેતો જન્મ્યા હોયજ છે કારણકે એ સહજ માર્ગ છે. @634min. એટલે કોઈના પ્રત્યે ઘ્રણા ન કરશો, તિરસ્કાર ન કરશો. તમારો વૈરાગ્ય હોય તો એ રાગનો દ્રોહી ન થવો જોઈએ. રાગના ઉપર દયા કરનારો થવો જોઈએ, નહીતો માત્ર ટીકા ખોર નિંદક થઇ જશે. ભક્તિમાર્ગનો પહેલામાં પહેલો આધાર છે “જીવાત્માનું અસામર્થ્ય” આ અસામર્થ્ય બહુ દુઃખદાયક છે. જેમ જેમ સામર્થ્યની સીમા વધતી જાય તેમ તેમ અસામર્થ્યની સીમા પણ વધતી જાય, તેનું ઉદાહરણ સાંભળો. જયારે તમારું સામર્થ્ય ટૂંકું પડે, નાનું પડે ત્યારે તમને કોઈ એવી પ્રચંડ શક્તિ મદદ કરે અને તમારી આ સારી ઈચ્છાને પૂરી કરી આપે એટલે પછી તમે ભક્તિ કરતા થાવ, એટલે ભક્તિનો આ પહેલો હેતુ છે અને તેથી ઓચિંતાના એના કાર્યો સિદ્ધ થવા લાગે એટલે એની શ્રદ્ધા નિષ્ઠા દ્રઢ થાય. આ ભક્તિના ત્રણ પ્રકાર છે અને એના ત્રણ પરિણામ છે. કીર્તન, જપ અને ધ્યાન. ત્રણ પરિણામ, આશ્વાસનની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ અને આલ્હાદ(આનંદ)ની પ્રાપ્તિ. @13.48min. ભક્તિના ત્રણ માર્ગો – “त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधं, त्रिजन्म पाप संहारं एक बिल्वं शिवार्पणम्.” બિલ્વપત્રના ત્રણ પાંખડા હોય તેમ ભક્તિના પણ ત્રણ પાંખડા છે. ધ્યાન ઉપર ભાર મુકનાર જે ભક્તિમાર્ગ થયો એને નિર્ગુણ, નિરાકારી કે જ્ઞાનમાર્ગી એવું નામ આપવામાં આવ્યું. આવા લોકો એકાંત ખોળતા હોય છે. થોડા આસન કરે અને બેસે એટલે મન આપોઆપ તન્મય થાય. “ध्यानावस्थित तद्गतेन मनसा…..तस्मैय नम:” ધ્યાનમાંથી એક શક્તિ પેદા થાય એને આપણે સિદ્ધિઓ કહી શકીએ. @17.55min. આ જીવ રસભોગી છે, સુખભોગી છે અને ભક્તિ જેવું સુખ નથી એના જેવો કોઈ રસ નથી. ભક્તિ સુખ છે, એ ત્રાસ કે ઉપાધી કે અત્યાચાર નથી. આ ત્રણમાંથી તમે કોઈપણ ભૂમિકામાં હોય અને તમારામાં વિવેક હોય તો એક બીજાના વિરોધી ન થશો. સાધનામાં સમય રહેતા જો સફળતા ન મળે તો માણસ નિરાશ થઇ જાય છે. એટલે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે કળીયુગમાં ચારે તરફ અશાંતિ, વ્યગ્રતા, વ્યાકુળતા છે અને એ બધાની વચ્ચે જીવવું હોય તો ધ્યાન કરી શકો નહિ, તો જપ કરો. જપ કરવાયે વધારે સારા છે પણ એથીયે વધારે એક ઢોલક લો, મંજીરા લો, નાચો, કુદો અને ભગવાનનું નામ લો. “कलौ केशव कीर्तनम्” આવી રીતે લોકો ભગવાનનું નામ લેવા લાગ્યા અને તન્મય તદ્રુપ થઇ ગયા. @23.00min. ઉપનિષદો કર્મ ઉપર, જ્ઞાન ઉપર અને ઉપાસના ઉપર ભાર મુકે છે, એક બેલેન્સ બનાવે છે. એક વ્યવસ્થા બનાવે છે. પણ કર્મના ઉપર કેમ વધારે ભાર મુકે છે? કહે છે, કર્મ કરતાં કરતાં તમે સો વર્ષ જીવવાની ઈચ્છા રાખો. બે નાવનું ઉદાહરણ સાંભળો. તમે મુદ્દો સમજી શક્યા હોય તો પશ્ચિમ અને પૂર્વનો આ ફરક છે. પશ્ચિમમાં બધા કર્મઠ છે, આપણે કર્મને બહુ મહત્વ ન આપ્યું. પેલા લોકોએ કર્મને મહત્વ આપ્યું અને પછી કર્મની સાથે યંત્રને જોડ્યું. ઉદાહરણ સાંભળો. ઋષીઓ કર્મવાદ ઉપર ભાર મૂકે છે. પણ આપણે ભગવાનના નામે કર્મને છોડાવ્યું, કે એતો પ્રારબ્ધમાં જે થવાનું હશે તેજ થશે, વિસ્તારથી સાંભળો. @29.00min. સ્વામીજી અમેરિકામાં એક ભાઈને ત્યાં મોટેલમાં ઊતરેલા ત્યાંનો અનુભવ સાંભળો. કડિયો ફક્ત ચાર કલાકમાં આપણા દેશના ચાર હજાર રૂપિયા લઇ ગયો. ઉપનિષદ મોક્ષના નામે કે પરલોકના નામે તમારું જીવન બગાડવા માગતું નથી. એક યુનિવર્સીટી જોવા ગયા ત્યાનું ઉદાહરણ. એક કર્મઠ પ્રજા છે, એક આળસુ પ્રજા છે. આપણે આપણી આળસને ફિલસુફીથી ઢાંકી દીધી છે. ઉપનિષદ આપણું અધ્યાત્મ ગ્રંથ છે પણ કર્મ વિરોધી નથી, કહે છે કર્મ કરતાં કરતાં સો વર્ષ જીવવાની આશા રાખો, માણસને કામ વહાલું લાગે છે અને એ કામ જ્યારે નિષ્કામ ભાવથી થાય તો ભલે એ માણસ કાળો હોય, ખોડીલો હોય તો પણ તમને ગમશે. @35.33min. અમૃતસરમાં શાસ્ત્રાર્થ. @૪૩.૧૨મિન. भजन – जपले हरिका नाम – श्री राजेंद्र और नीना महेता.
Leave A Comment