listen – Side A

શ્રીમદ ભગવદ ગીતા એ જીવનને દિશા બતાવનારું એક અદભૂત શાસ્ત્ર છે. જો કોઈપણ ગ્રંથ કે શસ્ત્રનો સંબંધ જીવન સાથે ન હોય તો તે કોઈનું કલ્યાણ ન કરી શકે. @3.50min. જીવનના ચાર ભેદ છે. તમને શું મળ્યું? જીવન એક સંગીત છે. સંગીત આપનારનો આનંદ શ્રોતા છે. વિવેકાનંદની કથામાં એક ડોસીની ઊંઘ વિશે. @8.00min. “या निशा सर्वभूतानां ……पश्यतो मुने:….(२-६९). @11.17min. જીવન એક ભાર છે, ત્રાસ છે. માણસ બહાર નથી થાકતો પરંતુ ઘરમાં થાકી જાય છે. ભગવદ ગીતા એક સંગીત છે એટલે એનું નામ ગીતા છે. @16.13min. જો એ સંગીતની સાધના ન કરી શકાય તો જીવન એક બોજ છે. @18.00min. સ્વાધ્યાય પરિવાર – એનો અર્થજ એ છે કે તમે કુટુંબનાં માણસો ભેગા થાવ અને જીવનના માર્ગ પર એક સાથે ચાલો. પરંતુ એનો અર્થ એ નથી કે તમે ખાલી ગ્રુપ કરીને એક નવો વાડો ઊભો કરો, એક નવી વ્યક્તિ પૂજા ઊભી કરો અને પછી બીજા માટે એલર્જી ઊભી કરો, તો જે દોષો દૂર કરવાના હતા તે ફરી પાછા આવી ગયા સમજો..એક ઓળખીતા સાધુની વાત. વ્યક્તિ પૂજાથી હિંદુ પ્રજા તો બરબાદ થઇ ગઈ. તમારી પાસે એક સરસ મઝાનું વર્ષો જુનું ઝાડ છે પરંતુ તમે પાંદડા પકડનારી પ્રજા થઇ. ભગવદ ગીતા થડ પકડાવે છે. @21.12min. ગંગા અને નાળાનું ઉદાહરણ.આખી ગીતા વાંચી જજો અને શોધી કાઢજો કે ઊભું તિલક કરવું કે આડું કરવું? તપ વિનાનું જીવન હોયજ નહિ. તપ નથી તો સુખ નથી. @25.13min. એક બ્રાહ્મણની (આત્મદેવ) વાત. સંતાન વિનાનું જીવન ઝેર ઝેર થઇ ગયું. @૨૮.૩૪મિન. કલકતાનો એક સાભળવા જેવો અનુભવ. આપઘાત કરવાનો સમય ચૂકવવાથી એક કુટુંબ બચ્યું. @36.20min. स कृत्वा राजसं….लभेत…(१८-८) જે લોકોને દેખાડવા માટેનો ત્યાગ છે તે સ્થુળ ત્યાગને જોઇને પ્રભાવિત ન થશો. સાચો ત્યાગ તો ગાંધીજીનો છે. સંત ગાળગે બુઆ વિશે.કરોડોનું ટ્રસ્ટ હોવા છતાં પોતાની દીકરીને ૪૦ રૂપિયાની મદદ ન કરી. પોતાના ફોટાઓ ફડાવી નાંખ્યા અને કોઈએ પોતાની મૂર્તિ બનાવેલી તે જાતે જઈને અથોડાથી તોડી નાખી. માણસનું મૂલ્ય મૃત્યુ પછી થતું હોય છે. જીવતા માણસનો ઈતિહાસ ન હોય, મૂર્તિ ન હોય પણ બિરદાવલી હોય. @44.54min. સુરતમાં એક વાણીયા સજ્જનની સાંભળવા જેવી વાત, પોતાના છોકરાઓને સમજાવવાથી આવેલું શુભ પરિણામ. @48.58min. ભાગવતની ઉત્થાનીકા ચાલુ.

listen – Side B
– આત્મદેવનું આખ્યાન ચાલુ. @3.34min. જીવનના બધા સુત્રો તમારા હાથમાં નથી. જયારે તમને લાગેકે આમાં તમારું કશું ચાલે તેમ નથી ત્યારે ઢીલા થઇ જાવ. એ ઢીલા થવું તેને ગીતા અનાશક્તિ કહે છે. निर्मानमोहा….पदमव्ययं तत्….(१५-५) @4.51min. ગોવર્ધન લીલાનું રૂપક. @6.52min. विषया विनिवर्तन्ते….निवर्तते….(२-५९) ગાંધીજી પર બહુ અસર થઇ. જે લોકો ઉપવાસ કરે છે, એમના વિષયો નિવૃત થઇ જાય છે, પણ જે પરમાત્માના દર્શન કરે છે, એના અંદરનો રસ-વાસના પણ દૂર થઇ જાય છે. આખી ગીતામાં કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે અર્જુન તું અગિયારસ કરજે, વીટી કરજે, સોમવાર કરજે વિગેરે. @9.45min. ઉપવાસ વિશે. “कबीर काया कुतरी करत भजनमें भंग, टुकड़ा रोटी डालके भजन करो निसंन्ग.” આહાર અને વિહાર વિશે ગીતા શું કહે છે? युकताहारविहारस्य….दुकः:खहा….(६-१७) @12 .07min.એક ગાયત્રીના ઉપાસકને કેમ અનિદ્રાનો રોગ થયો તે સાંભળો. ઈશ્વરનું ભજન કરજો, ધ્યાન-ચિંતન કરજો પણ કોઈ દિવસ કલાકો સુધી રૂમ બંધ કરીને, આંખો બંધ કરીને મગજ પર અત્યાચાર ન કરશો. ધ્યાનશિબિરમાં જશો નહિ. योग: कर्मसुकौशलम्….(२-५०) કૃષ્ણ કહે છે: કુશળતા પૂર્વક કર્મને કરવું તેનું નામ યોગ છે. સહજ યોગ ઉપર ન ચાલ્યા એટલે, ભારતમાં મોટા ભાગના આધ્યાત્મિક માણસો અલ્પજીવી થયા. @17.38min.વિવેકાનંદે એક જગ્યાએ લખ્યું છે કે “સન્યાસીઓ સાંજ પડે, વોલી બોલ રમજો, ફૂટ બોલ રમજો” જેથી તમારા શરીર સારા રહે. સાધુ-સંતોની દુનિયા કેવી છે તે સાંભળો. જેનું ગંગાની માફક સહજ વહેતું જીવન હોય તેની પાસે ભગવાન આવે. @19.42min. विषया विनिवर्तन्ते….निवर्तते….(२-५९). ત્રીજા અધ્યાયની ઉત્થાનીકા સ્વામીજી એક ગામમાં અપમાન જનક સ્થિતિમાંથી પસાર થવા વિશે. @24.40min. “ન્યાય મુક્તાવલી ગ્રંથ” વિશે. અર્જુનને શંકા થઇ. શંકા થાય તોજ સમાધાન થાય. ” ज्यायसि चेत्कर्मणस्ते…..केशव….(३-१) કર્મના કરતાં જ્ઞાનની મહિમા વધારે હોય તો યુદ્ધ જેવા કર્મમાં કેમ જોડો છો? @31.00min.ઉપનિષદ અને ગીતા એના મૂળ રૂપમાં સમજજો. વિદ્યા(આત્મવિદ્યા) અને અવિદ્યા(ભૌતિકવિદ્યા) બંને તું જાણ. જો તમે ભૌતિકવિદ્યા જણસો તો મૃત્યુને તારી જશો અને આદ્યાત્મિક વિદ્યાને જણસો તો અમૃતત્વનું પણ કરશો. @35.40min.એક ગામમાં પ્રવચન કરવા ગયા ત્યાં ઈશ્વરવાદ અને ભૌતિકવાદ વિશે. શ્રીમદ ભગવદ ગીતા એ જીવનનું એક સંગીત છે અને આપને તે સંગીત શીખવાનું છે.@૪૦.૦૪મિન. હસ્તરેખા વિશે. @42.09min. ભજન – સમયકા એક તારા બોલે – ઓમ નામ: શિવાય. – રાજેન્દ્ર અને નીના મહેતા.