લંડન, યુ.કે.
Side4B –
– વૃદ્ધાવસ્થામાં મરવું ન ગમે અને બાળકોને રમાડવામાં બહું આનંદ આવે. ઉત્તર ગુજરાતના એક ગામમાં એક પટેલનું ઉદાહરણ સાંભળો. આપણે એમ માનીએ છીએ કે ઘરના જે વૃદ્ધો છે, એ વૃદ્ધોનો જે શ્રાપ છે, એમની જે આંતરડી કકળે તો એ કક્ળેલી આંતરડીના દ્વારા જે પીડા આવે છે, એને ભગવાન પણ મટાડી શકે નહીં. દશરથને બહુ આનંદ આવે છે, પણ સુખના દિવસો જતાં વાર લગતી નથી. જોતજોતામાં રામ 16 વર્ષના થયા, એવામાં ઓચિંતા દુઃખના સમાચાર આવ્યા કે ત્યાં વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે. આપણે ત્યાં પ્રસિદ્ધ 167 ઋષિઓ છે, આમ તો 88000 છે. આ પ્રસિદ્ધ ઋષિઓ બધા પુરાણોમાં છે. તમે રામાયણમાં વિશ્વામિત્ર જોશો અને મહાભારતમાંયે જોશો. વિશ્વામિત્ર, દુર્વાસા, નારદ વગર ચાલેજ નહીં. આ બધા અમર પાત્રો છે. કાળની દ્રષ્ટિએ તમે જુઓ તો રામાયણ અને મહાભારતની વચ્ચે તો કેટલાંયે (લાખો) વર્ષોનું અંતર છે, છતાં પણ પરશુરામ રામાયણમાંયે છે અને મહાભારતમાંયે છે. @5.10min. વિશ્વામિત્ર આવ્યા અને તરતજ દશરથે બેસવાનું આસન આપ્યું. તમે જ્ઞાનથી મોટા છો પણ સંસ્કારથી વામન છો એટલે તમે કદરૂપા છો. તમારું ઐશ્વર્ય તમારા કદરૂપાપણાને ઢાંકશે. પૈસો બહું મોટું ઢાંકણ છે. ઉદાહરણ સાંભળો. ઘણા વર્ષો પહેલાં સ્વામીજીનો, કાશ્મીરમાં રાજા કરણ સિંહને ત્યાં જમવા ગયેલા ત્યાંનો અનુભવ સાંભળો. એક મારવાડી શેઠને ત્યાં 108 વાનગીઓનું સોનાની થાળીમાં ભોજન વિષે સાંભળો. પ્રદર્શન ભૂખ્યું ઐશ્વર્ય બહું જલ્દી દુશ્મનો ઉભા કરે. ઐશ્વર્ય હોય અને પ્રદર્શનની ભૂખ ન હોય તો તમે ઘણા દુશ્મનોથી બચી જાવ. @10.55min. “प्रसंशा मुखेन निन्दा” એટલે એનો અર્થ “પાંચ માણસોની રસોઈ દશ માણસો ખાય જાય” એવો થાય. પહેલે દિવસે 108 વાનગીનું ભોજન અને બીજે દિવસે બે મૂળા અને મીઠુંનું ભોજન કર્યું. કાશ્મીરની રાણી અમને દરવાજા સુધી લેવા આવી અને પગમાં પડી. @15.44min. ચરોતરના એક ગામમાં ચાતુર્માસ વખતે એક દરજી સાથેનો અનુભવ સાંભળો. “राजा, जोगी, अगन, जळ इनकी उलटी रीत बचके रहेना परसराम थोड़ी इनकी प्रीत” વિશ્વામિત્રે જયારે રામ અને લક્ષ્મણની માંગણી કરી ત્યારે દશરથે ના પડી. બેય વચ્ચે ઉગ્રતા થઇ અને ઉગ્રતાનું સમાધાન વશિષ્ઠે કર્યું. દરેક ઘરમાં એક ઠંડો માણસ રાખવો કે જેથી ભડકો શાંત રહે. મારી આ વાત તમને ગમી હોય તો કદી પણ ઘરમાંથી વૃદ્ધ માણસને બહાર ન કાઢશો. આ વૃદ્ધ લોકો નાના ભડકાને પાણી છાંટીને શાંત કરશે. @20.25min. જિંદગી પ્રત્યેક ક્ષણમાં, પ્રત્યેક પ્રવૃત્તિમાં ક્યારે માણસ નીચેની ખીણમાં ગબડી પડે અને ન ગબડે એટલા માટે એક ઠંડો, એક ડાહ્યો, એક શાણો, એક સમજુ માણસ રાખવાનો જે તમારું રક્ષણ કરે. વશિષ્ઠ પુરોહિત છે અને પુરોહિતનો અર્થ થાય છે, રાજાનું હિત કરવું. વશિષ્ઠે સમજાવ્યું કે દશરથ તું ચિંતા ન કર, રામ- લક્ષ્મણ હવે 16 વર્ષના થયા છે અને વિશ્વામિત્રની સાથે જવામાં કશો વાંધો આવવાનો નથી. રામાયણ તમને શું શીખવે છે, તે સાંભળો. યુવાવસ્થા એ સાહસ કરવાની ઉંમર છે, એટલે સાહસ કરવા ઘરમાંથી બહાર નીકળો. જંગલમાં જાવ, પહાડોમાં જાવ, પણ મરી જઈશું તો? કુતરાના મોતે ખાટલામાં પડી મરવું એના કરતાં દેશ માટે, પ્રજા માટે, સમાજ માટે કંઈ કરતાં કરતાં મરોને? આપણે ત્યાં પૂજ્ય મોટાએ આ બાબતમાં પહેલી શરૂઆત કરી. એક પટેલના છોકરાની વાત સાંભળો, એને હિમાલયની તળેટીમાં હોટલ કાઢવી છે. આપણાંમાં સાહસ વૃત્તિજ નથી એટલે હિમાલય પર કોઈ ચઢ્યું નહીં. જે પ્રજામાં સાહસવૃત્તિ ન હોય તે પ્રજા રાજ ન કરી શકે, પરાક્રમ ન કરી શકે કે ઈતિહાસ ન સર્જી શકે. યુવાવસ્થાની ધન્યતા છે, તમે બુદ્ધિ પૂર્વકનું રાષ્ટ્રલક્ષી, સમાજલક્ષી, માનવતાલક્ષી કોઈ સાહસ કરો, કંઈક કરી બતાવો. વશિષ્ઠ કહે છે દશરથ, તમારા પુત્રોને જવા દો. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રને ત્યાં વિદ્યા શીખ્યા. એક દિવસ વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને કહ્યું મારે ત્યાં એક કંકોતરી આવી છે કે મિથિલા નગરીમાં, જનક રાજાની દીકરી સીતાનો સ્વયંવર છે એટલે આપણે ત્યાં જઈશું. રામાયણ કે મહાભારત કદી પૂરું ન થાય કારણકે એ તો ગ્રંથમાંથી તમારા ઘરમાં આવી ગયું. @26.14min. “आश्रम दीख एक मग माँही, खग मग जिव जंतु तहाँ नाहीं” રામે જોયું તો એક સરસ આશ્રમ છે, પણ તે ઉજ્જડ થઇ ગયો છે. આ આશ્રમમાં ગૌતમ નામના ઋષિ રહેતા હતા એમને સુંદર રૂપ રૂપના અંબાર એવી અહલ્યા નામની પત્ની હતી. ચાણક્યે લખ્યું છે,”ऋणकर्ता पिता शत्रु, माता च व्यभिचारिणी,भार्या रूपवती शत्रु, पुत्र शत्रुर पंडित” અર્થ સાંભળી લેવો. અમેરિકાથી એક ગ્રીનકાર્ડવાળો છોકરો આવ્યો, એનો આકાર અને રંગ જુઓ તો શિંગોડું, એણે સાડીચારસો છીકારીઓને ફેઈલ કરી. દલપત રામની કવિતા – ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા કવિતા વિષે સાંભળો. @30.16min. ગાંધીજીએ કહ્યું, મારા આશ્રમમાં હું બધી બહેનોને આશ્રય આપીશ પણ ખાદીની સાડી પહેરવાની. માણસ સોનાથી રૂપાળો નથી લાગતો પણ એના વ્યક્તિત્વમાં રૂપ હોય તોએ રૂપાળોજ છે. કૃષ્ણ કનૈયા લાલકી જય…. @32.58min. સંત ચરિત્રમાંથી ઋષિઓ અને ભક્તિમાર્ગ @42.58min. ઊંટ કહે આ સમામાં….દલપતરામનું ઉલ્લેખાયેલું કાવ્ય @43.28min. भजन – बिगड़ी बात बनादे राम – श्री अनूप जलोटा.
Leave A Comment