– Side A
– શ્રીમદ ભગવદ ગીતા એક માધ્યમ છે,સેંકડો વર્ષો પર રચાયેલો આ ગ્રંથ આજના પ્રશ્નો પણ ઉકેલે છે. આ શબ્દો યાદ રાખો: ગતિ, પ્રગતિ, અધોગતિ અને વિકાસ, વિનાશ, વિકાર. આ માર્ગે પ્રજા ચાલતી હોય છે અને તેથી પ્રજા સુખી તથા દુ/:ખી થતી હોય છે. @4.18min. યુધિષ્ઠિરની ભૂલને કારણે પાંડવોને રખડતા થવું પડ્યું પરંતુ યુધિષ્ઠિરને કોઈએ તે બાબતે કહ્યું નથી. તેજ પ્રમાણે રામાયણમાં રામે સીતાને એવું કહ્યું નથી કે તેના વાંકે આવું થયું. પ્રત્યેક પરિવારમાં ભૂલ થતી હોય છે. જે લોકો ભૂલો સહન નથી કરી શકતા હોતા તે સંયુક્ત જીવન જીવવાને લાયક નથી હોતા. કૃષ્ણે પાંડવોનો તો ઉદ્ધાર કર્યો પરંતુ યાદવોનો ઉદ્ધાર કરી ન શક્યા. @9.22min. યાદવો સોનાની દ્વારિકાને પચાવી ન શક્યા. આખી ગીતા ધૃતરાષ્ટ્રે સાંભળી પરંતુ કસી અસર ન થઇ.”સ્વાધ્યાય પરિવાર”વાળા કૃષ્ણને “યોગેશ્વર” કેમ કહે છે તે સાંભળો. જિંદગીની એકેએક પ્રવૃત્તિ યોગ છે. @13.20min. પ્રજાનો વિકારના માર્ગે વિનાશ થશે.જીવનના વિકાસનું પહેલું પગથીયું કર્મ એટલે “કર્મયોગ” પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગનો ઈતિહાસ સાંભળો. @18.39min.અજંતા-ઈલોરા વિશે સાંભળો. મોરબીનું “મણી ભુવન” વિશે. @27.13min. ૫૦૦૦ માણસોની સ્મશાન યાત્રા વીશે. છ વસ્તુઓ શરીરને બાળ્યા કરે. કાંતા વિયોગ, સ્વજનાપમાન, રુણસ્ય શેષ: (દેવું), કૃપણસ્ય વૃત્તિ, મુર્ખસ્ય પુત્ર અને વિધવાચ કન્યા. આબધું જોઈ જોઇને વગર અગ્નિએ શરીર બળ્યા કરે. @32.47min. ભગવદ ગીતાએ ઉપરના બધા માધ્યમો બતાવ્યા કે તમામે તમામ વિકાસનું મૂળ છે કર્મ. @37.04min.પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. નિવૃત્તિ માર્ગમાં ભગવદ ગીતા સંમત નથી. @37.56min. “न कर्मणामनरंभानैष्कर्म्य…..समाधिगच्छति….(३-४) શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે તમે પ્રારબ્ધવાદી અને શુષ્ક વેદાન્તિનો સંગ ન કરશો. આપણો નિવૃત્તિ માર્ગ શુષ્ક વેદાંતવાદમાં બદલાઈ ગયો અને પ્રવૃત્તિ માર્ગ આસક્તિવાળા મિમાંસકોમાં બદલાઈ ગયો, તેથી ભારતને નુકશાન થયું, પ્રજા સુધી ગીતા પહોચીજ નહિ. @39.50min.કર્મની ત્રણ કક્ષાઓ, કર્મ, કર્મકાંડ અને કર્મયોગ વીશે સમજણ. @47.03min. “न हि कश्चित्त्क्षणमपि…..प्रकृतिजैरगुणे:…..(३-५) કર્મ કાર્ય વગર તમે એક ક્ષણ પણ રહી શકો નહિ. પુરુષાર્થ કાર્ય પછી પણ જે ચીજ મેળવી ન શકાય તો તેને માટે કર્મકાંડ થયું. દા.ત. સત્ય નારાયણની કથા.
– Side A
અંબાજીમાં એક ભક્તનો કર્મકાંડ સંબંધે અનુભવ. @3.24min. यामिमां पुष्पितां….वादिन….(२-४२),कामात्मान:….प्रति…..(२-४३). કર્મના ફળો આપનારી ફૂલફૂલી વાણી વીશે. ઉદાહરણ સાંભળો. કોઈદિવસ ચમત્કારોના પોથાં ઘરમાં રાખશો નહિ. અત્યારે દેશમાં વૈભવ લક્ષ્મીનું વ્રત ચાલે છે, આ વિકાસ નથી વિકાર છે, તેથી તેનું પરિણામ વિનાશજ હોય. @9.03MIN. રણમાં ઈઝરાઈલ સમૃદ્ધ થયું. જાપાન જ્વાળામુખીના પર્વતો પર સુખી થયું અને આપણે તો સોનાની ભૂમિ પર જાણે ભિખારી બેઠો છે અને તે વૈભવ લક્ષ્મીના વ્રતો, દશામાના વ્રતો કરે છે. આ વ્રતો લખનારા દુષ્ટો છે. ભગવાન પર શ્રદ્ધા રાખો. ફૂલ ભરેલી વાણીને ફળ લાગતા નથી. વાત વેદની કરે, સ્વર્ગની કરે અને પ્રજાને ગુમરાહ કરાવે. ગીતાએ કર્મનો ત્યાગ ન કરાવ્યો, કર્મકાંડનો ત્યાગ ન કરાવ્યો પરંતુ તેને કર્મયોગમાં બદલી નાખ્યો. કર્મયોગ એટલે જેમાં તમારી ફળની અપેક્ષા ન રહેતી હોય અને કર્મ ઈશ્વર પ્રીત્યેર્થ થતું હોય. @13.02min. प्रसादे सर्व दुखानां…..पर्यवतिष्ठते….(२-६५) કર્મના દ્વારા ઈશ્વરને મેળવી આપે તેનું નામ કર્મયોગ. અર્જુન: अथ केन…..नियोजित:….(३-३६) પુરુષ કોનાથી પ્રેરાયને પાપનું આચરણ કરે છે? અહીંથી ગીતા આંતરિક પ્રશ્નો ઉકેલનારી બને છે. काम एष क्रोध् एष….वैरिणम….(२-३७) @16.32min. એક બ્રાહ્મણનું ઉદાહરણ.સર્પના દર પર બેસવું, કદાચ નહિ કરડે, પરંતુ કુસંગીની પાસે ન બેસવું એટલે સ્વામીનારાયણ સંપ્રદાયમાં સત્સંગ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. બે માર્ગો, પ્રવૃત્તિ અને નિવૃત્તિ માર્ગ. નિવૃત્તિ માર્ગવાળાઓએ કામ ઉપર ચોકડી મૂકી દીધી. ઋષિ માર્ગમાં ધર્મ, અર્થ કામ અને મોક્ષનુ બેલેન્સ છે.@21.09min. ધર્મથી અવિરુદ્ધ વિભૂતિઓમાં હું કામ છું એમાંથી રામ થશે, કૃષ્ણ થશે.ગાંધીજી વીશે. બહુચરાજીના ભક્તો કદી મહાપુરુષ ન થઇ શકે, કારણકે શક્તિનો મૂલાધાર કામ છે. काम एष क्रोध् एष….वैरिणम….(३-३७), બ્રાહ્મણની(ભક્ત કવિ સુરદાસ) વાત ચાલુ. કાશીથી ભણીને આવ્યો પણ કુસંગમાં પડી ગયો. ઘરમાં દેવ જેવી કન્યા મુકીને નદીને સામે પર ગુણીકાના પ્રેમમાં પડ્યો, વધુ આગળ વાત સાંભળી લેવી. @38.20min. નરસિંહ મહેતા સામે ભગવાન હાજર થયા, શું માંગ્યું? તે સાંભળી લેવું. શ્રી મદ ભગવદ ગીતા માણસના વિકાસનો ગ્રંથ છે. @39.47min. ભજન – સત્સંગનો રસ ચાખ પ્રાણી તું – શ્રી મતિ હંસા દવે. હરે કૃષ્ણ ધૂન – શ્રી મતિ મીનું પુરુષોત્તમ.
Leave A Comment