પ્રજા મહાન તોજ રાષ્ટ્ર મહાન – અમરાપર – પાટીદાર સમાજ
Side A –
– સ્વાતંત્ર્યસેનાનીઓનું બહુમાન પ્રસંગે. પ્રજા જો મહાન હોય તોજ રાષ્ટ્ર મહાન બને, પ્રજા જો મહાન ન હોય તો લાખ પ્રયત્ને પણ કદી રાષ્ટ્રને મહાન બનાવી શકાય નહિ. પ્રજા ચાર કારણોથી મહાન બનતી હોય છે અને પ્રજા ચાર ઊલટા કારણોથી અધમ બનતી હોય છે. આખા ઈતિહાસમાં અંગ્રેજોને અંદર અંદર લડતા જોયા? પ્લાસીનું યુદ્ધમાં સીરાદુલ્લાહની પાસે ૬૫૦૦૦નુ લશ્કર અને રોબર્ટ ક્લીવની પાસે ફક્ત ૩૦૦૦નુ લશ્કર. આ ત્રણ હજારના લશ્કરે પાંસેઠ હજારના લશ્કરને અડધો કલાકમાં હરાવ્યું. અહિ વિભાજકો પૂજાય છે અને સંયોજકો દુભાય છે. @5.16min. જે પ્રજાને સરવાળાનું, ગુણાકારનું ગણિત નથી આવડતું અને માત્ર બાદબાકી, ભાગકારનું ગણિત આવડતું હોય એ પ્રજા કદી મહાન થઇ શકેજ નહિ. વીસ હજાર સંપ્રદાયોમાં વહેંચાયેલી દેડકાની પાંચશેરી જેવી પ્રજાને ગાંધીજીએ એક કરવાનો પ્રયત્ન કર્યો અને ઘણી સફળતા પણ મળી. પ્રજાને સંગઠિત બનાવવી જોઈએ. આપણી ગુલામીનુ મૂળ કારણ, આપણે એક નથી. ધાર્મિક રીતે આપની આ બહુ મોટી કમજોરી છે. એક લાખ મુસલમાનને શાંતિથી ઈદની નમાજ પઢતા જોઇ શકાય પરંતુ એકસાથે પાંચ હજાર હિંદુઓને ધ્યાન કરતા અને પ્રાર્થના કરતા જોઇ શકાય નહિ. @8.40min. અંગ્રેજ કુંભમેળો જોઇને કેમ રાજી થયો અને કેમ ખડખડાટ હસ્યો, તે સાંભળો. બીજું કારણ પ્રજાને જો મહાન બનાવવી હોય અને ગુલામ થતી અટકાવવી હોય તો એની મહત્વકાંક્ષાને કદી મારો નહિ. અંગ્રેજો આખી દુનિયામાં કેમ ફરી વળ્યા? રોટલો શોધવા નીકળ્યા હતા? જેમ્સ કુકે ત્રણ વાર દુનિયાના ચક્કર માર્યા અને ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ શોધી કાઢ્યા. બુદ્ધને કોઈએ પૂછ્યું દુઃખનું મૂળ શું છે? જવાબ આપ્યો દુઃખનું મૂળ ઈચ્છા છે, આના કારણે તમારી ઈચ્છા શક્તિ મરી ગઈ. @13.10min. દુર્ગાસપ્ત સતીમાં લખ્યું છે “या देवी सर्वभूतेषु इच्छारुपेन संस्थिता, नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नम:” બધું મારવા દેજો પણ ઈચ્છા ન મારવા દેશો. આપણું આભડછેડ(આચાર અને વિચાર), મહત્વકાંક્ષા વિનાનું દર્શન સાંભળો. @18.31min. થોડી પ્રજાને બાદ કરીને આખી ભારતની પ્રજા નમાલી છે. @20.49min. કોઇ પણ પટેલે સરદાર પટેલને દિવસમા એક વાર તો નમસ્કાર કરવાજ જોઇએ. નિઝામ-હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મિરનો ઇતિહાસ. @25.47min. મારું એમ કહેવું છે કે અહિંસા ખરી પણ વીરતા સહિતની અહિંસા. જો વીરતા ન હોય તો અહિંસા એ નમાલાપણાને ઢાંકવાનો આદર્શ છે. બૌદ્ધોની અને જૈનોની અહિંસામાં ફરક છે. બૌદ્ધોની અહિંસા માનવીય સબંધો સુધી સીમિત છે, પશુ પક્ષીઓ માટે નથી. એ લોકો તો મુસ્લિમો કરતાંયે વધુ માંસાહારી છે. જૈનોની અહિંસા કીડી-મકોડી, મચ્છર સહીત પરાકાષ્ટાએ પહોંચી ગઈ. એક કરોડાધિપતિ જૈન સજ્જનની વાત. @28.52min. કુમારપાળના મંત્રી વસ્તુપાળનો જવાબ એકેએક જૈન વાણિયાએ યાદ રાખવા જેવો છે. વસ્તુપાળે કહ્યું હું વાણીયો છું, જોખવાનું કામ કરું છું પણ હું રિંગણા-બટાકા નથી જોખતો, હું દુશ્મનોના માથા જોખું છું. કુમારપાળના સમયમાં ગુજરાતની સીમા છેક માળવા-ભીનવાદ સુધી પહોંચાડી દીધી હતી. સરદાર પટેલે નવાબ અને શાહનવાઝ બંનેને પાકિસ્તાન ભગાડ્યા. @33.22min. ચરોતરમાં એક ગામમાં મોલેસલામ ગરાસીયાઓએ શું ધમકી આપી અને સ્વામીજીનો ધમકીનો સુચવેલો જવાબ સાંભળો. મારે તમને સસલાં કે હરણાં જેવા નહિ પણ ગુરુ ગોવિંદસિંહની જેમ સિંહ જેવા બનાવવા છે. સરદાર વલ્લભભાઈ સમય સુચકતાથી જુનાગઢ અને હૈદરાબાદ ભારતમાં ભળ્યા. @41.21min. મહાભારતની યુદ્ધનીતિ. સરદાર પટેલ મારી દ્રષ્ટીએ મહાભારતના ભીમ હતા. @46.35min. फ़िल्मी गीत – अय वतन हमको तेरी कसम – रफ़ी साहब.
Leave A Comment