મૃત્યુ પછી શું? – મુંબઈ
Side A –
– શ્રી સુરેશ દલાલની ભૂમિકા – @2.10min.
– હું જીવનનો માણસ છું, મર્યા પછીનો નથી. મૃત્યુ પછી શું? નો એટલો વિચાર કર્યો, કે એમાં જીવન અટવાઈ ગયું. ત્રણ મુખ્ય વાદો: વાસ્તવવાદ, આદર્શવાદ અને રહસ્યવાદ. વાસ્તવવાદ અને આદર્શવાદ વચ્ચે બહુ મોટું અંતર છે. આદર્શવાદ કપડા પહેરાવ્યા વિનાનો હોતો નથી. આદર્શવાદથી જીવનની પ્રેરણા મળે, પ્રશ્નો ન ઉકેલાય. પ્રશ્નો તો વાસ્તવવાદજ ઉકેલી શકે. વાસ્તવવાદ પ્રશ્નો ઉકેલી શકે પણ પ્રેરણા ન આપી શકે. આ બંનેમાં બહુ મોટો વિસંવાદ છે. સામાન્ય રીતે આપણે વાસ્તવવાદી ઓછા છીએ અને આદર્શવાદી ઘણા છીએ. @6.00min. તમે એવી કલ્પના કરી શકો કે બુદ્ધ અને મહાવીરને કોઈ કોઈ વાર વિકાર થતા હતા? તમે એવું લાખો તો લોકો મારવા દોડે. વાસ્તવવાદ એમ કહે છે કે એ શક્ય છે. ગાંધીજીએ લખ્યું હતું કે ૬૦ વર્ષની ઉંમરે પણ મને વિકાર થતા હતા. આદર્શવાદ વાસ્તવવાદને સ્વીકારી નથી શકતો. @7.39min. રહસ્યવાદ: માણસને બહુ પ્રાચિન કાળથી આ રહસ્યવાદ વળગેલો છે. સૃષ્ટિ કોણે બનાવી? હું શું છું? મારી પ્રકૃતિ કેમ આવી છે? વિગેરે માણસને પ્રશ્નો થતા રહે છે. ક્રિસ્ચિઅનોનો રહસ્યવાદ, ઈજીપ્તની પીરામીડોનો રહસ્યવાદ. આ રહસ્યવાદને કદી ઉકેલી ન શકાય અને ઉકેલી શકાય તો રહસ્યવાદ રહેજ નહિ. @10.37min. જૈનોનો સ્યાદવાદ એટલે સંભાવનાવાદ વિશે. સ્વામીજીની “મારા અનુભવો” માં ભૂતનું પ્રકરણ વિશે. @12.17min. આસ્તિક થવું સરળ છે. સમજણ પૂર્વકનો નાસ્તિક થવું કઠીન છે. આસ્તિક થવા માટે શ્રદ્ધાની જરૂર છે પણ નાસ્તિક થવા માટે તર્કની, યુક્તિની જરૂર છે અને જો યુક્તિ એની પાસે ન હોય તો એ નકારાત્મક નાસ્તિક છે. નકારાત્મક નાસ્તિક એક પ્રકારનો ત્રિશંકુ છે. સાચો આસ્તિક નથી, સાચો નાસ્તિક નથી કારણકે એ રીસર્ચ વિનાનો છે. @13.13min. મૃત્યુ પછી શું? આ ધાર્મિક પ્રશ્ન છે? શું આ સામાજિક કે વૈજ્ઞાનિક પ્રશ્ન છે. જો ધાર્મિક પ્રશ્ન હોય તો તમે ધર્મશાસ્ત્રનાં દ્વારા જોઈ શકો. એક પાદરી સાથે આ વિષય પર ચર્ચા સાંભળો. @17.14min. ચાર્વાક ઋષિ વિશે. નાસ્તિક્વાદ, આસ્તિક્વાદ, અધ્યાત્મવાદ અને ભૌતિકવાદ આ ચારે ભારતની દેન છે. ચાર્વાક કહે છે, “भस्मी भूतस्य देहस्य, पुनरागमन कुत:” શરીર બળીને ખાક થઇ ગયું, હવે કઈ રહ્યુજ નથી, તો કરવું શું? “यावद जीवे सुखं जीवे, ऋणं कृत्वा घृतं पिवे.” આ ભૌતિકવાદ આવ્યો. નાસ્તિક છે તો પણ મારા દેશનો છે, એટલે લખ્યું કે ઘી પીજો, દારૂ પીવાનું નથી લખ્યું. વ્યક્તિનું અને સમસ્તીનું ચિંતન. @20.17min. ઉપનિષદોમાં “અસ્તિ” અને “નાસ્તી” બંને પ્રકારના દર્શનો અને વિચારો છે અને તેને આદરથી સ્વીકારવામાં આવ્યા છે. @24.22min. માણસ જ્યારે મરે છે, પછી ક્યા રસ્તે જાય છે? धूमो रात्रिस्तथा कृष्ण:……प्राप्य निवर्तते. (गीता ८-२५), अणो रणियान, महतो महीयान” (उपनिषद) આ વાતોથી આપણે એમ માનીએકે આ જીવાત્મા છે, એ આ શરીરની અંદર એક સાર્વભૌમ શક્તિ તરીકે રહે છે. ક્યા રહે છે? यथा प्रकाशयत्येक:….प्रकाशयति भारत….(गीता १३-३४) જૈન શાસ્ત્રો કહે છે નખથી શીખ સુધી એક આત્મા છે. એક વેદાન્તીને સ્વામીજીનો પ્રશ્ન. બ્રહ્મનો સાક્ષાત્કાર શરીરના કયા અંગમાં થાય છે? ગૂંચવાઈ ગયા અને પ્રશ્નનો નિકાલ ન આવ્યો. @31.21min. બાંગલાદેશનો કવિ નઝરૂહ ઇસ્લામ વિશે. ભક્તિમાર્ગની શરૂઆત. જ્ઞાનથી ભક્તિ અને અજ્ઞાનથી ભક્તિ. તમે તમારી જાત વિશે કદી વિચાર કર્યો? આજ રહસ્યવાદની શરૂઆત છે? ૧૯૬૫ની હિન્દુસ્તાન પાકિસ્તાનની લડાઈ વિશે. @37.24min. ઉપનિષદમાં લખ્યું છે કે મુમુર્શું માણસ કેવી રીતે મરતો હોય છે?વાણી મનમાં લીન થાય પછી મન પ્રાણમાં લીન થાય અને આછી પ્રાણનું ઉત્ક્રમણ થાય. જેનું ઉત્કરણ ન થાય તે અહીને અહીજ રહી જાય. બુદ્ધ બહુ મોટા રહસ્યવાદી છે એટલેકે બહુ મોટા અસ્પષ્ટવાદી છે. બુદ્ધને આનંદે વારંવાર પૂછ્યું કે મર્યા પછી શું થાય છે? જવાબ સાંભળી લેવો. @46.48min. કોઈ પુરુષને કદીપણ એવું સ્વપ્ન આવ્યું કે પોતે પ્રસુતિ કરી રહ્યો હોય. અહીંથી એક બીજો માર્ગ શરુ થાય છે અને એ વૈજ્ઞાનિક માર્ગ છે. વિજ્ઞાન અને ધર્મ બંનેમાં બહુ મોટું અંતર છે.ધર્મ શ્રદ્ધાનું ક્ષેત્ર છે. વિજ્ઞાન પ્રયોગનું, યુક્તિનું ક્ષેત્ર છે. બંનેની મર્યાદા સ્વીકારી લેજો. પ્રતિભા ગમે એટલી સમર્થ હોય તો પણ પ્રતિભા એ પ્રતિભા છે. ભારતને વિજ્ઞાન સાથે વિરોધ ન હતો પરંતુ જે દિવસથી ધર્મને વિજ્ઞાન સાથે વિરોધ થયો એટલે ભારત અંધશ્રદ્ધાનું શિકાર બન્યો.
Side B –
– ગાંધીજીને કોઈ અસ્પૃશ્યતા નડતી ન હતી. અશ્પૃશ્યતાનું આંદોલન ગાંધીજીએ અને નરસિંહ મહેતાએ કર્યું હતું. ચિંતનનું ક્ષેત્ર ઉપરથી આવતું હોય છે. પશ્ચિમમાં ધર્મની વિરુદ્ધનું વૈજ્ઞાનિક ચિંતન ચર્ચમાંથી કેવી રીતે આવ્યું તે સાંભળો. કેટલાયે પાદરીઓને જીવતા બાળી નાંખ્યા. સત્યની શોધ બલિદાનના દ્વારા થતી હોય છે. એડમંડ હિલેરી એવરેસ્ટ પર પહોંચતા પહેલા ૬૫ માણસોએ પ્રાણ આપેલા. વિજ્ઞાનનો ઉદય પશ્ચિમમાં થયો અને આપની ઘણી બધી માન્યતાઓને હચમચાવી મૂકી. “નોવા”ની વિડીઓ કેસેટો વિશે. @4.48min. મને સૌથી વધુમાં વધુ આસ્તિકતા આપનાર હોય તો તે વિજ્ઞાન છે. આંખની ડીઝાઇન વિશે. એની પાછળ કોઈ બનાવનાર છે, પ્લાન છે. કુદરતની વ્યવસ્થા વિશે સાંભળો. વિજ્ઞાને આજે બહુ મોટા વાસ્તવિક પ્રશ્નો ઊભા કર્યા છે. અમે બધા આજસુધી એવું માનતા કે જીવાત્મા હૃદયમાં રહે છે પણ હૃદય તો ફક્ત પમ્પીંગ નું કામ કરે છે. મેં તો જોયું કે જુનું હૃદય કાઢીને ફેંકી દીધું અને નવું હૃદય મૂકી દીધું, તો જીવાત્મા હૃદયમાં નવો છે કે જુનો? માણસ બદલાઈ નથી જતો. આજે મરેલા માણસને વર્ષો સુધી ધબકાવી શકાય છે. વિજ્ઞાનની ઉપેક્ષા ન કરી શકાય પણ શાસ્ત્ર અને વિજ્ઞાનનો સમન્વય કરવો. જો સમન્વય નહિ કરવામાં આવે તો વિજ્ઞાન હારવાનું નથી, શાસ્ત્રને હરવું પડશે. તમારા ઇષ્ટદેવ ગમે એટલા મહાન હોય પણ એ વ્યક્તિગત પ્રતિભાનું પરિણામ છે અને વિજ્ઞાન એ પ્રયોગશાળાનું પરિણામ છે, એને તમે નકારી ન શકો. @9.21min. વિજ્ઞાનના પ્રયોગો દ્વારા શું મળ્યું છે તે સાંભળો. મારે તો આપને એટલુજ કહેવાનું છે કે આ જે રહસ્ય છે અને તમે એવી ઈચ્છા રાખો કે હું ઉકેલી આપું, તો તમે નિરાશ થશો. હું તળ ને ફળ કહી દઉં તો હું સત્યનો શોધક નહિ પણ તમને એક સંપ્રદાયના માર્ગે ચાલનારો બનાવી શકું અને એતો બહુ સરળ કામ છે અને અમે બધા એજ કરીએ છીએને? @11.19min. છેલ્લી મુદ્દાની વાત એ છે કે આત્મા હોય તો એ વાહ વાહ અને ન હોય તો એ વાહ વાહ. ગીતામાં લખ્યું છે કે “अथ चैनं नित्यजातं….शोचितुमर्हसि….(गीता २-२६) હે અર્જુન તું આત્માને સદા જન્મનારો અને મરનારો મને તો પણ તું આનો શોક કરવાને યોગ્ય નથી. મૃત્યુ પછી ત્રણ વાતો છે, તમે જે કંઈ જીવ્યા એનો સરવાળો શું? તમે જે કંઈ પ્રાપ્ત કર્યું એના પરિણામ સ્વરૂપ તમને મૃત્યુ પછી શું મળ્યું? અને લોકોને તમે શું આપ્યું? આમ આત્મવાદ કે અનાત્મવાદ સાથે કશું લેવા દેવા નથી. આ તમારા પગ આગળ પડેલો પ્રશ્ન છે. @12.31min. એક શેઠની વાત. કેટલાક માણસો છેવટની ઘડી સુધી વ્યવસ્થા નથી કરી શકતા અને મૃત્યુ આવે ત્યારે અત્યંત ભયજનક બની જતું હોય છે, જ્યારે તમે અવ્યવસ્થિત હાલતમાં મરતા હોવ છો. મૃત્યુ પાસેથી એટલું શીખવાનું કે એને સાપની કાંચળીની જેમ ઊતરી દેવું. @16.26min. જગુભાઈની પૂણ્યતિથી વિશે. @21.46min. ફરી પાછો પ્રશ્ન કે મૃત્યુ પછી શું? કેવું જીવન જીવવું તેની પ્રેરણા લેવાની. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે મૃત્યુ પછી શું એવું પૂછવામાં આવે તો એટલુજ કહું કે બધું ભગવાનને સોંપો. @24.09min. કચ્છમાં એક ભરવાડના મૃત્યુ વિશે. પોતેજ પોતાની મેળે ચોકો બનાવેલો ત્યાં હાથ જોડી સૂઈ ગયો. કોને યોગી કહેવો? ભરવાડને કે હિમાલયથી આવતા યોગીરાજને? ભરવાડ એ દંભ વગરનું સહજ જીવનનું પરિણામ છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે અમને સૌને જીવન જીવવાની દ્રષ્ટિ અને શક્તિ આપે. આભાર, ધન્યવાદ, હરિ ઓમ. @27.32min. ઉદઘોષકનું નિવેદન અને આભારવિધિ. @31.10min. આપણું જીવન અને કુદરતનો પ્લાન. @38.41min. ૐકર અને સ્થાપિત હિતો. @42.53min. भजन – जोगिया जग है एक सराये – श्री राजेंद्र और नीना महेता.
Leave A Comment