લંડન, યુ.કે.
Side2B –
– આ બધા આચાર્યો બ્રાહ્મણો છે. રામાનંદ સ્વામી (તુલસીદાસના ગુરુ) પણ બ્રાહ્મણ છે, પણ એમના નવે નવ શિષ્યો શુદ્રો હતા. આમ આ બધા આચાર્યો કરતાં રામાનંદ સ્વામી જુદા પડે છે, કબીર તથા રોહીદાસ રામાનંદના શિષ્યો હતા. એ જમાનામાં રામાનંદ સ્વામીએ એક બહું મોટી ક્રાંતિ કરી અને એમાંથી જે સંપ્રદાય થયો તે રામાનંદી સંપ્રદાય કહેવાયો અને તે જોતજોતામાં આખા ભારતમાં ફેલાઈ ગયો. એમની વિશેષતા એ હતી કે બીજા બધા આચાર્યો બ્રાહ્મણોનેજ પ્રાથમિકતા આપતા હતા ત્યારે રામાનંદે એમના નવે નવ શિષ્યો શુદ્રોમાથી બનાવ્યા. તુલસીદાસ રામાનંદ સંપ્રદાયમાં થયા એટલે એમના ઉપર સ્વાભાવિક રીતે પોતાના સંપ્રદાયની થોડી અસર રહેજ. એ અસરનું પરિણામ તમારા ઘરમાં જો બંને રામાયણ હોય તો જોજો. વાલ્મીકી રામાયણ સીધુંજ ચાલુ થઇ જાય છે. વાલ્મીકી નામના ઋષિ નારદજીને પૂછે છે કે આ દુનિયામાં એવો કોઈ પુરુષ છે જે સત્યવક્તા હોય? વચન પાલન કરનારો હોય? આ એની ઉત્થાનીકા છે. આમ વાલ્મીકી રામાયણ એક આદર્શ ઊંચા સર્વોત્તમ પુરુષની શોધ માટે નીકળ્યા છે, એટલે આમ, એમાંથી પુરુષોત્તમ શબ્દ બન્યો છે. નારદે કહ્યું હા છે, એનું નામ રામ છે. એટલે આમ રામને કેન્દ્રમાં રાખી વાલ્મિકીએ રામાયણની રચના કરી. તુલસીદાસનું રામાયણમાં તુલસીદાસ ઉત્તમ પુરુષને ખોળવા નથી નીકળ્યા. તુલસી રામાયણમાં જેટલી વંદના કરવામાં આવી એટલી કોઈ ગ્રંથમાં કરવામાં આવી નથી. એમણે દુર્જનોને પણ નમસ્કાર કર્યા છે તે સાંભળો.@5.03min. દરેક ગામમાં એક શનિ રહેતો હોય છે, તે ઉદાહરણ સહીત સાંભળો. ગ્રંથની ઉત્થાનીકા ક્યાંથી શરુ કરવી? એક ગ્રંથ છે એનું નામ છે, “ઉપક્રમ પરાક્રમ” શરૂઆત કરવાનું પરાક્રમ જો તમને આવડતું હોય તો વચ્ચેનું કામ ઘણું સહેલું થઇ જાય અને પછી ઉપસંહાર, આ બે વસ્તુ આવડે એટલે બધું આવડ્યું. તુલસીદાસ લખે છે, “भरद्वाज ऋषि, बस हीं प्रयागा, तापस समदम तेज निधाना”ભરદ્વાજ નામના એક ઋષિ છે અને તે પ્રયાગ રાજમાં રહે છે, એને રામ ઉપર બહું પ્રીતિ છે પણ મન અસ્પષ્ટ છે. જિંદગીનો સૌથી મોટામાં મોટો દુશ્મન હોય તો તે “અસ્પષ્ટતા” છે, કેવી રીતે? તે દ્રષ્ટાંત સહીત સાંભળો. ચાર-પાંચ માણસો પેઢી ખોલવા માટે સ્વામીજીનો આશીર્વાદ લેવા આવ્યા. સ્વામીજીએ કહ્યું જો મનેજ પેઢી ખોલતાં આવડી હોત તો બાવો શા માટે થાત? પછી શું થયું તે સાંભળો. @11.14min.પેલા ભરદ્વાજ ઋષિ બહું અસ્પષ્ટ છે એટલે ફાંફાં મારી રહ્યા છે. એમને ત્યાં યાજ્ઞવલ્ક્ય ઋષિ આવ્યા. તુલસી રામાયણમાં ત્રણ વક્તા અને ત્રણ શ્રોતા છે અને એ માધ્યમથીજ આખું રામાયણ કહ્યું છે. વાલ્મીકી રામાયણમાં એવું નથી પણ વાત એની એજ છે. અહિયાં યાજ્ઞવલ્ક્ય વક્તા છે અને ભરદ્વાજ શ્રોતા છે. શિવ-પાર્વતી અને કાગભૂસંડી-ગરુડ એમ ત્રણ વક્તા અને ત્રણ શ્રોતા છે. ભરદ્વાજ ઋષિ યાજ્ઞવલ્ક્યને પૂછે છે કે “राम कवन पूछो मुनिराया?” આ રામ કોણ છે? હું તમને પૂછું છું. હિંદુ પ્રજાને આ બહું મોટી મુશ્કેલી છે જે મુસલમાનો અને ક્રિશ્ચિઅનોને નથી, કારણકે એમને કોઈ વિકલ્પ નથી. એમને પુછવા નથી જવું પડતું કે મારે કયા અલ્લાહનું ભજન કરવું? ભગવાન કેવી રીતે બદલાય છે? તેનું દ્રષ્ટાંત સાંભળો. અમે ધર્મનો પ્રચાર નથી કરતા પણ લોકોને ગુંચવીએ છીએ. અમે ન હોઈએ તો લોકો બહું સારી રીતે ધર્મનું પાલન કરી શકે. આ રામ છે કોણ? એ તુલસીદાસની ઉત્થાનીકા છે. પેલો દશરથનો પુત્ર છે એ રામ છે? કે કોણ રામ છે? તુલસીદાસે 16મી સદીમાં જોયું કે તે સમયમાં કૈલાસથી માંડીને રામેશ્વરમ સુધી જેની ઉપાસના ચાલતી હતી તે શિવને એમણે એમની કથાનું માધ્યમ બનાવી દીધું. @14.28min. સંપ્રદાયો બે રૂપમાં છે, એક સંપ્રદાય એવો કે આ અમારો ભગવાન અને બીજા ભાગવાનો પણ ખરા. બીજો સંપ્રદાય એવો છે કે આજ ભગવાન અને બીજા બધા એની નીચેના ભગવાન પણ અમારા ભગવાન સૌથી મોટા અને ખરા ભગવાન. આપણે ભગવાનના નામે અંદરો અંદર એટલો ગૂંચવાડો કર્યો છે એવો દુનિયામાં કોઈ ધર્મે નથી કર્યો અને નવાઈની વાત એ છે કે ગૂંચવાડો કરનારની આપણે આરતી ઉતારીએ છીએ અને પગ ધોઈને પીએ છીએ. પંજાબના બુલ્લેશાહની કાફી સાંભળો.”राम कवन पूछो मुनिराया?” યાજ્ઞવલ્ક્ય કહે છે કે હું સમજાવીશ નહિ પરંતુ એવીજ શંકા સતી પાર્વતીને થઇ છે. તુલસીદાસે એટલા માટે આ બતાવ્યું છે કે એમણે બતાવવું છે કે શિવ પણ રામનું ભજન કરે છે કારણકે તુલસીદાસને નવો દેવ (ભગવાન) મુકવો છે અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી શિવનો મહિમા છે. શિવજી પાર્વતીજીને કહે છે કે હું મારા ઇષ્ટદેવ “રામ”નું હંમેશાં ભજન કરું છું.પાર્વતીજીની શંકા નિવારણ વિષે વધુ આગળ સાંભળો. આ તુલસીકૃત રામાયણની વાત છે, જે વાલ્મીકી રામાયણમાં નથી. @21.54min. પતિ-પત્ની હોય અને બંનેના વચ્ચે દીવાલ ઉભી થઇ ગઈ હોય અને ત્રીજા માણસે ઉભી કરી હોય તો એ દીવાલને તોડવી બહું સરળ છે, પરંતુ પોતાના દ્વારા દીવાલ ઉભી કરી હોય તો તેને તોડવી બહું કઠીન છે, કારણકે દોષનો ટોપલો કોના પર નાંખવો? પાર્વતી છતા પતિએ દુઃખી થયા એટલે પોતાનું મૃત્યુ ઈચ્છવા લાગી અને તુલસીદાસે એની વ્યવસ્થા કરી દીધી. આ કવિને કવિતા ચલાવવી છે એટલે એમાં શંકા ન કરવી કારણકે આ સાહિત્યનો ગ્રંથ છે. દક્ષ પ્રજાપતિને ત્યાં સતીનું મૃત્યુ કેવી રીતે થયું તે સાંભળો. રામાયણમાં શિવજી સતીની પાસે હાર્યા છે અને રામ પણ સીતાની આગળ હાર્યા છે. પાર્વતીજી શિવજીએ ના પાડ્યા છતાં દક્ષ પ્રજાપતિને ત્યાં ગયા અને સીતાજીએ સોનાનો મૃગ લાવી આપવા માટેની જીદથી હાર્યા. @30.23min. જો તમારો દરિદ્રતાનો પીરીયડ ચાલતો હોય અને તમારા સગાંવહાલાં પૈસાદાર હોય તો તમે કદી એના આંગણામાં પગ ન મૂકશો. તમે કંઈ આપવા ગયા હશો તો એવું સમજશે કે તમે ત્યાં કંઈ લેવા ગયા છો. દક્ષ પ્રજાપતિના દરબારમાં શિવજીનું કોઈ સ્થાનજ નથી. પાર્વતીજીને જોઇને દક્ષે મોઢું ફેરવી લીધું. ઘરના બીજા માણસોએ પણ દક્ષની બીકના માર્યા કોઈએ આવકાર ન આપ્યો એટલે પોતાના પતિનું અપમાન જોઈ સતીએ યજ્ઞ કુંડની વેદી ઉપર ઉભી રહી પ્રાર્થના કરી અને યજ્ઞ કુંડમાં પ્રાણ આપ્યો. સ્વામીજી 50-60 માણસો જોડે યાત્રા કરવા ગયેલા ત્યાંનો અનુભવ સાંભળો. પાર્વતીજીએ જન્મોજન્મ શિવજીજ પતિ મળે એવી પ્રાર્થના કરી. શિવજીને ખબર પડી એટલે વ્યાકુળ થઇ ગયા અને ત્યાં આવ્યા. પાર્વતીજીનું મડદું મહિનાઓ સુધી સાથે લઈને ફર્યા. દેવોએ એ જોયું અને પછી એના 51 ટુકડા કરાવ્યા અને તેની 51 જગ્યાએ શક્તિ પીઠો થઇ. ગુજરાતમાં હૃદય પડ્યું એટલે ગુજરાતીઓ લાગણીશીલ અને ભોળા હોય છે. આ ઉત્થાનીકા પાછળનો હેતુ એ છે કે શિવજી પણ રામ રામ કરે છે. @37.23min. વાલ્મીકી રામાયણમાં વાલ્મિકી ઋષિ કોઈ દિવ્ય, ગુણવાન, પરાક્રમી ઉત્તમ પુરુષની શોધમાં નીકળ્યા છે અને એના માધ્યમથી રામાયણ રચાયું છે, ત્યારે અહિયાં તુલસી રામાયણમાં રામ સર્વોચ્ચ પરિપૂર્ણ બ્રહ્મ છે અને એ બ્રહ્મની શોધમાં નીકળ્યા છે અને એને મધ્યમાં રાખીને રામાયણ રચ્યું છે. જો આ બેય ભેદ તમને સમાજમાં આવશે તો આગળના રામાયણ તમને સમજવા બહું સરળ થઇ જશે. આનું મૂળ કારણ એ છે કે મહર્ષિ વાલ્મીકીને કોઈ સંપ્રદાય નથી, એ તો ઋષિ છે. જયારે તુલસીદાસને રામાનંદ સંપ્રદાય છે અને એ સંપ્રદાયના ઇષ્ટ દેવ રામ છે એટલે રામની સર્વોપરિતા બતાવવા માટે એ વખતના જે સર્વોપરી ભગવાન(શિવ)ને સાધક બનાવી દેવાના કે એ પણ રામનુંજ ભજન કરે છે.કૃષ્ણ કનૈયા લાલકી જય. @38.39min. સંત ચરિત્રમાંથી વેદ વાણી અને પુરાણો સંબંધી પ્રવચન સાંભળો. @44.10min. भजन – भये प्रगट कृपाला दीन दयाला – श्री जगजीत सिंग.
Leave A Comment