લંડન, યુ.કે.

Side5A –

– મહર્ષિ વાલ્મીકી અને સંત શિરોમણી તુલસીદાસજી આ બંનેએ એકજ વિષયને લઈને રામાયણની રચના કરી, પણ બંનેના રામાયણમાં શું શું ફરક છે? શું શું વિશેષતાઓ છે? બંનેના લક્ષ્યોમાં કેટલો કેટલો ભેદ છે? તે વિષે પરમેશ્વર જેવી બુદ્ધિ આપે, જેવી મતિ આપે, જેવી શક્તિ આપે એવી કંઈક ચર્ચા કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. જે હચમચાવી નાંખતી ઘટનાઓ ઘટતી હોય છે એ પાછળ છ પ્રકારની ભૂખો કામ કરતી હોય છે. પહેલી “પેટ”ની ભૂખ છે. તમને ભૂખ ઊંઘવા ન દે, જંપીને બેસવા ન દે, એટલે હદ સુધી કે તમે ન ખાવાનું પણ ખાઈ બેસશો અને ન કરવાનું પણ કરી બેસશો. મહાભારતનું ગાંધારીનું ભૂખનું ઉદાહરણ સાંભળો. મહાન યુદ્ધ જેવા કાર્યો કોરી લાગણીના દ્વારા પાર પાડી શકતા નથી. ચાણક્યે લખ્યું છે, “वज्रादपि कठोराणि मृदुनि कुसुमादपि, लोकोत्तर चेतान्सि कोहि विज्ञातुमर्हषि” જે સમય આવ્યે કમળ કરતાંયે કોમળ થઇ શકે અને સમય આવ્યે વજ્ર કરતાંયે કઠોર થઇ શકે એજ મહાપુરુષ થઇ શકે. @4.58min.ભૂખ લાગી ત્યારે ગાંધારીએ આંબા પરની કેરી તોડવા કેવા પ્રયત્નો કર્યા તે સાંભળો. પોતાના મૃત 100 દીકરાઓનો ઢગ કરી, કેરી પાડવા પ્રયત્ન કર્યો. કોઈ ભૂખ્યો માણસ મળે તો એના પેટમાં આહુતિ આપજો, એને જમાડજો, પછી એ ગમે તે વ્યક્તિ હોય. સ્વામીજીના અન્નક્ષેત્ર વિષે સાંભળો. બે વૃદ્ધ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથેની વાત સાંભળો. પેટલાદમાં સોના-ચાંદીની દુકાનોમાં ચોરી થયેલી પણ એક દુકાનમાં 35000 રૂપિયા રોકડા તથા દાગીના પડેલા તે ચોર કેમ નહિ લઇ ગયો? તે સાંભળો. @10.25min. ભૂખની કદી મશ્કરી ન કરશો, તમે ભૂખ જોઈ નથી, તમે દુકાળ જોયો નથી. સોજીત્રાના ભાઈકાકાએ એક પુસ્તક લખ્યું તેમાં દુષ્કાળનું વર્ણન કર્યું છે કે જયારે છાપ્પનીઓ અને બીજો દુકાળ પડેલો ત્યારે સોજીત્રામાં મુડદાલ માણસનું માંસ વેચાતું હતું અને સારા ઘરના એંઠવાડનું પાણી પીવા માટે હાડપિંજરોની લાઈનો લગતી હતી. આજે આપણે એ પરિસ્થિતિમાંથી પાર થઇ ગયા છીએ. તમે ભૂખ ઉપર, પેટ ઉપર વિજય મેળવ્યો, કારણકે તમે સાચા માર્ગે ચાલ્યા. એંઠું મુકશો નહિ, પણ અહિ તો ગુરુનું એંઠું ખાવા માટે ભગત અને ભક્તાણીઓ ગીધની માફક તૂટી પડે છે, કેમ? કે મોક્ષ મળે. કોણે આ અનર્થો ઊભા કર્યા? ઋષિ કહે છે, “उच्छिष्टम् न कस्यचि दध्यात” કોઈનું એંઠું આપો નહિ અને કોઈનો એંઠવાડ ખાવો નહીં. પેલો ઋષિ કહે છે, “अन्नम बहु कुर्वीत तद्व्रतम” તું ઘેર જા અને અનાજના ઢગલા કરજે, હું તમને વ્રત આપું છું, કેમ? “अन्नवान अन्नादो भवति, महान भवति, प्रजया पशुभिर् वर्चसेन” જેના ઘરમાં અનાજના ઢગલા હશે, તે પ્રજા મહાન થશે. સાધનો દ્વારા અને જ્ઞાનના દ્વારા મહાન થશે. @15.06min. પહેલાં ઉત્તર ગુજરાતમાં, પેટના માટે બહુ લૂંટ થતી, હવે કેમ નથી થતી? લોકો ધંધે વળગ્યા, લોકોને રોજી મળી એટલે લૂંટ-ફાટ બંધ થઇ ગઈ. આમ મોટામાં મોટો યજ્ઞ રોજી છે. તમે 5-10-20 માણસોને રોજી આપો, એ બહું મોટો યજ્ઞ છે. આઠ-દશ વર્ષ પહેલાં અમદાવાદથી એક બ્રહ્મભટ્ટ યજ્ઞ માટે સ્વામીજીને નિમંત્રણ આપવા આવેલા, સ્વામીજીએ સાફ ના પાડી. કહ્યું કે હું એવા યજ્ઞમાં માનતો નથી, પણ રોજી યજ્ઞ કરે તો હું આવું. બ્રહ્મભટ્ટે યજ્ઞ કર્યો પણ એને બહુ કડવો અનુભવ થયો. થોડા વખતમાં એણે વટવામાં ફેક્ટરી ખોલી અને 200 માણસોને રોજી આપી. પેટની ભૂખ એ પહેલી અને છેલ્લી ભૂખ નથી. @19.16min. એના ઉપર બીજી “પૈસા”ની ભૂખ આવે છે. ઋષિ એના શિષ્યને ઉપદેશ આપે છે કે, “भूत्येय न प्रमदितव्यम, देव कार्येन प्रमदितव्यम, पितृ कार्येन प्रमदितव्यम” પહેલાં મૂક્યું છે કે તું કદી પણ બે પૈસા કમાવામાં પ્રમાદ ન કરીશ, કારણકે સંસારની એટલેકે ગૃહસ્થાશ્રમની કરોડરજ્જુ પૈસો છે. “औरतका मर्द मर्द है और मर्दका मर्द पैसा है, और पैसा नहि तो आदमी पैसेके तिन है” સ્વામીજીના આશ્રમમાં એક પટેલનો છોકરો સન્યાસ લેવા આવ્યો. જો બીજા પાસે જાત તો એની ચોટી કાપવા લોકો તૈયારજ છે. સ્વામીજીએ એને થોડા વખત રાખ્યો, ચોપડીઓ વંચાવી અને પ્રવચનમાં લઇ ગયા. થોડા દિવસો પછી તે છોકારએજ કહ્યું કે મારે સન્યાસ નથી લેવો. સ્વામીજીએ અત્યાર સુધીમાં એક પણ માણસને સન્યાસ નથી આપ્યો. છોકરાના બાપનો કાગળ આવ્યો અને સ્વામીજીનો આભાર માન્યો. પૈસા કમાવ એમાં દોષ નથી પણ એની જો લીમીટ ન રાખી શકાય તો પૈસો તમારી કબર થઇ જશે. જૈન ધર્મની અંદર કેટલાંક બહું સારા વ્રતો છે એને લીમીટ વ્રત કહે છે. કમાવાની લીમીટ આવી જાય એટલે કમાવાનું બંધ, પછી નિવૃત્તિનો આનંદ. @24.04min. ચરોતરના ગામના એક શેઠની વાત સાંભળો, એનો વેપાર બગડ્યો, ઈજ્જત આબરૂનો એ જમાનો હતો. “संभावितश्य चाकीर्तिरमरणादति रिच्यते” સંભવિત થયા અને અપકીર્તિ આવી તો તે મરણથી ભૂંડી લાગશે. રાત્રે સાડાનવ વાગ્યે ટ્રેન આવે તેમાં કપાઈ મરવા તૈયાર થયો પણ એક મહાત્માએ એનો જીવ બચાવ્યો. પછી શું થયું તે આ સાચી બનેલી ઘટના જરૂર સાંભળો. કોઈ માણસ આત્મહત્યા કરવા તૈયાર થાય તો એને બચાવી લેજો. મહાત્માએ એને ઘરે મોકલાવી દીધો. બીજા દિવસે બીજું વિશ્વયુદ્ધની જાહેરાત થઇ અને એના માલના અનેક ઘણા પૈસા થઇ ગયા અને એ માલામાલ થઇ ગયો, પછી શું થયું તે સાંભળો. આ બીજી ભૂખ પૈસાની છે. ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય ગાર્ગીને સંભળાવે છે કે “नवित्तेन् तर्पणियो मनुष्य” ગાર્ગી કોઈ મનુષ્યને પૈસાથી તૃપ્ત નથી કરી શકતો. “ज्यों ज्यों सुरसा बदन बढ़ावा” રામાયણમાં એનું રૂપક છે. આ સુરસા કોણ છે? તમે કદી કોઈ તૃપ્ત માણસને જોયો છે? એ તો જોવાની નથી પણ દર્શન કરવાની ચીજ છે. @31.39min. એક ત્રીજી ભૂખ “માન”ની છે. તમને બહું પૈસા મળ્યા, બહું બંગલા, બહું ગાડી, બધું ઘણું મળ્યું. હવે માનની ભૂખ લાગે છે. માન આપોઆપ સહજ રીતે મળતું હોય તો કંઈ ખોટી વસ્તુ નથી. યોગ્ય માણસને માન મળવુંજ જોઈએ. એક રીટાયર્ડ શાસ્ત્રીની વાત સાંભળો, જે માનનો ભૂખો છે. જેને તીવ્ર માનની ભૂખ વળગી હોય એ કદી ઇર્ષ્યામૂક્ત ન હોય. શિશુપાળે શ્રી કૃષ્ણને 99 ગાળો દીધી, કારણકે શિશુપાળને એની પોતાની પહેલી પૂજા કરાવવી હતી. આવી વ્યક્તિ બીજાને અપાતા માનને કદી પચાવી ન શકે. તમારે જો સહન શક્તિ શીખવી હોય તો શ્રી કૃષ્ણ પાસેથી શીખજો. @36.04min. સ્વામીજી પૂર્વાશ્રમમાં એક જગ્યાએ રહેતા ત્યાંની એક ઉત્તર પ્રદેશના ભૈયાજીની વાત સાંભળો. 100મી ગાળે કૃષ્ણે શિશુપાળપર ચક્ર ચલાવ્યું. માન ભૂખ કુદરતી અને કૃત્રિમ પણ છે, એ વિષે સાંભળો. @40.00min. એક ચોથી ભૂખ “સત્તા” છે. તમારી પાસે બધું છે પણ નાની-મોટી ખુરસી હોવી જોઈએ. સિકંદર અને હિટલરની વાત સાંભળો. સિકંદર હાર્યો નહિ પણ એ ઘર પાછો ન જઈ શક્યો. સફળતા, સિદ્ધિ, ઐશ્વર્ય એ ભોગવવાની ચીજ નથી પણ એ ભોગવા-વાની ચીજ છે. સિકંદરનું રસ્તામાંજ મૃત્યુ થયું. જયારે મરવાનો ટાઇમ આવ્યો ત્યારે એનો હકીમ લુકમાનને બોલાવ્યો, એને કહ્યું તું મને ઘર પહોંચી જવાય ત્યાં સુધી બચાવ. મૃત્યુ અનિર્વાર્ય છે. સિકંદર મરતાં મરતાં મેસેજ આપે છે તે સાંભળો. “मुल्के और माली थे, सिकंदर जब चला दुनियासे, दोनों हाथ खाली थे, मोहय्या गरचे सब सामान मुल्के और माली थे, सिकंदर जब चला दुनियासे, दोनों हाथ खाली थे” @45.07min. ભગવાન, નરસિંહ મહેતાને ઘણી વાર મળ્યા અને માંગવાનું કહ્યું ત્યારે કહ્યું, તમારી ઇચ્છાજ હોય તો મને એવું આપો કે કદી કોઈ પાસે મને માંગવાનું મનજ ન થાય. ભગવાન હઠે ભરાયા ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું કે જો તમારે આપવુંજ હોય તો મને એ આપો કે “મારું નખ્ખોદ જાય” આજે ચારસો વર્ષો પછી પણ એના ભજનો-પ્રભાતિયાં મરતાં નથી. એક સંત માર્ગ છે અને કબીર, સંત માર્ગના મૂર્ધન્ય છે. લખે છે, “कबीरा खड़ा बजारमें लिए लकुटी हाथ, जो जाले घर आपना सो चले हमारे साथ” કબીર કહે છે જેને મારી સાથે આવવું હોય તે આવે પણ તે ઘર બાળીને આવે. @47.06min. એક ગામના 56 ઘરવાળા શેઠની વાત સાંભળો. “जो जाले घर आपना सो चले हमारे साथ” એકાદ રડ્યોખડ્યો માણસ સાથે થઇ ગયો એનું નામ પડ્યું ધર્મદાસ.