અમૃ-તત્વ અને મહા પ્રસ્થાન – દંતાલી આશ્રમ

Side B –
– ઇશાવાસ્ય ઉપનિષદ માત્ર અઢાર મંત્રોનું છે છતાં તેમાં તત્વનું – જીવનનું જે ભાથું ભર્યું છે તે બહુ વિશાળ છે. સાંભળવાનો અર્થ એ છે કે જેમાંથી માર્ગ મળે અને તમારી જીવનની ગૂંચો ઉકેલાય અને જીવન સ્પષ્ટ બને. આ ઇશાવાસ્ય ઉપનિષદ નાનું છે પણ એનું અર્થ ગાંભીર્ય બહું ગહન છે. છેવટના બે મંત્રો મૃત્યુ સંબંધી છે. જીવન એક પ્રવાહ છે અને તેની સાથે આપણે ગતિ કરી રહ્યા છીએ. “भ्रामयन्सर्वभूतानि यन्त्रारुढानि मायया” (गीता 18-61). ગીતામાં પરસ્પર વિરોધી શ્લોકો વિષે – જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી શાસ્ત્રની ગુંચ નીકળે નહિ. @4.45min. જરૂર સાંભળો એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણના ઘરનો, પતિ પત્નીની સાથે 14 વર્ષો સુધી ન બોલવાના પ્રશ્ન વિષે. આવું ઘણાના જીવનમાં બનતું હોય છે. @11.42min. કથાનો અર્થ માત્ર આત્મા અને પરમાત્માના સ્વરૂપની ચર્ચા કરવી એવું નથી, કથાનો અર્થ છે તમારા જીવનમાં પડેલી ગુંચોને અડવું. સત્ય પશ્ચિમમાંજ ચાલી શકે, અહી તો ઉપર માંખ્માંલનું કપડું ઢાંકીનેજ જીવવાનું. પેટમાં ગયેલું ઝેર સારું પણ કાનમાં ગયેલું ઝેર ભયંકર. જતાં પહેલાં સ્વામીજીએ આ બંનેના પાછા લગ્ન કરાવ્યા. કૃષ્ણ કહે છે, कर्मण्येवाधिकारस्ते…….सङ्गोस्त्वकर्मणि (गीता 2-47). અર્જુન તારો કર્મમાં અધિકાર છે, કર્મ કરવામાં તું સ્વતંત્ર છે. બીજી બાજુ કહે છે, “भ्रामयन्सर्वभूतानि यन्त्रारुढानि मायया” (गीता 18-61). ચકડોળ ઉપર બધા ચઢેલા છે અને તેમને હું ફેરવું છું. અહીં ગુંચ પડી ગઈ તે ગુંચ કેવી રીતે સમજવી તે સાંભળો. @14.20min. પ્રકૃતિનો પટો છે તેના ઉપર આપણે બધા અને આખી દુનિયા ચાલી રહી છે. એનું નામ છે કાળ. એ પટા ઉપર મહા કાળ એટલે પરમાત્મા નથી ચડ્યો. પ્રકૃતિનો પટો મહાકાળને આધારે ચાલે છે એની શક્તિથી ચાલે છે. ઉપનિષદ ની સામે એક ગંભીર પ્રશ્ન છે કે માણસના જીવનની વ્યાખ્યા કરવી કેવી રીતે? તો વિભાગ પાડ્યા કે પહેલાં બાલ્યાવસ્થાની વાત કરો, પછી યુવાવસ્થાની, વૃદ્ધાવસ્થાની વાત કરો, પછી મહા પ્રસ્થાનની વાત કરો. જ્યાં સુધી જીવન ભારરૂપ, ત્રાસરૂપ બની ન જાય ત્યાં સુધી માણસ મરવા તૈયાર નથી થતો. “देहिनोस्मिन्य्था देहे, कौमारं यौवनं जरा…..भारत….(गीता 2-13, 14). હે અર્જુન જેનો જન્મ થાય એની બાલ્યાવસ્થા આવે, તે પાર કરે એટલે યુવાવસ્થા આવે અને એને પાર કરે એટલે વૃદ્ધાવસ્થા આવેજ. @18.44min. ભારતમાં વૃદ્ધ લોકોનું જીવન. યુવાનો બેઠાં બેઠાં મસાલા ખાય છે. આદર્શ વાલમ ગામનું ઉદાહરણ. @21.23min. કુમારાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા – એક એક અવસ્થાને ત્રણ ત્રણ અવસ્થાઓ છે, તે વિષે વિસ્તારથી સાંભળો. કુમારાવસ્થા: અર્ભગા, શૈશ્વા, બાલ્યાવસ્થા. યુવાવસ્થા: કિશોરાવસ્થા, તરુણાવસ્થા અને યુવાવસ્થા. વૃદ્ધાવસ્થા: પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને જર્થાવસ્થા વિશે વિગતે સાંભળો. @26.52min. जातस्य हि ध्रुवो…..शोचितुमर्हसि…..(गीता 2-27). અર્જુન જે જન્મ્યો એને મરવાનું મરવાનું અને મરવાનુંજ. ખરેખરતો માણસ જન્મે ત્યારથીજ મૃત્યુની કથા શરુ થઇ જાય છે. તમે તમારા પૂર્વજોને યાદ કરો છો? શ્રાદ્ધ પક્ષ એટલા માટેજ રાખેલું છે? ઉપનિષદના છેલ્લા મૃત્યુ વિશેના મંત્રો. वायुरनिलममृतमथैद….कृतंस्मर. (इशोपनिषद) વાયુ એટલે પ્રાણ, જેનાથી અખા શરીરનું તંત્ર ચાલે છે. હવે આ મારા પ્રાણને તેને બહારના વાયુના માધ્યમથી અમૃતત્વ હોય ત્યાં પહોંચાડી દે એટલે વારંવાર શરીર છોડવા ન પડે. અમૃતત્વના બે રૂપો, એક પૌરાણિક અને બીજું ઉપનિષદનું. પૌરાણિક સમુદ્ર મથન વિશે વિસ્તારથી સાંભળો. @34.02min. નારદ અમર પત્ર છે, આજે પણ ગામે ગામ જીવે છે, એકાદ બે મંથરા હોય, એકાદ બે શકુનીઓ હોય એટલે રામાયણ અને મહાભારત ચાલુ ને ચાલુજ રહે. આ બધાં અમર પાત્રો છે. સમુદ્ર મથનમાં નારદે શું ભાગ ભજવ્યો તે સાંભળો. અમૃતનું મોઢું ઝેર છે. જો અમૃતનું મોઢું ન હોત તો આખી દુનિયા અમૃત પીતી થઇ ગઈ હોત. ઉદાહરણ સાંભળો. @39.46min. એટલે કબીરે એક ભજન લખ્યું છે. “राम रस ऐसो है मेरे भाई, जो पेवे अमर हो जाये. मीठा मीठा सब कोई पीवे, कडवा न पीवे कोई, एक बार कड़वा पीवे वो सबसे मीठा होय.” અમૃત માથાન માંથી ઝેર નીકળ્યું તે ઝેર કોણ પચાવે? કોણ પીશે? મહાદેવ કહે છે, જો હું ઝેર પીઉં અને જો આખી દુનિયા ઝેરથી બચી જતી હોય તો હું ઝેર પીવા તૈયાર છું. મહાદેવે ઝેર પીધું એટલે મહાદેવ કહેવાયા. જે અમૃત નીકળ્યું તે પૌરાણિક અમૃત કહેવાય. પૌરાણિક અમૃતના ચાર જગ્યાએ છાંટા પડ્યા તે નાશિક, ઉજ્જૈન, હરદ્વાર અને અલાહાબાદ. આ ચારેય જગ્યાએ કુંભ મેળાઓ ભરાય છે. @45.07min. ઉપનિષદનું વૈદિક અમૃત વિષે સાંભળો. અમૃત ક્યાં છે? જેનું હૃદય પરમેશ્વરમય થયું છે એવો જે હરિભક્ત છે, તેના કંઠની અંદર અમૃત વસે છે, જે તમારી અંદરના ઝેરના મેલને ધોઈ નાખે છે. આ અમૃત ક્ષણિક છે. એટલે કહે છે, હે બહારના વાયુ મારા અંદરના પ્રાણને અમૃત હોય ત્યાં એટલેકે જ્યાં પરમાત્મા છે ત્યાં લઇજા અને આ પ્રાણ વિનાના શરીરને ભસ્મિભૂત કરી નાંખ. @49.24min. ઉપનિષદની આખ્યાયિકાનો સાર સાંભળો. અસુરોના રાજા વિરોચનને બ્રહ્માએ કહ્યું કે આ શરીર છે એજ આત્મા છે એટલે અસુરો ત્યાંજ અટકી ગયા. પરંતુ દેવોના રાજા ઈન્દ્રનું સમાધાન થયું નહિ એટલે પ્રજાપતિ બ્રહ્મા તેમને આત્મકક્ષા સુધી લઇ ગયા. @51.13min. શરીરને બની શકે તેટલો જલદી અગ્નિદાહ આપવો. અમેરિકામાં વસતા એક સજ્જનની વાત. મરતા બાપને દેશ ન આવવા સલાહ. “भश्मान्तङ्ग् कुरु शरीरम्” હવે મને મારા શરીર ઉપર કોઈ મોહ રહ્યો નથી, હું હવે અમૃતમાં જાઉં છું, વિદાઈ લઉં છું. “मरनो भलो विदेशको जहां न अपनों कोई, माटी खाए जनावरां महा सुमंगल होय.” ખોટી કલ્પનોથી બચો. આખી જીન્દગીમાં જે કઈ કર્યું છે તેના ઉપર એક નજર નાંખીને શાંતિથી વિદાય થાવ. ॐ पूर्णमद पूर्णमिदं….पूर्णमेव वशिष्य्ते. @55.35 min. ભજન – અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ – શ્રી આશિત દેસાઈ.