બંધારણ બદલો – રાજકોટ
Side A –
– પ્રવીણ પ્રકાશન તરફથી સ્વ.કવિ હરીન્દ્ર દવેની પૂણ્ય સ્મૃતિમાં – પ્રશ્નોના ત્રણ રૂપ હોય છે. (૧) સ્ટોકમાં રાખી, પાછળથી ઉકેલી શકો.તેવા, (૨) બીજા પ્રશ્નોને પડતા મૂકીને તેને અગ્રીમતા આપવી પડે તેવા, અને (૩) અગ્નિ જેવા સળગતા પ્રશ્નો, બીજું બધું પડતું મૂકીને સીધા આવા પ્રશ્નો પર કામે લાગી જવું પડે. સ્વામીજીની દ્રષ્ટિએ આજે ભારતનો મોટામાં મોટો પ્રશ્ન દેશ તૂટવાનો અને ચૂન્થાવાનો છે. દેશ બે રીતે તૂટે, પ્રજાના દ્વારા અને નેતાઓના દ્વારા. ઇતિહાસથી ખબર પડશે કે દેશમાં કાયમ બળવા થતા રહ્યા છે. પંજાબ, કાશ્મીર આસામમાં જે કઈ થઇ રહ્યું છે તે પ્રજાના દ્વારા થઇ રહ્યું છે. @5.19min. દુનિયાના બધા દેશોમાં અમેરિકા સિવાય બધે એવુંજ ચાલી રહ્યું છે. અમેરિકામાં પ્રજા કેમ અલગ થવા માગતી નથી તે સાંભળો. પંજાબ તૂટવાની અણી ઉપર હતું. મેજર જનરલ ગીલે તે પ્રશ્ન ઊકેલી નાખ્યો. બંદુકના દ્વારા ઉકેલાયેલા પ્રશ્નો કાયમી નથી હોતા, સ્થાયી ઉકેલ સંધીઓથી આવે છે. અંગ્રેજોએ ભારતમાં ૧૦૦ વર્ષમાં ૩૭ યુદ્ધો કર્યા તે દરેકે સાભળીને સમજવું જોઈએ. તમિલ પ્રજા સાહસિક કેમ છે તે સાંભળો. દેશ જ્યારે નેતાઓના, સરકારના દ્વારા તૂટતો હોય તો એને કેવી રીતે બચાવી શકાય? એનું કારણ છે બંધારણની અક્ષમતા.આ અત્યંત ગંભીર અને અત્યંત મહત્વનો વિષય છે. @13.52min.બંધારણને ત્રણ ભાગમાં વહેંચી શકાય તે વિશે ભારત અને ઇગ્લેન્ડની પોલીસ સંભવિત ગુનેગારને પકડવા આવે તો તેમાં શું ફરક છે તે સાંભળો. ઈંગ્લેન્ડમાં વ્યક્તિ ગુનેગાર પૂરવાર થાય નહિ ત્યાં સુધી પેપરમાં ફોટો છાપી શકાય નહિ. અહિયાં તો પટાવાળાની કક્ષાનો માણસ પણ MP ધારાસભ્ય થઇ શકે છે. બજેટ, વિદેશ નીતિ, દુનિયાનો નકશો ન સમજી શકે તે માણસ પણ ધારાસભ્ય થઇ શકે છે. @21.12min. બંધારણ નવે નામે ફરીથી લખાવું જોઈએ. અત્યારના બંધારણથી કદી દેશ બચવાનો નથી, કારણકે તમે ક્રીમને મોકલી શકતા નથી અને કચરાને રોકી શકતા નથી. કચરો તો ઠીક પણ અપરાધીઓ, ગુંડાઓ, બદમાશો, દાણચોરો મૂછો ઊંચી કરીને લોકસભા-વિધાનસભામાં જાય છે. અપક્ષો આ દેશની ઉપાધી છે. અપક્ષોને રોકવા જોઈએ. અપક્ષથી શું મુશ્કેલીઓ થાય છે તે સાંભળો. પક્ષના માણસોમાં એક માણસ એકજ જગ્યાએ ઊભો રહી શકે. આ પાયાના પ્રશ્નો છે. જે સુધારા કરવા જોઈએ તે સાંભળો. @32.36min. ધરતી પક્કડની વાત. થોડા વર્ષો પહેલાં ચૂટણીમાં કોંગ્રેસને ભરપેટ ગાળો આપી, સરકાર બનાવી અને પાછી એ સરકાર તૂટી ત્યારે કોંગ્રેસ સાથે મળી નવી સરકાર બનાવી. આ પ્રજાનો વિશ્વાસઘાત છે. ઈઝરાઈલની સરકાર વિશે સાંભળો. બે-ત્રણ પક્ષો ભેગા મળી સરકાર ચલાવે છે. ત્યાના બંધારણમાં વ્યક્તિ નહિ પણ પક્ષ ચૂંટણીમાં ઊભો રહે છે. પક્ષાંતરનો પ્રશ્નજ નથી. @40.37min. ઈઝરાઈલમાં ૧૧% મુસ્લિમો છે તેઓ અંદરો અંદર ઝગડતા નથી. આ ૧૧%માંથી ઘણા લોકો સરકારમાં અને લશ્કરમાં છે. આ મુસ્લિમો જાણે છે કે તેઓ ઈઝરાઈલમાં જેટલા સુખી રહી શકે તેટલા આરબ દેશમાં સુખી રહી શકે નહિ. આ મુસ્લિમો વોટ આપે છે પણ કોઈપણ પક્ષ એમને માથે નથી ચઢાવતો. રાષ્ટ્રવાદ પહેલી વસ્તુ છે. આપણાં અહી ચૂંટણીના એક વર્ષ પહેલાં કોઈ લહાણી ન થઇ શકે એવી જોગવાઈ થવી જોઈએ. @45.10min. આખા દેશના મુલ્લાઓને અને તામીલનાડુમાં પૂજારીઓને પગાર આપવા વિશે. અહી લોભ-લાલચ ભરેલું ચૂંટણીનું વાતાવરણ છે. આવી તુચ્છ વાતોથી પ્રજા વામન બને છે. ચૂંટણી દેશના પ્રશ્નોથી લડાય છે. લોભ લાલચની જાહેરાત અટકાવવી જોઈએ. @48.25min. ઈઝરાઈલની ચૂંટણી.
Side B –
– આપણી આ પદ્ધતિમાં ખોટા માર્ગે ચાલવાનું ફરજીયાત બની જાય છે. પાર્લામેન્ટમાં ભાવતાલ થાય છે. દેશને બચાવવું હોય તો આ બંધારણને વિદાય કરવું પડશે અને એની જગ્યાએ ભારતીય પરિપેક્ષમાં આવે એવું બંધારણ લાવવું જોઈએ. ઈંગ્લેન્ડમાં એકજ સભ્યની બહુમતીએ વિલ્સને ચાર વર્ષ રાજ કર્યું હતું. આપણાં અહી ૧૦૦ની બહુમતીને પણ તોડી શકાય છે.@3.00min. H M પટેલની સાથે ગુજરાતમાંથી એકને પણ મંત્રી મંડળમાં ન લીધો તે વિશે એમનો જવાબ સાંભળો. @6.31min. હરિયાણા – પંજાબ જુદા થયા પછી શાંતિ થશે એવું માન્યું પણ શાંતિ થઇ નહિ, એમ ગાઝા પટ્ટી કે વેસ્ટ બેંક આપી ઈઝરાઈલમાં શાંતિ થાય એવું માનો તો એ વાત ખોટી છે. એજ પ્રમાણે ૭૧ની લડાઈમાં સિમલા કરાર પછી જીતેલો પ્રદેશ પાછો આપી દીધો પરંતુ શાંતિ થઇ નહિ. અત્યારે બંધારણ બદલ્યા વિના કોઈ બીજો રસ્તો નથી.@9.15min. આપણાં બંધારણની દશા એ છે કે રાજ્યની અંદર અવ્યવસ્થા ઊભી થાય, કાયદો કાનુન તૂટી પડે તો રાષ્ટ્રપતિ શાસન થાય પણ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન ન થઇ શકે એ બાબતે વિચાર કરવો જોઈએ. મંત્રી મંડળ જોક્કર ટાઇપ આવી જાય અને અરાજકતા ઊભી કરી દે તો શું થાય? એક જીલ્લા પંચાયતના પ્રમુખે કહ્યું કે છેલ્લા અઢી વર્ષથી ૧૮ માણસોને દર મહિને પોતાના પક્ષમાં રાખવા માટે પગાર ચૂકવું છું. આપણે રાવણની સભામાં પગ રોપીને ઊભા રહે એવા અંગદો પેદા નથી કરી શકતા પણ જોઈએ એટલા અમીચંદો પેદા કરીએ છીએ. ક્યારે તમને વિશ્વાસઘાત કરી દે તે કહેવાય નહિ. @14.21min. આપણે કંઈ એવો સુધારો કરવો પડશે કે MP / ધારાસભ્ય થવા માટે ઓછામાં ઓછી યોગ્યાતાતો પુરવાર કરવીજ પડશે. હરિન્દ્રભાઈ સાથે મારા નીકટના સંબંધો છે. હરિન્દ્રભાઈ તંત્રી, સાહિત્યકાર અને કવિ છે. અત્યારે એજ કામ ફૂલછાબના તંત્રી હસમુખભાઈ કરી રહ્યા છે. આ તંત્રી તરીકેની એમની મોટામાં મોટી સેવા છે. હરિન્દ્રભાઈએ હંમેશા કલમનો સદુપયોગ કર્યો છે. @19.32min.घायलकी गत घायल जाने, और न जाने कोई, एरी मै तो प्रेम दिवानी मेरा गर्द न जाने कोई. જે ઘાયલ નથી થયો તે શું કવિતા લખી શકે? હરિન્દ્રભાઈનાં કાવ્યોમાં દર્દ, વેદના છે. હરિન્દ્રભાઈના કાવ્યોની મૂલવણી આવનારા સમયમાં થશે. પરમેશ્વરને પ્રાર્થના કરું કે સૌને શક્તિ દે, માર્ગદર્શન કરે, આભાર, ધન્યવાદ. @25.27min. સુરત કડવા પાટીદાર સમાજના સન્માન સમારંભમાં પ્રવચન. @37.21min. ગાંધીજી એક રાષ્ટ્રિય સંત.@45.34min. फ़िल्मी देश-भक्ति गीत – ताकत वतनकी हमसे है.
Leave A Comment