વેદ, સામ વેદ

[ગાંધર્વ ઉપવેદ] સાહિત્ય.

ગાંધર્વ વેદ કહે છે કે લલિત કળામાં રસ રાખો, તમે થોડું સંગીત જાણો. તમને ગાતાં નહિ આવડે તો કંઈ નહિ પણ સાંભળી જાણો. થોડો ટાઇમ કાઢીને તમે સંગીત સાંભળો, થોડું સાહિત્ય વાંચો, કંઈક કલામાં રસ રાખો. ભર્તુહરીએ લખ્યું છે કે: “संगीतसाहित्य विहीन साक्षात् पशु: पुच्छ विषाण हित.સંગીત સાહિત્ય વિનાનો માણસ સક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે.

listen – Side A
(વેદોની પ્રેરણા) – NEW JERSEY (ન્યુ જર્સી ), USA – નાવના ઉદાહરણથી હિંદુ ધર્મનીઅસ્પષ્ટતા વિશે સમજણ. @6.20min. આપણા શાસ્ત્રોનું નામ વેદો છે. લોકો સુધી કેમ ન પહોંચ્યા અને તેનું પરિણામ સાંભળો. @12.06min. જેના હાથમાં સત્તા હતી તેમણેવેદો પર હક્ક કરી લીધો.અને સામાન્ય પ્રજા, પોતાના મૂળ શાસ્ત્રો વેદોથી વંચિત રહી ગઈ. @14.10min. સિદ્ધપુરમાં ગંગા વાડીમાં એક મહિનાનું પ્રવચન અને સ્વામીજીના આગ્રહથી હરિજનોનો પ્રવેશ. @18.15min. ચાર વેદો અને તેના ચાર ઉપવેદો વિશે. આ ચાર ઉપવેદો જીવનના ચાર મોટા પ્રશ્નો ઉકેલવા માટે છે. ચાર વેદો: ઋગવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. અનુક્રમે ચાર ઉપવેદ: ધનુર્વેદ, યજુર્વેદ, અથર્વેદ, ગાંધર્વવેદ. ધનુર્વેદની રચના વિશ્વામિત્રે કરી. એમાં લખ્યું છે કે, પોતાની સુરક્ષા રાખવા માટે દુશ્મન કરતાં બમણું સૈન્ય અને ચડિયાતાં શસ્ત્રો રાખો. અમેરિકાનું ઉગાહરણ. સમૃદ્ધિ હોય અને સુરક્ષાની વ્યવસ્થા ન હોય તો તમારી સમૃદ્ધિ તમારીજ દુશ્મન થઇ જાય. ભિખારીને કોઈ લુંટતું નથી. આપણે ધનુંર્વેદનો ત્યાગ કર્યો એટલે ઇતિહાસે તમારો ત્યાગ કર્યો. @26.30min. શીખ પ્રજાને ગુરુ ગોવિંદસિંહ સુકાની મળ્યા એટલે દુનિયાની બહાદુર પ્રજા બની. @30.03min. અમદાવાદમાં મહોલ્લાના મહોલ્લા કેમ ખાલી થાય છે? આ વેદ ભગવાનનો સંદેશો જીવનમાં નથી ઉતાર્યો તેનું પરિણામ છે. @38.02min.રામકૃષ્ણે સ્વામી વિવેકાનંદને સક્રિય વેદાંતના ત્રણ રૂપો બતાવ્યા ભૂખ્યાને રોટલો આપ, રોગીને દવા આપ અને અજ્ઞાનીને જ્ઞાન આપ. “न हि ग्नानेन….विन्दति…..(४-३८) @42.30min. એક શેઠના ઉદાહરણ સાથે ધર્મગુરુની સરખામણી. વેદ ભગવાન ગાંઠો પડતા નથી પણ ગાંઠો ઉકેલે છે. @46.20min. વેદ નારાયણ બહુ સ્પષ્ટ છે. રામાયણનું દ્રષ્ટાંત.

listen – Side B

બીજો અજુર્વેદનો ઉપવેદ આયુર્વેદ.ગુજરાતની પ્રજા પંજાબથી આવેલી છે. @2.43min. ગુજરાતી પ્રજાને કેવો ધર્મ મળ્યો તે સાંભળો. આયુર્વેદ એમ કહે છે કે તમારું શરીર સુધારીને આયુષ્ય લંબાવી શકાય છે. સંયમથી વ્યવસ્થિત જીવન જીવો તો ૧૦૦ વર્ષ જીવી શકાય છે. @6.50min. વેદ મંત્ર કહે છે કર્મ કરતાં કરતાં સો વર્ષ જીવવાની ઈચ્છા રાખ. ગાડીમાં પટ્ટો બાંધવાથી અને એરબેગથી માણસને બચાવી શકાય છે. @11.50min. હાર્ટસર્જરીથી, લીવર, કીડની બદલીને માણસને બચાવી શકાય છે. @18.30min. ત્રીજો અથર્વવેદનો ઉપવેદ છે અર્થવેદ. કદી સ્થૂળ અને પ્રદર્શિત ત્યાગમાં મોહિત ન થશો. એ તમને ઉપદેશ આપે છે કે તમે બે પૈસા કમાજો, તેમાંથી અડધો પૈસો સારા કામમાં વાપરજો. પૈસા હશે તો તમારી પ્રતિષ્ઠા હશે, નહિ તો ઘરના માણસોજ તમને ધુતકારશે. નશીબમાં(પ્રારબ્ધમાં) માનશો નહિ અને પુરુષાર્થ કરજો. ચાણક્યે અર્થશાસ્ત્રના ગ્રંથમાં લખ્યું છે કે પ્રજા દરિદ્રી ન હોવી જોઈએ.રાષ્ટ્રનો ખજાનો હંમેશા ભરપુર હોવો જોઈએ. મંત્રના પ્રયોગ કરતા એક બ્રાહ્મણ તથા વૈભવ લક્ષ્મીના વ્રત વિશે. @ 27.53min. ચોથો સામવેદનો ઉપવેદ ગાંધર્વ વેદ છે તે લલિત કળા માટે છે. તમારા ઘરમાં બધું હોય, પરંતુ તમને સંગીતમાં, સાહિત્યમાં, કલામાં રસ નહિ હોય તો તમે શુષ્ક, નીરસ માણસ થઇ જશો. માણસ રોટલાને વફાદાર નથી હોતો પણ વ્હાલને વફાદાર હોય છે. તમે તમારા છોકરાંને ખોઈ બેસશો, તમારી પત્નીને ખોઈ બેસશો. આખો દિવસ બહારનું કામ કાર્ય પછી, ઘરના માણસોને ટાઇમ આપો. @31.55min. ગાંધર્વ વેદ કહે છે કે તમે થોડું સંગીત જાણો. તમને ગાતા નહિ આવડે તો કંઈ નહિ પણ સાંભળી જાણો. ભર્તુહરીએ લખ્યું છે કે “संगीतसाहित्य विहीन साक्षात् पशु: पुच्छ विषाण हित.” @36.12min. થોડો ટાઇમ કાઢીને તમે સંગીત સાંભળો, થોડું સાહિત્ય વાંચો, કંઈક કલામાં રસ રાખો. આ ચાર વસ્તુઓ તમારાજીવનમાં ઊતરે તો વેદ ભગવાનનો સાંસારિક સંદેશો ઉતરે. @36.57min. બ્રહ્મલીન પ્રજ્ઞાચક્ષુ ગંગેશ્વર મહારાજનું ચરિત્ર. @39.52min. જ્ઞાનના મદ વિશે. @41.53min.ભજન, શીલવંત સાધુને વારંવાર નમીએ. – શ્રી નારાયણ સ્વામી