સાચું દાન – ગણપત વિદ્યાનગર – પાંચ ગામ લેઉઆ પાટીદાર સમાજ
Side A –
@1.32min.માણસોને પાંચ ભાગમાં વિભાજીત કરી શકાય. એક કમાવા માંગતો નથી, બીજો કમાવા માંગે છે પણ કમાઈ શકતો નથી, ત્રીજો પેટ ભરાય એટલુજ કમાય છે, ચોથો અઢળક કમાય છે પણ વાપરતા નથી આવડતું. પાંચમને કમાતાં પણ આવડે છે અને વાપરતા પણ આવડે છે. એક ભિખારી દશ રૂપિયા નથી લેતો, વધારાનું ખાવાનું પણ લેતો નથી. આ ભિખારી નથી પણ બાદશાહ છે. @5.30min. જાત્રા કરવા ગયેલા ત્યાંનો અનુભવ.એક ગરીબ વૃદ્ધ માણસનો અનુભવ, સુદામા હજી જીવે છે.ખરા ભિખારીઓ તો અમે સાધુઓ છીએ. ગામે ગામ બસ ઉઘરાણાજ ઉઘરાણા. એક પટેલ સજ્જનની વાત. @10.56min. જો તમને “ભારત મહાન” એવું કહેવાની ટેવ પડી ગઈ હોય તો તમે ટકાવારી કરજો કે આખી દુનિયામાં ભીખ માંગનારી વસ્તી ક્યા વધારે છે? @14.44min. બીજો માણસ છે તેને ભીખ નથી માંગવી. કમાવું છે પણ કમાઈ શકતો નથી. એક બ્રહ્મભટ્ટ સજ્જન સતચંડી યજ્ઞ, વિશ્વ-શાંતિ માટે આમંત્રણ આપવા આવ્યો, ચાર-પાંચ લાખનો ખર્ચ થાય. સ્વામીજીએ એને રોજી યજ્ઞ કરવાનું કહ્યું કે જેથી ૫-૨૫ છોકરાઓને રોજી મળે. બે વર્ષ પછી બ્રહ્મભટ્ટ ૨૦૦ માણસોને રોજી આપવાની વ્યવસ્થા કરી પાછા આવ્યા. @19.53min. એક ગામમાં હોલના ઉદઘાટન પ્રસંગે એક પટેલ સજ્જન ઊભા થયા અને ડૂમો ભરાઇ આવ્યો, ત્યાર પછીની વાત સાંભળો. રોજીથી મોટો કોઈ યજ્ઞ નથી.આપણા સમાજમાં શ્રમની પ્રતિષ્ઠા નથી પણ આડંબરની પ્રતિષ્ઠા છે.@25.50min. એક માણસ એવો છે જેને કમાતાં તો આવડે છે પણ માંડ પોતાનું પેટ ભરાય તેટલુંજ. એક માણસ એવો છે કે જેને ઢગલાબંધ કમાતાં આવડે છે. એક સિંધી યુવાનનું ઉદાહરણ. સાંજ પડતાંજ માત્ર ટેલીફોનથી લાખ-બે લાખ કમાઈ શકે છે. આવા ઘણા માણસોને પૈસા વાપરતાં નથી આવડતા. વાપરે છે તો પૈસામાંથી પાપ ઊભું કરે છે. @30.30min.વૃંદાવનમાં ભણવાની તકલીફ વીશે. માધુકરી (ભિક્ષા) લેવા જવા વિશે. “पैसे वालेने कुछ न दिया.” બીજે દિવસે મધ્યમ વર્ગમાં ઝૂંપડા જેવા ઘરમાં ભરપૂર ભિક્ષા મળી. એક માણસ એવો છે કે જેને પૈસા કમાતા અને વાપરતા પણ આવડે છે. આ બહું દુર્લભ માણસ છે.જે દ્રષ્ટિ ન આપે તેને સંત કહેવાયાજ નહિ. તમે દિક્ષા લો અને દ્રષ્ટિ ન મળે તે ઘેટાં દિક્ષા છે. જેમાંથી જીવનને સાચી દિક્ષા મળે તે સાચી દિક્ષા છે. @35.04min. મફતભાઈ ગગલના અરવિંદભાઈ અને તેના ગુરુ રણછોડદાસ મહારાજે કેવી દિક્ષા આપી તે સાંભળો. તમે લાખો કરોડોનું દાન કરો પણ એવી જગ્યાએ આપો કે તે ઊગી નીકળે. અત્યારે એવું ગાંડપણ ચાલ્યું છે કે ધર્મને રાખવા બસ મંદિરો બાંધો, મંદિરો બાંધો. @40.38min. કાશીમાં સંકટ મોચન હનુમાન અને ત્યાંના વિદ્યાર્થીઓ. @47.53min. ઊમિયા પરિવાર તથા ગણપતભાઈ, અનિલભાઈને ધન્યવાદ કે તેઓ અમેરિકા ગયા અને દ્રષ્ટિ મળી. @48.50min. સ્વામીજીની સંસ્થા તરફથી ૧,૦૧૦૦૦ રૂપિયાનું દાન.
મહેસાણા, જેસીસ
Side B –
– જ્યારે કોઈ રાષ્ટ્રનું ભલું થવાનું હોય ત્યારે એને એક કુશળ નેતા મળતો હોય છે. ઇંગ્લેન્ડ, ચેમ્બરલેનના ટાઈમમાં પ્રજામાં હતાશા, નિરાશા, વ્યગ્રતા, ભય, ચિંતા, વ્યાકુળતા હતા. ત્યાંના નેતા બદલાય છે અને તેજ પ્રજાનું ઘડતર કરે છે. જેનામાં તત્કાળ સાચો નિર્ણય કરવાની શક્તિ હોય તેજ ખરો નેતા થઇ શકે. @4.11min. મહાપુરુષ એ છે જે વાતાવરણથી પ્રભાવિત નથી થતો, પરંતુ તે વાતાવરણ ઊભું કરે છે. જે બધાને રાજી કરવાનો પ્રયત્ન કરે છે તે કોઇને રાજી નથી કરી શકતો. અળખા થવાની શક્તિ હોય તે સાચો નેતા થઇ શકે. કોઈ ઘરનું ભલું થવાનું હોય તો તે ઘરમાં સારી કન્યા વહુ કે પુત્રવહુ તરીકે આવે.ગમે એટલો સમર્થ પુરુષ હોય, તે પેઢી, દુકાન કે ફેક્ટરીને સુધારી શકે પણ ઘરને ન સુધારી શકે. @8.49min. જો મારી વાત તમને સાચી લગતી હોય તો તમે કન્યા લાવતાં પહેલાં સો વાર વિચાર કરજો. સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના લક્ષણો બતાવ્યા છે. કન્યા અને મિત્ર ખોળવાથી નથી મળતા. ૪૦૦ કન્યા જોયા પછી એક પટેલને માથે છાણા થાપે એવી કન્યા મળી. @16.50min. લાલ બહાદુર શાસ્ત્રીને ગરીબીના સમયમાં TB થયેલો ત્યારની વાત જરૂર સાંભળો. ગરીબીમાંથી પ્રેમ ઉત્પન્ન થતો હોય છે. પૈસાદાર હોય ત્યાં ગણિત ઉત્પન્ન થતું હોય છે. @19.46min. જ્યારે કોઇ ધર્મ સુધારવાનો હોય તો એનો મૂખ્ય ગુરુ માનવતાવાદી થાય. બહુ પ્રાચીન કાળમાં આખો ધર્મ યજ્ઞ તરફ વળેલો હતો. હિંદુ પ્રજાએ અગ્નિમાં જેટલું હોમ્યું એટલું દુનિયાની કોઇ પ્રજાએ હોમ્યું નથી. પછી બૌદ્ધો આવ્યા, બધે સધુઓજ સાધુઓ. તેમણે સ્તુપો કર્યા. સારું થયું કે આપણે તેનું ગર્વ લઇ શકીએ છીએ.@22.55min. જે લોકોએ ૧૦૦-૧૦૦ વાર રક્ત આપ્યું તે સાધુનાયે સાધુ છે. એમના રક્તદાનથી કેટલાંયે જીવ બચ્યા છે. એ સાચું દાન છે. આજે દેશમાં દોઢ કરોડ માણસો માત્ર ધાર્મિક આજીવિકાથી જીવે છે. તમારા ખભા ઉપર બેસવાનું અને તમનેજ ગાળો દેવાની કે તમે પાપી છો, તમે માયામાં, સંસારમાં પડેલા છો. ફરી પાછો વણાંક આવ્યો અને તમારું દાન બ્રહ્મ-ભોજન તરફ વળી ગયું. આખી દુનિયામાં લાડવા ખાનારો સ્પેસીઅલ વર્ગ કોઈએ ઊભો કર્યો છે? @26.12min. બ્રાહ્મણ દુનિયાની એક બુદ્ધિશાળી પ્રજા છે એવું BBC રેડીઓ પર સાંભળેલું તે વિશે. શિહોરના યજ્ઞમાં દુલા ભાયા કાગ ગયેલા, એણે આ બધું જોયું ત્યારે એનો આત્મા કકળી ઊઠ્યો, ત્યાંની ત્યાંજ કવિતા લખી. “ઈ ભાંડું હજારો ગામડિયા, જે રોગના ભોગ બન્યા. એના આંગણે કોઈના વૈધ ગયા, દુખ દર્દ તો કોઈએ પૂછ્યાજ નહી, અકાળે મૃત્યુને શરણે થયા. લાખો યજ્ઞ તણા ભડકે ભડકે, પેલા દીન જનોની ચિતા સળગે.” આ કવિનો આક્રોશ છે, કે કેમ આપણે માનવતાવાદી નથી થતા? કોઇએ પ્રેરણાજ ન આપી.@29.49min. મંદિરો બાંધવાનો બીજો વણાંક સાંભળો. દક્ષિણ ભારતના મંદિરો કેમ ઉજ્જડ પડ્યા છે? તે સાંભળો. ત્યાંના લોકો કહે છે કે મંદિરોએ અમારા જીવનમાં કોઇએ રસ લીધોજ નથી. જેણે અમને રોટલો આપ્યો, સ્કુલ બતાવી, માણસ બનાવ્યા તેમાં અમે રસ લઈએ છીએ.મંદિરના આજુબાજુના લોકો બધા ક્રિશ્ચિઅનો થઇ ગયા. એટલે આમ, ભ્રાંતિ છે કે મંદિરોથી ધર્મ વધે. તો ધર્મ રહેશે કેવી રીતે? ધર્મ માનવતાથી રહેશે. મંદિરમાંથી માનવતા નીકળશે તો મંદિરો રહેશે, આશ્રમમાંથી નીકળશે તો આશ્રમ રહેશે. @33.49min.સુરેન્દ્રભાઈ પરીખ અને એમના સાથીદારોએ આટલી સરસ બ્લડ બેંક બનાવી એ જોઇને આનંદ થયો, દાતાઓએ દાન કર્યું એ બધાને વંદન કરવા હું આવ્યો છું. @34.07min. માનવતા તરફ દિશા બદલવાની જરૂર છે અને એ દિશા ન બદલીએ તો તમે ગમે એટલું બોલો કે “हम महान है, हम महान है.” તો મહાન બોલતા જશો અને માર ખાતા જશો. એટલે જ્યારે કોઇ ધર્મ સુધરવાનો થાય તો એને એવો ધર્મગુરુ મળે કે લોકોને માનવતા તરફ વાળે. @36.28min. ઓડીઓ બુકમાંથી સામુદ્રિક શાસ્ત્રના પ્રકરણનું વાંચન. @43.26min.ભજન – સેવક બનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા. – શ્રી નારાયણ સ્વામી.
Leave A Comment