લંડન, યુ.કે.

Side3A –

– સાહિત્ય જે બહું પ્રચલિત હોય એની અસર જન-માનસ પર હોયજ નહિ , એવું કદી બનેજ નહીં. સાહિત્યની અસરથી પ્રજા ઘડાતી હોય છે. પ્રજા ચાર રીતે ઘડાય છે. પ્રજાને માનવતાવાદી બનાવવી છે? રાષ્ટ્રવાદી બનાવવી છે? કોમવાદી બનાવવી છે? કે પછી સંપ્રદાયવાદી બનાવવી છે? પ્રજાનું સારામાં સારું ઘડતર એ છે કે એને માનવતાવાદી અને રાષ્ટ્રવાદી બનાવવી જોઈએ. વાલ્મીકી કોઈ સંપ્રદાય નથી. સંપ્રદાય વિનાની ધાર્મિકતા એ શુદ્ધ ધાર્મિકતા છે. ગાંધીજી ધાર્મિક માણસ છે પણ સાંપ્રદાયિક નથી. એમનો હવેલીની પરંપરામાં જન્મ થયો પણ એમણે કહ્યું મને એમાંથી કશું મળ્યું નહીં. પછી એ ધર્મની શોધમાં નીકળી પડ્યા. એમણે ઘણાં ધર્મોનું અધ્યયન કર્યું પણ કોઈ સંપ્રદાયમાં દિક્ષિત ન થયા. કુંભ મેળામાં ગાંધીજીએ જોયું કે કેટલાક લોકો દૂધપાક-પૂરી ખાવાજ આવે છે, તેઓ કુંભ મેળો છોડીને ચાલ્યા ગયા. @5.25min. માણસને ધાર્મિક બનાવવો છે, નાસ્તિક નથી બનાવવો પણ એને સાંપ્રદાયિકતાથી પણ બચાવવો છે. પ્રત્યેક ધર્મને નાસ્તિકતાનો કોઈ ડર નથી, પણ સાંપ્રદાયિકતાનો ડર છે. સાંપ્રદાયિકતાથી વિભાજીત થયેલી પ્રજા વધુ વિભાજીત થતી ગઈ, એનો સરવાળો થયો નહીં. આપણે ત્યાં પણ યોદ્ધાઓ અર્જુન, કર્ણ અને એકલવ્ય બધા મહાન છે, પણ એમનો સરવાળો થયોજ નહિ, એટલે દુનિયાની આ સારામાં સારી બુદ્ધિશાળી અને સમજુ પ્રજા હડધૂત થતી રહેશે અને માર ખાતી રહેશે. એટલે પ્રજાની આગળ સરવાળાનું ગણિત મુકવાની જરૂર છે. આપણો ઋષિ યુગ ધાર્મિક યુગ છે, પણ સાંપ્રદાયિક નથી. તુલસીદાસજી રામાનંદ સંપ્રદાયના અનુયાયી છે પણ એ કટ્ટર કે ચુસ્ત નથી એટલે એમને રામ ચરિત માનસમાં બહું મોટી એકતા કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ એકતા એમની શરતે કે રામ સર્વોપરિ છે. @9.07min. ત્રણ જુદા જુદા સંપ્રદાયોના સાધુનું દ્રષ્ટાંત સાંભળો, સાથે સાથે સ્વામી વિવેકાનંદનો અનુભવ પણ સાંભળો. @17.23min. તુલસીદાસજી એક સંપ્રદાયની પરંપરામાં હોવા છતાં પણ તમે આખા રામચરિત માનસમાં જોશો તો એમણે શિવ અને વિષ્ણુનો બહું મેળ કર્યો છે. વાલ્મીકી રામાયણમાં શિવ કથા નથી. થોડા જન્મોની, વંશોની કથા કરી પછી સીધીજ રામના જન્મની વાત આવી જાય છે, જયારે તુલસીદાસજી રામના જન્મ સુધી પહોંચતા સુધી શિવજીના માધ્યમથી એક બહું મોટું ચક્કર લગાવે છે. સતીનું મડદું ખભા ઉપર રાખીને મહાદેવજી ઘૂમતા રહ્યા. ચાણક્યે લખ્યું છે કે અગ્નિથી તો શરીર બળે પણ અગ્નિ વિના કેવી રીતે બળે? “कान्ता वियोग: स्वजना अपमान: ऋणस्य शेष: क्रिपणस्य वृत्ति: विधवाच कन्या, मुर्खस्च पुत्र: विना अग्निना षट् प्रदहन्ति कायम्” આ છ ચીજો વગર અગ્નિએ તમારા શરીરને જિંદગીભર બાળે છે. પત્ની હોય અને કાંતા હોય, અત્યંત ગુણવાન, અત્યંત પતિ-પરાયણ હોય તો તે ન હોય ત્યારે વિના અગ્નિએ તમને બાળે છે. @21.32min. બાજુના એક ગામની હાઇસ્કુલના કાર્યક્રમ વખતનો અનુભવ સાંભળો. સાથે આવનાર ભાઈએ કહ્યું કે બધું પ્રવચન મારા માટેજ કર્યું હોય એવું લાગે છે, કેમ? તે સાંભળો. @27.40min. સૌદર્યનું આકર્ષણ ક્ષણિક છે અને ગુણોનું આકર્ષણ સ્થાયી છે. સૌદર્યની અંદર જો દુર્ગુણ ભર્યા હોય તો સીતાજી અને સુર્પણખામાં શું ફરક છે? સૌંદર્યના જોરે જીવન જીવી શકાતું નથી. બાકીની પાંચ વસ્તુઓ જે વિના અગ્નિએ બળે છે તે વિષે સાંભળો. શિવ જેવા સમર્થને પણ વિયોગની અસર થઇ. આમાં કેટલીક ગેરસમજ છે. હર્ષ અને શોક થોડા ઘણાં પ્રમાણમાં સૌને રહેવાનાજ. ધરાતલ ઉપરનું ચિંતન વાસ્તવિક ચિંતન છે. ઉપનિષદમાં લખ્યું છે, “न हवा सशरीरस्य प्रिया प्रिययो रप्हति रस्ति” જ્યાં સુધી તમારું શરીર છે, ત્યાં સુધી પ્રિય અને અપ્રિય રહેવાનાં, રહેવાનાં અને રહેવાનાંજ. વિવેકાનંદની એક શિષ્યાનું મૃત્યુ થયું એટલે એમને આંસુ આવ્યા તો લોકોએ એ વિષે પૂછ્યું તો વિવેકાનંદે જવાબ આપ્યો કે સંન્યાસીનો અર્થ કંઈ હૃદયહીન થવું એવો નથી. સમય ઉપર શોક પણ માત્રા પૂર્વકનો જરૂરી છે.@32.52min. સમય વિતિ ગયો અને શિવજી હજી પણ પાર્વતીજીનું મડદું છોડતા નથી એટલે એના 51 ટૂકડા કર્યા તે 51 જગ્યાએ પડ્યા અને તેની શક્તિ પીઠો થઇ. આ જે શિવ અને સતી છે એ કોઈ ઐતિહાસિક સ્ત્રી-પુરુષો નથી, તો આ છે શું? એ સંસારના બે મૂળ તત્વો છે. સાંખ્ય્વાળા એને પ્રકૃતિ અને પુરુષ કહે છે, જેને પુરાણમાં પુરુષને શિવ અને પ્રકૃતિને પાર્વતી બતાવી દીધી. પુરાણનું કામ છે નિરાકાર વસ્તુને આકાર આપવાનું. આ આકાર એ કલા છે, વાસ્તવિકતા નથી. આપણે ત્યાં હિંદુઈઝમમાં જે ઈશ્વર છે એ મૂળ ઉપનિષદનો નિરાકાર બ્રહ્મ છે. “एकमेवा अद्वितियम्” આ બ્રહ્મથી જરા નીચે ઉતારો એટલે આકાર આવી જાય, એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ થયા. આ ત્રણેયમાંથી એકેયને જન્મ કે મૃત્યુ નથી, એ તો અજન્મા, અમર, અનંત છે. આ આપણાં મૂળ તત્વ નથી, એટલે તમે કદી લક્ષ્મીનારાયણ, બ્રહ્માની કે શિવની જયંતી ઉજવતા નથી. મૂળ તત્વ પેલું પરબ્રહ્મ પરમાત્મા છે અને પુરાણકારોએ એનું સાકાર રૂપ બનાવ્યું, તેમાં વિષ્ણુના અવતારો થયા. આ એનું ત્રીજું સ્ટેપ થયું પણ ચોથા સ્ટેપમાં આપણે વ્યક્તિવિશેષને પરમાત્મા માની લીધા અને એમાંથી આવી વ્યક્તિ પૂજા. અત્યારે આપણે મૂળ તત્વને ભૂલીને ચોથા પગથિયામાં ચાલી રહ્યા છીએ. હું મારા પ્રભાવે, મારા જોરે, મારો એક મોટો સમુદાય ઊભો કરું અને પછી ભગવાનની જગ્યાએ બેસી જાઉં, આ વ્યક્તિપૂજા અધમથી પણ અધમ છે. અત્યારે ભારતમાં 950 જીવતા ભાગવાનો છે. @37.37min. આમાંના એક ભગવાનને અમે દર વર્ષે એકાદ-બે વાર મળતા અને સાથે બેસતા. એમને હોકલી પીવાની ટેવ. મેં કહ્યું ભગવાન, મને તમારો ધુમાડો ગમતો નથી, તો એમણે કહ્યું કે હું હોકલી પીતોજ નથી. એ તો શરીરનો ધર્મ છે, આત્મા કદી હોકલી પીતો નથી. પછી થોડીવારે સ્વામીજીએ એક જોરમાં ચૂંટી ખણી તો એક વેંત કુદ્યા, કહે આ શું કરો છો? તો સ્વામીજીએ કહ્યું આત્માને ચૂંટી હોતીજ નથી, આ તો બધા શરીરના ધર્મો છે. તમને નવાઈ લાગશે કે આ માણસનું આજે દશ કરોડનું આરસ પહાણનું મંદિર બને છે. એની આરતી ઉતરશે, એના ચમત્કારોની અદભૂત કથાઓ કહેવાશે. ગાંધીજીની કોઈ આરતી નહિ ઉતારે, કારણકે એમણે કોઈ ચમત્કાર ન કર્યો, કશું કર્યું નહિ, વધુમાં વધુ તો એમણે આઝાદી અપાવી. જે અપૂજ્ય છે, એની પૂજા થાય છે અને ખરેખર જેની થવી જોઈએ તેનો તિરસ્કાર થાય છે, એટલે નીતિકાર મનુને લખવું પડ્યું છે કે “अपूज्या यत्र पूज्यन्ते, पुज्यनाम्च वतिक्रम्:, त्रीणितत्व भविष्यन्ति दूर भिक्षम् मरणं भयम्” જે પ્રજા અપૂજ્ય લોકોની પૂજા કરશે અને પૂજ્ય લોકોને ઠોકરો મારશે ત્યાં ત્રણ વસ્તુઓ થયા કરશે. વારંવાર દુકાળ પડશે, પ્રજા ભયભીત થઈને જીવશે અને વારંવાર મૃત્યુ થશે. @40.17min. તુલસીદાસ એક સંપ્રદાયની પરંપરામાં હોવા છતાં એમણે જેટલાં મંગલાચરણ કર્યાં છે એમાં રામનું અને શિવનું બંનેનું કર્યું છે. આખા તુલસીકૃત રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે કે “शिव द्रोही ममदास कहवा, सो नर सपनेहं मोहे न भावा” તુલસીદાસ શિવદ્રોહ ઉભો કરવા નથી માંગતા, પણ બીજા સંપ્રદાયો તો શિવનો દ્રોહ ઉભો કરે છે. એટલે આમ તુલસીકૃત રામાયણ એ સાંપ્રદાયિક સમન્વયનો પણ ગ્રંથ છે. તુલસીદાસે લખી દીધું, “हरको भजे सो हरका होई, जात पात पूछे नहि कोई” એટલે તુલસીદાસ સાંપ્રદાયિક સાધુ છે પણ એ ચુસ્ત નથી એટલે એમનું રામાયણ વ્યાપક બન્યું. આ રામાયણમાં સમય સમયના જે સ્ટેટમેંટ છે તે મહત્વના છે અને એ તમારા હૃદયને હચમચાવી નાંખે છે, તમારા જીવનને સ્પર્શ કરે છે. ઉત્તર ભારતનો આ વેદ કહેવાય છે. @44.37min. મૂળ વાત ઉપર આવીએ તો પેલા શિવ અને સતી છે એ સાંખ્યના પ્રકૃતિ અને પુરુષ છે. આ જે પ્રકૃતિ છે એના બે રૂપો છે, એક સતી અવસ્થા અને બીજી પાર્વતી અવસ્થા. સતી અવસ્થા એટલે પ્રલય કાળની ત્રણે ગુણોની સામ્યાવસ્થા. સતીને કોઈ સંતાન નહિ, કારણકે આ પ્રલયકાળની સામ્યાવસ્થા છે. જયારે ઉત્પત્તિ થવાની હોય અને જે સતી હોમાય અને વિસ્ફોટ થયો, એ આ ઉત્પત્તિની પ્રક્રિયા છે. પેલું દર્શન અને આ પુરાણ છે. પછી 51 શક્તિ પીઠો થઇ. આપણે એમ માનીએ છીએ કે જે એનરજી છે, એના મૂળ સ્ત્રોત્રો 51 છે અને આ એકાવન જગ્યાએથી આપણે એનરજી પ્રાપ્ત કરી શકીએ છીએ, આખી ચર્ચા નહિ કરીએ. પછી શિવને નિર્વેદ થયો, સંસારમાં કંઈ સાર નથી. યોગ વશિષ્ઠમાં રામને સંસારમાંથી રસ ઉડી ગયો. કંઈ પ્રવૃત્તિ ન કરે અને ઝાડ નીચે જઈને બેસી રહે. ઘણાંના જીવનમાં આવો નિર્વેદ ભાવ આવતો હોય છે. અમેરિકામાં રહેતા એક સુરતી પટેલની વાત સાંભળો. જિંદગી રસ છે અને પરમેશ્વર રસ રૂપ છે. रसोवैस: रसं एवायं लब्द्वा: आनन्दी भवति” રસની ઉત્પત્તિ જેમાંથી થાય એનું નામ રાસ કહેવાય, આને સ્થૂળ રસ નહિ સમજતા. નરસિંહ મહેતા ભજન કરે તેમાં મળસ્કું થઇ જાય, કારણકે રસ આવે છે એટલે કોઈનો રસ ભંગ ન કરશો.