લંડન, યુ.કે.
Side6A –
– વાલ્મીકી અને તુલસીકૃત રામાયણની તુલનાત્મક સમિક્ષાને ધ્યાનમાં રાખીને અહલ્યાના પ્રસંગને જોવો હોય તો સ્વામીજીની સમજણ પ્રમાણે પાપ અને પૂણ્યની વ્યાખ્યા થવી જોઈએ. આ બાબતમાં અસ્પષ્ટતા હોય તો એમાં આખું જીવન ગૂંચવાયા કરતુ હોય છે. આ વાત બરાબર સમજો. એક ધાર્મિક પાપ, એક સાંપ્રદાયિક પાપ અને એક સાંસ્કૃતિક પાપ હોય છે અને એજ પ્રમાણે પૂણ્ય સમજવા. ધર્મનો અર્થ થાય છે ઈશ્વર પ્રેરિત વ્યવસ્થા, જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ. ઈશ્વરે આપણાં માટે અને જીવજંતુ માટે જીવન વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. @3.01min. સૌથી વધુમાં વધુ ધાર્મિક મનુષ્ય કરતાં પ્રાણીઓ છે, કારણકે તેઓ કદી પાપ કરતા નથી. પાપ અને પૂણ્ય મનુષ્યના ક્ષેત્રમાજ છે. ભીંત ગરોળી જીવડા ખાય છે ત્યારે એ કુદરતી વ્યવસ્થા પ્રમાણે જીવન જીવે છે અને એટલે એમને ભાગવત સાંભળવાની જરૂર નથી. કળિયુગ આવ્યો છે, માણસો બગડ્યા છે તો શું આ કાગડા, કુતરાં, કબુતરાં બગડ્યા છે? ભાગવત સાંભળવાની જરૂર માત્ર માણસોનેજ છે, કારણકે માણસ ધાર્મિક જીવન નથી જીવતો પણ સાંપ્રદાયિક અને સાંસ્કૃતિક જીવન જીવે છે. પશુ પક્ષીઓને સંસ્કૃતિ નથી હોતી, એ ફક્ત ધાર્મિક જીવન જીવે છે. એટલે ધાર્મિક જે પાપ છે, એનો અર્થ છે, ઈશ્વરીય દ્રષ્ટિએ પાપ. ઈશ્વરની નજરમાં શું પાપ છે? વ્યાસજીએ સ્પષ્ટતા કરી છે કે, “अष्टादस पुराणेसु, व्यासस्य वचन्द्वयम्, परोपकाराय पूण्याय पापाय परपिडनम्” એ ભાઈ, વ્યાસના અઢાર પૂરાણોમાં ગ્રહણ કરવાના બે વચનો છે. જો તમારે પૂણ્ય કરવું હોય તો કોઈનું ભલું કરો, સુખી કરો, રાજી કરો અને જો પાપ કરવું હોય તો બીજાને પીડા આપો, રીબાવો, દુઃખી કરો. @6.29min. જયારે તમે સાંપ્રદાયિક ક્ષેત્રમાં આવો છો ત્યારે પાપ અને પૂણ્યની વ્યાખ્યાઓ બદલાય જાય છે. માનોકે તમે ડુંગળી ખાધી કે લસણ ખાધું તો અમુક સંપ્રદાયના પ્રમાણે તમે પાપ કર્યું. અમે અમારા આશ્રમમાં ખુલ્લી રીતે ડુંગળી-લસણ ખાઈએ છીએ અને જ્યાં જાઉં છું કે ત્યાં લોકોને કહું છું કે તમે જેટલું જોઈએ એટલું ડુંગળી-લસણ ખાઓ. સ્વામીજીના ગુરુ વિષે સાંભળો. ગાંધીજી રોજ ડુંગળી ખાતા અને મોરારજી દેસાઈ રોજ લસણ ખાતા. ગુજરાતની પ્રજા પંજાબથી આવેલી છે, ખાસ કરીને પટેલો પંજાબની જાટ પ્રજા છે. @10.19min. અહિ માણસની ધાર્મિકતા, માણસ શું ખાય છે? અને શું નથી ખાતો? એના દ્વારા નક્કી થાય છે. કાંદા અને લસણ તો લોકોની કસ્તુરી છે. આયુર્વેદમાં એના અનેક ગુણો બતાવેલા છે. જૈનોને બટાકા, રીંગણાં, કંદમૂળ ખાવામાં પાપ લાગે છે. આપણાં બધા ઋષિઓ કંદમૂળ ખાય છે. જૈનોમાં, એક રીંગણું ખાવાથી કેટલું પાપ લાગે તે સાંભળો. આ ઈશ્વરીય પાપ નથી પણ સાંપ્રદાયિક પાપ છે. વૈષ્ણવો બટાકા ખાયને અપવાસ કરે છે, પણ જૈનો ખાય તો પાપ લાગે છે. એવીજ રીતે એક મુસલમાન સુવરનું માંસ ખાય તો પાપ લાગે છે અને હલાલ કર્યા વગરનું ખાય તો પણ પાપ લાગે છે જ્યારે ક્રિશ્ચિઅનો કોઈ પણ જાતનું માંસ ખાય તો એને પાપ લાગતું નથી. કેમ? આ સાંપ્રદાયિક વ્યવસ્થા છે. કેટલાક સંપ્રદાયોમાં એવું છે કે અહલ્યા જેવી કોઈ સ્ત્રી હોય તો તેને પથરા મારીને મારી નાંખવામાં આવે છે અને પથરા મારનારને પૂણ્ય લાગે છે. આખી દુનિયામાં આપણેજ એક એવા છીએ કે તીર્થોમાં નહાવામાં પૂણ્ય મને છે. એનું પરિણામ એ આવ્યું કે એકેય નદી આપણી ચોખ્ખી નથી. જૈનોના સાધુઓને નહાવામાં પાપ લાગે છે. @16.48min. એટલે જેમ સાંપ્રદાયિક પાપ છે, એમ સાંપ્રદાયિક પૂણ્ય પણ છે. માનો કે તમે નિશ્ચિત પ્રકારનું તિલક કરો તો તમને પૂણ્ય મળે. એક મહાપાપી ઝાડ નીચે સૂતેલો હતો ને મરી ગયો. ઝાડ ઉપર બેઠેલા કાગડાએ વિષ્ટા કરી એટલે એ મહાપાપીના કપાળ પર તિલક થઇ ગયું. એટલામાં યમદુતો એને લેવા આવ્યા પણ ત્યારે સામે વિષ્ણુના દૂતો પણ લેવા આવ્યા અને એ મહાપાપીને વૈકુંઠ લઇ ગયા કારણકે એના માથા પર તિલક હતું. આ ઈશ્વરીય વ્યાખ્યા નથી પણ સાંપ્રદાયિક વ્યાખ્યા છે. એવું બતાવવા માટે કે ભાઈઓ તમે અમારા સંપ્રદાયનું તિલક કરશો તો તમારા વૈકુંઠમાં કે મોક્ષમાં વાંધો આવશે નહીં. @18.50min. ત્રીજી વ્યવસ્થાનું નામ છે, સાંસ્કૃતિક વ્યવસ્થા. સંપ્રદાય અને સંસ્કૃતિ બંને અલગ વસ્તુ છે. સંસ્કૃતિનો અર્થ થાય છે કે, જેમાં સમાજને અને વ્યક્તિને સોસિયલ એટલેકે સામાજિક મુલ્યો પ્રાપ્ત થાય એનું નામ છે સંસ્કૃતિ. એટલે માણસ કિંમતી દેખાય એ ન હોય તો માણસ કિંમત વિનાનો થઇ જાય. દા.ત. માનો કે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં કોઈ સ્ત્રી ઘુંઘટો ન તાણે તો એ મુલ્ય રહે નહીં. હવે તો બહું વાંધો નથી. હવે ઘુંઘટો તાણવાથી જે મુલ્ય મળ્યું તે ન તાણવાથી ગયું એ સાંસ્કૃતિક મુલ્ય છે. સંસ્કૃતિ હંમેશા પરિવર્તનશીલ હોય, પણ ધર્મ પરિવર્તનશીલ ન હોય. સંપ્રદાયો ઉદય થાય અને વિલીન થાય છે, પણ ધર્મ ઉત્પન્ન ન થાય અને વિલીન પણ ન થાય. સંસ્કૃતિઓ હંમેશા બદલાયા કરતી હોય છે. કોલ્હાપુર કચ્છી ભાઈઓના પ્રોગ્રામમાં ઘુંઘટા વિશેની વાત સાંભળો. @23.30min. જે મૂંઝવણ ઊભી કરે એનું નામ મર્યાદા ન કહેવાય. મર્યાદાનો અર્થ છે કે તમને ગૌરવ અપાવે. એક ફંકશનમાં પ્રવચન કરવા જવાનું થયું ત્યાં એક મહારાજે પ્રવચન આપ્યું કે”जिसके मथ्थेपे चोटी नहीं है उसको हम हिंदु मानतेही नहीं है” માંડ એમને બેસાડ્યા. એક સમય એવો હતો કે બધા ચોટી રાખતા હતા, પણ હવે કોઈ નથી રાખતું અને છતાં તમારા હિંદુપણામાં વાંધો આવતો નથી. એવુજ જનોઈનું છે અને સાડીનું છે. આજે બધા પંજાબી ડ્રેસ પહેરે છે. પણ મૂળ તો એ મુસ્લિમ ડ્રેસ છે, છતાં કોઈના હિંદુપણામાં વાંધો આવતો નથી. એટલે સંસ્કૃતિ સનાતન ન હોય પણ ધર્મજ સનાતન હોય. ધર્મ એટલે ઈશ્વરીય ધર્મ. કલ્ચરની દ્રષ્ટિએ જોઈએ તો આપણાં ગુજરાતમાંજ અમુક જ્ઞાતિઓમાં વિધવાના પુનર્લગ્ન ન થાય અને અમુક જ્ઞાતિઓમાં થાય. એમ એકના મુલ્યો બીજાને ત્યાં અમુલ્ય છે. આજે તો આમાં ઘણું પરિવર્તન આવ્યું છે. સ્વામીજીએ પુનર્લગ્ન માટે કવિતા છપાવી તો વિધાવોનીજ ગાળો એમને પડી. કેટલાયે મહાપુરુષોના પ્રયત્નોથી આ પરિવર્તન આવ્યું છે. @30.12min. અમેરિકામાં પાંચ પતિ કર્યા પછી પણ સ્ત્રીનું અવમુલ્યન થતું નથી, આ એમની સંસ્કૃતિ છે. આપણે ત્યાં દશ વર્ષની છોકરી વિધવા થઇ હોય, જેણે એનો પતિ પણ ન જોયો હોય તેણે 80 વર્ષ સુધી લાલ રંગનું શેલું પહેરીનેજ જીવવાનું. જો એ નાની સરખી ભૂલ કરે તો એનો બાપ કે ભાઈ એને મારી નાંખે અને પાછું મારી નાંખવાનું ગૌરવ લે. દિયરવટા વિષે સાંભળો. કેરાલામાં નમુદ્રિપાત બ્રાહ્મણનો પહેલો છોકરોજ બ્રાહ્મણીને પરણે અને બાકીના બધા નાયરને પરણે. પરણીને પછી પુરુષ સ્ત્રીને ત્યાં રહેવા જાય. હિમાલયમાં જોન્સ આર બબરમાં મોટોભાઈજ પરણે અને એ બધા ભાઈઓની પત્ની કહેવાય અને તેઓ કહે છે કે અમે તો પાંડવોના વંશના છીએ. સમાજ સંસ્કૃતિના6a દ્વારા એક મુલ્ય નક્કી કરતો હોય છે અને એ મુલ્યો આખી દુનિયાના સમાજના બધા સમાજમાં સરખાં નથી હોતા. સૂફીઓ, સંતો ઈશ્વરીય પાપ અને ઈશ્વરીય પૂણ્ય પર ભાર મૂકે છે. સાંપ્રદાયિકો એના ઉપર બહુ ભાર ન મૂકે એટલે હિંદુસ્તાનમાં બહું મોટો દાટ વળ્યો છે. @36.36min. ભારતમાં ધાર્મિક પ્રચાર બહું ઓછો છે. સાંપ્રદાયિક પ્રચાર વધારે છે. જ્યાં સુધી સાંપ્રદાયિક પ્રચાર વધારે હશે ત્યાં સુધી તમે ધાર્મિકતાનો લાભ ન ઊઠાવી શકો. સ્વામીજીનો જાપાનનો અનુભવ સાંભળો. દેશમાં એક કરીયાણાની દુકાનનો અનુભવ સાંભળો. @40.36min. પરદેશથી ભારતનો માલ કેમ રીજેક્ટ થઈને પાછો આવે છે? મોકલનાર ધાર્મિક છે, ઘરમાં ભગવાન છે, દીવો છે, ધૂપ છે પણ ઓનેસ્ટીની દેવી નથી પધરાવી, એટલે કોડીની કિંમતના થઇ જ્યાં જુઓ ત્યાં એમનું અપમાન થાય છે. માણસને સાચો ધાર્મિક બનાવવો જોઈએ. અમદાવાદની પાસે એક મોટું પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર છે. ત્યાં દર શનિવારે સાત ડબ્બા તેલ ચઢે છે અને આ બધું ચઢાવેલું તેલ ભજીયાં બનાવવાવાળાઓ લઇ જાય છે. આ તેલ સિંદુર વાળું છે અને સિંદુર સ્વાસ્થ્ય માટે ઝેર છે. હિંદુ પ્રજાની સૌથી મોટામાં મોટી દુર્બળતા એના 20,000 સંપ્રદાયો છે. દરેકના ફોટા જુદા, દરેકની રીત જુદી, મંદિરો જુદા તો આ પ્રજાનો સરવાળો થશે તો કેવી રીતે થશે? અત્યારે જરૂર છે, ધાર્મિકતાની. સાંપ્રદાયિકતાની નહીં. @44.22min. એક સંસ્કૃતિનું મૂલ્ય એવું હતું કે ગૌતમે શ્રાપ આપી અહલ્યાને શીલા બનાવી દીધી. વાલ્મીકી રામાયણમાં એમ લખ્યું છે કે અહલ્યા શીલા ન હોતી થઇ પણ એ ત્યાં રખડ્યા કરતી હતી. રામે આવી સંસ્કૃતિના નવાં મૂલ્યો આપ્યા. એમણે કહ્યું કે અહલ્યાને જે થયું તેવું તો કોઈપણ સ્ત્રીને થઇ શકે છે, એમાં એનો વાંક નથી. જે મૂલ્ય રામ અહલ્યા માટે સ્થાપિત કરી શક્ય તે મૂલ્ય પોતાના ઘરમાં ન સ્થાપિત કરી શક્ય. સીતા નિર્દોષ છે, રાવણ એને બળજબરીથી ઉપાડી લઇ ગયો હતો. અગ્નિ પરિક્ષા થઇ છતાં અયોધ્યાની પ્રજાએ સીતાજીનો સ્વીકાર ન કર્યો. એનું કારણ એ છે કે તમારી મહત્તા તમારા ઘરમાં નથી. બહાર હોય છે. જો ગાંધીજી પોરબંદરમાંથી ચૂંટણી લડે તો ચૂંટણી હારી જાય. કોઈ કવીએ ગયું છે કે “મારા રામ તમે સીતાજીના તોલે ન આવો”
Leave A Comment