સુખી સંસારના પરિબળો – સુરત
Side B –
– સેજળીયા ગામ પાટીદાર સમાજ સ્નેહ મિલન – સંસાર ચાર રીતે ચાલે છે, આ ચારમાંથી એક પણ કારણ ન હોય તો ચાલે નહિ. સૌથી પહેલું તત્વ છે પૈસો. પૈસો પેટ્રોલ છે. સારામાં સારી ગાડી હોય પણ પેટ્રોલ ન હોય તો એક ફૂટ પણ ન ચાલે.માણસ સારામાં સારો હોય અને પૈસા વિનાનો હોય તો સંસારથી ફેંકાય જાય, એટલે ધર્મનું એક તત્વ છે પૈસો અને પૈસો કમાવોજ જોઈએ. @4.54min. શક્તિ દુષણ વિનાની હોતી નથી. પૈસો કમાવો, વાપરવો એ પાપ નથી પણ પૈસાના દોષો ઊભા કરવા એ પાપ છે. શ્રી કૃષ્ણે સોનાની દ્વારિકા ઊભી કરી પણ એક બહુ મોટું દુષણ ઊભું થઇ ગયું. પૈસાદાર બનો અને વ્યસન જુગારથી બચો એ કઠીન કામ છે. બચી ક્યારે શકો કે તમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ હોય. કૃષ્ણ દ્વારિકામાં યાદવોને ન બચાવી શક્યા. કૃષ્ણને ઘર છોડવું પડ્યું. @7.44min.થાયલેન્ડમાં કોઈ જગ્યાએ ઝોપડપટ્ટી નહિ, કોઈ ભિખારી નહિ, બેકાર નહિ, સમૃધ્ધ દેશ પણ મોટામાં મોટું દુષણ એ આવી ગયું કે ત્યાં રૂપ વેચાય છે. પૈસાનું આકર્ષણ બધાને હોય છે. સાધુઓને સૌથી વધારે આકર્ષણ હોય છે. ગૃહસ્થ ભાગ્યેજ ઉઘરાણા કરતા હોય છે, અમારો તો ધંધોજ ઉઘરાણાનો. જે ત્યાગના પ્રતિક હતા તે ઉઘરાણીયા થઇ ગયા. @12.10min. બીજા તત્વનું નામ છે સત્તા. સત્તાના આકર્ષણથી પણ લોકો સંસારને ચલાવતા હોય છે. સત્તા વધારવા માટે યુદ્ધો થાય છે. પૈસા કરતા પણ સત્તાનું આકર્ષણ વધારે પ્રબળ છે. સત્તાને છોડવી નથી પણ સત્તાના દુષણોથી મુક્ત થવું. સુરત કેમ આજે ચોખ્ખું છે? કારણકે એક સત્તાવાળો માણસ આવ્યો તેણે સુરતની સિકલ બદલી નાખી. બીજી બે વસ્તુ તમારી આંતરિક છે, તે આવેગો અને લાગણીઓ. પરમેશ્વરે મૂકેલા જોરદાર આવેગો તમને શાંતિથી બેસવા નથી દેતા. વિવેકાનંદનો અનુભવ સાંભળો. આવેગ તમારી પાસે સંસાર ચલાવે છે. @20.39min. ચોથી વસ્તુ લાગણીઓ વિશે. મારું ગામ, મારી માં, મારી પત્ની, પુત્ર, મારો પરિવાર આ લાગણીઓ છે. આ લાગણીઓ સંસારને ચલાવે છે. તમે લાગણી હીન થવા માંગો તો પણ ન થઇ શકો. અમે લોકોને વારંવાર નિર્મોહી થવાનું કહીએ છીએ પણ લોકો અમારા ઉપર નિર્મોહી થઇ જાય તો અમનેજ ન ગમે. લાગણીના સુખ જેવું કોઈ સુખ નથી અને લાગણી હીનતાના દુઃખ જેવું કોઈ દુઃખ નથી. એક વેદાંતી સજ્જનની પોપટના જેવી ગોખેલી વાતો વિશે. નિર્મોહી થવું એ ખોટો ઉપદેશ છે. તમારી પત્ની તમારા પર નિર્મોહી થઇ જાય તો તમને ગમે? લાગણીઓ હોવીજ જોઈએ. બધ્ધું થજો પણ લુખ્ખા ન થશો. લાગણીનું દુષણ એટલેકે સીતાને રામ ઉપર લાગણી થવીજ જોઈએ પરંતુ સુરપણખાને રામ ઉપર લાગણી થાય તે દુષણ છે. આ દુષણને રોકવાનું કામ ધર્મ કરે, સંસ્કૃતિ કરે. @26.51min. સેજળીયા ગામ વિશે. હું ઈચ્છું છું કે બધાના ઘરમાં કાયદેસરનું એક હથિયાર હોવું જોઈએ. ઈન્ડોનેશિયાના હિંદુઓ ક્યાં ગયા? કેમ ૨%જ રહી ગયા? આપને આજે ભાવના વધારવા માટે ભેગા થયા છે, આ એક આપણા સમાજને બંધાવાની જગ્યા છે. સમાજના પ્રશ્નો ઉકેલવા અહી ભેગા થયા છે. @34.35min. દન્તાલીની બાજુમાં સંદેસર ગામની વાત. ભવિષ્યમાં કોઈ આપત્તિ વિપત્તિ આવે ત્યારે ઢાલ થઈને અડીખમ થઈને ઊભા રહો અને એક બીજાને સાથ આપો એવી પરમેશ્વરને પ્રાર્થના. @36.49min. हिंदी फ़िल्मी भजन – बिगड़े ठाठसे काम बनेना, निशदिन बरसात नैन हमारे, सुनो सुनो हे किशन काला, अवसर बीतो जात प्राणी तेरो. – श्री कुंदनलाल साईंगल
में स्वामीजी को गुरुपूर्णिमा के अवसर पर सत सत परनाम करता हु मेने स्वामीजी की बहोत किताबे पढ़ी है उनके आज के विचारो से ही देश की जनता का कल्याण होगा सबको किताबे पढ़नी चाहिए मेरे गाम सुरपुरा १२/२/१२ को स्वामीजी गाम में आये इसलिए स्वामीजी को धन्यवाद स्वामीजी की तबियत अशी रहे इसलिए भगवान को प्राथना करता हु