ઉપનિષદ, પતિ-પત્નીનું ઉપાખ્યાન

Side B –
– ઉપનિષદની અંદર એક પતિ-પત્નીનું મહત્વનું ઉપાખ્યાન છે કે જેમાંથી જીવનનો બોધ લઇ શકાય. ઉપનિષદમાં કોઈ જગ્યાએ સાધુ નથી પણ ઋષિ છે. મોટામાં મોટા ઋષિ યાજ્ઞવલ્ક્યની બે પત્નીઓ મૈત્રેયી અને કાત્યાયિની. દામ્પત્યના રૂપની ત્રણ સીડીઓ. બે શરીરનો મેળ, મનોમેળ અને વિચાર મેળ. @3.45min. એક ઋષિ અને ઊંધા મનવાળી તેની પત્નીની કથા. ઉપનિષદમાં એક આદર્શ ઋષિની બ્રહ્મજ્ઞાન અને વૈરાગ્ય ભરેલી કથા છે કેમકે પત્નીસાથે મન અને વિચારો મળેલા છે. @9.02min. ઋષિ માર્ગમાં કર્તવ્યનો ત્યાગ નથી પરંતુ આશક્તિનો ત્યાગ છે. ગાંધીજીએ કર્મો ન છોડ્યા પણ વ્યક્તિગત સુખોની આશક્તિ છોડી. ગાંધીજીની સાથે કસ્તુરબા પણ દીપી ઊઠ્યા. @13.34min. પૈસાથી કોઈને તૃપ્ત કરી શકાય નહિ. મૈત્રેયીએ બધી મિલકત કાત્યાયિનીને આપી દેવડાવી અને યાજ્ઞવલ્ક્ય જોડે ગૃહત્યાગ કર્યો. રાગી માણસ સ્વાર્થી હોય છે તે કદી સુખી નથી હોતો અને કોઈને સુખી કરી નથી કરી શકતો. વિરાગી માણસને કંઈ પડી નથી હોતી, ઉદાહરણ સાંભળો. વિરાગી માણસ કદી આજીવિકા પૂરી કમાઈ ન શકે. @18.49min. અનુરાગ એટલે રાગ ઉતરી ગયા પછીનો રાગ એટલે પ્રેમ. અનુરાગીને ઘરમાં, પત્નીમાં અને બાળકો પ્રત્યે પ્રેમ છે, બધી જવાબદારી સંભાળે છે છતાં અનાશકત રહે છે. યાજ્ઞવલ્ક્યે પછી મૈત્રેયીને જે ઊંચામાં ઊંચું જીવનનું રહસ્ય સંભળાવ્યું અને તે ઉપનિષદની ગાથા બની. @22.19min. મહારાષ્ટ્રના અકોલા શહેરમાં માત્રનંદ સ્વામીને ત્યાં સાચી બનેલી ઘટના જરૂર સાંભળો. જે પત્ની પતિના વિરહમાં કુવામાં પડી તેજ પત્નીએ બિમાર પતિને કાઢી મુક્યો. @27.28min. બધ્ધી વસ્તુનો વિશ્વાસ કરજો પણ કદી સંબંધનો વિશ્વાસ કરશો નહિ. તમારે એમ સમજીને ચાલવાનું છે કે જો આ સંબંધ ન રહે તોયે મારે જીવવાનું છે. મધ્યમ માર્ગ અપનાવો કે તમારે પ્રત્યેક પરિસ્થિતિમાં સંબંધ હોય કે નહિ એટલીજ ખુમારીથી જીવવાનું છે, એ જો તમારામાં આવ્યું હોય તો તમે આધ્યાત્મિક વ્યક્તિ છો. @32.52min. ઈશ્વરે બહુ દયા કરી મોહ મુક્યો છે, નહિ તો તમે કેટલીયે વાર ઘર છોડીને ભાગ્ય હોત. @37.56min. અમેરિકામાં સોજીત્રાના એક સજ્જનની મિલકત વહેંચવા અંગેની વાત. @42.18min. ત્રેપન ઘરવાળા એક શેઠની વાત. વાનપ્રસ્થ એટલે સ્વસુખનું જીવન પૂરું થયું અને સમાજ સુખની શરૂઆત. @46.58min. મૈત્રેયી અને યાગ્ન્યવલ્ક્ય ગૃહ ત્યાગ કરે છે. આ ત્યાગ મોટા ગૃહના ગ્રહણ માટે છે તે સાંભળો. એક તરફ સમાજ આપવા માટે તૈયાર છે બીજી તરફ સમાજ લેવા તૈયાર છે ત્યારે એક વચ્ચેના માણસની જરૂર છે અને તેનુજ નામ વાનપ્રસ્થ. આ પરમેશ્વરનું કામ છે બહુ ભોગો ધરવા કરતાં ગરીબને, ભૂખ્યાને રોટલો દાળ ધરાવો. @49.23min. જે શક્તિઓને વ્યક્તિગત પોતાની મહત્વકાન્ક્ષા નથી એવી શક્તિઓ રાષ્ટ્ર માટે, સમાજ માટે, માનવતા માટે જ્યારે કામ કરવા લાગે ત્યારે ત્યારે એમ સમજવું કે સમાજનું કલ્યાણ થશે.